AFFECTION - 28 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

AFFECTION - 28

















કાર પુરપાટ ઝડપે સીટી હોસ્પિટલ જઈ રહી હતી...કાર નૈતિક ચલાવતો હતો...કારણ કે હવે કોઈ મારા પર ભરોસો કરવા તૈયાર નહોતું કે હું કાબુમાં છુ...એટલે તે લોકો મને શાંત પાડવા માંગતા હતા...પણ કેવી રીતે શાંત થઈ શકું હવે હું...

હર્ષ : કાર્તિક પ્રોમિસ કર...કે તું ત્યાં મારામારી નહિ કરે..

નૈતિક : જોઈ લે કાર્તિક....જો તે ત્યાં કંઈપણ આડા અવળું કર્યું તો તને કોઈ નહિ બચાવે ભાઈ...હોસ્પિટલ શહેરમાં આવેલી છે..

ધ્રુવ : તે કાંઈ તારું સાસરિયું સોનગઢ નથી..કે મારી ને ફેંકી દો તો પણ કોઈ સજા ના થાય...અહીંયા તો જો એક થપ્પડ પણ જો કોઈ વગદાર માણસને માર્યુંને તો પોલીસ મારી મારીને કોથળા જેવો કર નાખશે...ભાઈ ટાઢો પડ..

હર્ષ : કંઈક બોલ તો ખરા....ઇનપુટ આટલું આપ્યું....કમ સે કમ તારી ગરદન હલાવી હા તો પાડ...

મારુ ધ્યાન હજુ પણ બારી બહાર જ હતું...બસ આકાશમાં જોયે જતો હતો...

ધ્રુવ : આ નક્કી કંઈક કરશે જ...આના રિએકશન જોતા તો લાગે છે કે ગંભીર પ્લાન બનાવી રહ્યો છે...

નૈતિક : એના પ્લાનમાં મારવા સિવાય બીજી કોઈ વાત જ ના હોય....અને એ જ વાંધો છે..

ત્યાં જ મેં ફોન હાથમાં લઈને એક નંબર લગાવ્યો...
રાત ના બે વાગ્યા હશે લગભગ....ઘરમાં રિંગ વાગી રહી હતી...અને થોડીક વાર પછી ફોન ઉપાડયો.

me : હેલ્લો....મમ્મી

સામે ના છેડેથી મમ્મી નો નહીં પણ પપ્પા નો અવાજ આવ્યો....

પપ્પા : ઘરે ક્યારે આવીશ??બસ હવે બહુ થયું...જે થયું એ થયું...મને પેલા રાજુ એ બધું કહી દીધું જ્યારે હું એની ટી સ્ટોલ પાસે ઉભો હતો...તું મને સાચું કહી શકતો હતો...હું સમજુ છું કેવું લાગે...

me : તમે ના સમજત પપ્પા....જે થયું એ થયું...હવે હું એકલો તો ઘરે નથી જ આવવાનો...મેં એક સવાલ પૂછવા ફોન કરેલો...

પપ્પા : બેટા...એવું ના કરાય...ઘરે આવીજા..ક્યાંક સુધી રખડીશ...

me : મને ખાલી એક સવાલનો જવાબ જોઈએ છે...

પપ્પા : ઘરે આવતો રહે...બધા સવાલના જવાબ ગોતી લઈશું..

me : ઘરે નથી આવવાનો હું હવે..જ્યાં સુધી મારુ કામ નથી પતી જતું...

પપ્પા : લે...આ છોકરો એકેય વાતમાં નથી સમજવાનો...ખબર નહીં શુ કામ નકામી જીદ કરતો હશે દર વખતે હવે તું જ સમજાવી લે આને...એમ બોલીને મમ્મીને ફોન આપ્યો..

મમ્મી : આટલી રાતે જાગીને શુ કરે છે દીકરા??

me : અત્યારે મને એવું થાય છે કે ખૂન કરી નાખું એ બે લોકોનું તો શું એ કરું તો તમને કઈ વાંધો છે ભવિષ્યમાં...કારણ કે બની શકે કે મને સજા થાય..

મમ્મી : કોના વિશે બોલે છે.....તું...ભાનમાં તો છો ને તું..

me : એના વિશે જ બોલું છું જેને મારી અને સનમની આ હાલત કરી છે...સનમ હાલ મરવાની અણી પર છે..એ માણસના લીધે...

મમ્મી : ખબર નહિ કેમ પણ તમને બંને ને જ તકલીફ પડે છે બધી...જો બેટા...કોઈને પણ મારવાનો હક આપણેને નથી...

me : જો એને કેટલાય ખૂન કર્યા હોય...અને જાનકી જેવી છોકરીઓને પણ મારી નાખી હોય...છતાં પણ આપણેને એને સજા દેવાનો હક નથી...

મમ્મી થોડીક વાર મૌન થઈ ગયા...એટલે એમની ખામોશી પરથી મને મારો જવાબ મળી ગયો..

me : મને મારો જવાબ મળી ગયો છે...કે આવા લોકોનું શુ કરાય....પણ તમે એક વાર તમારા મોઢેથી બોલી નાખો..

મમ્મી : જો તું બોલી રહ્યો છો એ બધું સાચું હોય ને તો એ લોકો સજા ને હકદાર છે...પણ જો તું બધું ખુલ્લેઆમ કરીશ..તો તને કોઈ નહિ બચાવે...પણ જો તારી નિયત સાફ હશે..અને એ લોકો ખરેખર પાપી હશે તો તને રોકવા વાળું કોઈ નહિ હોય...

me : તમને લાગે છે કે સનમને લઈ આવી શકીશ??

મમ્મી : મને તો વિશ્વાસ છે...સનમ વહુ ઘરે આવશે...અને આપણે બધા સાથે જમીશુ....બસ

me : તો હું ગમે તે કરું તમારો સાથ છે ને??તમને કઈ વાંધો તો નથી ને??

મમ્મી : ગમે તે કર...હું તારા સાથે જ છુ....કશું ના થાય તને...બસ હિંમત રાખજે..અને જ્યાં સુધી ગુસ્સા પર કાબુ રહે ત્યાં સુધી રાખજે...કૈક ખરાબ પગલું ના ભરતો...

ત્યાં જ મારા હાથમાંથી ફોન હર્ષ એ લઈ લીધો..

હર્ષ : અરે આ તો પેલા બે ને હોસ્પિટલમાં જ પતાવી નાખવાની વાત કરે છે...તમે શું કામ આને સાથ આપો છો...

મને મારા જવાબ મળી ચુક્યા હતા એટલે હું પાછો બારી ની બહાર જોતો જોતો આંખો બંધ કરીને બેસી રહ્યો..

મમ્મી : તો બીજું શું કરું હું??એની હાલત જોઈને મને રડવું આવી જાય છે દરવખતે...એ પેલી છોકરીને યાદ કરી કરીને મરી જાય એવું હું નથી ઇચ્છતી...કમ સે કમ એ બદલો લેવાની બે પળ તો શાંતિ અનુભવી શકશે...એનો જીવ સનમમાં જ છે...સનમ જો શાંતિ થી જીવશે તો મારો દીકરો જેલમાં પણ ખુશી ખુશી જીવશે.

હર્ષ : પણ એના બીજા ઉપાય પણ હશે જ ને??

મમ્મી : આ કાઈ તકલીફ નથી કે જેના ઉપાય હોય...આ પ્રેમ છે...જેમાં ફક્ત એક જ નિયમ હોય કે પ્રેમી સાથે ન્યોછાવર થઈ જાવ..અથવા તો પ્રેમી માટે ન્યોછાવર થઈ જાવ...અને જો આ વસ્તુ કરવાનો મોકો મળે તો બસ...કરી નાખો...હું મારા છોકરા ને આ મોકો મળ્યો છે તો એને રોકીને એની જિંદગી જે પહેલેથીજ આટલી બરબાદ છે...અને એના પાસે મોકો મળ્યો છે તો એને હું છીનવવા નથી માંગતી..

હર્ષ : તમને વિશ્વાસ છે ને કે તમારા છોકરાને કશું નહીં થાય...

મમ્મી : ભગવાને કોઈ દિવસ કોઈનું ખોટું નથી થવા દીધું...જ્યા સુધી મને ખબર છે...અને હજુ પણ નહીં થવા દે....

એમ બોલીને ફોન કાપી નાખ્યો...

*
*
*

છેલ્લે હોસ્પિટલ એ પહોંચી ગયા..

નૈતિક અને ધ્રુવ એ મારી બંદૂક અને તલવાર લઈ લીધા અને કારમાં મૂકી દીધા..

ધ્રુવ : જોઈ લે ભાઈ...હથિયાર તારા અમે લઈ લીધા છે...હોસ્પિટલમાં જશું...સનમને મળીશું..સિક્યોરિટી અને સીસીટીવી કેમેરા તો હશે જ...એટલે આપણે સનમને લઈને જતા રહીશું....ધનજી તો શું ધનજી નો બાપ પણ કઈ ના કરી શકે....આ શહેર છે...એના બાપનું સોનગઢ નથી...તું ચિંતા ના કર....જો ખાલી...

મેં ગરદન હલાવી હા પાડી...

અંદર ગયા...સનમને ક્યાં વોર્ડમાં રાખી છે તે ડિટેલ લઈને આગળ વધતા ગયા...ધીમે ધીમે દિલમાં ગુસ્સા ની જગ્યા એ સનમ ને આટલા દિવસો પછી મળી શકીશ એની તાલાવેલી આવવા લાગી...મેં પગલાં ની ઝડપ વધારી...પણ આગળ જતાં જ વિરજીભાઈ,સૂર્યો,ધનજી બધા બેઠા હતા..

સૂર્યો મને જોઈ ગયો...અને તરત જ હસતા હસતા બોલ્યો..

સૂર્યો : મજનું સાહેબ તો હજુ જીવે છે...અને હાજર થઈ ગયા છે..મારુ મોઢું શુ જુઓ છો....જાવ...એને મારી નાખો...

ત્યાં જ ધનજી બોલ્યો...
ધનજી : ઉભો રે...અત્યારે કઈ ના કરતો...સીસીટીવી છે...પાછુ...પોલીસ ની અવરજવર છે...

સૂર્યો : ચિંતા ના કરો...બધું જ કાબુમાં છે...સીસીટીવી થી લઈને પોલીસ...કોઈ કઈ નહિ બોલે...જેનું કામ આ વખતે હાથમાં લીધું છે...એ બધાનો બાપ છે...પોલીસ પણ નહીં કરે...જો એક ફોન આવી ગયોને એનો તો...

ધનજી : ગમે તેનો બાપ હોય...અત્યારે તારો બાપ બોલે છે એમ કર...જીભના ચલાવ તારી..

સૂર્યો બોલતો બંધ થઈ ગયો..ધનજી શુ બોલ્યો બધું સાંભળ્યું મેં..મારા દોસ્તો ખુશ થયા સાંભળીને કે અહીંયા હવે એકેય ખતરો નથી..

હું આવ્યો...વિરજીભાઈ સામે જોયું તો એમને અંદર જવા ઈશારો કર્યો...દિલના ધબકારા વધારે ધબકવા લાગ્યા...એકદમ ઝડપથી...અંદર ગયો...તો એક બેડ પર સૂતી હતી અને તેને ઓક્સિજન માસ્ક ભરાવેલું હતું...લોહીનો બાટલો ચડી રહ્યો હતો..ટીપું ટીપું પડી રહ્યું હતું..

એકદમ સન્નાટો છવાઈ ગયો દિલમાં..હજુ એનો ચહેરો તો નહોતો દેખાતો સરખો....હું નજીક ગયો એની..

એના કપાળ પર હાથ ફેરવ્યો...કેટલા દિવસો પછી એને મહેસૂસ કરી...એનો સ્પર્શ અનુભવ્યો...

એના હાથને હાથમાં લીધો અને હળવેકથી આંખો મીંચીને કસ્યો...

"પ્લીઝ બાપ્પા આને ઠીક કરી દો..."બોલતા બોલતા જે આંસુ રોકીને રાખ્યા હતા આટલા સમયથી તે નાછૂટકે રડાય ગયું ને બધા આંસુ બહાર આવવા લાગ્યા...એક સમય હતો જ્યારે એ મારા માટે બોલી હતી ગણપતિ બાપા ને કે આને સાજો કરી દો...સમય પણ કેવો...ત્યારે પણ રાત ના આટલા જ વાગ્યા હશે...તેને તે સમયે કેવું લાગતું હશે....તે કેટલી ડરી ગઈ હશે...બધો અહેસાસ આજે મને થઈ ગયો કે જ્યારે પણ હું કોઈ નાદાન હરકત કરું છું...તો મારા ફેમિલીને કેવું લાગતું હશે..

બસ ત્યાં બેસીને આંખો ખોલવાની રાહ જોવા લાગ્યો..

*

સૂર્યો : પેલો નાલાયક મારી થનાર પત્ની જોડે...અંદર એકલો છે...તમે કેમ કઈ કરવા નથી દેતા મને..

ધનજી : તારે એને મારી નાખવો હોય તો મારી નાખજે પણ સોનગઢમાં...અહીંયા કઈ નહિ કરવાનું...

સૂર્યો : પણ તમને કીધું તો ખરા કે બધું મારા હાથમાં જ છે...બધાનો બાપ...

હજુ તે આગળ બોલવા જાય તે પહેલાં જ ધનજી બોલ્યો.

ધનજી : બસ કર....ક્યારનો લાગી પડ્યો છો..બધાનો બાપ....બધાનો બાપ...જ્યારે ફસાઈ જઈશ....કોઈનો બાપ નહિ આવે ...તારા બાપ સિવાય...તો બાપની વાત માનતા શીખ..

છતાંય સૂર્યો ના માન્યો....અને મારા તરફ આવવા લાગ્યો...વોર્ડનો દરવાજો ખોલીને...

મારા દોસ્તો બધું જોઈ રહ્યા હતા...એમને તરત જ પોલીસને કૉલ કરી નાખ્યો થોડીક દૂર જઈને...

સૂર્યો મને સનમ નો હાથ પકડીને બેઠેલા જોઈ ગયો...

સૂર્યો : હાથ પકડવાની હિંમત કેમ થઈ તારી...
મારુ ધ્યાન એના તરફ નહોતું...હું બસ સનમ નો હાથ પકડીને એના તરફ જોઈ રહ્યો હતો...રડી રહ્યો હતો...ત્યાં જ સૂર્યા એ મારો હાથ પકડીને ખેંચ્યો...અને અજાણતા જ મારા હાથ જોડે સનમનો હાથ પણ ખેંચાયો અને તેનું ઓક્સિજન માસ્ક ખસી ગયું...એને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી...નર્સ ને પહેલેથીજ ધમકાવેલી હશે આ ગુંડાઓએ એટલે તે દૂર ઉભી હતી ડરીને..પણ સનમની આવી હાલત જોતા તે તરત જ દોડીને આવી..અને સનમનું ઓક્સિજન માસ્ક સરખું કર્યું...અને તેને તરત જ એક ઈન્જેકશન માર્યું...અને ડોકટરને બોલાવવા ભાગી..

આટલું કર્યું..છતાં પણ એને શાંતિ ના થઇ...તો સનમને હજુ પણ દર્દ આપતો હતો...હજુ મને ધક્કો મારીને પાડ્યો...મુક્કા લાત મારવા લાગ્યો વોર્ડમાં જ..એના માણસો જે બહુ ઓછા હતા તે જોઈ રહ્યા હતા..મારા દોસ્તો તો આવી રહ્યા હતા મને બચાવવા પણ એમને પેલા ચાર ગુંડાઓએ પકડી લીધા..તેઓ સિક્યુરિટીને બૂમ મારીને બોલાવી...પણ કોઈ નહોતું આવતું...કારણ ખબર જ હતી..

મને તે મારી રહ્યો હતો...મારુ મગજ સુન્ન થઈ ગયું...કાન માં સંભળાતું બંધ થઈ ગયું ઘડીક વાર...બસ સનમ દેખાતી હતી...પછી અચાનક હું ટેબલ પર પડ્યો ત્યાં મોટી કાતર પડેલી હતી...લગભગ લાગેલા પાટા ખોલવા માટેની હશે...તે મારા હાથ સામે આવીને પડી...સૂર્યો ખબર નહીં પણ તે મને મારી નાખવા જ માંગતો હોય એમ મારી રહ્યો હતો....હોસ્પિટલમાં બંદૂક નહિ લાવ્યો હોય એટલે હાથલડાઈ થઈ રહી હતી....લડાઈ તો નહીં બસ...એક તરફી પ્રહાર થઈ રહ્યા હતા..

કાતર હાથ સામે આવીને પડી..મગજમાં એક જ વાત ફરતી હતી કે સૂર્યા એ સનમને બહુ તકલીફ દીધી છે...ઉપાડીને..સીધી જ સુર્યાના ગળાની આરપાર કરી નાખી...તરત જ લોહીનો ફુવારો થવા લાગ્યો.આંખો બહાર આવી ગઈ....કાચ બહારથી જોઈ રહેલા બધાની આંખો ચાર થઈ ગઈ...હજુ કોઈ કઈ વિચારે એની પહેલા જ મેં...ત્યાંથી કાતર કાઢીને..પાછી એના છાતીમાં એકદમ બેરહેમીથી ઘુસાડી દીધી...

"હવે કર અમને અલગ...હજુ હેરાન કર મારી સનમને..."એમ બોલતા બોલતા ઉપરાઉપરી એના પેટ પર પ્રહાર કરતો રહ્યો...એનો જીવ તો ક્યારનો ચાલ્યો ગયો હતો પણ એના શરીર જોડે પણ હું બદલો લઈ રહ્યો હતો....બહારથી એના માણસો હક્કાબક્કા થઈને જોઈ રહ્યા હતા...

ધનજીને શોક લાગ્યો તે જોઈને જ તેને ધ્રાસકો પડ્યો અને તે બેભાન થઈ ગયો...તેના માણસો મારા દોસ્તોને મૂકીને ભાગી ગયા...વિરજીભાઈ ગભરાઈ ગયા કે હવે પોલીસ આવશે...પણ મારા દોસ્તોએ તો પહેલેથી જ બોલાવી લીધેલી પોલીસ..

સીસીટીવી માં બધું રેકોર્ડ થઈ ગયું હતું..મારા સામે સૂર્યા ની લાશ પડેલી હતી...નર્સ ડોકટરને બોલાવી લાવેલી..પણ મને લોહીથી લથપથ જોઈને બંને પોલીસને બોલાવવા ભાગી ગયા..મેં એક નજર સનમ પર કરી..પછી હાથમાં રહેલી કાતર ફેંકી દીધી...અને સનમ પાસે ગયો..હવે બહારથી મારા દોસ્તો અને વિરજીભાઈ બધા અંદર આવ્યા..

મેં મારો લોહી વાળો હાથ સાફ કર્યો...અને સનમનો હાથ પકડ્યો..

me : હવે તને કોઈ લગ્ન માટે જબરદસ્તી નહિ કરે...હવે તો ઉઠી જા...

વિરજીભાઈ : કાર્તિક હજુ સમય છે ભાગી જા...સનમ સાજી થઈ જશે તો તારી પાસે મૂકી જઈશ..વિશ્વાસ કર..

me : શુ વિશ્વાસ કરું તમારો??તમારા લીધે જ આજે આની આ હાલત છે...પહેલેથી જ તમે ધનજીને કાબુમાં રાખ્યો હોત તો આવું કઈ ના થાત..તમને જીવવાનો અધિકાર નથી....જાવ...હોસ્પિટલના ધાબા પર જઈને નીચે પડતું મૂકી દો...

વિરજીભાઈ રડવા જેવા થઈ ગયા...

વિરજીભાઈ : મારી દીકરી નું ખરાબ હું કેવી રીતે ઈચ્છી શકું..
એમ કહીને તે સનમના કપાળ પર હાથ મુકવા ગયા...પણ મેં તરત જ એમનો હાથ પકડીને દૂર હટાવી દીધો..

me : તમને કોઈ હક નથી...આજપછી સનમને ટચ પણ ના કરતા..તમારી લીધે જ બધું થયું...સનમને ધમકાવવાની શુ જરૂર હતી...નીકળી જાવ...નીકળી જાવ....નહિતર બીજું ખૂન કરી નાખીશ...એક કરો કે બે કરો સજા સરખી જ થવાની..જતા રહો....

વિરજીભાઈને મારા દોસ્તોએ સમજાવીને ઘડીક વાર બહાર મોકલ્યા..

ત્યાંજ પોલીસના સાયરન સંભળાઈ રહ્યા હતા..પોલીસ હોસ્પિટલમાં આવી ગઈ હતી...

me : તમે લોકો બહાર જતા રહો..મને અને સનમ ને એકલા મૂકી દો જ્યાં સુધી પોલીસ નથી આવી જતી...

ધ્રુવ : પણ કાર્તિક ભાગી જા ને...શુ કામ તારી જિંદગી બરબાદ કરે છે...

me : સનમને કેવું લાગશે કે જ્યારે એને ખબર પડશે કે હું પોલિસથી ડરીને ભાગી ગયો...

હર્ષ : સનમને એવું કંઈ નહી લાગે..આપણે બધા ભાગી જઈએ...

me : તમારા નામ નહીં આવે...એકેય કામ માં...એ બાબતે ચિંતા ના કરતા....પણ તમે લોકો બહાર જાવ....મારે સનમ જોડે વાત કરવી છે...

એ લોકો ને બહાર કાઢ્યા...

me : ભગવાનને મંજુર જ નથી આપણે બન્ને સાથે જીવીએ...કદાચ એમનાથી પણ તારો મારા સાથેનો આવો પ્રેમ નહિ જોઈ શકાતો હોય...હવે તો એ પણ નથી ખબર કે હવે મળીશું કે નહીં...પણ હા આ વખતે તને મારી પત્ની બનાવીને જ રહીશ..

એમ બોલતા બોલતા કાતર પર પોતાનો અંગુઠો ફેરવ્યો..અને લોહી નીકળ્યું...એ લોહીથી સનમના માથા પર ઢાંકેલી પ્લાસ્ટિકની કેપ કાઢીને એના સેંથામાં લોહીથી માંગ ભરી દીધી...

બહાર ઉભા ઉભા કાચ બહારથી મારા દોસ્તો જોઈને રડી રહ્યા હતા..

me : બસ..હવે તું મારી પત્ની જ છો...મંત્ર બોલવાની જરૂર નથી...પંડિત,સમાજ,તારો પરિવાર,મારો પરિવાર કોઈની જરૂર નથી...તું જ બોલતી હતીને કે પ્રેમમાં કોઈની જરૂર ના હોય...હોય તો બસ કાર્તિક તારી..

અને મેં એના માથા પર ચુંબન કર્યું ત્યાં જ પોલીસ મારા સુધી આવી ગઈ...મને લોહીથી સનાયેલો જોઈને એમને ખબર પડી ગઈ...તરત મને પકડ્યો ...મેં સનમનો હાથ ઇચ્છાવિરુદ્ધ છોડ્યો...મારા દોસ્તો બહાર ઉભા ઉભા જોઈ રહ્યા હતા મને..પોલીસને કહી રહ્યા હતા કે હું નિર્દોષ છુ.સૂર્યો જ ગુંડો હતો..

પણ પોલીસ નહોતી માની રહી...સનમથી દૂર લઈ જઈ રહ્યા હતા મને હાથકડી નાખીને..ચાર કોન્સ્ટેબલ એ મને પકડી રાખ્યો હતો...હું સનમને જોતા જોતા બહાર નીકળ્યો....

ચાલતા ચાલતા મેં દોસ્તો સામે જોઇને કીધું...
me : મારા મમ્મીને ફોન કરીને બોલાવી લેજો...એમને કહેજો કે સનમને ઘરે લઈ જાય...હવે એ એમના છોકરાની વહુ છે...બહુ દેખભાળ રાખે મારી સનમની...અને તમે મૂર્ખાઓ મને ભૂલી જજો...હવે મને ચિંતા નથી કોઈ વાતની..

ત્યાં જ પેલા કોન્સ્ટેબલે મને બોલતા બંધ કરવા...મને ધક્કા મારીને બહારની તરફ ખેંચી ગયો...બધા મારી તરફ જ જોઈ રહ્યા હતા...લોહીથી કપડાં તો રંગાયેલા હતા જ...પણ શરીર પર ઘાવ પણ એટલા જ હતા..

ધનજીને બેભાન જોઈને નર્સ એને વોર્ડમાં લઈ ગઈ અને એની સારવાર કરવા લાગી...

પોલીસવાન માં બેસાડી મને લઈ જવા લાગ્યા...આ વખતે ગમ નહોતો...પણ ખુશી હતી...સનમ હવે આઝાદ હતી..એ હવે મારા ઘરે રહેશે.. મારા નામ સાથે...

*
*
*

પણ હવે શું??

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik