( મને મારા પપ્પા ની ડાયરી મળે છે, તેમાં તારીખ ૧૮ ના પાના પર ઘણું લખાયેલું હોય છે.... સુ છે એ હકીકત હવે જોઈ એ)
તારીખ ૧૮-૫-૧૯૮૦
બુધવાર,
અમે પરમદિવસે નક્કી કર્યું કે બધા બગીચા માં ફરવા જઈશું... દિવસ ના તો કઈ જવાય નઈ... અમે સાંજ પડે ને બગીચે જવાનું નક્કી કર્યું...હુ સમર મુકેશ ને હરેશ ગઈ કાલે ભેગા થયા...બપોર ના ૨ નો સમય હતો...
મુકેશ - બગીચે સાંજે જવાનું નક્કી કર્યું તો છે આપડે.. પણ થોડા સમય થી જે બગીચા ની વાત સંભળાય છે એ તો આપને બધાને ખ્યાલ છે જ.....
સમર - "સુ તુ પણ યાર, આજ ના જમાના માં તો કઈ આવું થતું હસે... તે તુ આવી ખોટી ચિંતા કરે છે."..
ત્યાં તો હરેશ એ પણ ચિંતા કરતા કીધું, " એ તો અમે પણ માનીએ છીએ કે આવું કઈ ના હોય... પણ આ થોડા દિવસ પેહલા નો બનાવ આપને બધા એ છાપા માં વાંચ્યો જ હતો ને...ને એ પછી પણ લોકો ના મોઢે આપને ઘણું સાંભળ્યું છે.. આ બધાના લીધે જ તો હવે ત્યાં રાત થયે કોઈ ને જવા દેવા ની મનાઈ છે"....
મને એ લોકો સુ વાત કરી રહ્યા હતા એની કઈ જાણ હતી નઈ....એટલે મેં વિગત પૂછી..." સુ ક્યારના આ વાતો કરો છો?.. મને તો કહો કે છે સુ?... તે બગીચા માં જવામાં આટલી બીક!"
મુકેશ - " યાર કરણ, બીક બગીચે જવાની નથી.. પણ ત્યાં જે બનાવ બન્યા છે ને એના લીધે આપણે પણ એને મજાક માં લેવું ના જોઈએ .... આપડા માં બાપ ને ખબર પડશે તો લેત ના દેત થશે... ને જો ત્યાં કઈ થયું તો?
ત્યાં તો મે કીધુ કે એવું તો સુ થઈ જવાનું છે? ને સુ થયું છે ત્યાં?
તો હરેશ એ વાત ની શરૂઆત કરી...
હરેશ - " થોડા દિવસ પેહલા છાપા માં બનાવ વાંચ્યો હતો.. આપડા એ બગીચા નો...ત્યાં પાછળ જ્યાં કસરત કરવાની જગ્યા છે ને... ત્યાં એક છોકરા ની લાશ મળી આવી હતી....ને એટલું જ નતું... એ લાશ માં લોહી હતું જ નઈ.. ને ચામડી એના શરીર જોડે ચોંટેલી હતી... જાણે કોઈ એ એના શરીર નું લોહી પી લીધું હોય..."
વાત સાંભળી ને નવાઇ તો મને લાગી પણ આ મજાક લાગ્યું એટલે મે હસવામાં વાત કાઢી નાખી... તો મુકેશ થી રેહવાયું નઈ...
મુકેશ - " હસ નઈ કરણ... સાચું ના લાગે તો સમર ને પૂછી જો... ને એ પછી બધા ના મોઢે વાતો એણે પણ સાંભળી જ છે, કે ત્યાં ચુડેલ નો વાસ છે... ખાલી એ કસરત કરવાની જગ્યા પાસે.. ને રાતે ત્યાં જે કોઈ યુવાન જાય છે તો એ પાછો આવતો નથી.... ને આ સમાચાર પછી ત્યાં કોઈ જતુ નથી..."
સમર ક્યારનો ચૂપ ચાપ સાંભળી રહ્યો હતો.. એને પણ મન માં બીક તો હતી જ.
તોય મુકેશ ને હરેશ ને ચિડવતો હોય એમ કીધુ " લાગે છે તમને બે ને જ એ ચુડેલ ખાઈ જવાની છે.. તે આટલા ડરો છો,...
ચાલો જઈને જોઈએ સુ છે એવું તે ત્યાં... કેવીક છે એ ચુડેલ....સારી નીકળી ને તો આપને મુકેશ નું એની જોડે પાક્કું કરતા આવીશું.."
મે તો ત્યારે હસવામાં કાઢી નાખ્યું..
હવે બગીચો શબ્દ સાંભળીએ તો આપને ને લોકો ને રમતા બાળકો,ને હર્યું ભર્યું બધું નજરે ચડે... આવું તો મે પણ પેહલી વાર સાંભળ્યું હતું...એટલે મજાક માં જવા દીધું... પણ એ મજાક અમને કેટલી વસમી પડી એનો ખ્યાલ હોત તો અમે ત્યાં જવાનો વિચાર પણ ના કરત....
અમે બધા ૫ વાગે ભેગા થયા.... હરેશ ને મુકેશ સમયસર મારા ઘરે પોહોચી ગયા હતા....
નીકળતા હતા જ ને મારા પપ્પા એ કહ્યું કે જમવાના ટાઈમે આવી જજો.... અમે હા કહ્યું ને નીકળ્યા...
સમર મુકેશ ને હેરાન કરતો હતો.. ને એ કહેતો કે આપડે ૮ વાગ્યા પેહલા નીકળી જઈશું હો...મારે નથી રોકવું...
સમર એ તો ત્યાં જમવાનો પણ પ્લાન બનાવી રાખ્યો હતો.. એણે પાણી,કોલ્ડ દ્રિંક ને જમવાનું ને જોડે રમવા માટે ફૂટબોલ લીધો હતો...
બગીચો કઈ દૂર હતો નઈ.. ફક્ત ૨ કિલો મીટર થતો...અમે ચાલતા ને વાતો કરતા જતા હતા...
રસ્તા માં એકદમ થી કૂતરા અમને જોઈ ને ભસવા લાગ્યા... મે કહ્યુ આ સુ... આ બધા રોજ આપણે ને જોઈ ને પુછડી હલાવતા આવે છે... એ આજે આપણે ને જોઈ ને ભસે છે કેમ...
મુકેશ - " હજી કહું છું હો...રોકવું નથી ત્યાં... આવતા રહીશું વહેલા... જો આ કૂતરા આપને ને રોકવા માટે જ ભસતા લાગે છે...
મે કીધુ " ચિંતા ના કર યાર... આવતા રહીશું બસ..." કદાચ અમથા પણ ભસતા હોય.. તુ બઉ ડરપોક થઈ ગયો છે...
અમે બગીચે પોહોંચ્યા ને કોઈ સારી જગ્યા પસંદ કરવા અંદર આટો મારવા લાગ્યા...
બગીચો ખાસો મોટો છે...અંદર તળાવ છે ને જોડે એક વચેની જગ્યા એ સ્ટેજ જેવું બનાવેલું છે... અમે ત્યાં ગયા ને કોલ્ડ ડ્રિંક પીવા બેઠા... ને પછી રમવાનું વિચારતા જ હતા... ત્યાં તો....
( પછી બગીચે સુ થયું? મજાક માં કઈ ના થવાનું થઈ ગયું?
એ રહસ્ય આવતા વખતે)