માં ની ઈચ્છા Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

માં ની ઈચ્છા

માં ગામડે નાના દીકરા સાથે રહેતી. દિવાળી કરવા તે મોટા દીકરા અમિત મે ત્યાં શહેરમાં આવી. વહુ માલતી આવકાર તો આપ્યો પણ બાજુનો રૂમ આપી એટલું કહી દીધું. તમને  ખાવા પીવાનું મળી જશે બહુ બહાર ન આવવું ને કોઈ અવાજ પણ ન કરવો.

માં બસ ચૂપચાપ એક નાના રૂમમાં પડી રહેતી. દિવસ પસાર કરવો તેના માટે વર્ષ પસાર કરવું બરાબર હતું.

અમિત અને માલતી દિવાળી ની ખરીદી કરવા જઇ રહ્યા હતા. અમિત એ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમ માથી બીજા રૂમમાં ડોકિયું કર્યું જોયું તો માં એક ખૂણા માં બેઠી હતી.

કઈ વિચાર કરીને પાછો તેના રૂમ માં આવ્યો અને માલતી ને કીધુ કે માલતી તે માં ને પૂછ્યું તેમને કઈ દિવાળી ઉપર લેવું છે..!

માલતી કહે નથી પૂછ્યું અને આ ઉંમર માં એમને લેવાનું પણ શું હોય બે ટાઈમ ખાવાનું અને બે જોડી કપડા મળે એટલે બહુ થઈ ગયું....!

અમિત કહ્યું એ વાત નથી માલતી માં પહેલી વાર દીવાળી ઉપર આપણા ઘરે આવી છે નહીતો દરેક વખતે ગામડામાં જ નાના ભાઈ પાસે હોય છે..!

અરે એટલો બધો પ્રેમ માં ઉપર ઉભરાઈ છે તો ખુદ જઇને પૂછી લો ને ...? 
આટલું કહી ને માલતી ખમ્ભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ...!

અમિત માં ની પાસે જઈને કહ્યું કે માં અમેં દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ તારે કઈ મંગાવવું છે...?

માં કહે મારે કઈ નથી જોઈતું બેટા....!

વિચારીલો માં અગર કઈ લેવું હોય તો કહી દેજો..!

અમિતે બહુ જોર દઈને કીધુ એટલે માં કહે ઉભો રહે બેટા હું લખી ને આપૂ છું તમે ખરીદી માં ભૂલી નો જાવ એટલે એટલું કહીને માં અંદર ગઈ થોડી વાર પછી આવી લિસ્ટ અમિત ને આપી દીધુ..!

અમિત ગાડી માં બેસતા બેસતા કહ્યું જોયું માલતી માને પણ કઈ લેવું હતું પણ કહેતી નહોતી મેં જોર દીધુ પછી લિસ્ટ બનાવીને આપ્યું માણસ ને રોટી કપડાં શિવાય બીજી કોઈ ચીજ ની પણ જરૂર હોય છે...!

ઠીક છે માલતી કહે પહેલા હું મારી દરેક વસ્તુ ખરીદી લઉ પછી તમારી માં ની લિસ્ટ જોયે રાખજો...!

બધી ખરીદી કરી લીધા પછી માલતી કહે હું ગાડી માં બેઠી છું તમે તમારી માં ની લિસ્ટ ની ખરીદી કરીને આવજો...!

અરે માલતી ઘડીક રહે મારે પણ ઉતાવળ છે માં ના લિસ્ટ ની ખરીદી કરીને સાથે જ જઈએ...!

અમિતે ખીચા માથી ચિઠી કાઢી જોઈને જ માલતી ને કહે બાપ રે આટલું લાંબુ લિસ્ટ...!

માલતી કહે ખબર નહિ શુ શુ મંગાવ્યું હશે જરૂર એમના ગામ માં રહે તે નાના દીકરા ના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે માલતી નો ગુસ્સા માં ને ગુસ્સા માં સૂરજ ની સામે જોયું...!

પણ આ શું અમિત ની આંખ માં આંસુ હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું લિસ્ટ ની ચિઠી વાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો...!

માલતી બહુજ ગભરાઈ ગઈ શુ મંગાવ્યું છે તમારી માં એ કહીને ચિઠી હાથમાંથી ઝૂંટવી લીધી..!

હેરાન હતી માલતી કે આટલી મોટી ચિઠી માં થોડાજ શબ્દો લખ્યા હતા ...!

ચિઠી માં લખ્યું હતું.........

બેટા મને દીવાળી પર તો શું પણ કોઈ પણ અવસર પર કઈ નથી જોઈતું પરંતુ તું જીદ કરે છે એટલે તારા શહેર ની કોઈ દુકાને થી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે હું તો હવે એક આથમતી શાંજ શુ બેટા ક્યારે ક મને એકલા એકલા આ અંધકાર મય જીવનથી ડર લાગે છે પલ પલ હું મોત ની નજીક જતી જાઉં છું હું જાણું છું બેટા મોત ને બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું નથી મોત એ એક પરમ સત્ય છે પણ બેટા આ એકલાપણુ મને ડરાવે છે મને ગભરામણ થાય છે થોડો સમય મારી પાછે બેઠ બેટા થોડા સમય માટે પણ મારા બુઢાપા નું એકલાપણુ દૂર થઈ જશે ..!

કેટલા વર્ષ થયાં બેટા મેં તને સ્પર્શ પણ નથી કર્યો એક વાર આવ બેટા મારી ગોદ માં માથું રાખીને શુઈ જા હું તારા માથા માં મમતા ભર્યો હાથ ફેરવું શુ ખબર બેટા હું આવતી દિવાળી શુધી રહું કે નો રહું...!

ચિઠી ની છેલ્લી લીટી વાંચતા વાંચતા મળતી પણ રડવા લાગી...!

જીત ગજ્જર