સ્કાય હેઝ નો લીમીટ - 12 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કાય હેઝ નો લીમીટ - 12

સ્કાય હેઝનો લીમીટ
SHNL-12
ગ્રાન્ડ પાર્ટી ખૂબજ સરસ રીતે પુરી થઇ હતી. મલ્લિકા અને મોહીત બંન્ને ખૂબ થાકીને ઘરે આવ્યાં. મલ્લિકાને ખૂબ થાક, પીધેલાં શરાબનો નશો એનાંથી વધુ ભભકાદાર પાર્ટી આપી એનાં અભિમાનનો નશો જે તૃપ્ત થયેલો. આનંદનાં અતિરેકમાં વિચાર્યા વિનાં બેસુમાર દારૂ પીધો એ ભૂલી ગઇ કે એ પ્રેગનન્ટ છે પણ...
સવારે મોહીત ઉઠીને કોફી બનાવીને ટીવી ચાલુ કરી ડ્રોઇંગરૂમનાં બેઠો... ન્યૂઝ ચાલુ હતાં એની સાથ એનાં મગજમાં વિચારો ખૂબ ચાલુ હતાં. મલ્લિકાનાં દારૂ પીવાથી ત્થા એનાં વર્તનથી ખૂબ જ હર્ટ થયેલો હતો. સફળતા એને મળી હતી પણ સફળતાનો નશો મલ્લિકા પર હાવી થઇ ગયેલો.. એને નહોતું ગમ્યુ ન્યૂયોર્ક શીફટ થવાનું હતું. એની ઇન્સટ્રકશન પેકર્સ કંપનીને આપી દીધી હતી એ લોકો સવારે 11.00 આસપાસ આવી જવાનાં હતાં.
ત્યાંજ મલ્લિકા ઉઠીને આવી એજ પોશાકમાં સાવ લઘરવગર વેશમાં હજી હેંગઓવર હતું. એણે આવીને કહ્યું "એય મોહું માય ડાર્લીગ આઇ એમ વેરી હેપ્પી. કોન્ગ્રેચ્યુલેશન માય હની... આઇ લવ યું અને એની બાજુમાં એને વળગીને બેસી ગઇ સામાન્ય સંજોગોમાં મોહીત એને વધાવી લેત એને વળગી ચુંબનોનો વરસાદ વરસાવ્યો હોત. પરંતુ આજે એ ખૂબ હર્ટ થયેલાં હતો. એને મલ્લિકાનાં સ્પર્શ દઝાડી રહેલો જાણે હજારો સર્પ ડંશ દઇ રહ્યાં હોય એવું અનુભવતો હતો એણે નારાજગી અને તિરસ્કારથી મલ્લિકાને દૂર કરતાં કહ્યું" તને કંઇ ભાન છે ? કાલે કેટલો દારૂ પીધો ? તું પાર્ટી આપતી હતી કે બેફામ દારૂ કોઇ પીવરાવે પી રહી હતી ? તને ખબર નથી ? તારાં પેટમાં આપણું સન્તાન ઉછરી રહ્યું છે ?
સફળતા આપણે બધાં સાથે શેર કરીને આનંદ લેવાની તક હતી નહીં કે ભાન ગૂમાવીને સફળતાને નશો કરીને કાળી બનાવવાની હતી.. પેલી સોનીયા.. સાલી એને ખબર નહીં… કઇ દાઝ કે ઇર્ષ્યા હતી તને પીવરાવી રહી હતી અને તું નાદાનની જેમ કોઇ હીચકીચાટ વિના પી રહી હતી તને એ પણ ભાન નહોતું કે બધાં ગેસ્ટ ઘરે જઇ રહ્યાં છે પાર્ટી પુરી થઇ ગઇ છે.
અને... અને... તારાં મોબાઇલમાં ફોન અને મેસેજનાં સતત નોટીફીકેશન આવી રહેલાં... તેં સારું છે ફોન શિલ્પાને આપેલો.. શિલ્પાએ મને કહ્યું મોહીતભાઇ મલ્લિકાનો ફોન મારી પાસે છે એનાં ફોન પર ક્યારનાં ફોન આવે છે મેસેજ આવે છે પરંતુ મલ્લિકા... એને ફોન અપાય એમ નથી "તમે ગેસ્ટમાં બીઝી હતાં મારાંથી ઉંચકાયા નહીં.. તમે જોઇ લેજો. મેં તારો ફોન ચેક કર્યો કોઇ Mrs X એવાં નામથી તે નંબર સેવ કર્યો છે એનાં જ મેસેજ અને ફોન હતાં. આટલી નજીકની ફ્રેન્ડ હતી તો તે પાર્ટીમાં કેમ ના બોલાવી ? અને એનાં મેસેજ...
મલ્લિકા સાંભળીને થોડી ગભરાઇ ગઇ પછી એનાં ચ્હેરાનાં બદલાયેલાં હાવભાવ સ્વસ્થ કરતાં કહ્યું" એ.. એ... મારી ઓફીસની ક્લીગ છે.. શું મેસેજ છે ?
મોહીતે કહ્યું "તું જ જોઇ લેને.. કહી ફોન હાથમાં આપ્યો અને જોયું વાંચીને એણે મોહીત સામે જોયું. મોહીતે કહ્યું વાંચી લીધો ? એ કોણ છે ? તને આવી એડવાઇઝ કહે છે તારી જીંદગીમાં એનું આટલું બધું ઇન્ટરફીઝરન્સ ? હાઉ ડેર શી ?
મલ્લિકાને ખૂબ જ હેંગ ઓવર હતું. એ મોહીતનો ગુસ્સો જોઇને ગભરાયેલી હતી.. ઉપરથી એનાં ફોનનો મેસેજ અનેક મીસ કોલ...
મોહીત ફરીથી ગુસ્સે થયો અને મલ્લિકાનો ચહેરો પકડી આંખોમાં આંખો પરોવી બોલ્યો ? કોઇ શું કહે છે શું વિચારે છે મને કોઇ ફરક નથી પડતો પરતું તેં કેમ નાં વિચાર્યુ મેં તને બીયર પીવાની ના પાડેલી તે તે વ્હીસ્કીમાં પેગ કેટલા પીધાં ? તને મારાં માટે પ્રેમ કે રીસ્પેક્ટ નથી ? આપણાં બાળકની કોઇ કેર નથી ? કેવી માં છે ? કેવી પત્નિ છે ? હું તને આજ સુધી ઓળખી જ ના શક્યો... અને આ કોણ છે ? મીસીસ X અને એને કેમ પાર્ટીમાં ના બોલાવી ? બોલ ?
મોહીત ખૂબ ગુસ્સામાં એનો ચ્હેરો પકડી આંખોમાં આંખો પરોવી પૂછી રહેલો. ગભરામણમાં અને હેંગઓવર કાબુમાં નહોતું એની જીભ કચરાઇ ગઇ અરે એ તો આવીને.. મોહીતે પૂછ્યું" આવીને... ? શું આવીને ? પુરુ કરને... મલ્લિકાએ ફેરવી તોળ્યુ અરે એ આવવાની હતી પણ છેલ્લી ઘડીએ એને કામ આવી ગયુ ના આવી શકી... પણ એણે ભલેને લખ્યું મને ખબર પડે છે ને ?
મોહીત હવે ખૂબ અકળાયો એણે કહ્યું "વાહ તને ખબર પડે છે ? તો તું આમ નશાખોરની જેમ દારૂ ના પીવત અને તને તારી બ્યુટી-સુંદરતાની આટલી બધી કિંમત છે તો દારૂ પણ આમ ના પીવાય.. તને ખબર છે. તે ઘરે આવીને કેટલી વોમીટ કરી છે ? એ બધુ જોવા સાફ કરવાં પણ એજ મીસીસ એક્ષને બોલાવવી હતી ને ? એ મીસીસ એક્ષ તરીકે કેમ નામ સેવ કર્યુ છે ? અસલી નામ શું છે ? હું એતો જાણું...
અમે એને એ રીતે જ બોલાવીએ છીએ એટલે... અને ત્યાંજ મોહીતનાં ફોનમાં રીંગ વાગી અને મલ્લિકાએ હાંશ કરી કે માંડ બચી.. એ ઉભી થઇને વોશરૂમમાં ભાગી.
મોહીતે ફોન પર વાત કરીને કહ્યું "યપ. પ્લીઝ કમ ઓન ટાઇમ વી આર પ્રીપ્રેડ અને ફોન મૂકીને મલ્લિકાને બૂમ પાડી કહ્યું "વેળાસર તૈયાર થઇ જજો બ્યુટી ક્વીન... પેકર્સવાળાં આવશે સામાન પેક કરવા અંગે મારે એ પણ બહું જોવાનું છે તારી મીસીસ X નહીં આવે બધુ કરવાં અને મોહીત એટલો ડીસ્ટર્બ હતો કે એણે અધૂરી કોફી પીવાની છોડી દીધી અને એ પેકીંગ કરાવવા માટેની તૈયારી કરવા માંડ્યો....
******************
સેટરડે આખો દિવસ અને સન્ડેનાં બપોર સુધીમાં બધો જ સામાન પેક થઇ ગયો.. સાંજની ન્યૂયોર્કની ફલાઇટ હતી અને કલાકમાં તો એ લોકો કંપનીનાં ફાળવેલાં કોટેજ પર પહોચી જશે અને પાછળને પાછળ સામાન પણ આવી જવાનો.
