આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૬
વિશ્વાસે થોડીવાર પછી નીકીના ખભે હાથ મુકી ધીમા સ્વરે કહ્યું, "નીકી મારી લાઇફમાં હાલ લવ, ફીલીંગ્સ ..."
વિશ્વાસને બોલતો અટકાવી નીકી રડમસ સ્વરે બોલી," મને ખબર છે, તારા માટે માસ્ટર ડીગ્રી જ પ્રાયોરીટી છે."
ગાર્ડનમાં ફરફર વરસાદે ગતિ વધારી હતી. વરસાદના છાંટા વધતાં જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભીની માટીની સુગંધ નીકી અનુભવી રહી હતી.
નીકી ખભેથી વિશ્વાસનો હાથ હટાવી, ખભા ઉલાળી વરસતા વરસાદમાં ચાલવા માંડી. વિશ્વાસ નીકીને મનાવા, સમજાવવા તેની પાછળ ઉતાવળા પગલે જતો હતો, તયાંજ ગુસ્સે થઇ નીકી બોલી,"બસ વિશ્વાસ! હવે આપણો જે કંઇ સંબંધ હતો તે પુરો થાય છે. તુ તારા રસ્તે અને હું મારા રસ્તે. તુ મારી પાછળ ના આવીશ અને મને વધુ સમજાવવા કે ઉલજાવવાની મહેનત ના કરીશ."
વિશ્વાસ પણ નીકીની વાત સાંભળી મૌન બનીને ઉભો રહી ગયો. વરસતા વરસાદમાં તે બંનેએ છેલ્લી વાર એકબીજાની સામે જોયું. નીકી ગાર્ડનમાંથી ધોધમાર વરસાદમાં સડસડાટ ઘરે જવા નીકળી ગઇ. વિશ્વાસ નજીકમાં પડેલ બાંકડા પર ફસડાઈ પડયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડયો અને પોતાની જાત સાથે બોલ્યો, "નીકી મને કેમ સમજી નથી શકતી? મારી તો શું ભુલ થઇ? મારા વિચારો, મારી લાગણીઓ, મારા સપનાઓનું શું?"
થોડીવાર પછી વિશ્વાસના મોબાઇલમાં રીંગ વાગી પણ તેને કોલ રીસીવ ન કર્યો, તે વિચારોમાં ખોવાયેલ હોવાથી મોબાઇલ પર આવતા કોલથી અજાણ હતો. વિશ્વાસની મમ્મી એકાએક બદલાયેલ વાતાવરણથી ચિંતિત થઇ વિશ્વાસને કોલ કરી રહી હતી પણ વિશ્વાસ કોલ રીસીવ ન કરતા તેઓએ નીકીને કોલ કર્યો પણ નીકીએ મોબાઇલ સ્ક્રીન પર નંબર જોઇ કોલ રીસીવ ન કર્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો. આમ નીકી અને વિશ્વાસ બંનેના કોલ રીસીવ ન થતાં મોનાબેન વધુ ચિંતિત બન્યા અને વિચારવા લાગયા કે શું થયુ હશે? કેમ કોલ રીસીવ નથી કરતા? આ વરસાદમાં કયાં હશે બંને જણા?
થોડીવાર પછી વરસાદ ધીમો થયો એટલે વિશ્વાસ પણ ગાર્ડનમાંથી ઘરે જવા નીકળ્યો, ચાલતા ચાલતા તેણે પોકેટમાંથી મોબાઇલ હાથમાં લીધો ત્યાં તેની નજર સ્ક્રીન પર તેની મમ્મીએ કરેલા કોલ પર પડી. તે મનોમન બોલ્યો, "આટલા બધા કોલ મમ્મીના મિસ થઇ ગયા, મારુ ધ્યાન જ મોબાઇલ રીંગ પર ના ગયું, મમ્મી ચિંતા કરતી હશે." તેણે તરતજ થોડા સ્વસ્થ થઇને તેની મમ્મીને કોલ કરીને વાત કરી. તેની મમ્મીએ "તમે બંને કયાં છો? નીકી કયાં છે? અને તેણે પહેલા કોલ રીસીવ ન કર્યો અને હવે કેમ તેનો ફોન સ્વીચ ઓફ આવે છે? વિશ્વાસે તેની મમ્મીના વેધક પ્રશ્નોનો ગોળ ગોળ જવાબ આપ્યો કે "ઘરે હમણાં જ આવુ છુ" વિશ્વાસે તેની મમ્મી વધુ કંઇ પુછે પહેલાંજ કોલ કટ કરી નાંખ્યો.
વિશ્વાસે ફટાફટ ઘરે પહોંચવા ઉતાવળા પગલે ચાલવા માંડયુ અને તેની સાથે તેનુ હાર્ટ અને માઇન્ડ પણ એટલી જ સ્પીડે ચાલી રહ્યા હતા. તેના માઇન્ડમાં ઘણાબધા વિચારોનું પુર આવી ગયું હતું. નીકી ઘરે પહોંચી હશે કે કેમ? મારીએ મોબાઇલ કોલ કેમ રીસીવ નહીં કર્યો હોય? તેનો મોબાઇલ સ્વીચ ઓફ થયો હશે કે તેણે કર્યો હશે? તે વિચારોના વંટોળમાં ફસાતો જતો હતો.
વિશ્વાસ ઘરે પહોંચતા જ તેની મમ્મી પપ્પા કંઇ પુછે તે પહેલા વરસાદમાં થાકી જવાનુ બહાનુ આગળ કરી તેના રુમમાં જઇ ફ્રેશ થઇ સુઇ જ ગયો. બંધ આંખે વિચારો તો હજુ પણ ચાલુ જ હતાં.
નીકીએ ઘરે પહોંચતા પહેલા દરવાજેથી જ પોતાની જાતને સ્વસ્થ કરી અને મોબાઇલ સ્વીચ ઓન કર્યો અને જોયુ તો મોના આંટી, તેની મમ્મી અને પપ્પાના ઘણા બધા કોલ મિસકોલમાં હતાં. તે આ જોઇ વધુ ચિંતિત થઇ. તેણે ફરી મોબાઇલ સ્ક્રીન પર મિસ કોલ નંબરો જોયા અને થોડુ વિચાર્યું. તેને મનોમન વિશ્વાસ કોલ કરશે તેમ હતુ પણ તેણે વિશ્વાસના વિચારોને રોકી ઘરમાં જઇને શું કહેવુ તે વિચારી લીધું.
ઘરમાં જતાં જ તેના મમ્મી પપ્પા તેને જોઇને સોફામાંથી સફાળા ઉભા થઇ ગયા. નીકીની મમ્મીની આંખોમાં પાણી આવી ગયા અને નીકીની પાસે જઇને તેને ભેટી પડી.
થોડી વાર પછી નીકી બોલી, "બસ મમ્મી, હું ઓકે છુ અને તું આમ ...."
નીકીની મમ્મીએ તેના હોઠ પર આંગળી મુકી અને ધીમા સ્વરે પુછ્યુ .........
વધુ આવતા અંકે
પ્રકરણ ૨૬ પુર્ણ
પ્રકરણ ૨૭ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.