Ghost park - 7 books and stories free download online pdf in Gujarati

ભૂતિયો બગીચો ભાગ - ૭

(આગળ જોયું કે.... સમર ને ,મુકેશ રેખા ની આત્મા વિશે જાણ કરે છે... એની તપાસ માટે સમર અને રમણભાઈ રેખા ના ઘરે જાય છે...કરણ, હરેશ અને નાથુ કાકા હજી બગીચા માં જ ફસાયેલા છે)

ઘર ની લાઈટ જેવી ચાલુ થઈ ને સામે રેખા નો હાર ચડેલો ફોટો જોઈ રમણભાઈ ના પગ નીચે થી જમીન ખસી ગઈ...

" આ, આ તમારી રેખા નો ફોટો છે?"

શાંતા માસી - "હા, રમણભાઈ આ મારી રેખુડી છે.... એને ગયે અઢી વરસ થવા આયા....બઉ ડાહી હતી મારી રેખુડી....પણ તમે આમ મોડી રાતે કેમ આયા?"

રમણભાઈ બોલવા જ જતા હતા... ને વચ્ચે સમર એ વાત કાપતા કીધુ.." એમાં એવું છે ને શાંતા માસી... રેખાબેન ને મળ્યે લગભગ ૫-૬ વરસ જેવું થયું... ને અમે આમ જતા તા દવાખાને આપણો મુકલો છે ને એનો એક્સિડન્ટ થયો છે તો.... તરસ લાગી તો થયું લાવો માસી ને ત્યાં જતાં આવીએ..."

શાંતા માસી - "સમર મારી ઉંમર ભલે થઈ .. પણ હુ કઈ ગાંડી નથી થઈ હજી...હાચુ બોલ સુ છે?"

સમર ને રમણભાઈ બેય ધર્મસંકટ માં મુકાઈ ગયા કે કેહવુ કેવી રીતે...ને સમર એ બધી માંડીને વાત કરી...બધું સંભાળતા જ શાંતા માસી ને બઉ નવાઇ એય લાગી.. ને એકદમ થી રોવા લાગ્યા....

શાંતા માસી રોતા રોતા બોલ્યા - " મારી રેખુડી બઉ સીધી હતી રમણભાઈ.... મે એને ના પાડી હતી... કે ઓલા હરામિ... અજીત ને મળવાનું ને એની ભેગુ રેવાનું મૂકી દે.... પણ એ માની નઈ... ને મારી દીકરી ને મરીનેય શાંતિ નો મળી"

"અજીત કોણ છે માસી? ને રેખાબેન ને અજીત ને સુ સંબંધ હતો?"

" મારી રેખૂડી ને ભોળવી તિ એ અજીત્યા એ.....બેય પ્રેમ કરતા તા... પણ એ અજીત એ એની ભેગુ લગ્ન કરવાની લાલચ આપી... ને એની આબરૂ લૂંટી લીધી... પછી એને અપનાવવાની ના પાડી દીધી... મારી રેખા એ તોય એને મનાવ્યો.. એ વિશ્વાસ એ કે એ સુધરી જસે... ને એ બેય સુખી સંસાર માંડશે.."

" પણ સુ થયું માસી?"

" એક દિવસ હુ બપોરે હતી નઈ.... પાછી આવી તો રેખા ઘરે નોતી.... સાંજ પડ્યે પણ એ આવી નઈ... મે બધે તપાસ કરી .. પણ રેખા ની ક્યાંય ભાળ ન મળી.... છાપરા ના લોકો ને લઇ જઇ મે અજીત ની પૂછપરછ કરાવી.. તો એણે કીધું એ રેખા ને મળ્યો જ નથી... પણ મને લાગે છે એણે જ મારી દીકરી ને કઈ કર્યું હસે... કે એને આવી વેદના વેઠવી પડી.."

સમર - "તમે શાંત થઈ જાઓ માસી.... રેખા બેન ને ન્યાય જરૂર અપાવીશું અમે...તમે ચિંતા ના કરો... જો અજીત એ કઈ કર્યું હસે તો એને એની સજા જરૂર મળશે..."

( બીજી બાજુ બગીચા માં )

કરણ - " કાકા ૩ વાગવા આવ્યા છે... આપણે સુ સવાર સુધી આમ ને આમ બેસી રહીશું... આ રેખા નું ભૂત આપણે ને બાહર જવા દેતું નથી....એને આપણી પાસે થી જોઈ એ છે સુ ? કાકા કઈક વિચારો...મને બઉ ડર લાગે છે... આ હરેશ ને પણ આપણે સારવાર માટે લઈ જવો પડશે... "

નાથુ કાકા - " આપણે રેખા જોડે વાત કરવી જોઈ એ...કદાચ એ આપણે ને જવા દે... આપણે ને ખબર તો પડે એની ઈચ્છા સુ છે."

નાથુ કાકા ઊભા થઈ થોડે આગળ જઈ ને મોટા અવાજે બોલે છે " રેખા બેટા... હુ ઓળખી ગયો છું તને... પણ બેટા તુ અમને કેમ જવા દેતી નથી ...હરેશ ને તો તું ઓળખે છે ને... એને સારવાર આપવી પડશે.. એ બિચારો ક્યારનો દુખાવો સહન કરે છે.. બેટા હું તને ઓળખું છું... તે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું... તો આ બિચારા છોકરા ને કેમ હેરાન કરે છે? જવાબ આપ બેટા તારે સુ જોઈ એ છે?"

નાથુ કાકા એ બોલવાનું બંધ કર્યું ને થોડી વાર તો કોઈ પ્રતિક્રિયા થઈ નઈ... ને થોડી વાર પછી... એકદમ થી જોરદાર હવા વહેવા લાગી.. ને ધૂળ ઉડવા લાગી......નાથુ કાકા ને એવું લાગ્યું કે કોઈ એમની સામે ચાલ્યું આવે છે.. પણ ધૂળ ના કારણે એમને સરખું દેખાયું નઈ....

અચાનક બધું શાંત થયું...ને એક આકૃતિ દેખાઈ... નાથુ કાકા એ આંખો ચોળી જોયું તો....સફેદ કપડાં માં એક છોકરી એમની પાસે આવી..કરણ પણ આંખો ફાટી જોઈ રહ્યો... હરેશ પણ સૂતા સૂતા આ જોઈ રહ્યો...વિશ્વાસ નતો થતો એ બંને ને...

સફેદ ચમકતી સાડી માં રેખા હતી... આવીને નાથુ કાકા ની સામે ઉભી રહી... કરણ દોડીને ત્યાં ગયો... રેખા એની સામે જોઈ હસી... પછી બોલી..." મને એણે મારી નાખી...મારે બદલો જોઈએ છે "

નાથુ કાકા - " કોણ હતું એ બેટા ... કોણે મારી તને ?"

રેખા - "મને મારી નાખી એણે ..મને ત્યાં પરબે ડાટી.... મારે બદલો જોઈ એ......"

નાથુ કાકા - " અમે તારી મદદ કરશું બેટા.. પણ અમને જવા દે.. ને કેહ કોણ હતું એ... અમે એને પોલીસ ને આપીશું..."

ત્યાં તો ગુસ્સા માં રેખા નું રૂપ એકદમ બદલાઈ ગયું .... આંખો લાલ થઈ ગઈ... ને એનો ચેહરો ભયાનક બની ગયો....ને એના હાથ ના નખ વધી ગયા... ને એ ત્રાડ પાડી બોલી....

" ના કોઈ નઈ... એને હુ મારીશ... બીજું કોઈ નઈ "

ડર ના કારણે તો મારા તો મોતિયા મરી ગયા..પણ નાથુ કાકા એ હિંમત રાખી..

" તુ નામ કેહ.. અમે એને તારી પાસે લાવીશું...વચન છે આ અમારું"

મે પણ કીધુ " હા રેખા બેન વચન આપીએ છીએ.. એને તમારી પાસે લાવીશું.... પણ અમને જવા દો.. હરેશ ની સામે જુઓ..."

ને એ બોલી "અજીત". ને ગાયબ થઈ ગઈ....
ને અમારી સામે વાળો બગીચા નો જાપો ખુલી ગયો... અમે હરેશ ને ટેકો આપતા એ બાજુ ભાગ્યા.. હુ ને હરેશ જાપા ની બાહર નીકળ્યા.... ને જાણે નાથુ કાકા ને કોઈ એ ધક્કો માર્યો હોય એમ ફગોડાઈ પડ્યા... ને જાપો બંધ થઈ ગયો....

હુ સમજી ગયો કે રેખા બેન એ ખાલી અમને જ જવા દીધા છે.... પણ નાથુ કાકા ને નઈ જવા દે..

" કાકા તમે ચિંતા ના કરો.. હુ આવું છું પાછો હમણે જ આવું છું..."

" બેન હુ વચન પાડીશ... હુ અજીત ને લઈ જરૂર આવીશ."

આ બાજુ સમર ને રમણભાઈ અજીત ને શોધવા એના ઘરે પોહિંચી ગયા.

પણ ઘર બંધ હતું...

" હવે સુ કરીશું રમણભાઈ? " " આ અજીત જ બધી વાત નું મૂળ છે.. એને કેમ ગોતિસુ?"

રમણભાઈ - "આપણી મદદ હવે બસ એક જ વ્યક્તિ કરી સકે સમર" "ચાલ મારી જોડે".

( કોણ છે એ વ્યક્તિ? અજીત કેવી રીતે મળશે ? ને એને રેખા પાસે કેવી રીતે લઈ જવાશે? એ બધું આવતાં ભાગ માં)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED