Kismat Connection - 25 books and stories free download online pdf in Gujarati

કિસ્મત કનેકશન, પ્રકરણ-25

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૫
નીકી વિશ્વાસની એક એક વાત શાંતિથી સાંભળી રડી રહી હતી. નીકી અને વિશ્વાસને કોફી શોપમાં બેઠેલા અન્ય લોકો જોઇ રહ્યા હતા તેનાથી તે બંને અજાણ હતા. તે બંને એકબીજાની વાતમાં મશગુલ હતા ત્યાં જ ઓર્ડર લખવા માટે વેઇટર ટેબલ પાસે આવતા તેમની વાતચીતનો દોર તુટયો અને તે બંનેએ આજુબાજુ નજર ફેરવી ત્યારે તેમને ખબર પડી કે લોકો તેમને જ જોઇ રહ્યા છે. આ સીન જોઇ વિશ્વાસને બહુ ઓકવોર્ડ ફીલ થયું અને તેણે "સોરી નો ઓર્ડર કહ્યુ."વિશ્વાસે પોકેટમાંથી 100 રુની નોટ વેઇટરના હાથમાં થમાવીને નીકી સામે જોયું અને બહાર જવા ઇશારો કર્યો. નીકી પણ તરતજ તેનો ઇશારો સમજી કેફે બહાર જવા ઉતાવળે પગે ચાલવા માંડી.
નીકી અને વિશ્વાસ બહાર આવી થોડા સ્વસ્થ થયા. વિશ્વાસે નીકી સામે જોયુ અને બોલ્યો, "વાત આપણી અધુરી રહી ગઇ, હવે આપણે .."
વિશ્વાસની વાત અટકાવી નીકી તરત જ બોલી,"આજે તો વાત પુરી કરવી જ પડશે. આપણે નજીકમાં આવેલા કોલેજીયન ગાર્ડનમાં જઇએ."
વિશ્વાસે પણ તરત જ નીકીની વાતમાં હામી ભરી. તે દિવસે વાતાવરણમાં એકાએક પલટો આવવાથી રસ્તાઓ પર ચહલપહલ ઓછી થઇ ગઇ હતી. બંને ધીમે ધીમે વાતો કરતા કરતા ગાર્ડનમાં પહોંચી ગયા. કમોસમી વરસાદ થવાની સંભાવના અનુભવતા નીકીએ આકાશ સામે જોઇને કહ્યુ, "કુદરતે પણ આજે તેનુ વર્તન બદલ્યુ છે."
ગોરંભાયેલા આકાશ તરફ જોઇ વિશ્વાસ બોલ્યો, "કદાચ હમણા વરસાદ આવશે."
વિશ્વાસનુ બોલવાનુ પુરુ થતાં જ ફરફર વરસાદ વરસવા માંડયો. વિશ્વાસે ગાર્ડની ચારેબાજુ નજર કરીને જોયુ તો વાતાવરણ બદલાતા ગાર્ડનમાં પબ્લિક ઓછી હતી, તે જોઇ વિશ્વાસના મનને શાંતિ થઇ. નીકી અને વિશ્વાસ ફરફર વરસાદથી બચવા ગાર્ડનમાં બનાવેલા એક શેડ નીચે બેઠા અને ફરી તેમની અધુરી વાત શરુ કરી.
વિશ્વાસ નીકી સામે નજર નીચી કરીને બોલ્યો, "નીકી! તુ મને સમજવાનો પ્રયત્ન કરજે. તે મારા માટે જે કંઇ પણ વિચાર્યું હતુ તે મારા માટે હાલ શકય નથી. મારા લાઇફમાં ઘણા ગોલ છે, તે પુરા કર્યા પછી જ હું બીજુ કંઇ વિચારીશ પણ ..."
વિશ્વાશની વાત અટકાવી નીકી રડમસ અવાજે બોલી,"તારી લાઇફમાં બસ ગોલ જ છે, બીજુ કંઇ નથી."
"નીકી કાલે તો તુ મારી વાત સમજી હતી અને આજે ફરી .."
"કાલે રાતે મેં પણ તારી વાતો વિશે બહુ વિચાર્યુ અને એટલે જ આજે મને મારી જાત પર ગુસ્સો આવે છે, મેં તારી જોડે ..."
"નીકી આમ રીએક્ટ ના કર."
નીકીને બોલતા બોલતા ડુમો ભરાઇ આવ્યો, એણે ગળેથી થૂંક નીચે ઉતાર્યુ અને પળભર માટે બે હાથથી આંખોને બંધ કરી. બંને આંખોના ખુંણે આવેલા આંસુને દુપટ્ટાથી લુછવા લાગી.
વિશ્વાસ ચુપચાપ નીકીને જોઇ રહ્યો. નીકીએ બંધ આંખે મનને શાંત કરી પોતાની જાતને સ્વસ્થ બનાવી અને વિશ્વાસને કહ્યું, "આજથી તારી અને મારી વચ્ચે જે કંઇ રીલેશન હતા તેની પર હું ફુલસ્ટોપ મુકુ છુ."
"અરે! નીકી, તું શું બોલે છે, તું ..."
"તને જે સંભળાયું તે જ બોલી છું "
"પણ આમ ન હોય યાર, તું આવુ ના કર પ્લીઝ. "
"બસ બહુ થયું વિશ્વાસ, હવે આગળ .."
"જો નીકી, આપણી વચ્ચે બેસ્ટ ફ્રેન્ડશીપ હતી અને આગળ પણ રહેશે. નીકી મેં તને બેસ્ટ ફ્રેન્ડ માની છે અને ભવિષ્યમાં પણ તુ મારી બેસ્ટ ફ્રેન્ડ જ બની રહીશ."
"હું તારી જોડે કોઇપણ રીલેશન રાખવા માંગતી નથી. તો પ્લીઝ ..."
વિશ્વાસ નીકીને પોતાની વાત સમજાવવા, વિચારવા મથતો હતો પણ નીકી બંધ આંખે રડી રહી હતી.
વધુ આવતા એપિસોડમાં ......

પ્રકરણ ૨૫ પુર્ણ
પ્રકરણ ૨૬ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED