AFFECTION - 30 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

AFFECTION - 30



















એક આલીશાન ઘરમાં એકલો બેઠો હતો એવું મને લાગી રહ્યું હતું.અમુક નોકરો આવીને મને ફ્રેશ થઈ જવા કહેવા આવ્યા...અને મને એક મોટા રૂમ માં લઇ આવ્યા..જે ફક્ત નાહવા માટે હતો...મને હવે ટેવ પડી ગઈ હતી એ વાત તો સમજાતી હતી પણ આવા બધા મસમોટા ઓરડાઓ અને આવડા મોટા ઓરડાઓ ફક્ત નાહવા માટે તો રહેવા અને સુવા માટે કેવા ઓરડા હશે એ વિચારતા તે અસમંજસમાં મુકાઈ ગયો...તે હજુ નાહવા ગયો ત્યાં તો બહારની તરફ થી કોઈ એક મોંઘો સૂટ મૂકી ગયું...સાથે સાથે બુટ પણ હતા ઘડિયાળ સાથે..

મારા આશ્ચર્યનો પાર નહોતો... નીરખીને જોયું તો બધું વિલાયતી અને બહુ જ મોંઘુ હતું... કપડાં પહેર્યા...ઘડિયાળ પહેરતા પહેરતા...અરીસા સામે જોયું..ઘણા સમય પછી આજે અરીસા સામે જોયું...જેલ માં ક્યાં અરીસા લેવા જવાનું...દાઢી વધી ગયેલી હતી પણ બોડી ઘણી મજબૂત થઈ ગઈ હતી...કસરત જ તો કરી હતી જેલમાં બેઠા બેઠા...અરીસા સામે જોઇને જ સનમની યાદ આવી ગઈ.પોતાના માં કોઈ બીજું દેખાય એ જ તો પ્રેમનું લક્ષણ છે..

જરાક મુસ્કુરાયો અને રૂમની બહાર નીકળ્યો ત્યાંજ એને એક બીજો નોકર આવ્યો અને એક હોલ તરફ લઈ ગયો..ત્યાં એક માણસ બેઠો હતો પચાસેક તો ટપી જ ગયો હશે...પણ ઘરડો છે એવું એનું શરીર નહોતું બોલી રહ્યું...મારા સામે જોયું મને સામેની ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો...રૂમમાં બોવ હથિયાર વાળા લોકો ઉભા હતા...પણ તે લોકો ચીલાચાલુ નહોતા...બધા પોતાના કામમાં પ્રોફેશનલ હતા...એ કઈ બોલે એની પેલા જ હું ઉભા થતા થતા બોલ્યો...

me : ભાઈ...શુ ચાલે છે આ બધું??મને ખબર છે બોવ રૂપિયા છે તમારા પાસે...પણ મને શું કામ આવી રીતે ઉપાડી લઈ આવ્યા...

ત્યાંજ મારી આસપાસ ઉભેલા લોકો કમ ગુંડા મને પકડવા લાગ્યા...પણ ત્યાં જ પેલા ભાઈ એ ઈશારો કર્યો...અને પેલા લોકો એ મને છોડી દીધો..

પછી હું બેઠો...

ત્યાં એ ભાઈ બોલ્યો,"બધા મને બાપ તરીકે જ ઓળખે છે...તું પણ બાપ કહીને બોલાવી શકે છે.."

me : અબે...મારે ઓલરેડી એક બાપ છે...અને હું એનાથી પણ કંટાળી ગયો છું....

તે જરાક હસ્યો," આ છોકરા ની હિંમત જોઈને જ હું ઈમ્પ્રેસ થઈ ગયો છું..."પછી એ બધા સમયે જોતા જોતા પાછો હસ્યો અને બધા પણ હસવા લાગ્યા...

"જગન્નાથ નામ છે...તું નથી જાણતો એ જાણીને નવાઈ લાગી...ખરેખર સીધો છોકરો રહ્યો લાગે છે ભૂતકાળમાં"

me : અરે કાકા હજુ પણ હું સીધો જ છુ...

જગન્નાથ : પ્રેમ માં પડ્યા પછી કોઈ શરીફ નથી રહેતું....અને તે તો ખૂન ઉપરાઉપરી કરીને એનું પ્રમાણ આપી દીધું..

me : જોઈએ છે શું તમારે એ બોલો...નકામું મગજ ના ખાલી કરો સવાર સવારમાં...

જગન્નાથ : આટલા લક્ષણ..સીધી જ વાત કરવાના લક્ષણ બહુ ઓછા લોકોમાં હોય છે...તો સીધી વાત એ છે કે આજે તને જેલમાં મારવા માટે ધનજી એ 10 કરતા પણ વધારે લોકો ને મોકલેલા...એ પણ trained હતા..અને મારે તને મરવા નથી દેવો...મારે તને મોજ ની જિંદગી જીવડાવી છે...અને એટલા માટે જ મેં તારી ફેક ડેથ પ્લાન કરી...

એમ બોલીને એને ટીવી ચાલુ કરીને સમાચાર દેખાડ્યા..એમાં ખાસ કરીને કેદી નંબર 4511 ની મોત નું કઈક વધારે જ આવતું હતું...

હું તો મારી જ મોત જોઈને ડઘાઈ ગયો...પછી એને તરત જ ટીવી બંધ કરી.

me : તો હું કઈ તમારો જમાઈ તો છું નહિ...કે તમે મને મફતમાં બચાવી લો...બોલો કાઈ ખુશીમાં આટલી મહેરબાની દેખાડી તમે...

મારા બોલવા પર અમૂકના મોઢા પર ગુસ્સો દેખાયો..એટલે ખબર તો પડી જ ગઈ...કે આ જગ્ગુ ને છોકરી તો હશે જ...

જગન્નાથ : તે મારા માણસ સૂર્યા ને મારી નાખ્યો..હું કઈ ના બોલ્યો...કારણ કે મને તારી હિંમત પસંદ આવી...પોલીસ સામે સૂર્યો પણ મર્ડર કરી શકતો હતો પણ તે મારા પાવર ના લીધે કૂદતો હતો...જ્યારે તે એમ જ કાતર મારી મારીને મારી નાખ્યો...મેં તારો વિડિઓ જોયો...સીસીટીવીમાંથી..બહુ જ ભયાનક પણ મજા આવી ગઈ..તારામાં એક જનાવર છે..બહુ સારી વાત છે...જે મને બહુ કામ આવી શકે છે...

me : હું કઈ કોઈના ખુન કરવાના કામ નથી કરતો..હજુ તો હું એક સ્ટુડન્ટ છુ..

જગન્નાથ : તું હવે ગુજરાતના નાથનો માણસ બની જઈશ..બીજું શું જોઈએ...તારે ફક્ત એ કામ કરવાનું છે જેને સૂર્યો કરવાનો હતો પણ તે એને મારી નાખ્યો...તારે ફક્ત એક માણસ ને મારી નાખવાનો છે...બધું હું જોઈ લઈશ...તારે ફક્ત ખૂન કરવાથી કામ રાખવાનું છે...બદલામાં તું જેલમાંથી આજીવન મુક્ત...રૂપિયાની રેલમછેલ..તું અને સનમ જીવજો મોજની જિંદગી..

me : તું અમને બધાને કેવી રીતે ઓળખે છે..સનમને કેવી રીતે ઓળખે છે??

જગન્નાથ : કીધું તો ખરા...બધાનો બાપ છુ...ગુજરાતનો નાથ..એવું જ કંઈક...

me : જો હું ના પાડુ તો??

જગન્નાથ : આમપણ દુનિયાની સામે તો મરી જ ગયો છો...હવે હકીકતમાં મરી જઈશ...

me : એવી ધમકી થી ફરક ના પડે...જે ઉખાડવું હોય એ ઉખાડી લે...

જગન્નાથ : કઈ વાંધો નહિ...એય જાવ રે..પેલી છોકરી નું ખૂન કરી નાખો...શુ નામ છે....સનમ...હા..જાવ...

ત્યાં જ ગુસ્સો આવી ગયો...અને તરત જ જગન્નાથ ને પકડવા ભાગ્યો...ત્યાં જ મને બધાએ પકડી લીધો...

જગન્નાથ : જો ગુસ્સો આવી ગયો ને...મને પણ એવો જ ગુસ્સો આવે જ્યારે આટલા પ્રેમ થી વાત કરવા છતાં પણ કોઈ મને ના પાડે...

me : હું કરી નાખીશ..જે કઈ પણ કામ છે તારૂ...જે કાંઈ પણ સૂર્યો અધૂરું છોડીને ગયો છે..

ત્યાં જ એની ઘડિયાળમાં બારના ટકોરા પડ્યા...

જગન્નાથ : ઘણું સારું કહેવાય...તારા જેવા મર્દ માણસ પાસેથી આવી જ અપેક્ષા હોય..હાથ મિલાવ આ વાત પર..

એમ બોલીને એને હાથ મિલાવ્યા...
જગન્નાથ : જે કઈ પણ મદદ. જોતી હોય..એક ફોન કરીને બોલી દેજે...આ લે નંબર...અને આ કામ માં તું ટીમ તારી રીતે ચૂસ કરી શકે છે...હા પણ એક વાત ધ્યાન રાખજે...આ કામમાં સૂર્યા એ પણ જાનકી નો ઉપયોગ કર્યો હતો અને તે મરી ગઈ હતી....એટલે જોઈ વિચારીને કરજે જે કરવું હોય તે.

હું હવે ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો હતો..ત્યાં જ એ પાછો બોલ્યો..

જગન્નાથ : ચલો...હવે જમવાનો સમય થઈ ગયો...તું હવે જઈ શકે છે...બીજી વખત આવીશ ત્યારે મારી ફેમિલી જોડે મળાવીશ...પણ જ્યારે તું કામ પતાવી નાખીશ ત્યારે...હો...

એમ કહીને એ ચાલ્યો ગયો...બીજી તરફ અને મને હાલ પૂરતા એક બ્લેક કાર,એક નવો ફોન..અને એક નાની બેગ ભરીને રૂપિયા આપ્યા...અને કીધું કે ફોન કરશે પછી...

*

કાર લઈને..હું તે જગ્યાએ થી નીકળી ગયો..બીજા શહેરમાં હતી...પણ હું થોડાક કલાકો પછી મારા શહેરમાં આવી ગયો..વિચાર્યું તો થયું કે હું જીવતો છું એ જાણ જો ધનજીને થઈ તો પાછું એ મને મારવા કોકને મોકલશે..ત્યાં જ વિચાર આવ્યો કે સનમનું શુ થયું હશે એ જાણીને કે હું મરી ગયો છુ...તરત જ કાર ને મારા ઘર તરફ ભગાવી મૂકી...

ત્યાં જ ઘરની ગલીમાં વળવા જતો હતો ત્યાં જ મારી કાર સામે હર્ષ ભટકાતા ભટકાતા રહી ગયો...મેં એને જોયો તરત જ ઓળખી ગયો...પણ મારી વધેલી દાઢી અને સૂટમાં મને ઓળખી ના શક્યો..આજુબાજુમાં નૈતિક અને ધ્રુવ પણ હતા...મેં તરત જ કારમાં અંદરથી જ બૂમ પાડીને બોલાવ્યા..

મારો અવાજ સાંભળીને તે ચોંકી ગયા..આજુબાજુ જોવા લાગ્યા..મેં કારનો કાચ નીચો કરીને એને ઈશારો કરીને અંદર બોલાવ્યા...તે બધા આભા બનીને ત્યાં જ ઉભા રહી ગયા..

મેં ચૂપ રહેવાનો ઈશારો કરીને અંદર બોલાવ્યા...તે લોકો અંદર આવીને બેઠા..એસી ચાલુ હતું છતાં પણ એ લોકોને પસીના નીકળવા લાગ્યા..મેં તરત જ કારને રિવર્સ મારીને પાછળ ભગાવી મૂકી...

તે લોકો મને જોઈ રહ્યા હતા...

me : સાચેમાં હું જ છું...કાઈ ભૂત નથી કાર્તિક નુ..

ધ્રુવે તો મને અડીને ચકાસણી પણ કરી લીધી...

me : હવે તો થઈ ગઈને ખાતરી...મૂર્ખાઓ હજુ સુધી મૂર્ખાઓ જ રહ્યા...સુધર્યા તો નહીં જ..
એમ બોલીને સહેજ હસ્યો...

તે લોકો રડવા જેવા થઈ ગયા...કારણ કે કદાચ એમને મને મરેલો માની લીધો હશે..શાંત કરાવવા બહુ મહેનત કરવી પડી...

me : તો શું ચાલે ??ગ્રેજ્યુએટ થઈ ગયા એમને મારા વગર...જોબ મળી કે નહીં...આપણી કોલેજ તો બહુ બોલતી હતી પ્લેસમેન્ટનું...કેવુક મળ્યું...

તે બધાના મોઢામાં હવે આંસુની જગ્યા એ ગુસ્સો આવી ગયો...

નૈતિક : અહીંયા...ફેમિલીએ કાઢી મુક્યા...પ્લેસમેન્ટ ની ક્યાં વાત કરે છે તું...કોલેજ વાળા એ સસ્પેન્ડ કરી મુક્યાં વરસ માટે...માંડ દિવસો કાઢીએ છીએ...

ધ્રુવ : મેં તો ઘણા દિવસોથી એક પાંચસોની નોટ પણ નથી જોઈ...

me : પાછળની સીટમાં જો..એક બેગ છે...જોઈ લે..

એને બેગ લઈને જોઈ...તે બધા હક્કા બક્કા થઈ ગયા..

me : સોરી...પાંચસો ની એકેય નોટ નથી પણ હા...બે હજાર ની ઘણી બધી છે....

હર્ષ : તું ક્યાંક સ્વર્ગ જઈને તો પાછો નથી આવ્યો ને...

me : કેમ ભાઈ??

ધ્રુવ : તારા કપડાં,વોચ....બધું જો...કેટલું મોંઘુ છે...અને આ કાર...30 લાખની તો હશે જ..

નૈતિક : અહીંયા આપણે માંડ દિવસો કાઢીએ છીએ...ત્યાં...કાર્તિક ફેશન માં ઉતરી ગયો છે...જો દાઢી વધારી લીધી...પાછું..જિમ જોઈન કરીને બોડી પણ વધારી લીધી છે...શુ છે આ બધું..શુ ચાલી રહ્યું છે..??

હર્ષ : ક્યાંક આ સપનું તો નથીને??

ધ્રુવ : સાલું મને પણ સેમ સપનું જ આવે છે...

મેં કારને સીટી બહાર લઈ જઈને ઉભી રાખી...અને બહાર નીકળ્યો...તે લોકો પણ આવ્યા...

me : સપનું નથી...હકીકત જ છે..

ધ્રુવ : ના ભાઈ....આટલા રૂપિયા કોઈ દિવસ તારા પાસે ના હોય...તું તો મરી ગયો છો...તારી દાઢી આટલી આવતી પણ નથી...અને તું હકીકતમાં આટલો મજબૂત બોડી વાળો પણ નથી...

ત્યાં જ નજીક જઈને એક લાફો માર્યો ખેંચીને...તરત જ પેલો ભાન માં આવી ગયો...

ધ્રુવ : આ કાર્તિક જ છે...હું હકીકતમાં છું....પૈસા પણ સાચા જ છે...

બધા હજુ પણ મને આશ્ચર્યથી જ જોઈ રહ્યા હતા..

હર્ષ : તો આ બધું થયું કેવી રીતે??

પછી મેં એમને ફરી વખત ભૂતકાળ સંભળાવ્યો...

હર્ષ : સાત વર્ષ સજા કાપી લેવી સારી આ કીચડ માં જવા કરતા..કમ સે કમ સનમને તો મળી શકીશ તું ઈજ્જત સાથે..

નૈતિક : પણ પેલા જગ્ગુ એ સનમને મારી નાખવાની ધમકી આપી એનું શું??

ધ્રુવ : બધા કરતા બેસ્ટ...પોલીસ પાસે જઈએ..જગ્ગુ ને પકડાવી દઈશું...આપણે ધનજી અને સૂર્યા જેવા લોકોની પણ બેન્ડ વગાડી નાખી છે...તો આ જગ્ગુ શુ છે...

હું જરાક હસ્યો...

me : જગ્ગુ આવા બધા ગુંડાઓ નો બાપ છે...કોઈ સાથ નહિ દે આપણો...

હર્ષ : તો શું તું ખરેખર...એનું કામ કરીશ....

me : જરૂર...આટલા રૂપિયા મળતા હોય તો કેમ નહિ કરું....

ધ્રુવ : હું તારી સાથે છુ...કાર્તિક..

નૈતિક : વન વે છે..આ..છતાં પણ ચલ...હવે લાઈફ માં બીજું કંઈ રહ્યું પણ નથી મારી...ફેમિલીને કૈક તો બનીને દેખાડવું જ પડશે..હું પણ સાથે છુ...

હર્ષ ઉભો રહી ગયો...વિચારવા લાગ્યો...

me : એક વાર મારા પર ભરોસો કર્યો હતો...ભલે પછતાવ છો અત્યારે ....પણ હવે એવું નહિ થાય...હવે તમને લોકો ને હું ક્યાંય થી ક્યાંય લઈ જઈશ...મારુ પ્રોમિસ છે...બસ મારા પ્લાન પ્રમાણે જ ચાલવાનું...નહિતર મરી જશો...

