Sky Has No Limit - 11 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 11


મોહીતને કંપની તરફથી ન્યૂયોર્ક નવાં ડેસીગ્નેશન સાથે, પોસ્ટીંગ, મળી ગયેલું સાથે સાથે સારામાં સારુ વર્કીંગ ડાયરેક્ટર તરીકેનું મોટું પેકેજ મળી ગયેલું એ ખૂબ જ ખુશ હતો. હવે પૈસાથી ખરીદાતી બધીજ ખુશીઓ જાણે ખરીદી શકવાનો... ખાસતો મલ્લિકા ખૂબ જ ખુશી હતી. એણે ન્યૂયોર્ક જતાં પહેલાં ગ્રાન્ડ પાર્ટી એરેન્જ કરી હતી.
મલ્લિકાએ પોતાની કંપનીમાં પણ રીપોર્ટ મૂકેલો કે એનાં હસબન્ડની ન્યૂર્યોક ટ્રાન્સફર થઇ છે તો એને પણ એમની કંપનીની ન્યૂયોર્ક ઓફીસમાં ટ્રાન્સફર આપી. એની અરજી વિચારણા હેઠળ હતી એણે સાથે સાથે કીધેલું નહીંતર એણે રેઝિગ્નેશન આપવું પડશે.
મલ્લિકાએ ન્યૂજર્સીની આર્કર હોટલ ફલોરહમ પાર્કમાં પાર્ટી રાખી હતી ઘણી સોફિસ્ટિકેટેડ બધીજ સુવિધાઓ બાર-રેસ્ટોરેન્ટ પૂલ-બધુ જ હતું અને ત્યાં પાર્ટી રાખવી એક ઘણું ઊચું સ્ટેટસ હતું. મોહિતે અને જે હોટલ નક્કી કરવી હોય એની છૂટ આપી હતી. મલ્લિકાએ એનાં બધાં જ ફ્રેન્ડ સર્કલને -મોહીત ઓફીસ સ્ટાફ, રીસ્ડર્ટ, જોહન, એનાં ઓફીસનાં કલીગ બધાને ઇન્વાયટ કરેલા. પૈસાની થેલી છૂટી મૂકી દીધી હતી આજે એ ખૂબ જ ખુશ હતી એનો રોબ વધી ગયેલો એ આવતીકાલનાં સ્વપ્નમાં રાચવા લાગી હતી... હવે એની પાસે બધું જ હશે. મોહીતે એને સાચા અર્થમાં તવંગર બનાવી દીધી હતી.
મોહીતને ઓફીસીયલ એપોઇન્ટમેન્ટ લેટર. પેકેજ ડીટેઇલ્સ અમુક એડવાન્સ, કંપનીએ ત્યાં કોટેજ પણ આપી દીધુ હતું બધી જ ગોઠવણ થઇ ગઇ હતી. સર જ્હોન આવી શકે એમ નહોતાં તેમને પેરીસની ટુર હતી અને રીચડ્સ હાજર રહેવાનો હતાં. મોહીતનાં ખાસ મિત્રો-હેમ-(હિમાંશુ) શિલ્પા, ફાલ્ગુન, સોનીયા ને એડવાન્સમાં કહી દીધું હતું.
મોહીત અને મલ્લિકાનાં અમેરીકન ફ્રેન્ડસ પણ બધાં આવવાનાં હતાં. મલ્લિકાએ બધુ જ બુક કરી દીધુ હતું. આગલા દિવસે ડ્રીંક્સ, ડીનર માટે ડીશીશ-આઇટમ બધુ જ નક્કી થઇ ગયું હતું. અમેરીકન ઇટાલીયન સાથે ઇન્ડીયન ડીશીશ હતી. ડ્રીંકમાં જેને જે બ્રાન્ડ ફાવે એ પી શકે એવી વ્યવસ્થા હતી જાણે કોઇ અમેરીકન સેનેટરની પાર્ટી હોય એમ બધી એરેન્જમેન્ટ હતી.
આખરે ફ્રાઇડે પાર્ટીની નાઇટ આવી ગઇ. મલ્લિકાએ લેટેસ્ટ ડિઝાઇનનો ડિપ નેકનો અર્ધો ખુલ્લો એવો ડ્રેસ પહેરેલો. મલ્લિકાએ આજે પાર્ટીમાં એક ખાસ મોહુ માટે સપ્રાઇઝ રાખી હતી જે પાર્ટી શરૂ થયાં પછી એનાઉન્સ થવાનું હતું. મોહીત અને મલ્લિકા બંન્ને સમયનાં કલાક પહેલાંજ હોટલ પહોચી ગયાં ત્યાંની બધી જ વ્યવસ્થાઓ જોઇ લીધી પછી ગેસ્ટને વેલકમ કરવા માટે તૈયાર થઇ ગયાં છેક છેલ્લી સુધીની તૈયારી મલ્લિકાએ ચેક કરી લીધી હતી.
સૌથી પહેલાં જ રીચડ્સની એન્ટ્રી પડી. મોહીતને આશ્ચર્ય સાથે આનંદ થયો. રીચડ્સે એને કોન્ગ્રચ્યુલેશન કહ્યું અને પછી ઊમેર્યું. માય બોય મારે પાછુ જવાનું છે સર જ્હોન નથી અને અરજન્ટ મીટીંગની તૈયારી માટે મારે હોમવર્ક કરવાનુ છે એમ કહીને ગીફટનું પેકેટ હાથમાં થમાવ્યુ. મલ્લિકાને જોઇ કહ્યું યુ હેવ લવલી એન્ડ બ્યુટીફુલ વાઇફ એની વે એન્જોય યોર પાર્ટી એમ કહીને એમણે વિદાય લીધી.
થોડીવારમાં એક પછી એક ગેસ્ટ આવવા લાગ્યાં ફાલ્ગુન-સોનીયા-આવી ગયો હતાં એમની પાછળ પાછળ ઇન્ડો અમેરીકન હેમ આવી ગયો ઇન્ડીયન શિલ્પા સાથે મોહીતે બધાંને આવકાર્યા અને ઇશારાથી જગ્યા બતાવી જવા કહ્યું અને ઉમર્યુ હમણાં હું જોઇન્ટ થઊં છું તમે ચાલુ કરો.
મોહીતે -મલ્લીકાનાં કલીગ-અમેરીકન ફ્રેન્ડસ બધાં આવી ગયાં પછી મલ્લિકા હોલની મધ્યમમાં ગઇ અને માઇક હાથમાં લઇને બોલી-"હેલ્લો એવરીવન, એટેનશન પ્લીઝ... ફોર માય હબીસ સક્સેસ આઇ હેવ એરેન્જ એ ગ્રાન્ડ પાર્ટી પ્લીઝ એન્જોય પાર્ટી વીથ સીંગર અનુ નીગમ... અને હોલમાં લાઇટનો પ્રકાશ રેલાયો અનુનિગમ પર ઢોળાયો બધાંએ તાળીઓનાં ગડગડાટથી એને વધાવી લીધો.
મોહીત મલ્લિકા સામે આનંદ અને આશ્ચર્યથી જોઇ રહ્યો મલ્લિકા મોહીત પાસે આવી એને વળગીને ચુંબન આપી બોલી "માય લવ કોન્ગ્રેચ્યુલેશન આઇ હોપ તને મારી બધી એરેન્જમેન્ટ ગમી હશે ખાસ કરીને સીંગર અનુ નીગમની હાજરી...
મોહીતે બે હાથ પહોળા કરી બાથમાં ભરીને ફરીથી હોઠ પર હોઠ મૂકી ચૂમી લઇને કહ્યું " આઇ એમ વેરી હેપી માય ડાર્લીંગ.. લવ યુ.
પાર્ટી શરૂ થઇ ગઇ હતી. બધાં પાર્ટીમાં ડ્રીંકસ અને બાઈટની મજા માણી રહ્યાં હતાં. આવનાર ગેસ્ટ બધાં મોહીત-મલ્લિકાને કોન્ગ્રેચ્યુલેશન કહી ગીફટ આપી પાર્ટીમાં જોડાઇ રહ્યાં હતાં.
મોહીત મલ્લિકા ખૂબ ખુશ હતાં. અને નિગમને મલ્લિકા તરફથી ગીતોનું લીસ્ટ મળી ગયું હતું. મોહીતનાં બધાં જ નવા જૂના ગમતાં ગીતો ગાઇ રહ્યો હતો. અનુ નિગમને બોલાવીને જ મલ્લિકાએ એક સ્ટેટ્સ ઉભું કરી દીધુ હતું.
શરાબ-શબાબ સાથે ગીતોની રમઝટ ચાલતી હતી ધીમે ધીમે પાર્ટી એના શુમાર પર આવી રહી હતી. બધાં નશામાં ઝૂમ થઇને નાચી રહેલાં મજા લઇ રહેલાં.
હેમ-શિલ્પા-ફાલ્ગુન-સોનીયા બધાં દૂરથી મજા લઇ રહેલાં મોહીત-મલ્લિકાને જોઇ રહેલાં. કોઇ ખૂબ ખુશ હતું કોઇક આજે ઇર્ષ્યાથી જોઇ રહેલાં બધાનાં મનમાં જુદી જુદી લાગણીઓ હતી. મલ્લિકા પાસે સોનીયા આવી અને એના હાથે મલ્લિકાને ગ્લાસ આપ્યો.. મલ્લિકા એક ઘૂંટે પી ગઇ. હેમ આવીને મોહીતને વળગી પડ્યોને કહે " યુ આર જીનીયસ યુ હેવ એચીવડ એવરીથીંગ માય ફ્રેન્ડ કોન્ગ્રેચ્યુલેશન કહીને મોહીતને પેગ પીવડાવી દીધો.
વાતાવરણ મસ્ત ભર્યુ થઇ ગયું. મલ્લિકા બિન્દાસ નાચી રહેલી સફળતાનો નશો મોહીત કરતાં એને વધુ ચઢેલો એને સોનીયા એક પછી એક પેગ આપી રહી હતી પોતે પણ પી રહી હતી. શિલ્પા ક્યારની જોઇ રહી હતી એણે મલ્લિકા પાસે આવીને કહ્યું "બસ કર હવે નથી પીવાનું અને એણે સોનિયાને પણ ના પાડી. પ્લીઝ તું મલ્લિકાને ના આપ... એનાં માટે સારું નથી.
નશામાં ધૂત મલ્લિકાએ કહ્યું "એય.. શિલ્પા પ્લીઝ ડોન્ટ ઇન્ટરફીયર પ્લીઝ એન્જોય એન્ડ લેટ મી એન્જોય એમ કહીને શિલ્પાની લાગણી સમજ્યા વિના જ ઈન્સલ્ટ કર્યુ.
મોહીતે એ જોયું એ મલ્લિકાની પાસે આવીને કહ્યું "એય મલ્લુ... પ્લીઝ ટેક કેર ચોર સેલ્ફ નાઉ યુ હેવ ટુ મચ. પ્લીઝ ડોન્ટ ડ્રીંક નાઉ ઇટ્સ નોટ ગુડ ફોર યોર હેલ્થ.
મલ્લિકા સમસમીને ચૂપ રહી પણ એનો મૂડ
ઊડી ગયો.
પાર્ટીમાં બધાંએ ખૂબ એન્જોય કર્યુ બધાએ મલ્લિકા પાસે આવી ડીનરનાં અને સીલક્શનમાં ખૂબ વખાણ કર્યા મલ્લિકા પોરસાઇ રહી હતી એણે બધાને થેંક્સ કહ્યું અને ધીમે ધીમે બધાં વીખરાઇ રહેલાં... મોહીત એકદમ સ્વસ્થ હતો એ મલ્લિકાને સાચવી રહેલો. આજે એણે મલ્લિકાનું નવું જ રૂપ જોયુ હતું. બધુ પરવારી એ લોકો ઘરે આવ્યાં.
ઘરે આવીને મલ્લિકાએ એની સ્ટાઇલીશ ચંપલ કાઢી અને મોઘેરા ડ્રેસ સાથે જ પલંગમાં પડી એને ખૂબ જ ચઢી ગઇ હતી. મોહીતે વિચાર્યુ અત્યારે એને કંઇ પણ કહેવાનો કોઇ અર્થ નથી સવારે વાત. ત્યાંજ મલ્લિકાનાં ફોનમાં નોટીફીકેશન આવ્યું.
એમાં કોઇનો મેસેજ હતો નામની જગ્યાએ માત્ર MRS X એવું લખેલું હતું એમાં એની ઓફીસનાં કોઇ કલીગનો મેસેજ હોય એવું લાગ્યુ કારણકે ન્યૂયોર્ક ઓફીસમાં એને પોસ્ટીંગ કરી આપ્યું હતું... સાથે સાથે બે લીટી બીજી લખી હતી ટીલ યુ આર સો યંગ... ડોન્ટ સ્પોઇલ યોર બ્યુટી ફોર બેબી બી કેર ફુલ..
આવો મેસેજ વાંચીને મોહીત ખૂબ જ ગુસ્સે ભરાયો એ ભાન ભૂલ્યો એણે મલ્લિકાને ઢંઢોળી પણ એને કંઇ ભાન જ નહોતું એટલી ચઢી હતી કે એ એનાં કપડાનું પણ ભાન નહોતું મોહીતે એનો ફોન એનાં બેડ પર ઘા કરીને પોતે ચેન્જ કરવા અને ફ્રેશ થવાં જતો રહ્યો.
***************
મોહીત સવાર સુધી સૂઇ રહેલો હવે બે દિવસ આમ પણ રજા હતી પરંતુ ન્યૂયોર્ક શીફ્ટ થવાં માટે તૈયારી કરવાની હતી. મેકર્સ એન્ડ પેકર્સ વાળાને બોલાવી સૂચનાઓ આપવાની હતી એ ઉઠી ફ્રેશ થઇને કીચનમાં આવ્યો કોફી બનાવી.
ડ્રોઇગરૂમમાં બેઠો બેઠો કોફી પી રહેલો અને મલ્લિકા ઉઠીને આવી... મોહીતે કહ્યું "ગુડ મોનીંગ મેમ હાઉ આર યુ આર યુ ઓકે ? પછી રાત્રી વાળો મેસેજ યાદ આવતાં પૂછ્યું આ કોઇ MRS X કોણ છે ?
મલ્લિકાની આંખો ચમકી... કેમ કેમ શું થયું ? મોહીતે કહ્યું તારો મેસેજ વાંચી લે પછી વાત કહ્યું.
વધુ આવતા અંકે --- પ્રકરણ-12

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED