સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-14
મોહીત ન્યૂયોર્ક એને ફાળવેલાં એનાં નવા કોટેજ પર પહોંચી ગયો. વિશાળ ગાર્ડન - પોર્ચ-પાર્કીંગ અને લ્ક્યુરીયસ કોટેજ જોઇને ખુશ થઇ ગયો ત્યાં રહેલાં સીક્યુરીટીએ આવકાર્યો અને એણે કી આપી. મલ્લિકાને મોહીતે કહ્યું ચલ તારાં હાથે ખોલ આપણુ કોટેજ... અને મલ્લિકાએ વિશાળ કમ્પાઉન્ડમાં આવેલ કોટેજનો દરવાજો ખોલ્યો.
એણે જોયું મોટાં મોટાં રૂમ-ડ્રોઇગ-સ્ટીડ-કીચન-લીવીંગ-બેડરૂમ- વાહ માસ્ટર બેડરૂમની બહાર ઇન્ડોર નાનો સ્વીમીંગ પૂલ એટેચ્ડ ટુ વરન્ડા.. એનાં મોઢામાંથી નીકળી ગયુ આહ.. વાહ.. એકસેલન્ટ એ જોઇને મોહીતેને વળગીજ પડી. મોહું મજા આવી જશે. મારાં સ્વપ્નમાં જોયેલાં ઘર કરતાં પણ આ વધુ સુંદર અને વ્યવસ્થા -ફેસીલીટી વાળુ છે. મોહું આઇ લવ યુ તેં તો મારી બધીજ વીશ જાણે એકસાથે પુરી કરી નાંખી. સાચેજ આ સ્વપ્ન જેવુ લાગે છે હવે જીવન સારું જીવીશુ ખૂબ આનંદ અને સુખ સાથે...
મોહીતે કહ્યું "એય મીઠી... શાંત થા હવે આ બધુ તારું જ છે.. આપણે સરસ રીતે સજાવીશુ રહીશું અને આ જે કંઇ છે એને ખૂબ ભોગવીશું અને તને ખબર છે ? આ બધુ આપણને કેવી રીતે મળ્યુ ? એની ગેસસસ? મલ્લિકાએ કહ્યું "કેમ ? કેવી રીતે મળ્યું ? તારી મહેનત હોંશિયારીથી તેં એચીવ કર્યું છે.. એમાં શું ગેસસ કરું ?
મોહીતે કહ્યું "નોપ મારી મહેનત - મારુ ભાગ્ય કરતાંયે કોઇનું એવું ભાગ્ય છે કે જે જન્મ લેતાં પહેલાંજ એની જીવવાની વ્યવસ્થા કરી રહ્યું છે હું નિમિત્ત માત્ર છું એમ કહી મલ્લિકાને નજીક ખેંચી એનાં પેટ પર હાથ ફેરવતાં કહ્યું "આપણું આવનાર બાળક ખૂબ નસીબવાળું છે એનાં પ્રારબ્ધમાં આ બધું સુખ લખાયું. છે.. એટલે જ આ બધી સુખ સાહેબી અને આ વ્યવસ્થા મળી છે.
મલ્લિકાનું મોં થોડું ઝંખવાયુ પછી સ્વસ્થ થતાં બોલી... મોહું હું તો ચોક્કસ પણે એવું માનું કે આ તારી મહેનત અને જીનીયસ મગજનું પરિણામ છે. એણે તો હજી પૃથ્વી પર પણ નથી મૂક્યો. આ તારું અને આપણું પ્રારબ્ધ છે જે આપણને મળ્યું છે. આવનાર ભલે આવીને ભોગવે પણ આપણું ભાગ્ય આપણને આમ પ્રગતિ તરફ દોરી ગયું છે અને આ સુખ -સાહેબી આપણને મળ્યાં છે. આજે જે છે એને માણી જ લેવાનું મોહું આઇ લવ યું.
મોહીતે આગળ ચર્ચા ના કરતાં મલ્લિકાને એનાં હોઠ પર ચૂમીને ખુશી વ્યક્ત કરીને કહ્યુ.. હું રીપોર્ટ કરી દઊ છું અહીંની ઓફીસે અને માણસો પણ આવી જશે સામાન એરેન્જ કરવા... હું પછી ઓફીસ જઇ આવુ તું અહી બધુ જોઇ લઇશ ને ?
મલ્લિકાએ કહ્યું તું ફ્રેશ થઇ જા હું એટેચી આપણાં માસ્ટર બેડરૂમમાં મૂકી દઊ છુ અને તારો ટુવાલ બધુ જ મૂકી દઊં ફ્રેશ થઇને ઓફીસ જઇ આવ ત્યાં સુધીમાં માણસો અને સામાન આવી જશે તો હું કરાવી લઇશ બધું તું નિશ્ચિંત થઇને જઇ આવ.
****************
મોહીત તૈયાર થઇને ઓફીસ પહોચી ગયો. અહીં ઘરે પેકર્સ વાળા આવી ગયેલાં. મલ્લિકાએ બધો સામાન એની પસંદગી પ્રમાણે ગોઠવી દીધો. એ બધુ કામ પરવારીને બાથ લેવા ગઇ.
નવા કોટેજમાં વિશાળ બાથરૂમમાં ઝાકુઝી ચાલુ કરીને ટબમાં બેઠી અને લકઝરી ભોગવવાની ચાલુ કરી અને ક્યાંય સુધી ન્હાતી રહી.. પછી ફ્રેશ થઇને બહાર નીકળી ત્યાંજ એનો મોબાઇલ રણક્યો.
"હાય ડાર્લીંગ.. શું કરતી હતી ? પહેલાં બે વાર રીંગ કરી પણ તારો રીસ્પોન્સ નહોતો. મને ખ્યાલ આવી ગયો કદાચ તું બાથ લેતી હોઇશ.
મલ્લિકાએ કહ્યું "યપ યુ આર રાઇટ બાથ લેતી હતી. વેલ... શું ખબર છે ? અહીં કોટેજ ખૂબ સરસ છે આઇ લાઇક ઇટ.. આજનો દિવસ બસ રેસ્ટ કરવો છે કાલથી ઓફીસ જોઇન્ટ કરીશ.
સામેથી કહ્યું "ઓહ ઓકે... ટેક રેસ્ટ હેવ એ ગુડ ટાઇમ... કાલે વાત કરીશું. બાય…. અને મલ્લિકાએ ફોન મૂક્યો. એનાં ચહેરાં પર મુસ્કાન આવી ગયું અને તરતજ ફરીથી રીંગ આવી... એણે જોયું મોહીતનો ફોન છે. એણે તરત જ ઊંચક્યો મલ્લિકાએ કહ્યું "હાય ડાર્લીંગ હું બાથ લઇને જ હમણાં બહાર આવી... મોહીતે કહ્યું પણ હું તને ક્યારનો ફોન કરું છું.. તારો ફોન તો એંગેજ બીઝી આવતો હતો.. કોનો ફોન હતો ?
મલ્લિકા થોડી થોથવાઇ પછી સ્વસ્થ થઇને બોલી "અરે મારી કલીગ ઓફીસથી કે ક્યારે ઓફીસ જોઇન્ટ કરે છે ? એ પૂછવા અને સારી રીતે પહોચી ગયાંને.. એવું બધુ.. મોહીતે કહ્યું "કોણ કલીગ મીસીસ એક્ષ ?
મલ્લિકાએ કહ્યું "હાં એજ હોયને એ એટલી ફાસ્ટ ફ્રેન્ડ બની ગઇ છે કે.. ખબર નહીં મને ખૂબ મીસ કરે છે મે કીધું કાલથી ઓફીસ જોઇન્ટ કરીશ.
મોહીતે કહ્યું "ઓહ ઓકે.. પણ વધુ સામાનનુ નીપટી ગયુ ને સારી રીતે ? મેં ખાસ એ પૂછવા ફોન કરેલો ઠીક છે બાકીની વાતો હું ઘરે આવું પછી કરીશું બાય.. કહી ફોન મૂકી દીધો.
મલ્લિકા ફોન મૂકીને પછી આખા કોટેજમાં ફરી સામાન મૂકાવ્યો હતો તે જોઇ લીધુ પછી શાંતિથી મોહીતની મદદ લઇને વ્યવસ્થિત કરશે. એમ વિચારીને બધેજ જોઇ આવી કમ્પાઉન્ડ ગેરાજ-ઘર બધુજ ફરી ફરીને જોયું વ્યવસ્થા બધી જોઇ લીધી... પછી સીક્યુરીટી કહ્યું "સર સિવાય કોઇને પૂછ્યાં વિના અંદર ના આવવા દેશો અને પહેલાં ફોન કરી મારી સાથે કન્ફર્મ કરવુ પછી જ ગેટ ખોલવો.. અને કાયમ આ રીતે જ કરવુ એવી બધી ચર્ચા કરીને બધાં સર્વિસ પ્રોવાઇડસનાં નંબર માણસોનું લીસ્ટ ચેક કર્યુ ? આ બધાં જ આવતી કાલથી કામ પર આવી જવાનાં હતાં.
મલ્લિકાએ ફરીથી ઘરમાં આવી ડ્રોઇંગરૂમથી સ્વીમીંગપુલ તરફ જવાનાં ગેટથી અંદર ગઇ ત્યાં મૂકેલી ચેર પર આરામથી બેઠી.. એ બેઠી બેઠી બધું જોઇ જોઇને ફુલી નહોતી સમાતી. એને થયું સાચેજ આ મારુ ઘર છે ? મોહીતને એનાં સરે ખરેખર ખૂબ સાચું પેકેજ આપ્યું છે અને મનમાં મલકાઇ રહી.
એણે પછી ઇન્ડીયા એની મોમને ફોન લગાડ્યો. તરતજ ફોન ઉંચકાયો. હાય મોમ કેમ છે ? ત્યાં બધુ કેમ છે ?
માં મેં તને અગાઉ બધી વાત કરી જ હતી ફાઇનલી અમે આજે ન્યુયોર્કમાં અમારાં નવા ઘરમાં શીફટ થઇ ગયાં થોડો સમય પહેલાં સામાન આવીને ગોઠવાઇ ગયો. અમારી રીતે જે એરેજમેન્ટ કરવાની છે એ કાલે બધી ફેકલ્ટી આવશે ત્યારે અમારી પસંદની પ્રમાણે કરાવીશું.
માં ખૂબજ સરસ ઘર છે વિશાળ રૂમ-સ્વીમંગપુલ હેલ્થ કલબમાં હોય એવાં સાધનો સાથેનો રૂમ-ત્રણ બેડ રૂમ- વિશાળ બગીચો કાંઇ બાકી નથી બધી જ ફુલ વ્યવસ્થા છે. બાથરૂમનો કોઇ સેવનસ્ટાર હોટલ જેવો છે માં સામે જ જાણે ભાગ્ય બદલાઈ ગયુ છે.
માં એ કહ્યું "સારુ ને દીકરા... ભાગ્ય બદલાયુ છે તો ખૂબ જ ભોગવજો. સ્વીમીંગપુલ છે જીમ છે વાહ કહેવુ પડે.... ભલભલાને ઇર્ષ્યા આવે એવું તેં મેળવી લીધુ અમારો જમાઇ ખૂબ હોંશિયાર અને ભાગ્યશાળી છે.
પણ મલ્લિકા તેં બાળક માટે શું વિચાર્યું મોહીત સાથે ફરીથી ચર્ચા કરી ? થોડું જીવન બિન્દાસ ભોગવી લો પછી બાળક કરજો પછી આખી જીંદગી એમનું ધ્યાન રાખવાનું પળોજણો કરવાની જ છે શું ઉતાવળ છે ? તું શાંતિથી સારાં મૂડમાં હોય ત્યારે સમજાવજો. થોડી જીંદગી જીવી લો પછી કરજો નક્કી.
મલ્લિકાએ કહ્યું "માં મોહીત કોઇ રીતે માનવા તૈયાર જ નથી... ઉપરથી એણે મને આજે એવું સમજાવ્યું કે આ બધો વૈભવ સાહેબી એ આવનાર બાળક એવું ભાગ્ય લઇને આવનાર છે એટલે આપણને મળ્યુ છે ઘણીવાર એ ધર્મ-ભાગ્ય અને બધી વાતો કહીને મને ખૂબ બોર કરે છે... હું કહુ છું આ જ જાણી લે કાલની વાત કાલે... પણ ખબર નહીં બાળક માટે ખૂબ જ પ્રેમ છે હું કેવી રીતે સમજાવું... તું જ કંઇક આઇડીયા આપને માં..
માં એ કહ્યું "હું કઇક વિચારુ છું... અત્યારથી બાળક કંઇ લાવવું નથી... પણ યોગ્ય સમયે નિર્ણય લેવો પડશે પણ અમુક સમય પછી એબોર્શન પણ નહીં કરાવી શકાય.. કંઇ નહીં તું કાલથી જ ઓફીસ જવાની ? મલ્લિકાએ કહ્યું "હાં કાલથી જ.. તું વિચારી રાખજે. માં કદાચ મોહીત આવ્યા હું પછી વાત કરું ફોન મૂક્યો.
પ્રકરણ-15