હર્ષ : આટલા ખતરા પર ખેલી ગયા આપણે...આટલા દુઃખો જોયા...ભેગા મળીને...તો આ હજુ એક વધારે...કાઈ વાંધો નહિ...હું પણ સાથે જ છુ...પણ જે પણ કર...સનમ ને ધ્યાન માં લઈને કરજે...

હું ધીરેથી બોલ્યો,"એના લીધે જ તો આટલી મહાભારત કરવી પડે છે...નહિતર મને શું પડી છે.."

હર્ષ : શુ બોલ્યો??

me : કાઈ નહિ....જલ્દી થી એક કામ કરો...આપણે હાલ કોઈ હોટેલમાં રૂમ બુક કરાવીને રહી લઈએ..કાલ સુધીમાં કયાંક અડ્ડા નો બંદોબસ્ત કરી દઈશ..એવું હશે તો..તો મારા ફેમિલીને કોઈ કહી આવો કે...હું હજુ જીવું છુ...અને મસ્ત હાલતમાં છુ...બિચારા બધા રડી રડીને અડધા થઈ ગયા હશે...એક તો એમ પણ મેં કોઈ દિવસ ફેમિલીને પ્રાઉડ થાય એવું કંઈ કર્યું નથી...બસ દુઃખ જ આપ્યું છે...હવે કમ સે કમ હું નથી જીવતો એવું ખોટું તો એમને નથી જ કહેવું...

ધ્રુવ : તો ભાઈ તું જ ચલને...હવે શું વાંધો છે તને??

me : ધનજી હજુ મારી રાહ જોતો હશે..તેને ખબર પડશે કે હું જીવું છુ તો સનમને પણ નુકશાન કરી શકે...અને પાછું સરકાર એમ સમજે છે કે હું મરી ગયો છુ..વાત લીક થઈ તો પાછુ બોવ લફડા થાય..સમજ..

*

અમે બધા એક મોંઘી હોટેલ માં ગયા...એમ પણ સીસીટીવી માં પકડાઈ જાવ..એવો હું વોન્ટેડ ફરાર કેદી નહોતો...હું એક મરી ગયેલો કેદી હતો...હું આરામ કરતો હતો...એવું દેખાય પણ અંદર એક તુફાન ઉપડે...કારણ કે કોઈનું ખૂન કરી નાખવું એ કઈ રમત નહોતી....કોઈના જીવન નો સવાલ હતો...કોઈનું જીવન છીનવી લેવું...એ બહુ ખરાબ વસ્તુ કહેવાય...કારણ કે આ એક એવી દોરી છે જેના જોડે ઘણી બધી પતંગ જોડાયેલી હોય છે....

જ્યારે હર્ષ અને ધ્રુવ અને નૈતિક ત્રણેય મારા ઘરે ગયા મારા ફેમિલીને સમજાવવા..

મમ્મી એ રડી રડીને ઘરનો માહોલ એકદમ માતમ જેવો કરી દીધો હતો...પાછુ મારી લાશનો અતોપતો પણ નહોતો..લોકોને એમ કે બળીને ખાક થઈ ગઈ હશે..એટલે પપ્પા વધારે ચિંતામાં હતા...એમને એમ કે ધનજી એ બધું કરાવડાવ્યું હશે...અને હવે એ સનમ માટે આવશે....

અને સનમ ક્યાં..હા...સનમ ને દેખો તો જાણે એની તો દુનિયા જ લૂંટાઈ ગઈ હોય...અને ઘરમાં ચારેબાજુ લોકો ની ભીડ ઉમટેલી છે..સનમ તો એના રૂમ બહાર નીકળી જ નહોતી...સવારની..

તેમાંય..આ ત્રણ સચ્ચાઈ બોલવા આવ્યા છે..એ પણ એવી શરતે કે કોઈને ખબર ના પડવી જોઈએ...તે ત્રણ એકબીજાના મોઢા જોઈને એ જ વિચારે છે કે કેવી રીતે વાત કરવી...

ત્યાં જ હર્ષ મારા પપ્પા તરફ આગળ વધે છે...

હર્ષ : અંકલ ભાભી ક્યાં છે??એમને એક વાત કહેવાની છે...

પપ્પા : બેટા...તારો ભાઈ જતો રહ્યો અમને મૂકીને હવે સનમ શુ સાંભળે...જો કાર્તિકના રૂમમાં પુરાઈને બેઠી છે...એને કોક સંભાળો...એનો બાપ હજુ નથી આવ્યો અહીંયા..ખબર નહિ ક્યાં છે...

તે ત્યાંથી ગયો અને પેલા બે ને ઈશારા કરીને મારા રૂમ નજીક આવવા કહ્યું...અને દરવાજો ખખડાવ્યો...

હર્ષ : સનમ દરવાજો ખોલ....

સનમે કાઈ જવાબ ના આપ્યો...

નૈતિક : સનમ દરવાજો ખોલ...એવી વાત કરીશું..કે રોવાનું જ બંધ કરી દઈશ...

ધ્રુવ : રડી રડીને તારી આંખો ના બગાડ...હજુ કાર્તિક ને એમાં ડૂબવાનું બાકી છે...

હર્ષ અને નૈતિક બન્ને ધ્રુવ સામે જોવા લાગ્યા...

ધ્રુવ : શુ??કાર્તિક સાથે રહી રહીને થોડી ઘણી આવી વાતો મને પણ આવડી ગઈ છે...

ત્યાં જ દરવાજો ખુલ્યો..

રડી રડીને થયેલી લાલચોળ આંખો...સાડી પહેરેલી...એ પણ મંગળસૂત્ર સાથે...હજુ એને રડવામાંથી સમય જ નહોતો મળ્યો...

તે લોકો તરત અંદર ઘૂસીને દરવાજો બંધ કરી દીધો...

સનમ ડઘાઈ ગઈ...કે આ લોકો કરવા શુ માંગે છે..

ધ્રુવ : રીત ભલે ખરાબ લાગે...અંદર ઘૂસીને દરવાજા બંધ કરવાની પણ અમારી નિયત આવી નથી...એવું વિચારીએ તો પણ કાર્તિક અમારા જીવતા નખ કાઢી લે...

હર્ષ : બોલીએ છીએ...પણ બીજાને બોલતી નહિ..કાર્તિક હજુ જીવે છે...તે સેફ છે... મસ્ત છે..પહેલા કરતા વધારે હેન્ડસમ છે...

સનમ ઘડીક વાર આંખો મોટી કરીને જોતી રહે છે બધાને...

નૈતિક : આને પણ આપણી જેવુ જ થયું લાગે છે..

હર્ષ : નાની મોટી થોડી વાત છે...એને કાર્તિક ને મરી જ ગયો છે એમ સમજી લીધો હતો...સવારે...એના મન પર શુ ગુજરી હશે..

સનમ : ક્યાં છે???ક્યાં છે...જલ્દી બોલ...

હર્ષ : પણ તું મળી નહિ શકે...સોરી...આ તો ફક્ત અમે સમાચાર દેવા આવેલા કે એ જીવે છે...

સનમ : ક્યાં છે??મારે એને મળવું છે...પ્લીઝ...યાર..

સનમ રડવા લાગે છે...

નૈતિક અને ધ્રુવ બોલ્યા કે ચાલ ને લઈ જઈએ...

હર્ષ : કાર્તિક ખિજાશે તો એને જવાબ કોણ દેશે...

નૈતિક : આવડી મોટી સનમ છે આપણી જોડે...કાર્તિકને ટાઈમ જ નહીં મળે આપણેને બોલવાનો...એને સનમ જ નહીં છોડે...

સનમ સામે જોઇને હર્ષ પણ માની જાય છે કારણ કે સનમે છેલ્લે કાર્તિક ને સગાઈ થઈ એની ત્યારે જ જોયો હશે...પછી એને જોયો જ નથી..તો એને કેવું લાગતું હશે એ લોકો ફિલ તો નહોતા કરી શકતા...પણ કદાચ એમને એમના દોસ્ત વગર જો ના ગમતું હોય..તો સનમ ને એના કાર્તિક વગર કેવી રીતે ગમતું હશે એ જરૂર સમજતા હશે..

*

સનમ કાર્તિક ને હજુ પણ મળી શકશે?જગન્નાથ નો શુ પ્લાન છે??ધનજી ને શાંતિ થઈ ગઈ હશે કે કાર્તિક મરી ગયો??જાનકી કેવી રીતે મરી ગઈ??હજુ કાર્તિકના ફેમિલીને નથી ખબર કે તે જીવે છે...જ્યારે ખબર પડશે ત્યારે શુ તે લોકો બધાથી છુપાવી શકશે??કોશિશ કરું છુ કે વાર્તાને થોડીક સહેલી બનાવું...પણ જેમ બને એમ અઘરું જ થતું જ જાય છે...સલાહ દેતા રહેજો....






💓💓JUST KEEP CALM ND SAY RAM💓💓

On insta : @cauz.iamkartik