corona corona karo na.. books and stories free download online pdf in Gujarati

કોરોના કોરોના કરો ના..

હું લખવા જતો હતો 'કોરોના કથાઓ', અમુક સુઝેલા પ્લોટ પરથી. પણ લખીશ કઈંક બીજું.
સહુ ન ગમે તે ક્ષમા કરે. ઘણાને નહીં ગમે.
એક તો,' કોરોના હવે વધુમાં વધુ લોકોને ભરખી જશે, 15 એપ્રિલે 24, 24 એપ્રિલે 5 મે, અગમચેતી વાપરી 29 મે, 8 ડિસેમ્બર.. ' 'દસ હજાર મરશે, લાખ કેઇસ થશે..' ખોટી ફેન્ટસીથી સોશિઅલ મીડિયા ઉભરાઈ રહ્યું છે. નેગેટિવ સંદેશાઓ થી.

સરકાર આ દેશમાં સહુથી વધુ સફળ રહી એમાં મસાલો ઓછો મળ્યો.

કોરોના એમ લાગે છે કે લાબું ચાલશે. પણ એટલે જિંદગી ઠપ્પ કરી લગભગ અનંત લાગતા કાળ સુધી ટીવી પર દિવસમાં 6 કે વધુવાર કેટલા કેઇસ ક્યાં થયા જોયા કરવું (અને ચેનલો ગ્રોસ, પ્રથમ કેસ થી આજ સુધી કેટલા થયા એ જ અતિ મોટા અક્ષરે બતાવશે). સહુનો પ્રિય (એમ તો મારો પણ) એન્કર મોટેથી બુમો પાડતો 'કાલે કાળા જુદ્ધ ખેલાશે' કહ્યા કરે, ક્યાંક ખાવા પીવાની તકલીફ પડી, ક્યાંક પોલીસ સુમસામ રસ્તે ઉભા હોય , ક્યાંક મોટા અધિકારી માસ્ક બાંધી લોકોને સમજાવતા હોય- એ બધું જોયા જ કરવું અને સાંજ પડે પોતાની ટેલન્ટ ઓનલાઈન રજુ કર્યા કરવી- બહુ થયું. બીજી પ્રવૃત્તિ છે.
Let the wheels of life start moving.

હા, મોદીજી એ કહ્યું તેમ હાથ ધોવા, માસ્ક, સોશિઅલ ડિસ્ટન્સ- એ બધાનું પાલન કરીએ. પણ 'બાપલા મારી નાંખશો. ઘરમાં સારા.' એવું કેટલો સમય રાખશો? ડિસેમ્બર સુધી? 2021સુધી?
કોઈકના ઘરમાં કઈંક ને કઈંક જરૂર પડી છે.

મારી વાત કરું તો ડ્રોઇંગ રૂમનો એક ફેન બંધ, એકવા ગાર્ડ બંધ, શ્રીમતી કોઈ આદેશ અનુસાર ભર ઉનાળે ગરમ પાણીથી નહાય પણ ગેસ ગીઝર ગરમીમાં નાનો બ્લાસ્ટ થઈ બંધ, 30.3થી યુ બ્રોડબેન્ડ બંધ હતું ( ભાગ્યે જ ચાલે.) બધા માટે ફોન કરીએ તો કોલ સેન્ટર બંધ. કોઈ જાણીતા ઇલેક્ટ્રિકવાળા કે પ્લમ્બરને ફોન કર્યો તો બધા 'ગામડે' પહોંચી એમના જ શબ્દોમાં 'જલસા કરે છે'. એ પહોંચ્યા કઈ રીતે? અને એમને જિંદગી શરૂ કેમ નથી કરવી ? બીજી હોળી વત્તા દિવાળી આવી ગઈ?
કોઈ તો ડોલર પણ ગામડે બેઠા ક્વોરનટાઈનમાં રહ્યા વેંચે છે!

જે લોકો ક્યાંક ને ક્યાંક રોકી દેવાયા છે તેમને પણ મૂળ મુકામે લઈ જઈ સાવધાની સાથે કામે ચડાવવાની જરૂર છે.

એક નવું સાંભળ્યું અને બની શકે સાચું હોય. અમુક લોકોને કોઈ મહેનત વગર બે ટાઈમ સમયસર જમવા મળે છે, એમની સ્ત્રીઓને રાંધવું પડતું નથી એટલે એ લોકો લોકડાઉન પહેલાં કામ કરતા પણ હવે નથી કરવું. જ્યાં સુધી કોઈ આપી જાય ત્યાં સુધી. એ વૃત્તિ તો મોગલોની પહેલાંથી ઘણા ભારતીયોમાં છે. સખેદ. અતિ આળસ વૃત્તિ.

બધી જ ટ્રાન્સપોર્ટ બંધ. તો જે લોકો કોઈ કામે ઘરથી દોઢ બે હજાર માઈલ દૂર ગયા હોય અને 24.3 ના ઓચિંતું લોકડાઉન જાહેર થતાં ફસાઈ પડ્યા હોય તેમને શું છેક ડિસેમ્બર કે અનંત કાળ સુધી જ્યાં છે ત્યાં રહેવાનું?

પોલીસ અને ડોક્ટરો તથા ઉચ્ચ અધિકારીઓ સતત તણાવ હેઠળ કામ કર્યા કરે છે તેમને બીજાં વધુ અગત્યનાં કામ નથી?

લોકડાઉનમાં અમુક, ભલે ખોટું લાગે, સુખી લોકોએ ઘર બહારની જમીન ગેરકાયદે લોકડાઉનમાં દબાવી ઝાડપાન વાવી વાડ કરી લીધી છે. મારા વિસ્તારમાં એક આખી શેરી હું પોઈંટ આઉટ કરી શકું. એમની સાચી જમીન રાખી બાકી ખુલ્લી કરવા વાહનો પસાર કરવાં પડશે અને અધિકારીઓ જુએ તો જોવા સમય આપવો પડશે.

ઘણા લોકો 'એ.. આ પોલીસ ઉભો. એ.. દંડો માર્યો. એ.. ઘર બહારથી ઉપાડી ગયા' ફેલાવે રાખે છે. જ્યાં ક્વોરનટાઈન છે ત્યાંની વાત અલગ. પોલીસ ખોટા કોઈ રખડે નહીં તે જુએ છે. કારણ વગર 'દેખો ત્યાં ઠાર કરો' ના ઓર્ડર નથી કે નથી તેઓ નવરા , કે કામથી પણ બહાર દેખાઈએ કે ફ્લેટની બહાર ઉભા હોઈએ તો પકડીને મારવા માંડે કે પુરી દે. લોકોની નેગેટિવ ફેન્ટસી વોટ્સએપ અને ફેસબુક પર ફરે છે.

ટૂંકમાં સમજીને , યોગ્ય મર્યાદાઓનું પાલન કરતાં હવે કામે ચડવાનો સમય છે. બેસીને ચેનલો પર કોરોના ન્યૂઝ ને રામાયણ અનંત કાળ સુધી જોવાનો નહીં. જે લોકો 'જલસા કરી' રહ્યા છે કે 'કોઈ ખાવા આપે છે પછી શું કામ કામ કરવું?' કહે છે તેમને પકડીને કામે લગાડવાનો સમય છે. અર્થતંત્ર પડી ભાંગે એ માટે એમને તો 'આપણા કેટલા ટકા?' એવું જ છે.

એટલે એ રાષ્ટ્રહિતમાં રહેશે કે 3 મે ના લોકડાઉન હટે, જિંદગી માસ્ક, હાથ ધોવા, દુરી, માત્ર જરૂરી મુવમેન્ટ અને એવી બાબતોનું પાલન કરવા સાથે હંમેશ મુજબ શરૂ થાય.

કોરોના રાતોરાત જતો નહીં રહે. શનિ ને રાહુ ને એ બધા જે કરવું હોય તે, 29.4 પછી હાહાકાર મચવાની કોઈક લોકોને આગાહી કર્યે જાય. આપણે જો હવે કોરોનાનો વ્યાપ ધીમો છે તો બેંક, પોસ્ટ ઓફિસ જેવી સંસ્થાઓ લોકડાઉન સાથે પણ કામ કરી ગઈ તેમ આળસ મરડી ઉભા થઈએ.
દુનિયામેં રહના હો તો કામ કરો પ્યારે..
"Get up and do your duty well. "

કોરોના કોરોના કરો ના..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED