લગ્ન ની પહેલી રાત હતી. પહેલી રાત માટે છાયા ખુબ જ આતુર હતી પણ મનમાં સંકોચ અનુભવતી હતી. તેમના મનમાં સવાલ હતો કે લગનની પહેલી રાત કેવી હસે મારી.
સુહાગરાતે છાયા સેજ પર મીઠા સપના સંજોવી ને બેઠી છે,
મારો કાર્તિક આવી ને કેવો વરસશે એક રાહ જોઈ ને બેઠી છે
જિંદગીભર નો સાથ કેવો રહેશે ખુદ ને અજંપા માં રાખી બેઠી છે
ખુદ ભવસાગર તરવા હાથ એક અજાણ્યા કાર્તિક ને આપી ને બેઠી છે.
ઘૂંઘટ માં બેઠેલી છાયા તેના પતિ કાર્તિક ની રૂમ માં રાહ જોઈ રહી હતી. લગભગ રાત ના દસ થાય હસે પણ હજુ સુધી કાર્તિક આવ્યાં છાયા પાસે આવ્યો ન હતો. એક બાજુ થાકેલી છાયા ને ઊંઘ આવી રહી હતી બીજી બાજુ સુહાગ રાત ની પળ તે ગુમાવવા માંગતી ન હતી.
બેઠી હતી કાર્તિક ના વીચારમાં ને
રાહ જોતા જોતા ઘણી જોવાઈ ગઈ.
નોહતુ લેવુ પ્રેમનુ નામ છતાયે લેવાઇ ગયુ
બેઠી છે છાયા અંતર ગુચવાડા માં અટવાઇને,
અને ઝીંદગી ના હીસાબ ના સરવાળા માં કાર્તિક આવ્યો
પરીભાષા સમજી નોહતી પ્રેમ ની અને
પ્રેમ નું સુહાગરાત ની રાત રચાય ગઈ.
દુનીયા કહે છે પાગલ આ છાયા ને કાર્તિક ના પ્રેમ માં શુ દેખાઇ ગયુ,
છાયા તો કાર્તિક ના પ્રેમ નુ દર્પણ ઓઢી ને ફરે છે.
થોડો સમય થયો એટલે કાર્તિક રૂમમાં આવ્યો. છાયા ની બહુ માં બેસી ને છાયા નો ઘુઘટ ખોલ્યો ને કહ્યું તું આજે બહુ સુંદર લાગી રહી છે. નર્વસ બનેલી છાયા માં થોડો જીવ આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. પણ થોડી સરમ અનુભવી રહી હતી.
પહેલા કાર્તિકે છાયા ને કહ્યું તું તારા કપડાં ચેન્જ કરી નાખ તને થોડું આવુટ ફિલ થઈ રહ્યું હસે. એક ડર છાયા ના ચહેરા પર દેખાયો એટલે કાર્તિકે કહ્યું છાયા હું તને કઈ નહિ કરું તું થકી ગઈ હસે એટલે આ કપડાં માં તને ઊંઘ નહિ આવે એટલે તને કહ્યું તું કપડાં ચેન્જ કરી નાખ. રાહત ભરેલા શબ્દો સાંભળી ને છાયા બીજા રૂમ માં જઈ કપડાં ચેન્જ કરી આવી.
કાર્તિક પણ લગ્નના લહેંગામાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો, તે ખૂબ કંટાળી ગયો હતો તેથી તે પણ છાયા આવી પછી નાઇટ ડ્રેસ પહેરવા ગયો.
બાજુમાં ફરી કાર્તિક બેસી ને છાયા નો હાથ પકડ્યો ત્યાં તો.
તારા સ્પર્શ થી તારામાં સમાઈ ગઈ છું,
કોણ છું ? ક્યાં છું ? એ પણ ભૂલી ગઈ છું.
જીવંત બની છું તારા આગમન થી
અને તારા સ્પર્શ ની હું દીવાની બની ગઈ છું.
કાર્તિક ને કોઈ નો ફોન આવ્યો એટલે તે દૂર જઈ વાતો કરવા લાગ્યો. ઘણો સમય થયો પણ ફોન પર કાર્તિક ની વાતો ચાલુ રહેતા છાયા ના મન માં અલગ અલગ વિચારો આવવા લાગ્યા તે વારે વારે કાર્તિક તરફ જોઈ રહી હતી. ઘણો સમય થાય પછી કાર્તિક ફોન કટ કરી છાયા પાસે આવી તેનો ફોને સ્વીચ ઓફ કરી એક બાજુ મૂકી દીધો.
છાયા સામે સ્માઇલ કરી અને ખિસ્સામાંથી સોનાનો મંગળસૂત્ર કાઢીને છાયા ના ગળા માં પહેરાવ્યું. તે ખૂબ જ સુંદર મંગળસૂત્ર હતું.
ફરી કાર્તિક છાયા ના કાન માં કહ્યું તારા માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ છે. છાયા ના ચહેરા પર ખુશી નો પાર ન રહ્યો એક પછી કાર્તિક સરપ્રાઈઝ આપી રહ્યો હતો. કાર્તિકે છાયા સામે એક બોક્સ મૂક્યું ને કહ્યું આ તારી ગિફ્ટ.
જ્યારે છાયા એ ખોલ્યું, ત્યારે તેમાં સુંદર સેમસંગ ફોન હતો. ફોન હાથમાં લઈ કાર્તિક નો આભાર માન્યો અને પછી બંને એ પલંગ પર બેસી વાત શરૂ કરી. કાર્તિક રોમેન્ટિક વાતો કરવા લાગ્યો છાયા પણ તે રોમેન્ટિક વાતો ને પ્રેમ થી સાથ આપવા લાગી. છાયા અને કાર્તિક જાણે હવે રોમેન્ટિક મૂડ માં આવી ગયા હોય તેવું લાગી રહ્યું હતું.
તે દિવસે ફર્સ્ટ નાઇટ સાથે વાત કરતી વખતે છાયા ને સમજાયું કે મારો પતિ પણ ખૂબ રોમાન્ટિક અને રમૂજી છે. તે સમયે બન્ને એ ઘણી બધી બાબતો પર હસી મઝાક કરી તેથી તેઓ થોડા નજીક આવ્યા. કાર્તિક છાયા ને એવું અનુભવવા માંગતો હતા કે છાયા વિશ્વની સૌથી સુંદર છોકરી છે અને આ લાગણી અને પ્રેમ છાયા ને ખુબ ગમી હતી.
બંને હવે રોમેન્ટિક બની ગયા હતા. કાર્તિક છાયા ની થોડું વધુ નજીક આવ્યો. પહેલા તો છાયા ની આંખો ને નિહાળતો રહ્યો ને છાયા જ્યારે કાર્તિક ની આખો માં ખોવાઈ ગઈ કે તરત કાર્તિક છાયા ના હોઠ પર ચુંબન કર્યું પણ છાયા તરત જ અટકી ગઈ.
કાર્તિકે પુછ્યું “શું થયું…. તું કેમ બ્લશ કરી રહી છે?
ત્યારે છાયા એ કહ્યું મને ડર લાગી રહ્યો છે. તમે જે કરી રહ્યા છો તે મને આઉટ ફિલ થઈ રહ્યું છું. આવું મે ક્યારેય નથી કર્યું પ્લીઝ થોડી વાર રોકી જાવ .
"અરે પગલી ... હું પણ તારી જેમ છું અને આજે નહિ તો કાલે આપણે ભેગુ તો થવાનું જ છે. હું બસ તને પ્રેમ કરું છું તું કઈ નજરે થી જોવે છે તે તું કહીશ મને.
છાયા કઈ બોલી નહિ પણ કાર્તિક ના ગાલ પર ચુંબન કર્યું. કાર્તિક ના ચહેરા પર ખુશી આવી ગઈ. બંને હવે નજીક આવી લિપ થી લિપ કિસ કરવા લાગ્યા બંને એકદમ સારું ફીલ કરી રહ્યા હતા.
પછી બંને ફરી વાતો કરવા લાગ્યા. તેમને ઘણી વાતો કરી આ વખતે કાર્તિક છાયા ના ખોળા માં માથું રાખી વાતો કરતો કરતો છાયા ને નિહાળી રહ્યો હતો. ત્યારે તેમને લાગ્યું કે બંને ની પસંદગી એક જ છે. ત્યારે છાયા ને લાગ્યું. હું મારા પતિને લાંબા સમયથી ઓળખું છું. તેની પ્રથમ રાત્રિ ખૂબ જ વિશેષ હતી અને છાયા આવા પતિને મેળવી ને તેની જાતને ખૂબ ભાગ્યશાળી માનવા લાગી.
જીત ગજ્જર