એક પળ મા પ્રેમ  Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પળ મા પ્રેમ 

રાત ના બાર થયા હસે વિનય અમદાવાદ થી મુંબઇ જવા માટે બસ સ્ટેશન પર બસ ની રાહ જોઈ રહ્યો હતો. તે પ્લેટફોર્મ પર વિનય સિવાય કોઈ હતું નહીં. વિનય હતો મિડલ ક્લાસ ફેમીલી થી એટલે જોબ કરવી ફરજિયાત હતી તોજ તે તેની ફેમીલી ને આર્થિક મદદ કરી શકે. સ્વભાવ એકદમ સાંત અને જરૂર હોય તેટલું બોલતો. આમ તો એક બે વાર મુંબઈ ગયેલો એટલે તેના માટે મુંબઈ અજાણ્યું ન હતું બસ એક મિત્ર સિવાઈ ત્યાં કોઈ હતું નહીં.

બસ આજે લેટ થઈ હોય તેવું લાગી રહ્યું હતું. વિનય મન મા તેના મનપસંદ ગીત ગુનગુનાવી રહ્યો હતો. ત્યાં તેની નજર સામે થી આવતી એક છોકરી પર પડી. એકદમ સફેદ ડ્રેસ પહેર્યો હતો. તે એકદમ સીધી સાદી ગામડાની છોકરી હોય તેવું લાગી રહ્યું હતું. તે મ્યૂઝિક સાંભળતી હોય તેમ કાન માં હેન્ડફોન હતા. તે પણ મ્યૂઝિક સાથે ગુનગુનાતી તેની મસ્તી માં આવી રહી હતી. વિનય ની પાસે આવી ઊભી રહી. મ્યૂઝિક સાંભળવા નું બંધ કર્યું ને બે વાર વિનય સામે જોયું. વિનય તેના થી દૂર ગયો.

થોડો સમય થયો એટલે તે છોકરી વિનય ની નજીક આવી ને પૂછયું મુંબઈ વાળી બસ નીકળી ગઈ. વિનય તેને ના નો જવાબ આપ્યો. ફરી થોડી વાર રહી ને પૂછયું ખરેખર બાકી છે. વિનય સાંત સ્વભાવ થી જવાબ આપ્યો બસ હજુ બાકી છે ને મારે પણ તેમાં જવાનું છે. મેં ફોન કર્યો તો તે બસ અહીં પોહચવા આવી છે. મેં ટિકિટ બૂક કરાવી છે તમે કરી. ના મેં નથી કરી પણ મને વિશ્વાસ છે મને સીટ મળી જાસે.

બસ આવી એટલે બંને બસ માં ચડયા વિનય ની પાછળ સીટ હતી ત્યાં જઈ બેસી ગયો. પણ તે છોકરી આગળ જોયું ત્યાં સીટ ખાલી ન હતી એટલે પાછળ આવી ત્યાં પણ ન હતી એટલે વિનય પાસે ઊભી રહી. થોડી વાર થઈ એટલે વિનય ને દયા આવી કહ્યું તું અહીં બેસ હું ઊભો રહું છું. ના આભાર તમારો કહી એક સ્માઈલ આપી. વિનય ઊભો થયો ને તેને બેસાડી એટલે તે બોલી મારું નામ કંગના છે તમે. હું વિનય. ઓકે આભાર તમારો.. કહી બંને વાતો કરવા લાગ્યા. બે કલાક સુધી વાતો કરી એટલે વિનય ને ઊંઘ આવવા લાગી. બસ માં બધા સૂઈ ગયા હતા. આ બંને જ જાગી રહ્યા હતા. વિનય ને ઊંઘ આવતી જોઈ કહ્યું. વિનય તું હવે અહીં બેસ હું ઊભી રહું છું ઘણી વખત કહ્યું પણ વિનય એક નો બે ન થયો એટલે કંગનાએ વિનય નો હાથ પકડી તેના ખોળામાં બેસાડી દીધો. વિનય તો કઈ બોલી ન શક્યો. ઉભું થવાની કોશિશ કરી પણ કંગનાએ ઊભો ન થવા દીધો. કંગના ના ખોળામાં બેસ્યો એટલે ઊંઘ તો ઉડી ગઈ હતી પહેલી વાર કોઈ છોકરી ના ખોળા માં બેસ્યો હતો. એટલે થોડી ધ્રુજારી લાગી તેને કાંઈક ફીલ થઈ રહ્યું હતું સાથે સારું પણ લાગી રહ્યું હતું.

વિનય ને ધ્રૂજતો જોઈ કંગના સમજી ગઈ કે અત્યાર સુધી આ છોકરાએ કોઈ છોકરી નો હાથ પણ પકડયો નહીં હોય. કંગનાએ કાન માં કહ્યું ફટુસ. વિનય તેની સામે જોયું કંગના ના સહેરા પર ખુશી હતી. વિનય તો બસ તેની સામુ જોઈ રહ્યો. ત્યાં કંગનાએ વિનય ના ગાલ પર કીસ કરી. વિનય તો સ્તબ્ધ થઈ ગયો. વિનય તું તો સાવ સીધો સાદો છે કોઇ છોકરી તને લાઇન આપે તે પણ તને ખબર નથી પડતી. વિનય તો બસ તેને એકધારો જોઈ રહ્યો કઈ બોલ્યો નહીં સીધો કંગના ને હોઠ પર કિસ કરી. બને સૂઈ ગયા.

સવાર થયું એટલે બસ એક હોટલ પર સ્ટોપ કર્યો બંને હોટલમાં હાથ મોં ધાઈ થોડો નાસ્તો અને ચા લીધી ને સીટ પર બેસી ગયા. વોલ્ટ પુરો થયો એટલે બસ ઊપડી ગઈ પણ બાજુ માં કોઈ હતું તે આવ્યું નહી એટલે વિનય ત્યાં સરખો બેસી ગયો. બંને સાથે નાસ્તો કરવા લાગ્યા. કંગના તો એક વેફર લઈ વિનય ને પ્રેમ થી ખવડાવવા લાગી તો વિનય પણ. નાસ્તો કર્યાં પછી વાતો કરવા લાગ્યા. બંને વચ્ચે લવ ની ફીલિંગ દેખાઈ રહી હતી. કહેવાઈ છે ને પ્રેમ ક્યારે થઈ જાઈ તે ખબર રહેતી નથી બસ આવું જ બંને વચ્ચે થઈ ગયું બસ કોણ ઈઝહાર કરે તે જોવાનું હતું.

મુંબઈ આવી ગયું બંને નીચે ઉતર્યા. બંને સાઈડ પર ઉભા રહી ગળે વળગીયા પણ બાય કહેવાની હિંમત ન હતી. વિનય હિંમત કરી કહ્યું તું મારી સાથે રહીશ આ સાંભળી કંગના ગળે વળગી ગઈ. ફટુસ આ વાત તારા મોઢે સાંભળવા માંગતી હતી અને હવે કહી દે હું તને પ્રેમ કરું છું.
હા કંગના હું સાચે તને પ્રેમ કરવા લાગ્યો છું. સાલ આપણે સાથે રહીશું ને સાથે જોબ કરીશું. બંને હાથ પકડી નીકળી ગયા.

જીત ગજ્જર