Ghost park - 10 - last part books and stories free download online pdf in Gujarati

ભૂતિયો બગીચો - ૧૦ ( સંપૂર્ણ )

(આગળ જોયું કે હરેશ એની સાથે સુ બન્યું હતું એ સમર ને જણાવે છે... કેશવલાલ,કરણ અને રમણભાઈ ત્રણે અજીત ને લઈ બગીચે પોહોંચે છે)

બગીચે જતા જ બગીચા નો જાપો એકદમ થી ખુલી જાય છે... જાણે કોઈ રાહ જોઈ ને બેઠું હોય જાપો ખોલવા માટે....

કરણ - " રેખાબેન જોવો હુ તમારા ગુનેગાર ને લઈ આયો છું... તમને મે વચન આપ્યું તું એ પૂરું કર્યું....."

કોઈ અવાજ આવતો નથી..... રમણભાઈ ને કેશવલાલ થોડાક ડરતા ડરતા બગીચા ની અંદર ચાલતા જાય છે.....

બગીચા માં એકદમ સન્નાટો છવાયેલો હોય છે.... ઝીણો ઝીણો તમરા નો અવાજ આવી રહ્યો હોય છે......

રમણભાઈ - " કરણ તું અમને છેતરાવી તો નથી રહ્યો ને... અહીંયા તો કોઈ લાગતું નથી...ને તે તો કીધુ તું કે નાથુ કાકા પણ અહીંયા છે...."

"નાથુ કાકા, નાથુ કાકા" કરણ બૂમો પાડે છે...

" હુ અહીંયા છું" નાથુ કાકા ની બુમ સંભળાય છે ...બધા એ દિશામાં જાય છે..

અજીત એ કોશિશ માં હોય છે કે એ ક્યારે મોકો જોઈ ભાગી જાય...પણ કેશવલાલ ની મજબૂત પકડ એને જવા દેય એમ નથી...

બધા પરબ પાસે પોહોંચે છે.. ત્યાં નાથુ કાકા બેઠા હોય છે...

રમણભાઈ - " કાકા તમને બોલાવ્યા તો આયા કેમ નઈ બાહર"

ને નાથુ કાકા હાથ ઊંચો કરી આંગળી થી સામેની તરફ ઈશારો કરે છે...બધા એ દિશા માં જોવે છે....

અને જોવે છે તો.... સફેદ કપડાં માં... લાલ આંખો.... ને ઉડતા વાળ....ને લાંબા નખ... ને દાંત... એવું વિકરાળ સ્વરૂપ ધરી રેખા ની આત્મા દેખાય છે....

કેશવલાલ ને રમણભાઈ ના તો મોતિયા મરી જાય છે......ને અજીત એ જોઈ ને ભાગે છે.....

ત્યાં તો અજીત અધ્ધર હવા માં ઉછળી ને પછડાય છે... પછડાતા જ અજીત ઊભો થઈ શકતો નથી.....

ને રેખા એક ભયાનક અટહાસ્ય કરે છે... એક ક્ષણ માટે તો બધા ડરી જાય છે...

" હા હા હા હા.... અજીત મે તને પ્રેમ આપ્યો.... ને તે મને બદલામાં મોત આપી... હવે આજે તારી મોત છે.....આજે તને મારીને હુ મુક્તિ પામીશ... આજે કોઈ નઈ બચાવી શકે તને..."

" મને માફ કરી દે રેખા.... મે બઉ મોટી ભૂલ કરી છે...તારા પ્રેમ ને મે રમત સમજી રેખા...હુ તને મારવા નતો માંગતો...."

રેખા - " તો પણ તે મને મારી....એનો બદલો તારે તારા મોત થી ચૂકવવો પડશે ... હા હા હા "

નાથુ કાકા તક નો લાભ લઇ ત્યાં થી ભાગવાની કોશિશ કરે છે....

એ ભાગતા જેવા જાપા પાસે પોહોંચે છે કે સામે સમર, હરેશ અને મુકેશ મળે છે...

