( નમસ્કાર...નાનપણ માં તો લખવાની શોખ હતો મને... માતૃભાષા ગુજરાતી પણ ભણતર અંગ્રેજી માં રહ્યું... પણ ગુજરાતી વાંચવું ને લખવું ક્યારેય ઓછું ના થયું... મન થયું કે થોડું લખું કઈક લખું.. પણ સુજતું નતું... ને બસ મન ની ભાવના જ લખી નાખી...બસ ...પ્રસંગ શોધતો રહ્યો .....મારી બે વાર્તા ને સારા પ્રતિસાદ મળ્યો બાદ આ હોરર વાર્તા લખવાની કોશિશ કરી છે....આશા છે કે ગમશે...આ વાત તો મને મારા મમ્મી એ કહેલી... વાત તો બસ સામાન્ય હતી...પણ મને એક વાર્તા જરૂર મળી ગઈ...આશા છે કે આ વાર્તા ગમશે..પ્રતિસાદ ની અપેક્ષા છે....ને પ્રોત્સાહન ની આશા.... આભાર )
વાત છે ૧૯૮૦ ની....
આ મને મારા પપ્પા ની ડાયરી માં લખેલું મળ્યું હતું....
મારા પપ્પા ને ડાયરી લખવાનો શોખ હતો... આ તો દિવાળી ઘર કામ કરતા મને એમની ૧૯૮૦ ના સાલ ની ડાયરી મળી આવી... થયું લાવ જોઈ... વાંચીએ.... સંતાનો ને એમના માતા પિતા ની બચપણ ની વાત જાણવામાં રસ તો સ્વાભાવિક હોય છે..... પણ આ ડાયરી ના અમુક પાના મને રસ તો ઠીક પણ ડર જરૂર આપવાના હતા... જેની મને કલ્પના પણ ના હતી...
એમની લખેલી ડાયરી ના અમુક પાના હુ અહી એમના જ સ્વર માં મૂકું છું....
તા. ૧૫-૦૫-૧૯૮૦
રવિવાર,
આજ નો દિવસ કઈ ખાસ રહ્યો નઈ.. એ જ રોજ ની દિનચર્યા રહી.... મારી બોર્ડ ની પરિક્ષા પતિ ગઈ હજી ક્યાંય ફરવા જવાનો મોકો મળ્યો નથી...
ઈચ્છા તો છે કે ક્યાંક આટો મારી આવીએ.. પણ પપ્પા( એટલે કે મારા દાદા) પાસે કામ માંથી નવરાઈ નથી..હવે દોસ્તાર ભેગા થાય તો કઈક આમ તેમ આટો મરાય... આજ તો દિવસ સામાન્ય રહ્યો..
તા. ૧૬-૦૫-૧૯૮૦
સોમવાર,
આજે અમે દોસ્તાર ભેગા થયા.... હુ(કરણ), મારો ભાઈ સમર,ને અમારા બે મિત્રો મુકેશ ને હરેશ...
કાલે રાત્રે પાસે આવેલા બગીચે ફરવા જવાનો પ્લાન બનાવ્યો... આમ તો બગીચા માં સુ ફરવાનું હોય એ પણ ઘર નજીક નો.. પણ આ તો બધા જોડે છીએ તો થોડી મજા આવશે.....આજે બધા એ નક્કી કર્યું... બાકી તો દિવસ એમ નો એમ જ રહ્યો...
તા.૧૭-૦૫-૧૯૮૦ નું પાના પર કઈ લખેલું હતું નઈ... ને પાનું આગળ ફેરવ્યું... તો તા.૧૮-૦૫-૧૯૮૦ ને બુધવાર નું પાના પણ ઘણું લખાયેલું હતું ને જોડે બે કાગળિયા ફૂલ સ્કેપ નોટ બુક ના પણ ચોતાદેલા હતા... મને આશ્ચર્ય એ થયું કે બધા માં આટલું નાનું નાનું દિનચર્યા નું લખ્યું છે .. ને આમાં આટલી મોટી રામકહાણી સુ હસે.......
હુ વાંચવાનો હતો જ હતો કે મારા મમ્મી એ બૂમ પાડી .. તો મે ડાયરી સાચવીને મૂકી... ને જતો રહ્યો...
૨ દિવસ તો મને કામ કાજ માં યાદ આયું નઈ કે નવરાઇ મળી નઈ...... એ પછી મે ડાયરી હાથ માં લીધી.... રાત ના ૧૦:૩૦ જેવું થયું હતું.. ને બધા કામ માંથી હુ નવરો પડી ગયો હતો.. ને મે વાંચવાની શરૂઆત કરી.... પણ એ ડાયરી નું પાનું ને જોડે લગાડેલા એ બે પાના મને વિચારતો કરી મૂકવાના હતા ને એની સાચ ખોટ પણ કરવાના મૌકા પણ આપવાના હતા એ વાત થી હું અજાણ હતો... જે અનુભવ મારા પપ્પા ને થયો હતો.. સુ એ સાચો હતો કે નઈ એની ખરાઈ મારે કરવી પડશે ને એમાંથી પણ બીજી સુ રોમાંચ નીકળશે એવી મને કલ્પના સિખે ના હતી..
તો તા.૧૮-૦૫-૧૯૮૦ નું એ પાના ની શરૂઆત આવતા વખતે... શું હસે એ પાનાઓ માં?