(આગળ જોયું કે કરણ સમર ને શોધે છે.... અને સમર ને રમણભાઈ પોલીસ સ્ટેશન માં અજીત ને લાવવાની રાહ જોઈ રહ્યા છે)
કરણ ચિંતા કરતો રમણભાઈ ના ઘરે પોહોંચે છે... દરવાજો ખટખટાવે છે.... રમણભાઈ નો છોકરો કાંતિ દરવાજો ખોલે છે....
સમર - "કાંતિ રમણભાઈ ક્યાં છે?"
કાંતિ - "ખબર નઈ એ તો... સમર આયો તો.. એમની જોડે ક્યાંક ગયા."
સમર - "કઈ કહીને ગયા તા કોઈ અંદાજ ખરો કે ક્યાં હોય?.....એમના કોઈ મિત્ર સંબંધી જેમના ઘરે બેસવા કરવા જતાં હોય ?"
કાંતિ - " ના રે ના પપ્પા ને તો એવું કોઇ છે નઈ...... હા કેશવલાલ છે એમના ખાસ મિત્ર....પાસે ના પોલીસ સ્ટેશન માં જ છે... કોન્સ્ટેબલ છે.... એમને અમુક વાર મળવા જાય..."
સમર - " સારું કાંતિ... તું આરામ કર..હુ પોલીસ સ્ટેશન એ આટો મારું છું... કદાચ તેમને ત્યાં મળી જાય."
સમર ત્યાં થી સીધો પોલીસ સ્ટેશન જવા નીકળે છે....રસ્તા માં જોવે છે તો એક પોલીસ કોન્સ્ટેબલ કોઈ ને ગાડી માં પકડીને લઈ જતા હોય છે...એની નજર ગાડી ની અંદર પડે છે...ને એ ઈ વ્યક્તિ ને ઓળખવાની કોશિશ કરે છે... પણ એને યાદ નથી આવતું.....
સમર પણ થોડી વાર માં ગાડી ની પાછળ પાછળ પોલીસ સ્ટેશન એ પોહિંચે છે...
પોલીસ સ્ટેશને સમર ને જોઈ એ ખુશી થી એને ભેટી પડે છે...
" સમર મારા ભાઈ, બઉ ખુશ છું તને જોઈ ને... ક્યારનો શોધતો તો તને... મને ડર હતો કે રેખા ની આત્મા એ તને નુકસાન ના પોહોચાડ્યું હોય.."
સમર - " ના હુ આ રહ્યો તારી સામે... મુકેશ હરેશ ક્યાં છે?"
કરણ -" રેખા ની આત્મા એ મને ને હરેશ ને જવા દીધા ... પણ નાથુ કાકા હજી ત્યાં જ છે... ખબર નઈ કેમ પણ એને નાથુ કાકા ને બાહર નીકળવા ના દીધા..."
સમર - " હરેશ ને કેમ છે? હુ એને દવાખાને મૂકી ને આવ્યો છું..એને સારું હસે."
કોન્સ્ટેબલ અજીત ને લાવ્યા હોય છે.. ને એને ત્યાં બેસાડ્યો હોય છે.... કેશવલાલ એને ધમકાવે છે....કરણ અજીત ને ઓળખી જાય છે....
કેશવલાલ - " બોલ અજિત્યા.... તે રેખા જોડે સુ કર્યું હતું બોલ... નઈ તો તને જીવતો નઈ મૂકું."
અજીત - " મને સુ કામ લાયા છો? હુ કોઈ રેખા ને નથી ઓળખતો.."
કેશવલાલ - " સાચું કેહ અજીત... નઈ તો મજા નઈ આવે......મારી મારી તારા હાડકા ભાંગી નખીશ."
અજીત ને ધમકાવ્યા છતાં એ કઈ બોલતો નથી....
સમર - " એક કામ કરીએ આપડે કેશવલાલ... એને બગીચે લઈ જઈએ...રેખા ની આત્મા એની પાસે બધું બોલાવી લેશે.."
બગીચો ...ને રેખા ની આત્મા...આટલું સાંભળતા જ અજીત હતો નોતો થઈ જાય છે... એ ફાટી ફાટી રોવા લાગે છે ને કરગરવા લાગે છે...
અજીત - " મને જાવા દો સાહેબ.. હુ તમને બધું સાચું કહું છું....મે રેખા ને નથી મારી... હુ તો એને પ્રેમ કરતો હતો... ને આ એની આત્મા તમે આવું કેમ કહો છો ?"
કેશવલાલ - " રેખા ની આત્મા એ જ તારું નામ લીધું છે.. એની આત્મા બગીચા માં ભટકે છે... ને એણે જ તને ત્યાં લઇ જવાનું કહ્યું છે... હવે તો તારો ન્યાય એ જ કરશે."
" ચાલ અમારી જોડે".
કરણ,રમણભાઈ, કેશવલાલ ત્રણે અજીત ને લઈ ને બગીચે જવા નીકળે છે..
સમર હરેશ ને જોવાનું કહી દવાખાને જાય છે...
સમર - "હજી તો ૪:૪૫ થાય છે કરણ... હુ હરેશ ને મળીને બગીચે આવું છું...તમે પોહોચો હુ જલદી મળીશ તમને બગીચે."
આ બાજુ બધા બગીચે પોહોંચે છે ને બીજી તરફ સમર દવાખાને...
સમર હરેશ ને મુકેશ ને મળે છે... બેય આરામ માં હોય છે.... સમર હરેશ ને ઉઠાડે છે... ત્યાં તો અવિનાશ કાકા આવે છે...
" અરે બેટા સમર ...તું ક્યારે આયો?"
હરેશ પાણી પીવાનો ઈશારો કરી અવિનાશ કાકા ને પાણી ભરવા જવાનું કહે છે..
અવિનાશ કાકા જેવા બાહર જાય છે . ને તરત હરેશ સમર ને કહે છે...
હરેશ - " સમર રેખા ને મારવા માં ખાલી અજીત નો હાથ નથી..."
બેય નો અવાજ સાંભળી મુકેશ પણ જાગી જાય છે...
સમર - " સુ વાત કરી રહ્યો છે આ? તો બીજું કોણ હતું ?" " ને તને કેવી રીતે ખબર પડી?"
હરેશ - " હુ જ્યારે પાણી ની પરબે ગયો હતો...ત્યારે જ મારો ભેટો રેખા થી થયો હતો.. પેહલા તો હુ એને જોઈ ડરી ગયો.. પણ એણે મને બધી વાત કરી દીધી હતી...કે એની હત્યા થઈ છે.... ને એની લાશ ને ત્યાં જ દફનાવી છે... ને આ કામ ખાલી એકલા અજીત નું ના હતું... હુ જ્યારે તમને આ વાત કરવા આવતો હતો.. તો મારા પર કોઈ એ પાછળ થી હમ્લો કર્યો... ને હુ ત્યાં તળાવ પાસે પડી ગયો ને બેભાન થઈ ગયો... ને પછી મને કરણ એ ઉઠાડ્યો."
મુકેશ - " પણ તારી પર હુમલો કોણે કર્યો? ને એ કોણ છે બીજી વ્યક્તિ ?"
હરેશ - " મારી પર હામલો કોણે કર્યો એ તો મને ખબર નથી..... એ વ્યક્તિ બીજું કોઈ નથી પણ................
( કોણ છે એ જેણે રેખા ની હત્યા માં સાથ આપ્યો હતો? બગીચે અજીત ને લઈ ગયા પછી સુ થશે? એ બધું આવતાં ભાગ માં )