પ્રો. ભરોશા મેનેજમેંટ એક્ષ્પર્ટ Bipinbhai Bhojani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

પ્રો. ભરોશા મેનેજમેંટ એક્ષ્પર્ટ

(1)
પ્રો.ભરોશા મેનેજમેંટ એક્ષ્પર્ટ
મેનેજમેંટ એક્ષ્પર્ટ પ્રોફેસર ભરોશા : હા તો ,વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેનેજમેંટ એક્ષ્પર્ટ વિષય ઉપર ચર્ચા કરીશું . અત્યારે આધુનિક સમય માં મેનેજમેંટ એક્ષ્પર્ટ હોવુ અત્યંત જરૂરી છે . મેનેજમેંટ એક્ષ્પર્ટ માં અલગ-અલગ ઘણી બધી રીતે આપણે ધંધા નું કંપની સાથે - લોકો ની સાથે મેનેજમેંટ કરવાનું હોય છે. પહેલા ના જમાના માં દેશી ઢબ થી ધંધા નું મેનેજમેંટ થતું ! હરિફ કંપની ને 100 ટકા હરિફ જ ગણવા માં આવતી. તેની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કરવામાં આવતો ન હતો .અત્યારે મેનેજમેંટ ની વ્યાખ્યા ધરમૂળ થી બદલાઈ ગઈ છે .અત્યારના આધુનિક સમય માં હરિફ કંપની તથા વિરોધીઓ ની સાથે પણ સારા રિલેશન થકી તમે તમારી કંપની તરફી મહત્તમ લાભ ઉઠાવી શકો છો ,(અત્યારે આપણે પોલિટિક્સ માં મેનેજમેંટ નું આ આધુનિક સ્વરૂપ સ્પષ્ટ પણે જોઈ શકીએ છીએ !) આને આધુનિક મેનેજમેંટ નું પ્રાથમિક સ્વરૂપ આપણે કહી શકીએ.
જ્યારે આપણે આધુનિક મેનેજમેંટ નો ડીપ માં અભ્યાસ કરીશું ત્યારે આપણે જોઇશું કે અલગ –અલગ કંપનીઓ તથા અલગ-અલગ વિરોધી સ્વભાવ ના લોકો સાથે આપણે કામ કરવાનું હોય છે . અને આ બધી કંપનીઓ તથા લોકો ની સાથે આપણે વાત-ચિત , સમજાવટ , સહકાર ,યોગ્ય તાલ-મેલ , સંકલન સાધી ને સુયોગ્ય વાતાવરણ સર્જીને આપણે આપણી કંપની ને ટોપ લેવલે પહોચાડવા ની હોય છે .
આપણે મેનેજમેંટ વિશે ની આટલી પ્રાથમિક ચર્ચા કર્યા પછી આજે આપણે આપણો આજ નો આ પીરિયડ પૂરો કરીશું . હવે આગળ આપણે આધુનિક મેનેજમેંટ વિશે ઉંડાણપૂર્વક ચર્ચા કરીશું , તો વિધાર્થી મિત્રો હવે આપ લોકો પોત-પોતાના ઘરે પ્રસ્થાન કરી શકો છો ! પ્રો.ભરોશા એ પીરિયડ પૂરો કરતાં વિદ્યાર્થીઓ ને અંત માં કહ્યું, હવે આપણે આવતીકાલે મળીશું !
બીજે દિવસે મેનેજમેંટ નો પીરિયડ શરૂ થતાં વિધાર્થીઓ ઉત્કૃષ્ટતા થી પ્રોફેશર ભરોશા ની રાહ જોતાં હતા ,પરંતુ પ્રોફેશર ભરોશા ક્લાસ માં ન આવતા થોડીવારે માહિતી મળી કે પ્રોફેશર સાહેબ અંગત કારણોસર એક મહિના ની રજા ઉપર છે . આમ ને આમ 4/5 દિવસનો સમય વીતી ગયો .એક દિવસ અખબાર માં સમાચાર આવ્યા – જાણીતા મેનેજમેંટ ના એક્ષ્પર્ટ પ્રોફેશર ભરોશા સાહેબ ના તેની પત્ની રોજનવેલી ની સાથે થયેલા છૂટા-છેડા ! કારણ માં પ્રો. ભરોશા એ કોર્ટ માં જણાવ્યુ કે- મારી પત્ની નો સ્વભાવ મારાથી અલગ છે ! એટલે હું તેની સાથે જિંદગી પૂરી કરી શકું તેમ નથી ! જજ સાહેબ , આ મારી પત્ની નો સ્વભાવ કોઈ કાળે હું સુધારી શકું તેવી સ્થિતિ માં નથી ! તેની સાથે વાત-ચીત ,સમજાવટ, સહકાર કે પછી સંકલન કોઈ પણ રીતે હું તેની સાથે જિંદગી વિતાવી શકું તેમ નથી કે એવી મારી હેસિયત પણ નથી !
તો મારી જજ સાહેબ ને વિનંતી છે કે મને તાત્કાલિક અસર થી મારી પત્ની રોજનવેલી સાથે છૂટા-છેડા આપવામાં આવે ! જેથી કરીને હું રાહત નો દમ લઈ શકુ અને આગળ ની મારી લાઇફ સ્વતંત્ર પણે જીવી શકુ તેમજ મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો ને મારા અમુલ્ય જ્ઞાન નો મહતમ લાભ આપી શકુ !!!
આ બનાવ પછી ભરમ-ભરમ મેનેજમેંટ કોલેજ ના કેમ્પસ માં વિદ્યાર્થીઓ નું જબરદસ્ત આંદોલન થયું ! પ્રોફેસર ભરોશા ને દૂર કરી ને બીજા કોઈ ભરોસાપાત્ર મેનેજમેંટ ના પ્રોફેસર ને મૂકવાની વિદ્યાર્થીઓ ની મુખ્ય માંગ બુલંદી પર હતી !!!

(2)
વાયુ ની ગડગડાટી
જ્યારે માનવ શરીર માં વાયુ ની ગડગડાટી વધી જાય છે ( આડુ-આવડું ભચેડવાથી ) ત્યારે આપણી બાજુ માં પડખે ચડવાની કોઈ હિમત કરતું નથી. તેજ રીતે આ વાયુ નિમ્ન જગ્યાએ થી બહાર ન આવતા ઉપર તરફ ગતિ કરે છે ત્યારે તે એક ચોકકસ જગ્યાએ અટવાઈ જાય છે અને તેમાથી એક ભયંકર ‘હું’ નો જનમ થાય છે.
આ ‘હું’ ની પડખે ચડવા થી પેલા નિમ્ન સ્તર ના વાયુ થી પણ ભયંકર તકલીફ થાય છે. પણ કોઈ કઈ બોલી શક્તુ નથી અને મન માં ને મન માં મુંજાય છે અને બોલે છે પેલા સ્તર કરતાં વાયુઓ નું બીજું સ્તર ખતરનાક છે !! આમાંથી આપણે સાગોંપાંગ બહાર નીકળવાનું છે !!
તો ચાલો હું (અહંકાર) ને આજ થી છોડીએ અને એક તંદુરસ્ત (અહંકાર રહિત) સમાજ નું નિર્માણ કરીએ.
લિ. બિપિન આઇ ભોજાણી ( હાસ્ય વ્યંગ તથા લઘુ કથાના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)