(મને ડાયરી વાંચતા ખબર પડે છે.. કે... બધા બગીચે જાય છે.. ત્યાં રમીને નાથુ કાકા જોડે નીકળવાનું નક્કી કરે છે... હરેશ પરબે પાણી ભરવા જાય છે.. તેને વાર થતાં મુકેશ તેને શોધવા જાય છે... બંને આવતા નથી.. ને સમર ને હું નાથુ કાકા જોડે એ બંને ને શોધવા જઈએ છીએ ને અમને પરબ પાસે કઈક નજરે ચડે છે)
પરબે પોહોચતા જ અમારી નજર મુકેશ પર પડે છે... મુકેશ ત્યાં પરબ પાસે પડ્યો હોય છે... એની આંખો ખુલી હતી... જાણે કઈક અજુગતું જોઈ લીધું હોય એવો ડર હતો...અમે એની પાસે જઈ એને બેઠો કર્યો.. ને એને પૂછ્યું કે હરેશ ક્યાં છે?..
પણ એ બસ એક ધારું જોઈ રહ્યો હતો.. કઈક કેહવા નો પ્રયત્ન કરી રહ્યો હતો.. પણ કઈ બોલતું નતુ...અમે એને પાણી પીવડાવ્યું....
પણ હજી એ કઈક બોલવાની સ્થિતિ માં નતો...બસ એક ધારું જોઈ રહ્યો હતો.....
"હરેશ ક્યાં છે પણ ?" પેહલા તો એ જ ગયો હતો ને?"
સમર ડરતા ડરતા બોલ્યો...
"એક કામ કર સમર... તુ મુકેશ ને દવાખાને લઈ જા...હુ ને કરણ હરેશ ને શોધીને તારા ઘરે આવીશું... મુકેશ ની હાલત ખરાબ છે ... પેહલા એને સારવાર ની જરૂર છે... તુ જા ને એને દવાખાને મૂકી ઘરે કોઈ ને જાણ કરી દેં જે" નાથુ કાકા એ કહ્યું.
ને સમર મુકેશ ને ઊંચકી લઈ ગયો...
હુ ને નાથુ કાકા અખા બગીચા માં ફરી વળ્યા... "હરેશ,હરેશ ક્યાં છો મારા ભાઈ?"
હુ સખત ડરી ગયો હતો....
( વર્તમાન સમય)
મે પાનું બદલ્યું પણ બસ એ તારીખ નું લખાણ તો પૂરું થઈ ગયું હતું....આગળ સુ થયું એ જાણવાની ઉત્સુકતા મને વધતી જતી હતી....દિવાળી ની રજા હતી...પપ્પા ઘરે જ હતા પણ એમને પૂછવાનો સમય મળતો ન હતો...
૨ દિવસ સુધી હું પૂછવા જાઉં ને કઈક નું કઈક કામ આવી જાય...મે નક્કી કર્યું કે આજ તો જાણીને જ રહીશ... આ સુ રહસ્ય હતું...
પપ્પા સૂવાની તૈયારી કરતા હતા.. " પપ્પા એક વાત કરવી હતી.."
" હા, બોલ ને બેટા" પપ્પા એ પ્રત્યુતર આપ્યો...
મે સેહેજ ખચકાતા કહ્યું.." પપ્પા મને તમારી એક ડાયરી મળી છે ઘર નું કામ કરતા... એમાં તમે ને સમર કાકા ને મુકેશ ને હરેશ કાકા બગીચે ગયા હતા... એ બધું મે વાંચ્યું ....મુકેશ કાકા બેભાન જેવી હાલત માં હતા ને સમર કાકા એમને દવાખાને લઈ ગયા... ને તમે ને નાથુ કાકા હરેશ કાકા ને શોધતા હતા...બસ ત્યાં સુધી નું લખાણ છે... આગળ સુ થયું હતું પપ્પા? મારે જાણવું છે.."
"બેટા, એ રાત તો હું યાદ કરવા પણ નથી માંગતો...કિસ્મત અમારી સાથે જે ખેલ રમી ગઈ હતી એ યાદ આવતા હજી પણ ડર લાગી જાય છે.."
"પણ એવું તો સુ થયું હતું રાતે ત્યાં?" મારે જાણવું છે પપ્પા."
પપ્પા જાણે એ સમય માં પાછળ જતા રહ્યા હોય એમ મને વાત કરવાની વાત શરૂ કરી રહ્યા હતા કે મમ્મી આવ્યા..
" હજી જાગો છો.. બંને... રાત ના ૧૧:૩૦ થયા હવે સૂઈ જાઓ... સવારે વહેલા ઉઠતા નથી "
" પણ મમ્મી!" હુ કહેવા જ જતો હતો કે પપ્પા એ મને કહ્યું..
" સારું આજે સૂઈ જા.. કાલે આપણે આરામ થી વાત કરીશું"
ને હુ મારા રૂમ માં જઈ સૂઈ ગયો... સુ થયું હસે એ જાણવાની ઉત્સુકતા માં મને નીંદર પણ સરખી ન આવી... ને બસ સવાર થવાની રાહ જોતા નીંદર ચડી ગઈ...
બીજા દિવસે સવારે નાસ્તો કરી મારા મમ્મી માર્કેટ માં ગયા ... ને હુ તરત પપ્પા પાસે દોડી ગયો... "હવે તો કહો પપ્પા"
" આ વાત ની જાણ ખાલી મને ને સમર કાકા ને જ છે બેટા.. બીજા કોઈ ને ખબર નથી..એક વાત નું પ્રોમિસ આપવું પડશે તારે ...કે આ વાત બીજા કોઈ ને નઈ કરે."
" હા હું પ્રોમિસ આપુ છું પપ્પા."
પપ્પા એ વાત શરૂ કરી....
( આગળ હરેશ ને શોધતા સુ થયું હતું?... હરેશ મળ્યો કે નહિ?. મુકેશ એ કઈ કીધુ કે નઈ? ભૂતિયા બગીચા નું રહસ્ય સુ હતું? ....એ આવતા વખતે)