બધીજ તૈયારીઓ થઇ ગઇ હતી. માત્ર બે શુટકેશ, એટેચી અને મોહીતની ઓફીસ બેગ સિવાય બધો જ સામાન ઘરેથી નીકળી ગયેલો ગઇકાલથી આજ સુધી મોહીતે મલ્લિકા સાથે માત્ર કામ પુરતી જ વાત કરી હતી. એ ખૂબ હર્ટ થયેલો હતો.
મલ્લિકાએ એનો મૂડ સરખો કરવાં ઘણાં પ્રયત્ન કરેલાં પણ કાંઇ પરિણામ ના મળ્યું. મલ્લિકાએ એને સોરી કહ્યું કે સોરી ડાર્લીગ એક પેગ પીવાયા પછી મને ભાન જ ના રહ્યુ હું એટલી આનંદ અને અમીરીનાં ખ્યાલમાં અને તારી સફળતાનાં નશામાં હતી મને ભાન જ ના રહ્યું પ્લીઝ ફરગીવ મી જાન પ્લીઝ...
મોહીતે કહ્યું "તારાં એક પેગ પછીનાં બધાંજ પેગ તારાં માફ... પણ તારો પહેલો જ પેગ હું ક્યારેય માફ નહીં કરું તેં એક પેગ પણ કેમ પીધો ??
મલ્લિકા પાસે એનો જવાબ નહોતો. એણે ફક્ત એટલું જ કીધુ સોરી... મલ્લિકા મનમાં વિચારવા લાગી... હજી તો મોહું ને બીજી તો ખબર નથી એ ખબર પડશે તો શું થશે ? એ સહી જ નહીં શકે હું ગમે તેટલાં ખુલાસા ચોખવટ કરીશ એનાં ગળે નહીંજ ઉતરે... મારાં થી ગંભીર ભૂલ થઇ ગઇ છે અને ભવિષ્યની એની કલ્પનાઓથી એ અંદર ને અંદર થથરી ગઇ એણે વાતાવરણ હળવું બનાવવા વાત ચાલુ કરી "ડાર્લીગ આપણે બાય રોડ જ જવાનું હતું ન્યૂયોર્ક ક્યાં દૂર છે ? કેટલી મજા આવત. વાતો કરતાં કરતો ક્યારે પહોચી ગયાં હોત ખબર પણ ના પડત. માંડ 3-4 કલાક થાત સામન પણ બધો આવી જાત.
મોહીતે કહ્યું "બાય રોડ જવા માટે 3-4 કલાક વાત કર્યા વિનાં મારે કાઢવા કેવી રીતે ? આતો અડધો કલાકની ફલાઇટ અને પછી ઘરે પહોચતાં અડધો કલાક કલાકમાં તો નવાં ઘરે હોઇશું તને ખબર છે ? તેં મારાં ઉત્સાહ -આનંદનું મન નથી થતું શું કરું ? મને તારી સામે બોલવું નથી ગમતુ ? મારાં માટે ખૂબ IMP હતું એજ તેં ના સાચવ્યું.
મલ્લિકાએ કહ્યું "એય મોહુ સોરી.. મારી ભૂલ થઇ ગઇ. કાન પકડું છું... થોડી બહેકી ગઇ હતી મને હવે ભાન પડે છે મારાથી મોટી ભૂલ થઇ છે પણ હવે શું કરું પ્લીઝ મને માફ કરીદે આમ તો મને ન્યૂર્યોક આવવાનું મન પણ નહીં થાય નહીં ત્યાંનો કોઇ આનંદ ખૂશી મને સ્પર્શી શકે પ્લીઝ મોહું ફરગીવ મી. આવી ભૂલ નહીં થાય ફરીથી પ્લીઝ.. પ્લીઝ...
મોહીત થોડો પીગળ્યો.. એણે કહ્યું... ઓકે... માય લવ... આઇ લવ યુ... એમ કહીને મલ્લિકાને ગળે વળગાવી દીદી એને હોઠ પર ચુંબન આપીને વ્હાલ કર્યું. વળગતી મલ્લિકા મનમાં વિચારી રહી. હાંશ નીપટયુ હવે હું બાજી સંભાળી લઇશ ત્યાં મોહીતે કહ્યું "ફલાઇટમાં જવાનું કેન્સલ... લેટસ ગો બાય રોડ... મલ્લિકા સાંભળીને ખુશ થઇ ગઇ.. એ ફરીથી મોહીતને વળગી પડી.. લવ યુ મોહું.. અને મલ્લિકાનાં ફોન પર રીંગ આવી... મીસીસ એક્ષ...
વધુ આવતા અંકે -- પ્રકરણ-13