AFFECTION - 7 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 7સનમ તો મને વિચારતો કરીને બહારથી દરવાજો બંધ કરીને જતી રહી હતી એટલે પછી હું બારી બહાર જોતો જોતો સનમ વિશે જ વિચારી રહ્યો હતો.....ત્યાંજ પાછળથી દરવાજો ખોલીને એક છોકરી અંદર આવી અને હું તો બારી તરફ મોઢું રાખીને વિચાર માં તલ્લીન હતો..તો તે મારા બાજુ માં આવીને ઉભી રહી ગઈ...અને બોલી," તબિયત કેમ છે હવે??"

મેં જરાક ફરીને જોયું તો મને લાગ્યું કે આ જાનકી જ હોવી જોઈએ...મારા ઉંમરની હશે કદાચ. આમ તો જાનકી ગોરી હતી ,જો સનમ મારા પાસે ના હોત તો કદાચ....હું વિચારત જાનકી વિશે...પણ હવે મતલબ જ નથી. મેં અંદાજો લગાવી લીધો કે સનમની જાણબહાર આવી હશે.

me : બસ,હવે તબિયત સારી છે મારી...વધારે ચિંતા ની વાત નથી...

જાનકી : સનમ તો ના પાડતી હતી છતાંપણ આવી છું અહીંયા,જો કંઈપણ થાય તો સંભાળી લેજે..

me : તો પછી જતી રે બહાર...મારે તારું કામ જ નથી..અને એમપણ જો સનમ જોઈ ગઈ તો તને છોડશે નહીં..

જાનકી : મને ખાલી એકવાત નો જવાબ દે..તે સનમ માટે આટલું જોખમ કેમ લીધું?? તને પણ ખબર જ હશે કે જો 20 લોકો નું ટોળું તને જાનથી પણ મારી નાખતા તો પણ કોઈ ફરક ના પડત...છતાંપણ તે આવું કેમ કર્યું...મને ખાલી એ જ પૂછવું છે..

me : મારુ હાલ મૂડ નથી તને જવાબ દેવાનું....તું અત્યારે બહાર જતી રહે...

જાનકી : તું આટલો ગુસ્સે ના થા...હું જાવ છું.....

એમ કહીને તે બહાર જતી રહી..એક તો મગજ ગુસ્સે હતું જ એની માં લક્ષ્મી પર અને એના પર પાછું એની છોકરી પંચાત કરવા આવી...

અને ત્યાં બીજી બાજુ લક્ષ્મીફોઈ સનમ ના બાપા વિરજીભાઈ ને ગોતતા ગોતતા એમના ખેતરે આવી ગયા...જ્યાં સનમ ના બાપા હોકો ફૂંકતા હતા...અને મોટી બેન ને જોઈને જ એ આશ્ચર્ય પામ્યા કારણકે હજુ એમના પ્રવાસ પૂરો થવાને બહુ વાર હતી અને છતાંપણ તે વહેલા આવી ગયા હતા..

વિરજી : અરે મોટીબેન તમે આટલા વહેલા આવી ગયા...અમને જાણ પણ ના કરી..આવો બેસો

એમ કહીને એમને ખાટલા માં જગ્યા કરી આપી..એટલે લક્ષ્મીફોઈ ત્યાં બેસ્યા. લક્ષ્મીફોઈ ને પૂછવું તો ઘણું બધું હતું સનમ અને મારા વિશે પણ એમને અત્યારે પૂછવું યોગ્ય ના લાગ્યું..એટલે એમને બીજી વાતો ચાલુ કરી.

ફોઈ : આ તો થયું કે બહુ ફર્યા બહાર હવે કંટાળી ગયા અને તમારા બધાની યાદ આવી ગઈ એટલે પાછા આવી ગયા...બાકી ઘર માં બધું કેમ ચાલે છે...મારા ગયા પછી કંઈ ધમાલ તો નથી કરીને કોઈએ....

લક્ષ્મીફોઈને એમ કે આમ બોલવાથી લગભગ વિરજીભાઈ મારા વિશે બોલી દે...

વિરજી : અરે ના રે ..બધા મોજ કરે છે ગામમાં..

ફોઈ : સનમ દીકરી ને મળવા ગઈ પણ એને રૂમ નો દરવાજો જ ન ખોલ્યો..તે બીમાર છે કે શું???

વિરજીભાઈના જવાબ ના આપવા પર ફોઈ એ બીજો તરીકો અપનાવ્યો...

વિરજી : હા...તમારા માટે એક ખુશખબર છે...પણ હું તમને હાલ નહિ કહું મોટીબેન....બીજી બધી વાતો આપણે પછી કરશું....
એમ બોલીને વિરજીભાઈ જતા રહ્યા....પણ એમને ક્યાં ખબર હતી...કે લક્ષ્મીફોઈ ને બધી જ ખબર છે કે ઘર માં શુ ચાલી રહ્યું છે..

લક્ષ્મીફોઈ ત્યાંથી સીધા નિસર્ગ પાસે ગયા...
નિસર્ગ મુસાફરીમાંથી થાકી ગયો હશે...એટલે સુઈ ગયો હતો...ત્યાંજ ફોઈ એ એનો કાન ખેંચીને એને ઉઠાડ્યો...

નિસર્ગ :મમ્મી કાન છોડો....બોવ દુખે છે....એકતો થાકેલા માણસને તમે સુવા પણ નથી દેતા..પાછું હાલ કાન પણ નથી મુકતા....

ફોઈ : બોલ સનમ અત્યારે છે???જવાબ આપી દે હું તારો કાન મૂકી દઈશ....

નિસર્ગ : અરે હશે એના રૂમમા....હું આરામ કરી લવ...થોડોક સાબુ ઘસીને નાહી લવ પછી જાવ એને મળવા હીરો બનીને ....અત્યારે શુ છે...

ફોઈ : તું સાબુ ઘસતો રહી જઈશ..અને પેલો જુવાનિયો..સનમ ને ઉપાડીને લાઇ જશે...અત્યારે જ જા સનમ પાસે વાત કર જા...

નિસર્ગને કાઈ ખબર નહોતી પડતી કે એની માં શુ બોલી રહી છે એટલે પછી એને લક્ષ્મીફોઈ એ બધી વાત કહી...એટલે તે ગુસ્સા માં આવી ગયો...

નિસર્ગ : છે...ક્યાં તે છોકરો...હાલ જ એને મારીને ભગાડી નાખુ..

ફોઈ : જ્યાં ગરમ થવાનું છે ત્યાં ગરમ થા દીકરા....છોકરા પાસે જવાનો સમય નથી હાલ...હાલ સનમ પાસે જા એના જોડે બે મીઠી વાત કર...તારી થનારી પત્ની છે તે..જા બેટા..

આવું બોલીને નિસર્ગને સનમ પાસે વાત કરવા મોકલ્યો...

સનમ રસોડામાં બેસીને વિચારી રહી હતી કે આજે કાર્તિક પાસે જમવામાં શુ લઈને જાવ....એટલે તેને જોઈને તેની નોકરાણી સેજલ એ પૂછ્યું...

સેજલ : કેમ તમે આટલું બધું વિચારો છો સનમબેન??જે હું બનાવીશ તે તમે જમાડી દેજો એને...બધા જમશે તમારા સાહેબ પણ એજ જમશે ને..કે પછી તમે એનો અલગ વેંત કરી રાખ્યો છે...
એમ કહીને સેજલ હસવા લાગી...

સનમ : તું શાંતિ રાખ..કાર્તિક નું જમવાનું હું જ બનાવીને લઇ જઈશ અને ત્યાં સુધી કોઈ બીજાનું પણ જમવાનું નહિ બને

સેજલ : અરે સનમબેન...તમે કોઈ દિવસ માલિક માટે પણ કશું નથી બનાવ્યું...તો પછી શું કામ ખોટી મહેનત કરો છો....અરે તમારા ફોઈને ખબર પડશે તો બહુ મગજમારી થશે...

સનમ : પહેલે તો તું બહાર નીકળી જા રસોડામાંથી..કાર્તિકને ભૂખ લાગી હશે...

સેજલ ને ખબર પડી ગઈ કે એના સનમબેન પ્રેમ માં પાગલ થઈ ગયા છે એટલે તે શાંતિથી બહાર નીકળી ગઈ...

ત્યાં નિસર્ગ સનમને ગોતતો ગોતતો આખી હવેલી ફેંદી રહ્યો હતો....પણ એને સનમ નહોતી મળી રહી...છેલ્લે જ્યારે નોકરાની ને પૂછ્યું તો એને કીધું કે તે રસોડામાં છે જમવાનું બનાવે છે તે સાંભળીને નિસર્ગને લાગ્યું કે ચાલો પહેલીવાર સનમ ના હાથ નું જમવા મળશે...એમ વિચારી તે રાજી થયો..

નિસર્ગને થયું કે અત્યારે સનમને રસોડામાં મસ્ત જમવાનું બનાવા દઉં....રાતે જ્યારે પીરસવા આવશે..ત્યારે ભરી ભરીને વખાણ કરીશ..અને બધી વાત કઢાવી લઈશ પેલા છોકરાને લઈને...એમ વિચારી તે પાછો પોતાના રૂમ માં ચાલ્યો ગયો.


અહીંયા સનમ પોતાની મમ્મી એ શિખવાડેલ બધી યાદો ને તાજી કરીને કાર્તિક માટે જમવાનું બનાવતી હતી...

ઘણા વર્ષે બનાવ્યું હશે....એટલે એને બહું વાર લાગી બનાવતા..સનમ રસોડા માં જમવાનું બનાવતી હતી એટલે સેજલ બીજા લોકોનું જમવાનું ના બનાવી શકી....સનમ એ કાર્તિક માટે બનાવી લીધુ પછી સેજલ એ ફટાફટ બીજા લોકો માટે રસોઈયા ને બોલાવીને જમવાનું બનાવી લીધું...

જ્યારે સનમ એ મારી સામે જમવાનું મૂક્યું...તો બે ઘડી તે મારી wife જ હોય તેવી ફીલિંગ આવી એટલે હું સહેજ હસ્યો..લાવી લાવીને પણ પંજાબી બનાવી ને લાવી હતી.પનીર નું શાક અને દેશી ગુજરાતી પરોઠા.એના બનાવેલા પરોઠા જોઈને જ ખ્યાલ આવી જાય કે આ પરોઠા બનાવવા પાછળ બહુ નાજુક પણ કલાકારી વાળા હાથ હોવા જોઈએ...

સનમ : હસવું કેમ આવે છે તને??એટલું બધું પણ ખરાબ નહીં બનાવ્યું મેં..પેલે ટેસ્ટ કરીને તો જો....આવું તો તે 5 સ્ટાર હોટેલ માં પણ ના ખાધુ હોય....

હજુ તો બટકું તોડીને ચાખવા જાવ છું ત્યાં તો મારો હાથ રોકી લીધો....

સનમ : પહેલે બોલ તો ખરા કે તને હસવું કેમ આવ્યું?

me : અરે કંઈ નહીં.....મને ઘડીક વાર માટે એમ લાગ્યું કે just તું મારી wife છો એટલે તે મને જમવાનું પીરસ્યું આવી રીતે....પછી વિચાર્યું કે ના એવું કંઈ નથી એટલે પછી હસવું આવી ગયું...

સનમ : પાગલ છો તું સાવ...ખાલી તું કાલે જો મારા બાપા તને મારો મંગેતર જાહેર કરી દેશે...આખા ગામ સામે...એટલે હું તારી wife બની જ ગઈ એમ કહું તો પણ ચાલે...

એમ બોલીને પોતે જ મારા હાથ માંથી બટકું લઈને પોતે જ ખાઈ ગઈ...મેં કીધું હશે એને ચાખવું હશે કે પોતે કેવું શાક બનાવ્યું છે....પછી મેં બીજું બટકું લીધું મોઢા માં નાખવા જતો હતો તો તે પણ પોતે મારા હાથ જોડે આવીને પોતે જ ખાઈ ગઈ....ખાતી તો ભલે પણ આતો મારી આંગળીઓ માં બચકા ભરી લેતી પોતે ખાતી વખતે...

me : તું મારા માટે બનાવીને લાવી છો કે પછી તારા માટે.??

સનમ : બહુ બધું પડ્યું છે ...તું ચિંતા ના કર..તું મને ખવડાવ્યા રાખ પછી પણ ઘણું વધશે..તેમાંથી હું તને ખવડાવી દઈશ..
એમ બોલીને તે હસવા લાગી..

હું ના પણ ના જ પાડી શક્યો એને કારણકે તે જે રીતે તેની આંખો નચાવતી તે જોઈને કોઈ ના પાડી જ ના શકે.પછી તેને પણ મને જમાડયુ....પણ મને એવી આદત નહોતી એટલે મેં ના પાડી..
સનમ : તને મારા આટલા નાજુક હાથોથી ખવડાવું છુ પછી પણ નાટક કરે છે..તું...શાંતિ થી જમી લે હું તને એક એક કોળિયો ખવડાવીશ આજે તો..

me : બસ કર યાર....પેટ ફાટી જશે....

સનમ : તને ફટાફટ સાજો કરી નાખું...એટલે જો પછી આપણે આખા ગામ માં રખડીશું...મજા જ આવશે...ગાડી લઈને ફરવા જઈશુ....તું ખાલી ફટાફટ સાજો થઈ જા..

ખબર નહિ હજુ કેટલો સાજો કરવા માંગતી હતી મને..આ બધું બહારથી જાનકી સાંભળી રહી છે એની મને ક્યાં ખબર જ હતી...બિચારીનો જીવ બળતો હશે...સનમ ને આટલી ખુશ જોઈને.

ત્યાં નીચે બધા જમવા બેઠા હતા...નિસર્ગને એમ કે સનમ એ બનાવ્યું છે જમવાનું એટલે તે વખાણ કરવા લાગ્યો..
નિસર્ગ : મમ્મી,આજે કેટલુ સરસ જમવાનું બનાવ્યું છે નહીં??

લક્ષ્મી ફોઈ: આપણે ઘણા દિવસે ફરી ને આવ્યા એટલે તને એવું લાગતું હશે ...મને કંઈ ખાસ નહિ દેખાતું ..

નિસર્ગ : અરે મામા..જમવાનું બહુ જ સરસ બનાવ્યું છે....શુ કેવું તમારું..???

વિરજીભાઈ : અરે...આ તો આપણા રસોઈયા ના હાથનો કમાલ છે....

નિસર્ગ : અરે આજે તો સનમે જાતે બનાવ્યુ છે...

વિરજીભાઈ : અરે ના બને....સનમ કોઈ દિવસ ના બનાવે..

નિસર્ગ : અરે સનમ આજે રસોડામાં હતી તે જમવાનું બનાવતી હતી આપણા બધા માટે...પણ તે હાલ ક્યાં છે??મેં જોઈ જ નથી..

સેજલ : સનમબેન આપણા નવા મહેમાન જોડે છે કહેતા હોય તો બોલાવી લાવું...

વિરજીભાઈ : ના સેજલ....રહેવા દે...ભલે રહી કાર્તિક પાસે...

નિસર્ગ : આ જમવાનું કોને બનાવ્યું છે સેજલ??

સેજલ : રસોઈયા એ જ બનાવ્યું હોય ને..

નિસર્ગ : તો તું ખોટું બોલી કે સનમ જમવાનું બનાવે છે??

સેજલ : ના ભાઈ ના.....સનમબેન એમના સાહેબ માટે જમવાનું બનાવતા હતા....

નિસર્ગ : તને ભાન પણ છે તું શું બોલી રહી છે....??
નિસર્ગ બહુ ગુસ્સે થઈ ગયો હતો....

વિરજીભાઈ : શાંત થઈ જા નિસર્ગ...સેજલ તું જા હાલ...
એમ કરીને તેમને સેજલને મોકલી દીધી પાછી..

લક્ષ્મીફોઈ : હવે તો બોલ વિરજી આ બધું શુ માંડ્યું છે ઘરમાં....
.
.
.
.
બિચારો નિસર્ગ..સનમ ના હાથના બનેલા ભાવતા ભોજનીયા તેના નસીબ માં લખ્યા જ નહીં હોય.અને હું સનમ ના જ સુંદર હાથોથી એનું બનાવેલું જમી રહ્યો હતો.....આહા...શુ સ્વાદ..

me : તું મને રોજ આવી રીતે જ તારા હાથે બનાવેલું જમાડીશ તો તું કહીશ તે કરીશ..

સનમ : એના માટે મિસ્ટર તમારે પહેલા લગ્ન કરવા પડે....આ તો મેં તને just demo આપ્યો....કે રોજ લગ્ન પછી આવુ અને આવી રીતે જમવા મળશે....ગમ્યુ??

એની આંખો ઊંચીનીચી કરીને એને પૂછ્યું.....જવાબ હું અહીંયા નથી લખવાનો કારણકે તે તમને પણ ખબર જ હશે..


આટલું રાખીએ....next part માં જોઈશું કે વિરજી ભાઈ શુ બોલશે લક્ષ્મીફોઈને??નિસર્ગ કાર્તિકને મારવા જશે???જાનકી નો શુ સીન છે???જોઈએ નિરાંતે...


?JUST KEEP CALM AND SAY RAM?


#keepsupport #staytuned #spreadlove
?????????????

DM me on insta : @ cauz.iamkartik

COMMENT. SHARE. FOLLOW.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED