Ghost park - 8 books and stories free download online pdf in Gujarati

ભૂતિયો બગીચો - ૮

(આગળ જોયું કે કરણ અને હરેશ ને.. રેખા ની આત્મા બાહર જવા દે છે... બીજી બાજુ સમર અને રમણભાઈ ને ..રેખા ની આપવીતી ખબર પડે છે.. અને રમણભાઈ સમર ને કોઈ પાસે લઈ જવાનું કહે છે... હવે આગળ)

કરણ હરેશ ને દવાખાને લઈ જાય છે.... દવાખાને જતા જ મુકેશ ના માતા પિતા મળે છે....

કરણ - " અરે અવિનાશ કાકા તમે અહીંયા?"

અવિનાશ કાકા - " આ હરેશ ને સુ થયું? ને તમે ક્યાં હતા? સમર તમારું પૂછતો હતો.. એ તમને મળ્યો કે નહિ?"

હરેશ ને મુકેશ ની બાજુ માં ખાટલા માં જ સુવાડ્યો... હરેશ ને જોતા જ મુકેશ બોલ્યો...

" સુ થયું તને મારા ભાઈ.... રેખા એ તને કઈ કર્યું તો નથી ને?"

હરેશ એ નકાર માં માથું હલાવ્યું... એ કઈક કહેવા તો જતો હતો પણ હજી એ બોલી સકે એમ નતો... એને ઇન્જેક્શન આપતા એ ગેન માં સરી પડ્યો....

કરણ - " અવિનાશ કાકા.. સમર ક્યાં ગયો?"

અવિનાશ કાકા - " એ તો મને કહીને ગયો કે હુ કરણ ને હરેશ ને લઈને ઘરે પોહોંચું છું."

કરણ - " તો હુ ઘરે પોહોંચુ છું એને મળવા .... તમે હરેશ મુકેશ નું ધ્યાન આપજો..."

અવિનાશ કાકા - " તુ ચિંતા ના કર બેટા... હુ ને તારા કાકી અહીંયા જ છીએ."

કરણ સમર ને શોધવા ઘરે જાય છે... ઘરે જઈ ને પૂછતા ખબર પડે છે કે તે ઘરે આયો જ નથી... કરણ ને ડર લાગે છે કે સમર ને તો કઈ થયું નઈ હોય ને ? એ એને શોધવા નીકળે છે...

બીજી બાજુ રમણભાઈ સમર ને જોડે લઈ પાસે ને પોલીસ સ્ટેશન એ પોહોચે છે...

સમર - " રમણભાઈ આ પોલીસ સ્ટેશન એ કોને મળવા લઈ આયા તમે?"

રમણભાઈ - "કેશવલાલ અહીંયા કોન્સ્ટેબલ છે.... આપડા ખાસ મિત્ર છે.... એમના ખબરી ની પોહોચ સારી છે... એ જરૂર આપણી મદદ કરી શકશે."

કેશવલાલ રમણભાઈ ને જોવે છે ને એમને આવકારો આપે છે..

" અરે આવો આવો રમણભાઈ... બઉ દિવસે દેખાયા... સુ કામ પડ્યું?"

રમણભાઈ - " કામ તો પડ્યું છે .. પણ તમે પેહલા એ કહો કે અમે જે કહીએ એ તમે સાચું માનશો... અને અમારી મદદ કરશો..."

કેશવલાલ - " કામ તો તમારું કરવું જ પડે ને રમણભાઈ મિત્ર છો મારા... તમે બોલો સુ મદદ કરી શકું? "

ને રમણભાઈ ને સમર એમને બધી વાત કરે છે.. કેશવલાલ શાંતિ થી બધી વાત સાંભળે છે... એમને વાત પર વિશ્વાસ નથી બેસતો.. પણ રમણભાઈ આ વાત કહે છે એટલે એમને વિશ્વાસ કરે છે..

કેશવલાલ - " તો હુ અજીત ને શોધું એમ? ... કેમ કે એ તમને ઘરે હાજર મળ્યો નથી...ને એને સવાર થતાં પેહલા બગીચે હાજર કરું...કામ તો કરું પણ સવાર થતાં પેહલા એને શોધવો કઈ નાની વાત તો છે નઈ... એ ક્યાં હોય એની સુ ખાતરી?... એ જો ક્યાંય બાહર જતો રહ્યો હોય તો એને આપડે શોધવો કેમ? "

રમણભાઈ - " કેશવલાલ સવાર થતાં પેહલા આ કરવું અઘરું છે એ હુ જાણું છું...પણ આ કામ તમારા સિવાય કોઈ કરી ના શકે.. એ પણ હુ જાણું છું.. એટલે તો હુ તમારી પાસે આવ્યો છું... એક નિર્દોષ જે આ દુનિયા માં નથી એને મરીને પણ શાંતિ નથી... માનવતા નું કોઈ કામ આપડે કરી તો સકિયે ને?"

સમર " સાહેબ મારો ભાઈ ને દોસ્ત બંને ત્યાં ફસાયા છે.. એમને કઈ થઈ જશે તો? અમારી મદદ કરો.. "

કેશવલાલ બીજા કોન્સ્ટેબલ ને બોલાવે છે અને એમની પાસે જઈ કઈ વાત કરે છે...

પછી એ પાછા રમણભાઈ પાસે આવે છે અને કહે છે .. " ચિંતા ના કરો... અત્યારે ૩:૩૦ થાય છે.. ૪:૩૦ વાગ્યા પેહલા તમને અજીત અહીંયા હાજર મળશે..."

સમર આ સાંભળી ખુશ ખુશ થઈ જાય છે. ને બસ એ તો એક કલાક કેમ વિતે એની રાહ જોવા લાગે છે.

આ બાજુ... કરણ સમર ને શોધવા માટે નીકળે છે..એને વિચાર આવે છે... કે મુકેશ પણ ઘાયલ હતો ને એને સમર દવાખાને લઇ ગયો..તો એનો મતલબ એ કે મુકેશ ને પણ રેખા વિશે જાણ હસે અને એને સમર ને વાત કરી હસે ને એ રેખા વિશે જાણવા જરૂર એના ઘરે જ ગયો હસે...

આમ વિચારતા એ રેખા ના ઘરે પોહોંચે છે.રેખા ની માં શાંતા માસી ને ઉઠાડે છે..
" માસી ઉઠો...સમર અહીંયા આવ્યો હતો?"

શાંતા માસી - " સમર અને રમણભાઈ આવ્યા હતા ને એમને અડધો કલાક પેહલા જ અહીંયા થી નીકળ્યા.. કેમ સુ થયું બેટા?"

કરણ - " એમને કઈ કહીને ગયા તા કે ક્યાં ગયા છે?"

શાંતા માસી - " ના કઈ વાત તો નથી કરી.. પણ મને બધી વાત ની ખબર પડી ગઈ છે કરણ... સમર જતા જતા આશ્વાશન આપતો ગયો છે.. કે મારી રેખૂડિ ને ન્યાય અપાવશે..."

કરણ વિચારતો હતો કે હવે સમર ને શોધવો કઈ રીતે..... એ હસે ક્યાં...?

( સમર અને કરણ બન્ને કેવી રીતે ભેગા થશે?
સુ હરેશ કઈ જાણે છે? અજીત કેશવલાલ ના કહ્યા પ્રમાણે પકડાશે? એ બધું આવતા ભાગ માં)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED