સનમ પેલા ત્રણ નમૂનાઓ સાથે મને મળવા માટે નીકળી ચુકી હતી...એ પણ ઘરે એમ કહીને કે સોનગઢ જાવ છુ..પપ્પા પાસે...
સનમ : હું ઠીક તો લાગુ છુ ને??કાર્તિક મને ના તો નહીં પાડે ને??
હર્ષ : આ સવાલ તે નવમી વખત પૂછ્યો છે હવે તો જપ કર...
ધ્રુવ : મેકઅપ ની જરૂરત છે જ નહીં...તારે..એમનેમ જ જો ને ..કેવી...મસ્ત..
નૈતિક : ધ્રુવ ભાઈ...પ્લીઝ...હવે આગળ ના બોલતો...સનમ કાર્તિકને બોલશે કે તું આવી વાતો કરે છે...ફ્લર્ટ કરે છે તો...તને ખબર જ છે...એ શું કરશે તારું...
સનમ : જલ્દી કરને ....કેટલી સ્લો કાર ચલાવે છે તું...રોક...કાર ને બ્રેક માર..
હર્ષે તરત જ બ્રેક મારી સાઈડ માં લીધી...
હર્ષ : શુ છે યાર???હજુ વાર છે બે કલાક ની...
ત્યાં તો સનમ પાછળની સીટ માંથી ઉતરીને આગળ ગઈ...અને હર્ષ ને નીચે ઉતરવા કીધું...પેલીને ગુસ્સામાં જોઈને પેલો એમજ નીચે ઉતરીને પાછળની સીટમાં બેસી ગયો...અને સનમે કાર સ્ટાર્ટ કરી...અને એને ફૂલ સ્પીડે ભગાવી કારને...
ધ્રુવ : આ કાર્તિકને મળતા પહેલા આપણે ને મારી નાખશે...બન્ને ની આદત સરખી છે...કાર્તિક પણ આવું જ કરતો..
સનમ : શુ બોલ્યો??
ધ્રુવ : કાઈ નહિ..
સનમ : અરે બોલ...મારે સાંભળવું છે કાર્તિક વિશે
ધ્રુવ : તને લેવા જ્યારે સોનગઢ આવતા હતા ત્યારે એને એટલી સ્પીડે કાર ચલાવેલી કે અમને બધાને લાગેલું કે આજે તો મર્યા જ સમજો...
સાંભળીને સનમ હસવા લાગી...અને એને સ્પીડ હજુ વધારી...
નૈતિક : તું કશું બોલીશ નહિ ધ્રુવ...આ બંને પાગલ છે...એકબીજાના નામ સાંભળીને જોશમાં આવી જાય છે....હમણે કેવી રડતી હતી...અને અત્યારે તો જો...
*
રાતના એક વાગ્યો પણ હજુ કોઈ આવ્યું નહોતું..તો હું જરાક ચિંતામાં આવી ગયો...અને ગરમીનો શર્ટ કાઢીને..રૂમની બાલ્કની માં ગયો...બહારનું વાતાવરણ જોઈ રહ્યો હતો..સિગારેટ કાઢી ને સળગાવી...
જેલમાં ટેવ પડી ગઈ હતી...વિજય નામ ના એક માણસે ટેવ પાડેલી મને..જેલમાં એના માટે બોક્સ આવતા સિગારેટ્સ ના...એમાંથી મને સ્પેશિયલ આપતો...કે લે ભાઈ ફૂંક હવામાં જોઈને..ટેંશન બધું હવામાં ધુમાડો બનાવીને ઉડાડી દે...
*
સનમ હોટેલ ની રૂમના બહાર ઉભી છે..
હર્ષ : ચલને અંદર...કેમ ઉભી રહી ગઈ છો..
સનમ : કઈ નહિ...દિલ એકદમ શાંત થઈ ગયું છે...આટલા દિવસો પછી એને જોઇશ...ખબર નહિ કેમ પણ આ સપનું જ લાગે છે...
ધ્રુવ : એ તો જ્યારે કાર્તિક તને બોલાવશે બાથ ભરીને ત્યારે લાગશે...જલ્દી કર...પેલો રાહ દેખતો હશે..
ત્યાં જ નૈતિક એ ચાવીથી રૂમ ખોલ્યો..અને બધા અંદર આવ્યા..સનમ આજુબાજુ જોવા લાગી..ઘરમાં કોઈ આવ્યાનો અવાજ સાંભળીને ખબર પડી ગઈ કે દોસ્તો બધા આવી ગયા છે...મને એમ કે પેલા લોકો એકલા જ આવ્યા હશે..કારણ કે મેં એકલા જ આવવાનું કહેલું...મને એમ કે આવ્યા તો ભલે આવ્યા..હું તો બાલ્કનીમાં ઉભો ઉભો સિગારેટના કશ લઈ રહ્યો હતો...
ત્યાં જ અચાનક એક અલગ જ ફિલિંગ મહેસૂસ થઈ...દિલ નું પણ કેવું કે પોતાનું જ રડાર ફિક્સ હોય...ગમે એ હોય પકડી પાડે...
હજુ તો ધુમાડો ઉડાડયો હવામાં અને બીજો કશ ખેંચવા ગયો ત્યાં તો મને પાછળથી કોઈએ બાથ ભીડી લીધી...સનમ નો સ્પર્શ હજુ પણ નહોતો ભુલ્યો..તરત જ ખબર પડી ગઈ કે આ સનમ જ છે...અચાનક એને સિગારેટની ગંધ આવી...તો એને મને આગળ ફેરવ્યો..અને હાથમાં સિગારેટ જોઈ ગઈ...તરત જ ફેરવીને એક લાફો માર્યો...
સનમ : થોડાક મહિનાઓ એકલો શુ મુક્યો...તું તો સિગારેટ પીવા લાગ્યો.. ખબર પણ છે કે સ્મોકિંગ ઇસ ઈંજુરીયઝ ટુ હેલ્થ...
તે બહુ જ ગુસ્સામાં આવી ગઈ...એને જોઈને શાંતિ મળી..આવા તણાવમાં પણ..તે બોલતી જ જતી હતી...કેટલા મહિને એનો અવાજ સાંભળ્યો...તરત જ સિગારેટની બાલ્કની બહાર ફેંકી દીધી...અને સનમ ને બાથ ભીડી લીધી...
પેલા બધા ત્યાં ઉભા ઉભા જોઈ રહ્યા હતા...
સનમ : છોડ મને..છોડ..મારા જોડે વાત જ ના કરતો...
એમ કહી મને દૂર કરીને ધક્કો માર્યો..
પેલા લોકો વિચારમાં પડી ગયા આને શુ થયું...તે અંદર રૂમમાં જતી રહી...પેલા લોકો ને પણ ધક્કો મારીને અંદર જતી રહી..
હું હર્ષ સામે જોતો હતો એ ધ્રુવ સામે...અને ધ્રુવ નૈતિક સામે...
me : સનમને અહીંયા લાવવાનો પ્લાન કોનો હતો??એકબીજા સામે જોયા વગર સાચું બોલો..
પેલા લોકો નીચું જોઈને ઉભા હતા..મારો અવાજ કદાચ સનમ સાંભળી ગઈ...અને પાછી તે રૂમમાંથી બહાર આવી...ચાલતા ચાલતા તેની લટો પાછી તેના ચહેરા વચ્ચે આવી રહી હતી...એની માંગ ભરેલી હતી સિંદૂરથી..છેલ્લે જોયેલી ત્યારે કેવી નાજુક હાલતમાં હતી..એને જોઈને બધો ગુસ્સો શમી જતો..
સનમ : મારો જ બધો પ્લાન હતો....બોલ શુ કરી લઈશ તું??બોલ ને...શુ ઘુરે છે??બોલ શુ કરી લઈશ તું...
તે આવીને મને ધક્કા મારીને વાત કરવા લાગી...પેલા બધા હસવા લાગ્યા..
me : સનમ શાંત થા...કેમ આટલી ગુસ્સે છો...
સનમ હજુ પણ મને ધક્કા મારીને પાછળ ખસેડતી હતી..
સનમ : ના...તારા મન માં તું ડોન બની ગયો છે..મનમાં આવશે તો જ મળીશ...નહિતર નહિ મળે..શુ સમજે છે..
એનો અવાજ ગળગળો થઈ રહ્યો હતો..
સનમ : તારા માટે મમ્મી પપ્પા બધાથી ઝઘડો કરીને આવતી હતી હું તને મળવા જેલમાં...ત્યાં પણ ના મળ્યો..લગ્ન કરીને જેલમાં ભાગી ગયો...એકવાર પણ મળવા ના દીધું..પાછું હજુ પણ નહોતો મળવા માંગતો મને..શુ બીજી છોકરી ગમી ગઈ છે બોલને??બોલ..
તે ધક્કા મારતા મારતા જ બોલતી હતી.. તેના અવાજથી જ ખબર પડતી હતી કે એ કેટલી તડપી છે..
મેં તેને બાથ માં ભરી લીધી...અને હજુ તે દૂર જતી હતી..પણ આ વખતે તો એકદમ કસીને પકડી રાખી...
me : સનમ...કેમ રડે છે તું??તું ના રડે એટલે તો આટલી મોટી મહાભારત ખેલી નાખી છે...અને હવે તું કેવી વાત કરે છે તું??તારા સિવાય કોઈ છોકરી સામે જોયું પણ નથી...અને પતિ ને આવી રીતે મારીને સ્વાગત કરવાનું...તારા માટે જ તો બધું કરું છુ..નહિતર તને ખબર તો છે કે તારા વગર હું નથી રહી શકતો..
હવે તે શાંત થઈ..પણ એના આંસુ તો ચાલુ જ હતા..હવે તેને પણ એના હાથ માર ફરતે વીંટાળી લીધા...
me : હવે તો રડવાનું બંધ કર...એક તો શર્ટ નથી પહેર્યો અને તું મને અહીંયા આંસુથી ઉભા ઉભા નવડાવે છે...આમ જો..હવે એક સમાજ સેવા કરી લે..અહીંયા છે ને જમવામાં મીઠું ઓછું છે સાવ..આ લોકોને મોંઘુ પડતું હશે..હજુ રડ એટલે અહીંયા એક નાનું સરોવર ભરાઈ જાય...ખારા પાણીનું...પછી આ લોકો મીઠું બનાવી લેશે એમાંથી..
પેલા બધા ઉભા ઉભા હસવા લાગ્યા..
સનમ કાનમાં ઉભા ઉભા જ બચકું ભરી લીધું..
me : જો..પછી આવી રીતે બચકા ભરશે...
હર્ષ : રહેવા દે ને...શુ કામ બિચારીને હેરાન કરે છે.
me : બિચારી મને ક્યારની નવડાવે છે ખારા પાણી એ એ નથી દેખાતું...પછી બચકું ભરે છે.
સનમ : તને તો ખાઈ જ જવાની છુ હું...બહુ હેરાન તો તે કરી છે..
ધ્રુવ : હવે તો થોડીક શરમ કરો...હોટેલ છે...ના નહીં..પણ અમે પણ છીએ..અહીંયા...
સનમ : તો કોને રોક્યા છે??હું નથી મુકવાની આને..
હું હસ્યો...
me : હવે મોડી રાત થઈ ગઈ છે...સુઈ જા....મારે થોડીક કામ ની વાતો કરવાની છે..
સનમ :તું પણ ચલ...
me : મારે કાલે એક કામ માટે જવાનું છે..તો થોડીક ચર્ચા કરવી પડશે...
સનમ : હું આટલા દિવસે મળી તો પણ મને મૂકીને કામની વાતો??મને બધી તો ખબર નથી..પણ અંદાજો છે...તું મારી સાથે બેસજે...હું સુઈ જઈશ..તમે લોકો વાતો કરજો...તને હવે એકલો તો ના જ મુકું..અને કાલે શુ કામ છે??કાલે આપણે ક્યાંક જશું ફરવા....
*
વાતો કરતા કરતા સનમ મારા ખભે માથુ રાખીને સુઈ ગઈ હતી...હું પલંગ પર સૂતો હતો...મારી બાજુમાં પેલા ત્રણ ખુરશી લઈને બેઠા હતા...
નૈતિક : હવે સનમ સુઈ ગઈ છે...બોલ શુ ખબર પડી??
me : કાલે આપણે બધાને ખબર પડી જશે કે કોનું ખૂન કરવાનું છે...તો આપણે કાલથી જ તૈયારીઓ ચાલુ કરી દઈશું..
હર્ષ : સનમનું શુ કરીશું??તેને ક્યાં રાખીશું..
me : એટલે જ ના પાડતો હતો કે આને અહીંયા ના લાવતા...દેખાતું જ હશે તમને કે તે જરા પણ નથી રહી સકતી મારા વગર...
ધ્રુવ : તેને તારા પપ્પાના ઘરે પાછી મુકી આવીએ તો??
me : તે નહિ માને...તે મને મુકીને હવે કોઈ પાસે નહિ જાય...એના મનમાં..એક ડર આવી ગયો છે મને ખોઈ દેવાનો..અને એમાં કાઈ ખોટું પણ નથી...એને બહુ વેઠયું છે મારા લીધે...
હર્ષ : હજુ પણ સમય છે...સનમ તને આટલો પ્રેમ કરે છે..તું એને આટલો પ્રેમ કરે છે...તો પછી..ભાગી જાને..બીજા દેશમાં...આટલા બધા રૂપિયા તો છે...આટલી મોંઘી કાર છે..શુ કામ લાઈફ બગાડે છે..
me : એટલે સનમને હું જ્યા ત્યાં ભગાવતો ફરું??સનમ જો સેફ રહી સકતી હોય તો હું આજીવન જેલમાં રહેવા તૈયાર છું...પણ કોઈ સનમને સુરક્ષિત રહેવા જ નથી દેવાનું...અને એનો એક જ ઉપાય છે..કે જેના લીધે સનમ સામે કોઈ આંખ ઉપાડીને જોઈ પણ ના શકે..
નૈતિક : શુ ઉપાય છે??
ધ્રુવ : જગન્નાથનો માણસ બની જવાનું??એ જ ઉપાય છે..
me : ના...
હર્ષ : તો પછી??કયો ઉપાય છે??
me : હવે કાલે સવારે જાગવાનું છે...સવારોસવાર નથી જાગવાનું...જાવ..સુઈ જાઓ...
એમ બોલીને સહેજ હસ્યો..
એ લોકો અજીબ નજરે મને જોતા જોતા બીજા રૂમમાં ગયા...કેવી નાદાન વાતો કરતા હતા કે...દેશ છોડીને ભાગી જવાની વાતો કરે છે.
મેં સનમ સામે જોયું...એની ડોકી સરખી કરીને..સુવડાવી દીધી...કાલની રાહ જોવા લાગ્યો..
*
રાતે મારા ફોનમાં એક ફોટો આવ્યો...ચેહરો જોયેલો લાગ્યો...ત્યાં જ ફોન વાગ્યો..
જગન્નાથ : ચેહરો જોયેલો લાગ્યો હશે...
me : હા..ક્યાંક તો જોયા છે આમને..
જગન્નાથ : મારી જ પાર્ટીના મુખ્ય અધ્યક્ષ કેશવ વર્મા છે..હા..હું એક પોલિટીશિયન પણ છુ...એને જ મારવાનો છે...એને મારી નાખ...મારો ભરોસો જીતી લે...પછી જિંદગીમાં કોઈની ગુલામી નહિ કરવી પડે...મારા સિવાય..
એમ બોલીને તે હસ્યો...
*
સવારે બહારના રૂમમાં મારી સભા ચાલુ હતી..હર્ષ,નૈતિક અને ધ્રુવ સાથે...સનમ સુઈ રહી હતી..
હર્ષ : કેશવ વર્માને મારવો એટલે જાતે જ કબર ખોદી લેવી...અધ્યક્ષ છે...કૈક તો ઈજ્જત કરો..ડર તો રાખો થોડોક..
me : ગમે તે હોય...શુ ફરક પડે છે??મેં એક વાત તો શીખી લીધી છે કે...૯૯% લોકોએ આખી જિંદગી કંઈકને કંઈક ખરાબ કામ તો કર્યા જ હોય...તો આપણે એને એ વાતની સજા દઈ રહ્યા છે એવું સમજી લેશું....
નૈતિક : આપણે જગ્ગુને બઢાવો દઈ રહ્યા છીએ...કેશવ વર્મા ને મારી નાખીશું...તો એ બનશે પાર્ટી અધ્યક્ષ...એ તો મનફાવે એમ કરશે..
ધ્રુવ : મને ટ્રસ્ટ છે કાર્તિક પર...એ કોઈને ફાયદો નહિ લેવા દે...જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી...બધો ફાયદો આપણેને જ છે...
me : તું બધા કરતા વધારે સમજદાર છો...
હર્ષ : તો બોલો ડોન સાહેબ..શુ કરવાનું છે...તમે શું રમત રમો છો...એ ક્યાં કોઈ દિવસ કોઈને કીધું છે...બાકી વિશ્વાસ તો મને પણ આવવા લાગ્યો છે કે જગન્નાથ ભલે બધાનો બાપ બને...પણ તું એનો પણ બાપ નીકળવાનો છો...
એમ બોલીને બધા હસવા લાગ્યા...
ત્યાં જ સનમ ઉઠીને બહાર આવી...
me : ગુડ મોર્નિંગ....સનમ
સનમ એક સ્માઈલ આપીને મારા તરફ જ આવતી હતી...
me : ફટાફટ તૈયાર થઈ જા...જો...તારા માટે નવા કપડાં મંગાવ્યા છે...લઈ જા...
જવાબમાં તે ખુશ થઈને ફક્ત હસીને જતી રહી...
મેં હર્ષ તરફ પૈસાના સાત થોકડાઓનો ઘા કર્યો...
me : તમે ત્રણ...બે ત્રણ દિવસ માં કેશવ વર્મા ની કુંડળી કાઢો...પૈસા હજુ જોતા હોય તો હજુ મળી જશે...અને તમારા માટે બીજી કાર મંગાવી છે...હમણે એક વાગતા આવી જશે...રખડો...ગમે તે કરો...ગમે એટલા પૈસા ખવડાવો...એની જીવન કુંડળી તમે કાઢો એની મરણ કુંડળી હું કાઢીશ..
ધ્રુવ : કેમ ભાઈ...તું નહિ આવે અમારા સાથે??
me : મારે આજે મુવી ડેટ માં જવાનું છે..મારી વાઈફ સાથે...સો..સોરી..
એમ બોલીને હું પણ કપડાં બદલવા જતો રહ્યો...અને એ લોકો પૈસા લઈને નીકળી ગયા બીજી કારમાં..
નૈતિક : કાર્તિક યાર...હદ બહારનો બદલાઈ ગયો છે....એમ લાગે છે કે એને બધી ખબર જ છે કે હવે શું થવાનું છે...એના અંદર આત્મવિશ્વાસ છે..
ધ્રુવ : વિશ્વાસ છે મને તો પૂરેપૂરો...તે આપણા નસીબમાં ચાર ચાંદ લગાવી દેશે...શુરુઆત તો જો...પોતાની કાર...આટલા બધા રૂપિયા..જો મારા બન્ને હાથમાં રૂપિયા છે...છતાં પણ હાથ ઓછા પડે છે...
હર્ષ : પ્રોબ્લેમ એ જ છે કે તેના મનમાં શુ ચાલે છે.. એ નથી કહેતો એ...કારણ કે મને ખબર છે ત્યાં સુધી એ કોઈના ઈશારા પર કામ કરે એવો છે જ નહીં..
ધ્રુવ : અત્યારે કામમાં ફોકસ કરીએ...પછી મોજ કરીશું...આટલા રૂપિયા છે....
ધ્રુવ બધા કરતા વધારે ખુશ હતો...એને વિશ્વાસ હતો પૂરેપૂરો મારા પર...એટલે એ ઝડપથી કામ પતાવવા માંગતો હતો...
*
સનમ હાઈ વેસ્ટ જીન્સ અને ઓફ શોલ્ડર ડ્રેસ માં રેડી હતી મારા સાથે બહાર જવા...
me : અરે...લાગે કે કાલની જ વાત છે કે..મેં તને ગણેશ વિસર્જનમાં નાચતા જોયેલી...
હું એને ગોગલ્સ પહેરાવતા બોલ્યો..
સનમ : મેં પણ સગાઈ પછી ફક્ત સાડીઓ જ પહેરેલી....પણ તું તો યાર...એકદમ હીરો માફક લાગે છે..તને ખરેખર દાઢી જબરદસ્ત લાગે છે..
મેં કારની ચાવી હાથમાં લીધી...અને સનમની વાતને ઇગ્નોર કરી..સનમ તરફ હાથ લાંબો કર્યો..એને હાથમાં હાથ મુક્યો...તો એને લઈને હું બહાર ચાલતો થયો..
me : આજે...મુવી જોઈશું....તારા માટે ઢગલો શોપિંગ કરીશું...રખડીશું...
એ તરત જ ઉછળી પડી...
સનમ : આ કાર...આપણી છે??
me : હવે તું ફક્ત આંગળી મુક...એ બધું આપણું જ છે...આ કાર તો શું...બધું આપણું જ હશે...ટૂંક સમયમાં..
સનમ : કાર્તિક ખરેખર તું બહુ બદલાઈ ગયો છે...
me : જે પણ છે...બધું ફક્ત તારા માટે જ છે...તારા માટે બદલાઈ પણ જઈશ...અને બદલી પણ નાખીશ...
મેં કારનું એસી ચાલુ કર્યું...તેને મારો હાથ પકડ્યો..
સનમ : કાર્તિક મારે આવું કઈ નથી જોઈતું...એમનેમ પણ ચાલશે...આપણે એકલા ક્યાંક જતા રહેશું...તારે ઈચ્છા વગર આવા કામ કરવાની જરૂર નથી...
me : શુ એસી નથી જોઈતું...કાઈ વાંધો નથી...
સનમ : તને સારી રીતે ખબર છે હું શું બોલી રહી છુ....
me : તને વિશ્વાસ છે મારા પર??
સનમ : પાગલ નથી હું કે...મારા બાપને મૂકીને તારા જોડે આવી ગઈ છુ...વિશ્વાસ ની વાત કરે છે...આટલી તકલીફ ફેસ કરી ફક્ત તારા માટે...મને તારી કેર છે...એટલે બોલું છું...તને ખબર જ છે કે તારા વગર નથી રહેવાતું મારાથી..તને કંઈક થશે તો મારો તો જીવ જ નીકળી જશે યાર...
me : વિશ્વાસ છે ને તો પછી બસ...તને હું કઇ નહિ થવા દવ...
સનમ : વાત મને કંઈ થઈ જાય એની નથી..વાત તને કઈ ના થઇ જાય એની છે...હું નાનપણથી આવા લોકો વચ્ચે જ મોટી થઈ છુ...મારા માટે કોઈ મોટી વાત નથી...પણ જો તને કઈ થઈ ગયું તો..
me : ચેન્જ કર ટોપિક ને...સ્કીપ કર..
સનમ : સ્કીપ કરી દેવાથી વાત નથી બદલાઈ જતી...
me : તું મારો રોમાન્ટિક મૂડ બગાડવા માંગે છે??તારા માટે મેં પેલા નમૂનાઓને જોખમી કામ માં પણ એકલા મોકલ્યા છે...બોલ શુ કરવું છે??મને ભાષણ દેતી રહીશ...કે પછી મારો સાથ દઈશ...તારા પર છે...જો તારા મનમાં એમ હોય કે કાર્તિક હવે સારો માણસ નથી રહ્યો તો તને જ્યાં જવું હોય ત્યાં મૂકી આવું...અને જો જરાક પણ પ્રેમ હોય અને જો પોતાના કરતા પણ વધારે વિશ્વાસ હોય તો સાથ દે મારો...
સનમ ને કદાચ મારા શબ્દો દિલમાં લાગ્યા....તે કારથી નીચે ઉતરીને જવા લાગી...બની શકે કે મારી વાત કરવાનો તરીકો નહિ ગમ્યો હોય...પ્રેમની કદર કરતા ભૂલી ગયો લાગુ છુ..
સનમ થોડી દૂર જઈને ઉભી રહી ગઈ...પછી પાછી આવવા લાગી કાર તરફ...અને કારમાં આવીને મારી સીટમાં મારો હાથ પકડીને બેસી ગઈ...
me : શું થયું???ના ગઈ મને છોડીને...
સનમ કાઈ બોલી નહિ...થોડીક વાર શાંત વાતાવરણ રહ્યું..
સનમ : તારા માટે એટલો પ્રેમ છે..કે ગમે એટલી ધમકાવી દે મને...બદનામ કરી દે....તું મારા પર હાથ પણ ઉપાડીશ...તો પણ હવે તને મૂકીને નહિ જાવ...હું જ પાગલ છુ...તારા પર વગર કારણે શક કરું છુ...હું જ એવી છુ...આઈ એમ સોરી..
હુ જરાક હસ્યો એની નિર્દોષતા પર....નહિતર બીજી કોઈ હોત તો ખબર નહિ કેટલા નાટક થાત...
me : તું ખાલી સાથે હોય આવી રીતે...તો ગમે એ અઘરું કામ કરી શકું છું...પણ જો તું સાથ નથી દેતી ને તો ઈચ્છા જ નથી થવાની...તું બસ મારી સાથે રહે...મોજ કર..રખડ મારા સાથે...બીજું બધું ટેંશન મારા પર છોડી દે...મારુ પ્રોમિસ કે હું કોઈને કાઈ નહિ થવા દવ...બસ..
સનમ : સિગારેટ પણ નહીં પીવે...પ્રોમિસ કર..
me : અરે તું છે તો પછી બીજા નશા કરવાની જરૂર જ નથી..
સનમ : મૂવીમાં લેટ થઈ ગયું...જલ્દી કર...
મને ભૂલ નો અહેસાસ હતો કે....સનમને તો બસ મારી ચિંતા હતી...સોરી તો મારે કહેવું જોઈએ...પણ એ બોલતી હતી...હવે અમુક લોકો આને રૂપિયા અને સત્તાની લાલસા સમજશે...પણ મારા માટે ફક્ત સનમ ને બધી ખુશી આપવી અને સેફ રાખવી જ મહત્વની હતી..એના માટે ગમે એ હદ સુધી જવું જરૂરી જ નહોતું લાગતું...પણ આવશ્યક અનિવાર્ય લાગતું હતું...
*
હવે બસ થોડાક મર્ડર કરી નાખીને ભરોસો જીતી લઉં..પછી તો મજા જ છે....પણ મર્ડર કરવા કઈ રીતે...એ પણ પાર્ટી અધ્યક્ષનું...જોઈએ જોઈએ....કાર્તિકના ફેમિલી નું શુ થયું??કાર્તિક જીવે છે કે નહીં કોઈએ કીધું કે નહીં એ લોકોને...સનમ ક્યાં સુધી શાંત રહી શકશે..અથવા એમ કહોને કે કયા સુધી કાર્તિક બન્ને કામ જોડે કરશે...સનમને પ્રેમ કરવાનું અને ગુજરાતના નાથ બનવાનું....જોઈએ..
💓💓JUST KEEP CALM ND SAY RAM💓💓
On insta : @cauz.iamkartik