સમર - " ક્યાં ભાગો છો નાથુ કાકા.... તમારે પણ હિસાબ આજે જ પૂરો કરવાનો છે "

ને નાથુ કાકા ભાગે છે.. પણ કરણ એમને પકડી લે છે... ને પાછા પરબ પાસે લઈ જાય છે....

બધા પરબ પાસે પોહોંચે છે...

કરણ - " બોલો નાથુ કાકા..... આજે તમારો ગુનો કબૂલ કરો.... સુ પાપ કર્યું છે તમે..."

નાથુ કાકા - " મે કઈ નથી કર્યું... બધું આ અજીત નું કરેલું છે... "

કેશવલાલ - " તો પછી તમે ભાગ્યા કેમ ?"

હરેશ - " રેખા બેન ..... તમે શાંત થઈ જાઓ...તમને મારવા માં ખાલી અજીત નો નઈ પણ નાથુ કાકા નો પણ હાથ છે.... "

"અજીત એ જ્યારે તમને ધક્કો માર્યો તો... ત્યારે તમને પછડાટ વાગતા તમે બેભાન થઈ ગયા હતા.... એ પછી સુ થયું હતું એ બધું આ અજીત ને નાથુ કાકો જ કબૂલ કરશે..."

કેશવલાલ - " બોલ અજીત્યાં "

અજીત - " રેખા મને અહીંયા મળવા આવી હતી..અમારી વચ્ચે બોલાચાલી થતાં મે એને ધક્કો માર્યો... એ પડી ગઈ... ને હુ ત્યાંથી ચાલી નીકળો.... પછી હુ થોડી વાર માં પાછો આયો તો મે એને ત્યાં જોઈ નઈ.... એને શોધતા હુ થાકીને પરબ પાસે પાણી પીવા ગયો .. મને કઈક અવાજ સંભળાયો.... મે જોયુ કે નાથુ કાકા રેખા પાસે બેઠા છે.... ને રેખા અર્ધા બેભાન જેવી હાલત માં છે.... હુ તેની પાસે ગયો ..."રેખા સુ થયું તને?.. મને માફ કરી દે "... હુ એને ઉપાડીને ચાલવા જતો હતો કે નાથુ કાકા એ મારી પર પાવડો લઈને હુમલો કર્યો.. હુ બચી ગયો.... મે રેખા ને મૂકી ને એમની જોડે બાથ ભીડી .. ને કહ્યું "કાકા આ સુ કરો છો"... "કેમ મારો છો મને"...તો કાકા બસ મને મારવા પર જ તુલ્યા હતા.... હુ પાવડા ના ઘા થી બચતો કાકા ને સમજાવી રહ્યો હતો....ને એક ઘા રેખા ના માથા માં વાગ્યો.. ને રેખા ત્યાં જ મરી ગઈ.......હુ ડરી ગયો...ને ત્યાં થી ભાગી ગયો..."

કેશવલાલ - " નાથુ તે આવું કેમ કર્યું બોલ?... કેમ જીવ લીધો તે આ બિચારી નો..."

નાથુ કાકા - " આ રેખાડી ની માં ને મે બઉ મનાવી હતી... પણ એ ક્યારેય મારા તાબે થઈ નોતી....... મે એ જ વાત નો બદલો લેવાનું વિચાર્યું હતું....મે અજીત ને રેખા ને પેહલા પણ બગીચે જોયા હતા.... બસ ત્યારથી જ નક્કી કર્યું હતું કે હું એની છોકરી ને ફસાવીસ ને એની મા નો બદલો એની છોકરી પાસેથી લઈશ....ને મને એ મોકો મળી ગયો.... રેખા અજીત નો ધક્કો લાગતા બેભાન જેવી હાલત માં હતી... હુ એને પરબ ની પાછળ લઈ ગયો ને... એને ગોંધી રાખી એની માં નો... ને છોડી નો... બેય નો બદલો પૂરો કરત... પણ અજીત આવી ગયો ને મારા હાથે રેખા નું ખૂન થઈ ગયું....પછી મે એની લાશ અહીંયા જ દફનાવી દીધી....પણ રેખા ને ક્યારેય બેભાન ની હાલત માં ખબર જ ના હતી કે એની સાથે સુ થયું હતું...ને હમણે હરેશ ને જે રીતે ભાગીને મે આવતા જતાં જોયો હતો.. મને અણસાર આવી ગયો હતો કે એને જરૂર કઈક ખબર પડી છે...મે જ્યારે સાંભળ્યું કે એ પરબે ગયો છે તો મને પાક્કું થઈ ગયું .......ને મે જ એને પાવડો મારી અધમૂઓ કર્યો હતો....

આ સાંભળીને રેખા નું રૂપ એકદમ વિકરાળ થઈ ગયું....એની આંખો લાલ થઇ ગઇ.... ને એણે આવી સીધું નાથુ કાકા નું ગળુ પકડી લીધું.. આ જોઈ બધા પાછળ ખસી ગયા..

" હા હા હા ... તને એમ હતું કે મને કઈ ખબર નથી એમ.... હુ બેભાન નોતી નાથુ... મે બધું જોયુ હતું...... ને તારા મન માં જે હતું એ પણ હુ જાણતી હતી.... હુ ધારત તો તને વહેલો પણ મારી સકતી હતી... પણ તારા લીધે અજીત અને મારી માં ને બહુ વેઠવુ પડ્યું ... અજીત પણ છૂટી જાય અને મારી માં ને પણ સત્ય ખબર પડે એ માટે મે આ છોકરાઓ ની સામે આવી બધું કીધુ...તને સજા પણ મળે ને કોઈ કહી પણ ના સકે કે તારી મોત કેવી રીતે થઇ એ માટે જ મે આ રચ્યું.. ને આ છોકરાઓ એ ના જાણતા પણ મારો સાથ આપ્યો....... આજ તારો છેલ્લો દિવસ છે નાથુ...."

નાથુ કાકો તરફડતો રહ્યો... ને જોતા માં જ એના પ્રાણ પંખેરું ઊડી ગયા......

બધા ફાટી આંખે આ જોતા રહ્યા..... ને નાથુ કાકા નું શરીર નીચે પછડાઈ પડ્યું.....ને એક સફેદ રોશની ચમકી.. ને રેખા એના અસલી રૂપ માં આવી... અજીત સામે ઉભી રહી...

અજીત મે તને પ્રેમ કર્યો હતો... ને કરતી રહીશ.... પણ ક્યારેય સાચા પ્રેમ ને અવગણતો નઈ....ને એક સ્મિત અમારા તરફ કરી બોલી..મારા નાના ભાઈઓ.... તમારી મદદ બદલ તમારો આભાર...ને એક રોશની આકાશ માં ઊડી ગઈ.....

કેશવલાલ એ નાથુ કાકા ની મોત ને હાર્ટ એટેક ગણાવી... ને એમના બયાન થી કોઈ પૂછતાછ થઈ નઈ... અજીત પણ એક સારો માણસ બની રેહવા લાગ્યો... રેખા ની માં શાંતા માસી ને પણ સત્ય ખબર પડતાં એમને અજીત ને માફ કરી દિધો...

ને અમે ચારેય સવાર નો સૂરજ ઉગતા ઘરે આવી ગયા...

( વર્તમાન સમય )

" પપ્પા તમારી વાર્તા તો કોઈ પિકચર ની સ્ટોરી નીકળી.. તમે આ વાત કરી કેમ નઈ ક્યારેય ? "

બેટા ઘણું એવું હોય છે જે કેવાતું નથી... ને કહો તો કોઈ માનતું નથી....ઘણા પ્રસંગ બસ માણસ ના મન માં જ રહી જાય છે....

ત્યાં તો દરવાજો ખુલે છે ને મમ્મી આવી જાય છે... ને પપ્પા છાપુ વાંચવા લાગે છે....ને હુ પણ વિચારતો મારા કામ માં પરોવાઈ જાઉં છું...

( સમાપ્ત )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED