AFFECTION - 29 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 29








સનમ ભાનમાં આવે છે...અને ધીમે ધીમે અસમંજસમાં આંખો ખોલે છે.જુએ છે તો સામે કાર્તિકની મમ્મી બેસેલા હોય છે.આજુબાજુ બધા ટોળું વળીને બેઠા હોય છે.હર્ષ,નૈતિક,ધ્રુવ,કાર્તિક ના પપ્પા,દાદી બધા જ ટોળું વળીને બેઠા હોય છે ને સનમના હોશ માં આવાની જ રાહ જોતા હતા.

સનમ ચારે બાજુ નજર ફેરવે છે પણ એને જે જોવું છે તે ક્યાંય દેખાતું નથી.બધા સમજી જાય છે કે સનમ કાર્તિક ને જ ગોતી રહી છે પણ સનમને તો હકીકતમાં શુ થયું હતું એની પણ ખબર નહોતી.

બધાને ખબર હોવા છતાં બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા...જાણે કે કોણ બોલીને સનમનું દિલ તોડશે..કારણકે બધાને ખબર જ હતી કે જો સનમ ને ખબર પડી કે કાર્તિક જેલ માં જતો રહ્યો છે તો તે સહન ના કરી શકે...

કાર્તિકના મમ્મી સનમને આમ હેરાન થતી ના જોઈ શક્યા..એમને બધાને બહાર મોકલી દીધા...અને પોતે એકલા સનમ પાસે બેઠા...

મમ્મી : તારા માટે એક સરપ્રાઈઝ છે...બોલ જોવી છે??

સનમ : કાર્તિક ક્યાં છે??

મમ્મી નર્સને ઈશારો કરીને અરીસો મંગાવે છે..અને એ અરીસો તે સનમ સામે રાખીને સનમને અરીસામાં સરખી રીતે જોવા કહે છે...

સનમ દેખે છે તો એને એમ લાગે છે કે સિંદૂર ભરેલું છે..તે આશ્ચર્યથી મમ્મી સામે જુએ છે..

મમ્મી : જો કાર્તિક સાથે તારા લગ્ન થઈ ગયા...હવે તું મારા ઘરની વહુ છો...હવે કાર્તિકને તો તું નહિ જોઈ શકે પણ તે તારામાં જ છે એમ માની લે...

સનમ કાઈ બોલવાની હાલતમાં જ નહોતી કારણ કે એ હવે કન્ફ્યુઝ થઈ રહી હતી કે કાર્તિક નથી અહીંયા તો એને કેવી રીતે મારી માંગ ભરી.

મમ્મી : બહુ ના વિચાર તું...કાર્તિકે તારા માટે કેટલાય ખૂન કરી નાખ્યા અને જેલમાં જતો રહ્યો પણ એની પહેલા તને એની પત્ની બનાવતો ગયો...તે સિંદૂર નથી....મારા દીકરાનું લોહી છે...હવે તો હજુ પણ પ્રેમ છે કાર્તિક જોડે...એને આટલા ખૂન કરી નાખ્યા...

સનમ : ખૂની કાર્તિક નહિ પણ હું બની ગઈ....એને જે પણ કર્યું મારા લીધે કર્યું...એનું કરિયર બરબાદ થઈ ગયું...હું પોતાને ક્યારેય માફ ના કરી શકું..
એમ બોલીને સનમ રડવા લાગી...

મમ્મી : તું પોતાના પર આરોપ લઈને કાર્તિકને જ દુઃખી કરી રહી છે...તારા માટે એને આટલું બલિદાન દીધું...અને હવે જો તું આવું કરીશ તો એને કેવું લાગે..ચલ કાલે તને ડિસ્ચાર્જ કરી દેશે...હવે અમારા ઘરે જ તારે રહેવાનું છે..બોલ ફાવશે ને..

સનમના આંસુ લૂછતાં લૂછતાં મમ્મી એ કીધું અને સનમે હા પાડી દીધી..

*

ધનજી સોનગઢ જતો રહ્યો હતો ગુસ્સામાં જ...એ હવે ફક્ત કાર્તિકને જ મારવા માંગતો હતો...પણ કાર્તિક તો જેલ માં બેઠો બેઠો બીજા ગુંડાઓ પાસેથી ઘણું બધું શીખી રહ્યો હતો...કોક દિવસ પોતે માર ખાતો તો કોક દિવસ કોઈને મારતો...જેલ માં પણ બદનામ થઈ ગયો હતો.

*

સનમ હવે સંપૂર્ણ સાજી થઈ ગઈ હતી..અને બધા સાથે ઘરમાં બેઠી હતી..ત્યાં અચાનક એ બોલી ઉઠી..

સનમ : બા...મારે કાર્તિક ને મળવા જવું છે...હવે તો હું સાવ સાજી થઈ ગઈ છુ...આ વખતે તમે ના ના પાડતા...

દાદી : તું કેમ નથી સમજતી દીકરા...એને ના પાડી છે કે કોઈ મળવા ના આવતા...એના કેસની સુનવાઈ થઈ એમા પણ અમને આવવાની ના પાડી દીધેલી...એ કોઈને મળવા જ નથી માંગતો...

સનમ : એ તો બધું બોલે...એ બોલે એમ થોડી કરી નાખવાનું હોય....

મમ્મી : જો આ દેખાય છે...કાર્તિકના પપ્પા સળંગ 5 દિવસ સુધી રોજ જતા હતા પણ તે સામે જ નહોતો આવતો...ફક્ત એટલું બોલતો કે ચાલ્યા જાવ...નથી મળવુ કોઈને...

સનમ : હું એની વાઈફ છુ...મને તો મળવું જ પડશે...અત્યાર સુધી એટલે કાઈ નહોતી બોલતી કારણ કે મને એમ કે પહેલા હું તંદુરસ્ત થઈ જાવ..પછી જ મળીશ..આજે તો હું એને મળીશ જ...

દાદી : એ નહિ મળે તને પણ...

પપ્પા : રહેવા દો...સનમ કોઈનું નહિ માને...આપણે કેવી રીતે ભૂલી ગયા કે ગમે એમ તો આપણા જ દીકરા ની પસંદ છે...લઈ જઈશ તને...તૈયાર થઈ જા..તારી ઈચ્છા પણ પુરી જ કરી દઈએ...

સનમ તરત જ ખુશીમાં આવી ગઈ....

*

ચાર પાંચ કલાક લાંબી પ્રોસેસ પતાવ્યા બાદ...સેન્ટ્રલ જેલમાં કેદી નંબર:૪૫૧૧ ને મળવા માટે સનમ અને એના સસરા...આવે છે...

એક ઘરડો હવાલદાર આવીને કેદી ને બોલાવે છે...

હવલદાર : કેદી નંબર.4511 તારી પત્ની આવી છે...ચલ મળી લે..બિચારી કલાકો થી લાઇન માં ઉભી હતી..

તે હવાલદારની વાતને ગણકારતો જ નથી..અને પોતાની કસરત ચાલુ રાખે છે...

હવાલદાર : તને સંભળાતું નથી...

કાર્તિક : નથી મળવુ એને...બોલી દેજો કે હવે મળવા ના આવે...

હવાલદારને ખબર જ હતી કે આ કોઈને મળવા નહિ જાય...પણ એને લાગ્યું કે એની પત્ની છે તો કદાચ મળી લેશે..

હવાલદાર સનમને આવીને કાર્તિકનો જવાબ કહે છે..

સનમ : તમે એને એમ બોલો ને કે સનમ આવી છે...એ મળી લેશે...
સનમ પાછું આશભરી નજરે બોલે છે..

હવાલદાર એ લોકોને ઇશારાથી બહારની તરફ લઈ જાય છે.. અને બહાર લાવીને ધીમે થઈ બોલે છે કે.

હવાલદાર : એ કોઈને નથી મળતો...તને ખબર નહિ હોય પણ એને મળવા રોજ કેટલાય લોકો આવે છે...એને જે કાંડ કર્યા છે એને લઈને...આટલી નાની ઉંમરમાં તે કસાઈ બની ગયો છે...એને રોજ કેટલાય મર્ડર ઓફર થાય છે જેલમાં...એ કરોડોપતિ બની શકે એમ છે જેલમાં બેઠા બેઠા...એનું મગજ ખબર નહિ ક્યાં રસ્તે જઇ રહ્યું છે...

પપ્પા : તો તમે લોકો કાઈ કરતા કેમ નથી આ બાબતે??

હવાલદાર : આ સેન્ટ્રલ જેલ છે...અહીંયા નાનો ગુંડો પણ થોડોક ટાઈમ રહી જાય તો તે પણ મોટો ગુંડો બની જાય...અહીં જાત જાતના લોકો છે...એમાંય તમારા છોકરાએ તો કેટલાય ખૂન કરી દીધા એ પણ સાવ બેરહમી થી...

પપ્પા : તમે આ બધું અમને કેમ કહી રહયા છો??

હવાલદાર : તમને ખબર હોવી જોઈએ કે તમારો છોકરો આવા લોકો વચ્ચે છે...અને તે રોજ કોકને મારે છે જેલની અંદર...શેતાન બની ગયો છે..

સનમ : તે એવુ કોઈ દિવસના કરે....તે કોઈને કારણ વગર તો ના જ મારે...

હવાલદાર : જેલમાં જઈને બધા બદલાઈ જાય છે...એ જ નિયમ છે જેલનો...બહુ કહી દીધું તમને છેલ્લી વાર બોલું છું કે એને હવે કોઈ મળવા ના આવતા..તે જંગલી છે...

એમ બોલીને તે જતો રહે છે...પછી કાર્તિક પાસે આવે છે..

હવાલદાર : કહી દીધું જે તે કીધું હતું....બિચારી છોકરી રડવા જ લાગત જો એને પોતાના પર કાબુના રાખ્યો હોત...આવું કરીને શુ મળે છે તને..

કાર્તિક : તેને આજે મળત..તો તે કાલે પણ આવત...તેને મારા સિવાય કોઈ નથી ઓળખતું સરખી રીતે...તે પાગલ છે સાવ...મને જોઈને કાબુના રાખી શકત..તે રોજ મળવાની જીદ કરત...અને આ કાઈ સારી જગ્યા નથી કે તે આવે..આ જેલ છે..અહીંયા એના જેવી છોકરીઓ માટે જગ્યા જ નથી..મને નથી ગમતું કે મારા માટે તે કલાકો લાઇનમાં ઉભી રહીને મને આવી રીતે મળે...

હવાલદાર : હજુ તું 7 વર્ષ આવી રીતે જ કાઢીશ??

કાર્તિક : તમને લાગે છે કે હું અહીંયા એક વર્ષ પણ રહું??

એમ બોલીને તે હસવા લાગે છે...હવાલદાર ચાલ્યો જાય છે...

*

સનમ ખાધપીધાં વગરની કાર્તિકના રૂમમાં એકલી બેસીને કાર્તિકના ફોટા જોઈ રહી હતી...તેને પોતાના મનને મક્કમ કરી લીધું હતું કે પોતે હવે તૂટશે નહિ...ભલે ગમે એટલી રાહ જોવી પડે એ જોશે...સનમ સોનગઢને તો ભૂલી જ ગઈ હતી...કે એના પપ્પા એનો બીજો પરિવાર પણ છે..એને તો એના બાપ વિરજીભાઈનું પણ કશું નહોતું પૂછ્યું..

અહીંયા સનમ પોતાની જાતને જ ભરોસો આપી રહી હતી કે ગમેં તે થાય પણ કાર્તિક એને મળશે તો ખરા જ ..ભલે 7 વર્ષ પછી તો 7 વર્ષ પછી....જ્યારે બીજી બાજુ ધનજી કાર્તિકને મારવા માટે ભારત બહારના એક કિલર ટોળાને લઈ આવ્યો હતો...અને કેદી નંબર 4511 ને જેલની અંદર જ મારવાની વાત નક્કી કરી દીધી હતી...પોતે ભલે ઘણા ને માર્યા પણ પોતે બહાર રખડતો હતો જ્યારે કાર્તિકે દોષીઓને માર્યા તો પણ 7 વર્ષ જેલમાં ઘુસી ગયો...

*

આ બધા ચક્કરમાં હર્ષ,ધ્રુવ અને નૈતિક ની જિંદગી બરબાદ થઈ ગઈ હતી...એમને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.ઘરવાળાઓ એ પણ બેઇજ્જત કરીને કાઢી મુકેલા...જ્યાં ત્યાં જોબ કરતા સાવ સસ્તા પગાર પર અને પોતાનું જીવન કાઢી રહ્યા હતા...રોજ કાર્તિકને યાદ કરતા..પોતાને જ દોષ દઈ રહ્યા હતા કે કયા અશુભ મુહૂર્ત પર એ લોકો એ મારો સાથ દેવાનું નક્કી કર્યું હતું...

નૈતિક : કાર્તિકને તો જેલમાં મળી જાય છે જમવાનું પણ આપણું શુ??આપણે તો સિક્યુરિટી ગાર્ડમાં પણ કોઈ નથી રાખતું...

ધ્રુવ : એક વર્ષ સુધી સસ્પેન્ડેડ છીએ...નોકરી તો શું લગ્ન માટે કોઈ છોકરી પણ નહીં મળે..

હર્ષ : કંઈક ચમત્કાર થાય તો જ હવે આપણો ઉદ્ધાર થાય...

નૈતિક : બીજી આશા પણ શું રાખી શકીએ આપણે....સુઈ જઈએ ચાલો...આજે પણ જમ્યા વગર..

*

થોડાક દિવસો પછી એક રાતે...આશરે 1એકાદ વાગે...કાર્તિક સુઈ રહ્યો હતો જમીન પર ભૂખ્યા પેટે..ત્યાં જ અચાનક બહારથી હવાલદાર બોલ્યો..

હવાલદાર : જલ્દી ઉભો થા...તારે હવે અહીંયા નથી રહેવાનું...

કાર્તિક : તમે મને ભાગવાની સલાહ આપો છો કે શું??

હવાલદાર : હા એવું જ કંઈક ....

કાર્તિક : ખબર તો છે ને કે અહીંયા સીસીટીવી કેમેરા છે...કે પછી મારુ ફેક એન્કાઉન્ટર પ્લાન કર્યું છે..

હવાલદાર ફટાફટ ચાવીથી લોક ખોલે છે અને કાર્તિકને બહાર ભાગી જવા કહે છે...કાર્તિક અસમંજસમાં છે કે આ બધું શુ ચાલી રહ્યું છે...

છેલ્લે તે જેલથી બહાર ભાગવા લાગે છે...એને આશ્ચર્ય થતું હોય છે કે આ બધું શુ થઈ રહ્યું છે...પણ ત્યાં જ બહાર નીકળતા જ એની સામે ત્રણ પોલીસવાળા આવી જાય છે...તે બંદૂક દાગે છે કાર્તિક સામે...અને કાર્તિક પોતાના હાથ ઊંચા કરે છે ત્યાં જ...એકને ક્યાંક દૂરથી કોઈ નિશાનેબાજ હેડશોટ મારીને એકને મારે છે ત્યાં જ બીજા ડઘાઈ જાય છે..અને ભાગવા લાગે છે...ત્યાં જ જેલમાં જ્યાં કાર્તિક પુરાયેલો હતો ત્યાં એક મોટો ધડાકો થાય છે અને અફરાતફરી થઈ જાય છે..એટલે આ બધું જોઈને કાર્તિક ઉભો રહી જાય છે....ત્યાંજ બે ત્રણ લોકો આવીને કાર્તિકને પકડીને લઈ જાય છે..

*

સવારે બધી ન્યૂઝ ચેનલમાં કાલ રાત્રે બનેલી ઘટના જ આવતી હતી કે,"સેન્ટ્રલ જેલમાં બૉમ્બ બ્લાસ્ટ...કેટલાક કેદીઓ ફરાર તો કેટલાકના મૃત્યુ.."

એમાં મૃત્યુ પામનારની લિસ્ટમાં કેદી નંબર 4511 પણ છે એવી માહિતી દેખાતી હતી..કાર્તિકના પપ્પા તરત જ જેલમાં પૂછપરછ કરવા માટે ગયા...અને બીજી બાજુ બીજા બધા રડી રડીને બેહાલ થઈ ગયા હતા...એમને એમ કે કાર્તિક મરી ગયો છે..ત્યાં સનમ પોતાને રૂમમાં પુરી લે છે...અને ખૂણામાં જઈને બેસીને એકલી જ સંતાઈને રડવા લાગે છે...

*

જેલ માં બૉમ્બ બ્લાસ્ટ કરવા પાછળ કોનો હાથ હશે??અને મને શું કામ જેલની બહાર ભગાવ્યો??પેલા હર્ષ,નૈતિક અને ધ્રુવ નું શુ થશે ક્યાં સુધી આવી રીતે જીવશે એ લોકો??સનમને ક્યાં સુધી રડવું પડશે??એના દુઃખનો છેડો છે કે નહીં??જોઈએ...જોઈએ..

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED