AFFECTION - 4 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 4










doctor : દર્દી ને બહુ શોક લાગ્યો લાગે છે,તે કોમા માં ચાલ્યો ગયો છે....

harsh : ક્યાં સુધી રહેવાની શક્યતા છે આવી???

doctor : તે તો હવે તેના પર જ આધાર રાખે છે...તે જો ઈચ્છે તો આમાંથી બહાર આવી શકે છે,પણ તે જ support નથી કરી રહ્યો અમારી treatment ને...

naitik : શુ કરવું છે...કાર્તિક ના ફેમિલી માં જાણ કરવી છે??

dhruv : તે લોકોને જાણ કરીને શુ કરશું??કાર્તિક ના આમ થવા પાછળનુ કારણ આપણે ને ખબર છે આને ઈલાજ પણ આપણે ને ખબર છે,તો કાર્તિક નું ફેમિલી અહીંયા આવી પણ જશે તો કઈ ફરક નહીં પડે અને ખાલી ખોટું tention માં આવી જશે...

harsh : તો હવે એક જ રસ્તો છે આપણી પાસે.....

naitik : તો પ્લાન શુ છે...કેવી રીતે કરવું છે બધું??

dhruv : પ્લાન બનાવાની વાત આવે અને કાર્તિક જ યાદ આવે...સમય પણ કેવો ચાલે છે..જે master છે પ્લાન બનાવવા માં તેના માટે આજે આપણે નવા નિશાળીયા પ્લાન બનાવી રહ્યા છીએ ..

.
.
.
.
.
.
આમ જોવા જઈએ તો વાત તો સાચી હતી મારા દોસ્ત ધ્રુવ ની,સમય પણ મહાન છે...કારણકે જ્યાં હું અહીંયા કોમા માં હતો,ત્યાં બીજી બાજુ કે જ્યાં હું તમને મારો ભૂતકાળ બતાવી રહ્યો છું ત્યાં મારા જીવન માં નવા રંગો પુરાઈ રહ્યા હતા..અરે ભૂલી ગયા તમે લોકો કે હું તમને હું મારો સોનેરી ભૂતકાળ બતાવી રહ્યો હતો..હા ખબર છે કે વાર લગાડી બહુ પણ યાર મારે બીજા વિચાર પણ ચાલતા હોય..ઓકે તો પછી થોડુંક યાદ અપાવી દવ કે કાઈ વાત ચાલુ હતી..


પછી અચાનક તે છોકરી ઉભી થઇ અને મારો હાથ પકડ્યો અને હળવેક થી બોલી....." મારી આગળ પાછળ ઘણા છોકરાઓ ફરતા હોય છે...બધાને હું જ ગમુ છું....પણ એમ સામેના માણસ ના મન માં મારા પ્રત્યે શુ feeling છે....તે મારા માટે એટલું મહત્વ નથી રાખતી...હું સામેવાળા પ્રત્યે શુ feeling રાખું છું એ તો સાવ મહત્વ નથી રાખતી....હા મને ખબર છે કે તને કશું સમજાતું નથી હું શું કહી રહી છું..પણ તું try કરજે સમજવાની..કારણ કે feeling નું કશું જ મહત્વ નથી કે જ્યાં સુધી આપણે તેને express નથી કરતા...જો હું એને મારા દિલ માં રાખી મુકીશ અને કોઈને કહીશ નહીં..તો હું selfish થઈ જઈશ....કારણ કે તે ફીલિંગ જ તો બધાને જીવતી રાખે છે અને તે હું કોઈ ને બતાવું જ નહીં કે મારા મન માં શુ છે તો તેનું કાઈ મહત્વ રહેશે ખરું???તો feeling ત્યાં નકામી બની જશે...એટલે આજે હું તને જે છે તે સ્પષ્ટ રીતે કહી દેવા માંગુ છું કે.....યાર હું તારા પર ફિદા થઈ ગઈ...હવે એમ ના કહેતો આ બહુ જલ્દી થાય છે.તું મને ગમી ગયો એટલે ગમી ગયો..નહીંતર મને કંઈ શોખ નથી કે કોઈ પાછળ રાત ના ઉજાગરા કરું....

હજુ થોડીક seconds પસાર થઈ હશે,તેને બોલવાનું બંધ કર્યું ત્યારથી પણ હું તો હજુ એના બોલાયેલા શબ્દોથી મારા મન માં આવેલ વંટોળ માં જ ચકરાવા ખાતો હતો..

ત્યાં જ એ પછી બોલી..
she : એયય..કાઈ બોલતો કેમ નથી...કે clean bold થઈ ગયો તું...કે પછી મારી વાત સમજ માં ના આવી..ઉભો રહે હું સમજાવું તને...


એને મારો હાથ પકડ્યો પછી એને ધીરે ધીરે થી પોતાની સુંવાળી આંગળીઓથી મારા હાથ પર ખાલી ઇશારાથી કંઈક દોરવા લાગી....

i love you pagal...

લખતી હતી તે ભલે પોતાની આંગળી થી મારા હાથ માં...
પણ એને શુ ખબર એ બધું સીધેસીધુ કોતરાતુ હતું મારા કાળજામાં..


i love you લખ્યા પછી એને એનો હાથ મારા દિલ પર મુક્યો...

ધક..ધક..

ધક..ધક..

ધક..ધક..

હવે આ feeling કેવા type ની હોય એ તમને લોકો ને કેવી રીતે સમજાવું...
સમજાય તો લાગે કે મરી ને પણ જીવી ગયા...અને ના સમજાય તો જીવીને પણ મરી ઉઠ્યા...


ગમશે બધું જ પણ નહીં ગમે કોઈ,જ્યારે પ્રેમ માં પડશો..
આંખો દેખશે બધું જ પણ એના સિવાય નહીં દેખે કોઈ,જ્યારે પ્રેમ માં પડશો..

she : તારે જવાબ આપવાની જરૂર નથી.તારા દિલ ની ધક ધક હું ફિલ કરી શકું છું,અને સમજી પણ શકું છું...

me : એવું બધું તું શું સમજી શકે છે..કે મારે જવાબ આપવાની જરૂરત નથી..

તે જરાક હસી...અને જવા લાગી...

me : ઓય....જવાબ તો સાંભળતી જા...

તે જતા જતા જ બોલી કે,"જ્યારે તારા દિલ એ મને જવાબ આપી દીધો. ..તો પછી હવે તારા પાસેથી જવાબ શુ કામ સાંભળું હું .... તું તો પાગલ છો સાવ....તું આરામ પણ નહીં કરે હું નહિ જાવ તો..."

સડસડાટ કરતી એવી રીતે બહાર ચાલી ગઈ મારા પાસેથી કે જાણે.....નદી માં વહેતુ પુરપાટ વેગે પાણી..


વિચાર આવ્યો કે એને મને i love you તો કહી દીધું પણ એનું નામ તો કીધું જ નથી....મને કશું જ ખબર નહોતી એના વિશે..

અરે આ છોકરી પણ કમાલ કરે છે..
વાતો કરી એને ઘણી પણ એને છોડી અધૂરી નકામું મારા દિલ માં ધમાલ કરે છે..


એને એમ હતું કે કાર્તિક સુઈ જશે...પણ એને ક્યાં ખબર કે અત્યાર સુધી જિંદગીમાં સૂતેલો જ હતો...હવે કંઈક જાગવાનું કારણ મળ્યું છે...

ખરેખર દિલ બોવ જ ખુશ હતું...વિચારતો જ રહ્યો એના વિશે..બધું repeat થઈ રહ્યું હતું ...કે કેવી રીતે એને મને i love u કીધું...

આમ કરતા કરતા...એના વિચારો માં જ ક્યારે સુઈ ગયો અને એને જ સપના માં જોવા લાગ્યો તે ખબર પણ ના પડી ....એકદમ drugs type વસ્તુ નીકળી એ તો.....હજુ just વાત કરી એને ત્યાં તો આદત લાગી ગઈ...

સૂતો જ હતો સવારે,ત્યાં ક્યારે એ છોકરી મારા બાજુ માં આવીને બેસી ગઈ પાછી ખબર જ ના પડી.મારા ગાલ પર હાથ રાખીને ફેરવતી હતી,ત્યારે ઊંઘ ઊડી ગઈ પણ આંખો નહોતી ખોલવી મારે કારણ કે આવી સવાર ક્યારે પડશે પછી કે તે મારા ગાલ પર હાથ રાખીને મને સહેલાવતી હોય...

ત્યાં જ એ ધીમેથી બોલી..
she : કાર્તિક....નાટક ના કરીશ. મને ખબર છે તું જાગે છે અત્યારે...

હવે તો સૌથી સુંદર સવાર બની ગઈ મારા જીવનની.

નામ સાંભળ્યું એના પાસેથી તો પહેલીવાર લાગ્યું કે મારું નામ સારું છે...
પહેલા ફક્ત મારુ હતું જીવન પણ હવે તો લાગે છે એ ફક્ત તારું છે...

she : કાર્તિક last time કહું છું... નાટક ના કર મને ખબર છે તું જાગે છે...

me : તને બધી બહુ ખબર પડી જાય છે..પહેલે મને એમ કે તને મારુ નામ ક્યાંથી ખબર પડી...અને એની પહેલે મને તારું નામ દે...

તે હસવા લાગી...

she : જો આપણે તો એક સીધી વાત માં ખબર પડે કે જો મેં તારું નામ જાતે ગોત્યું..તો પછી તારે પણ મારું નામ જાતે ગોતી લેવાનું..

me : જરાક oversmart થાય છે તું મારા પાસે કે પછી પહેલેથી જ આવી છો..

ત્યાં નર્સ આવી અને એનું કામ કરવા લાગી....અને પેલી બહાર ચાલી ગઈ...

એટલે મેં નર્સ ને પૂછયું..
me : હું અત્યારે કઈ હોસ્પિટલ માં છુ..

નર્સ : આ હોસ્પિટલ નથી....ઘર છે...

એમ બોલીને જતી રહી..અને હું શોક માં ચાલ્યો ગયો....કે આ વળી કોનું ઘર હશે.પેલી છોકરીનું ઘર હશે??અરે એ તો ઠીક પણ શહેર ક્યુ હશે...કાઈ જ ખબર નથી...નામ પણ નથી ખબર હીરોઇનનું....શુ યાર..


પણ એક વાત કે મારા બધા દોસ્તો ક્યાં છે અત્યારે...મને એકલો મૂકીને...એ તો ભૂતકાળ ની વાત થઈ પણ હાલ તે લોકો કાર્તિકને કોમા માંથી બહાર લાવવા શુ પ્લાન કરી રહ્યા છે?? હાલ માં ખબર છે બહુ બધું ગુચ્ચમ થઈ ગયું છે..પણ તમને ખબર જ છે કે શું કરવાનું છે..

?JUST KEEP CALM AND SAY RAM ?

#keepsupport #staytuned #spreadlove
?????????????

DM me on insta : @ cauz.iamkartik

COMMENT. SHARE. FOLLOW.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED