AFFECTION - 6 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 6







સનમ ના લીધે એના પપ્પાએ મને 3 દિવસ માટે સંપૂર્ણ આરામ કરવા અને રૂમની અંદર જ રહેવા નોકરાણી દ્વારા કહી મોકલાવ્યું હતું.

એટલે સનમ મોટા ભાગે મારા જોડે જ બેસેલી હોય...તે અને તેની અલક મલક ની વાતો....કોઈ દિવસ પતવાની જ નથી.હું તો બસ એને સાંભળતો એના પાસે બેસીને...હજુ આવી રીતે 1 દિવસ પસાર કર્યો હતો...હું અને સનમ રૂમમાં એકલા બેઠા હતા..ત્યાં અચાનક કોઈ એ દરવાજો ખખડાવ્યો... અમારી વાતો માં ખલેલ પડી એટલે સનમ ગુસ્સે થઈને ઉભી થઇ તેને પહેલે તો એમ હતું કે એની નોકરાણી સેજલ હશે અને એટલે જ તે દરવાજો ખોલ્યા વગર જ બોલી...


sanam : સેજલ ચાલી જા હાલ...મારે કંઈ કામ હશે તો બોલાવી લઈશ તને...

અને સામેથી અવાજ આવ્યો કે ,"સનમ બેટા, આ તો હું છું તારી લક્ષ્મીફોઈ...ખોલ દરવાજો.."

સનમ મન માં જ બોલી કે યાર આ આટલી જલ્દી કેવી રીતે આવી ગઈ રખડીને...
સનમ : અરે ફોઈ..અહીંયા કોઈને પણ આવવાની મનાઈ છે...છતાંપણ એવું હોય તો તમે મારા બાપા ને પૂછી ને આવી શકો છો...

લક્ષ્મીફોઈ : અરે બેટા..એવું બધું શુ છે રૂમ માં કે તું મને રોકી રહી છે...

પણ સનમ એનો જવાબ દીધા વગર જ પાછી કાર્તિક પાસે આવીને બેસી ગઈ...અને એની ફોઈ ત્યાંજ દરવાજો ખખડાવતી ઉભી રહી ગઈ..અને છેલ્લે થાકીને પાછી ચાલી ગઈ,પણ હકીકતમાં તે ખાલી હાથે પાછી નહોતી ફરી...જ્યારે પણ માણસ નું મનફાવે એમ ન થાય એટલે એના મન માં એનું મનફાવે એમ કરવાનું વિચારવા લાગે છે અને પોતાના જ અભિગમ બનાવવા લાગે છે.

સનમ એને જવાબ દીધા વગર આવી ગઈ એટલે મેં એને પૂછ્યું...
me : તે આવું કેમ કર્યું...એ હું તને નહિ પૂછું...કારણકે હું પણ કોઈને જવાબ નથી આપતો આવી રીતે અને એમને ignore કરીને ચાલ્યો જાવ છું...પણ તું આવી પછી તારા face પર હાવભાવ બદલાઈ ગયા છે...ભલે હું તને પાછલા બે દિવસથી જ ઓળખતો હોવ... ખબર નહિ કેમ પણ તારી આંખો પરથી જ અંદાજો આવી જાય છે..જો તારે કહેવુ હોય તો કહે...નહિતર હું તને બોવ force ના કરી શકુ...હજુ આપણો પ્રેમ નવો નવો છે..


સનમ થોડીક ઈમોશનલ થઈ ગઈ મારા આમ વાત કરવાથી..
સનમ : એવું ના બોલીશ યાર તું કે યાર હજુ આપણો પ્રેમ નવો નવો છે..અને તને પૂરો હક છે પૂછવાનો જો તારા મન માં હોય તો મને પૂછવાનો...એક તું જ છે મારા મમ્મી પછી જે મારી આંખ જોઈને મને તકલીફ છે તે સમજી ગયો નહિતર મારા મમ્મી ચાલ્યા ગયા પછી મને એમ કે મને કોઈ સમજી નહિ શકે...

me : કેમ શુ થયું તારા મમ્મીને ???

સનમ : આ બધી તકલીફ જે છે મારા જીવનમાં એ બધી લક્ષ્મીફોઈ ના કારણે છે...લક્ષ્મીફોઈ એના પરિવાર જોડે અહીંયા જ રહે છે...મારા પપ્પાની મોટી બહેન છે અને નાની ઉંમરે વિધવા થઈ ગયા હતા એટલે તે તેમના 1 છોકરા અને છોકરી જોડે અહીંયા જ રહેવા આવી ગયેલા...જ્યારથી રહેવા આવ્યા છે મારું જીવન હરામ કરી નાખ્યું છે એમને...એમના આવ્યા પછી મમ્મી અને ફોઈ વચ્ચે ઝઘડો થયો હતો એટલે પપ્પા એ મમ્મીને ઘરની બહાર કાઢી મુક્યા હતા...પછી મમ્મી કોઈ દિવસ ગામ માં જ નથી આવ્યા અને મોસાળ માં જ રહે છે...ઉપરથી main પ્રોબ્લેમ તો એમનો છોકરો છે મારા માટે....ફોઈ નાનપણથી અમારા લગ્ન કરાવવા માંગે છે...ઘણીવાર આડકતરી રીતે કહી દીધું છે કે હું એમના ઘરની જ વહુ બનીશ...એમનો છોકરો નિસર્ગ જન્મજાત હરામી છે..એને તો મને એની વહુ જ સમજી લીધી છે...

me : તારા પપ્પા કંઈ કહેતા નથી??

સનમ : પપ્પા ને એમ કે બીજા છોકરાઓ ખરાબ હોય શકે...પણ એમની બેન નો છોકરો ગમે એમતો ઘરનો જ કહેવાય..અને લક્ષ્મીફોઈ એ કોઈદિવસ પપ્પાને લગ્ન નું કહ્યું જ નથી મારા...અને હાલ મારા પપ્પાને ખબર નહિ તારામાં શુ દેખાઈ ગયું કે હવે તું જ મારો...
કહેતા કહેતા જ તે શરમાવા લાગી.

me : તો તારા ફોઈ એન્ડ family અત્યાર સુધી ક્યાં હતું...હું તો અહીંયા 2 દિવસ થી છું..

સનમ : મારા ફોઈ એમનો છોકરો નિસર્ગ અને એની બેન જાનકી..બધા ફરવા માટે ગયા હતા...મને પણ સાથે જ લઈ જાત..પણ માંડ માંડ હું બચી ગઈ અને ના ગઈ એ લોકો જોડે...અને આજે અચાનક વહેલા આવી ગયા...લાગે છે એમને ખબર પડી ગઈ હશે કે હું તને લઈને આવી ગઈ છું...

me : બહુ મગજમારી છે યાર....જે હોય તે હાલ તો તું મારા સાથે છો...તારા પપ્પા એ તો મને જમાઈ માની જ લીધો છે..

સનમ : બસ બહુ હવા માં ના આવી જા...હજુ મારા ફોઈ અને એનો છોકરો કાઈ કસર નહિ મૂકે આપણે ને જુદા પાડવામાં...

me : હું પણ કંઈ કસર નહિ છોડુ શરૂઆત અત્યારથી જ કરી દઈએ....
એમ બોલીને સનમને પકડી ત્યાં જ એની તો ધડકન તેજ થઈને ભાગવા માંડી....

me : બોલ હવે કોઈ જુદા પાડી શકશે આપણે ને કે હજુ જોરથી તને મારી બાથમાં પકડી રાખુ....

સનમ : મારા બાપા એ એટલે મને તારા રૂમમાં નથી રાખી કે તું મને આવી રીતે પકડી રાખે....છોડી દે...તને તો શરમ જ નથી આવતી..

me : તું જ કહેતી હતી ને કે આપણે ને કોઈ જુદા પડી દેશે...એટલે...નથી છોડવી...શુ કરી લઈશ...

સનમ : કાર્તિક સમજવાની કોશિશ કર....મારા ફોઈ હમણે જ ગયા છે અને મને ખાતરી છે કે હમણે કોઈતો આવશે જ..છોડ મને...

me : જ્યાં સુધી તારા દિલની ધડકનનો અવાજ અને મારી ધડકન નો અવાજ એકસરખો નહિ આવે...ત્યાં સુધીતો નહિ જ છોડુ...

ત્યાં જ અચાનક એને મારા કાન પાસે બચકું ભર્યું એટલે મારી પકડ છૂટી ગઈ...અને તે ઉભી થઈ ગઈ જલ્દી થી અને જાણે કોઈ શરત જીતી ગઈ હોય એવી ખુશી સાથે હસતી હસતી બહારની તરફ ચાલતી થઈ....પણ જતા જતા પણ એવું બોલી કે એના ગયા પછી પણ એની છાપ તો છૂટે જ દિલમાં...

સનમ : તું પણ પાગલ છો...આપણા બંને ના દિલની ધડકન એક સુરે ધડકી જ કેવી રીતે શકે....જ્યારે બન્ને ના દિલ એક થઈ જાય તો ધડકન ના એક થવાની રાહ જોવી નકામી છે...ડાર્લિંગ...
એમ કહીને હસતી હસતી બહાર જતી રહી...

અને એના બહાર જતા જ એને સામે જાનકી આવતી હતી.... પણ છતાંય તેને મારા રૂમ નો દરવાજો બહારથી બંધ કરી દીધો...

જાનકી : અમને તો દર્શન કરાવડાવો નવા મહેમાન ના...સેજલ બોલતી હતી કે હીરો type છે...

સનમ : હજુ બે દિવસ રાહ જોઈ લે ...એ સરખી રીતે આરામ કરીને સાજો થઈ જશે...એટલે મારા પપ્પા એનો બધા સામે પરિચય કરાવશે....ત્યારે દર્શન કરી લેજે..

જાનકી : તું કેમ આટલી બધી ચોંટે છે એને....તું એની ચિંતા ના કર આટલી બધી...તું જા મારા ભાઈ પાસે...એને કશુંક કામ હતું તારું...

સનમ : હીરો ફક્ત હીરોઈન નો જ હોય સેજલ...અને અહીંયા હીરોઇન હું જ છું...હીરોઇન હીરો પાસેથી હજુ ચાલી આવે છે so...હીરોઇન કોઈને મળવા મથી માંગતી...

જાનકી : તો તું મારા ભાઈને વિલન સમજે છે ??

સનમ : બેટા,,અહીંયા જરાક અલગ છે...હીરો અને વિલન જે છોકરો અંદર બેઠો છે ને એ જ છે...
એમ બોલીને છણકો કરીને ચાલી ગઈ...અને જતા જતા કહી ગઈ કે ..દરવાજો ખોલીને એને જોવાની હિંમત પણ ના કરતી...

સનમ પણ ગજબ છે,જે પણ કહેવું હોય તે ....જતા જતા જ બોલે.ખબર નહિ મને શું કામ સંતાડતી હતી બધાથી.

અને ત્યાંજ જાનકી ની માં લક્ષ્મી...સનમ ના બાપ ને ગોતી રહી હતી ઘરમાં શુ ચાલી રહ્યું છે તે જાણવા માટે પણ તેને બધી ખબર હતી એટલે જ તો તે પોતાનો પ્રવાસ cancel કરીને તરત ઘરે આવી ગઈ કે હું સનમ જોડે લગ્ન ન કરી લવ,નહિતર નિસર્ગ આખી જિંદગી કુંવારો રહી જશે...ખબર નહિ શુ એલર્જી છે સુખી લોકો થી ...ફોઈ,માસી,કાકી જેવા સંબંધોને....તે લોકો જોઇ ના શકે.

એક બાજુ ભૂતકાળમાં આ લોકો છે જે સનમ ની ખુશી નહિ જોઈ શકતા હોય અને બીજી બાજુ મારા દોસ્તો...વર્તમાનકાળ માં ભાડાની જીપ લઇ આવ્યા છે..અને કાલે સવારે વહેલા હર્ષ અને નૈતિક બન્ને સનમ ના ગામડે એને લેવા માટે નીકળવાના છે....અને ધ્રુવ મારા જોડે મારુ ધ્યાન રાખવા હોસ્પિટલ માં જ રોકાશે...એવો પ્લાન બનાવ્યો છે આ લોકો એ...

જોઈએ શુ થાય છે...લક્ષ્મીફોઈ સનમ ના પપ્પાને શુ કામ ગોતે છે???જાનકી કાર્તિકને જોવા માંગે છે કે શું કામ સનમ આટલી ચિંતા કરી રહી છે ??નિસર્ગના રિએકશન કેવા હશે..આ બાબત ને લઈને ??અને આ હર્ષ અને નૈતિક સોનગઢ આવવા માટે નીકળશે કે નહીં??

હાલ માં ખબર છે બહુ બધું ગુચ્ચમ થઈ ગયું છે..પણ તમને ખબર જ છે કે શું કરવાનું છે..

?JUST KEEP CALM AND SAY RAM?


#keepsupport #staytuned #spreadlove
?????????????

DM me on insta : @ cauz.iamkartik

COMMENT. SHARE. FOLLOW.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED