સુપરસ્ટાર - 16 Sandip A Nayi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુપરસ્ટાર - 16

Super-Star 16


"તુમ ગુજરાતી લોગ તુમ્હારી મીઠાઈઓ કી તરહ મીઠે હોતે હો..... "માર્ટિનાએ કબીરના હાથ પર કિસ કરતા કહ્યું.કબીર અને માર્ટિના કાળા ડિબાંગ આકાશની નીચે પોતાના ઘરની બાલ્કનીમાં બેઠા-બેઠા એક્બીજા સાથે ખુશનુમા પળૉ વિતાવી રહ્યા હતા.કબીરને ફિલ્મોના શૂટમાંથી અને માર્ટિનાને મોડેલીગના કામમાંથી ક્યારેક જ આવો ટાઈમ મળતો કે બંને જણા એકબીજા સાથે એકમય થઈને વાતો કરી શકતા,પોતાના જોયેલા સપનાઓની વાતો કરી શકતા,આકાશમાં રહેલ અગણિત તારાઓને ગાંડાની જેમ ગણવાનો ટ્રાય કરતા !

"તું સ્માઈલ કરે ત્યારે બહુ જ સુંદર લાગે છે ! "કબીરે માર્ટિનાના વાળમાં હાથ ફેરવતા કહ્યું.કબીર માટે માર્ટિનાની મુસ્કાન બધું જ હતી.માર્ટિના જયારે પણ ખીલખીલાટ સ્માઈલ કરતી ત્યારે કબીર તેના સામે એકદમ ધારી -ધારીને ખુશ થઈને જોઈ રહેતો.તેની નાની-નાની આંખો જાણે એના હોઠ સાથે તાલ મિલાવીને હસતી હોય એમ પુરા ચહેરાને મલકાવતી !

"કબીર...મને ડર લાગે છે કે કદાચ આ બધું એકદિવસ છીનવાઈ જશે તો ? આપણે આજે જેટલા એકબીજા સાથે ખુશ છીએ એના પર કોઈની નજર તો નહિ લાગે ને ???"માર્ટિનાએ કબીરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું.માર્ટિના અને કબીર પોતાની લાઈફમાં બહુ જ ખુશ હતા.માર્ટિનાને ડર લાગી રહ્યો હતો કે કદાચ તેમની આ ખુશીનો અચાનક છીનવાઈ ના જાય....

"માર્ટિના એવું કઈ થવાનું નથી.આપણી ખુશીઓ પર કોઈની નજર નહિ લાગે...."કબીરે માર્ટિનાના કપાળ પર કિસ કરતા કહ્યું.એ દિવસે કબીર માર્ટિના સામે મન ભરીને જોઈ રહ્યો હતો.માર્ટિનાના મનમાં કેમ આવા સવાલો થઇ રહ્યા હતા ?? કેમ આજે માર્ટિનાને ડર સતાવી રહ્યો હતો ??

"કબીર...કબીર..."કબીરના કાને અચાનક શોભીતના અવાજો પડ્યા.શોભિત કબીરને બાલ્કનીમાંથી અંદર રૂમમાં આવવા કહી રહ્યો હતો,પણ કબીર બસ પોતાના વિચારોમાં જ લિન થઇ ગયો હતો.બાલ્કની બહાર દેખાતી મોટી-મોટી ઇમારતો વચ્ચે એકદિવસ આપણે ખોવાઈ જઈશું એની ખબર આપણને પણ નથી રહેતી.ફેમસ થઇ જવાથી બધું જ નથી મળી જતું હોતું,તેના પાછળ રહેલા કારણો કોઈને જાણવા નથી બસ આજકાલ બધાને ફેમસ થઇ જવું છે.કબીર આજે જયારે પોતાની બાલ્કની બહાર ઉભો છે ત્યારે તેના પાસે બધું જ છે પૈસા,ઘર,ગાડી પણ નથી તો એના મનને શાંતિ ! ફેમસ થઇ જવાનો હવે તેને ડર લાગે છે કેમકે ક્યાંક ફેમસ થઇ જવાથી બધું છીનવાઈ જતું હશે ! મનના કોઈ ખાલી ખૂણામાં પડેલા જુના કબીરને તે હવે વધારે નજીકથી જોવા માગતો હતો.

"માર્ટિનાના ઘરના સીસીટીવી બે વખત બંધ થયા હતા એ તારી વાત સાચી શોભિત પણ હવે હું તમને પહેલા એ કહીશ કે અશુતોષએ આ પ્લાન કઈ રીતે રચ્યો..."અનુજાએ જવાબ આપતા કહ્યું.કબીર હવે બાલ્કનીમાંથી અંદર રૂમમાં આવીને બેસી ગયો હતો.શોભિતને હવે બસ અશુતોષએ ખૂન કઈ રીતે કર્યું એ જાણવામાં જ ઇન્ટરસેટ હતો.

"કબીરનો એવોર્ડ પોતાના હાથમાં આવતા જ આશુતોષે પોતાના પ્લાનને તૈયારી આપવાની સ્ટાર્ટ કરી દીધી હતી.આશુતોષે એટલી સાવધાની રાખી હતી કે કબીરના હાથ એવોર્ડ પર ટચ થાય પછી કોઈ બીજા લોકો એવોર્ડને ટચ ના કરે અને ખુદ આશુતોષ તેના હાથમાં આ એવોર્ડ લઈને પોતાના પ્લાનને અંજામ આપવા નીકળી પડે. હાથમાં પહેરેલા ગ્લબ્સને સારી રીતે પહેરીને એવોર્ડ સાથે આશુતોષ ટોપીવાલાની બહાર પડેલી કારમાં બેસીને માર્ટિનાના ઘર તરફ નીકળી પડ્યો હતો.

મનમાં ભારો -ભાર બદલો લેવાની ભાવના તેના મન-મગજમાં પુરે-પુરી વ્યાપી ગઈ હતી.માર્ટિનાના ઘરના થોડે દૂર પોતાની કાર ઉભી રાખીને આશુતોષે કારની પાછળની બાજુમાં પડેલી બેગમાંથી લેપટોપ નીકાળીને પોતાનું કામ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું .પોતે કબીર પાસેથી બધું શીખીને અને રિસેર્ચ કરીને સીસીટીવી હેક કરવામાં હવે આશુતોષ માહિર થઇ ગયો હતો.નાના-નાના સીસીટીવી તો એક ઝાટકામાં હેક કરવું તેના ડાબા હાથનો ખેલી બની ગયો હતો.કોઈ કામમાં પોતાના જાતને કઈ રીતે સમપર્તિ કરી દેવી એ કોઈ અશુતોષથી શીખે ! બીજાનો બદલો લેવા પોતે આ કામ કરી રહ્યો હતો અને એના જ કામ માટે સીસીટીવી હેક કરતા પણ શીખી ગયો હતો કદાચ આશુતોષે પોલિટિક્સમાં નહિ પણ કોઈ સારી આઇટી કંપનીમાં હોવું જોઈતું હતું.કઈ રીતે આ માણસ આવા ખરાબ લોકોની વચ્ચે આવી ગયો હતો??શા માટે તે બીજા કોઈનો બદલો ખુદ લેવા માટે તૈયાર થઇ ગયો હતો ?? શા માટે કોઈ ખૂન કરવા સુધી આવી શકે ??? આ બધા જવાબો બસ આશુતોષ જ આપી શકે એ વધારે જરૂરી હતું. લેપટોપમાં ફટાફટ પોતાની બંને આંગળીઓને ફેરવીને સીસીટીવી હેક કરવામાં આજે આશુતોષ કોઈ અલગ જ વ્યક્તિ દેખાઈ રહ્યો હતો.અચાનક તેણે લેપટોપને કારની બાજુની સીટમાં મૂકીને પોતાની કારમાંથી ઉતરીને માર્ટિના ઘર સામે જોઈ રહ્યો.

તે જલ્લાદ જેવું હસ્યો.....

માર્ટિનાના ફ્લોરના બધા સીસીટીવી હેક કરીને આશુતોષ પોતાના પ્લાનને આગળ વધારવા માટે કારને તેના ઘરથી થોડી દૂર મૂકીને પોતાના માથે બ્લેક કલરની કેપ,ફેસ પર કાળા મોટા બે લિસોટા કરીને પગની પાનીના નીચે મીણથી બનેલા ગલ્બ્સને લગાવીને,પીઠ પાછળ લગાવેલી બેગને સરખી કરતા નીકળી પડ્યો હતો.તેના માટે હવે આ આખરી ખેલ હતો હવે તે કબીર અને માર્ટિના પાસેથી તેમની બધી ખુશીઓ છીનવી લેવાનો હતો એ પણ થોડીવારમાં જ ! પોતાની ધીમી ચાલથી તે માર્ટિનાના ઘરની તરફ વળ્યો ત્યારે ત્યાં રાતના સન્નટામાં ત્યાં કોઈ નજરે નહોતું પડી રહ્યું.બધા માસુમ બનીને બેઠેલી રાતમાં ઘેરી નીંદ લઇ રહ્યા હતા બસ જાગતા હતા તો બે ચાર કૂતરાં ! આશુતોષએ આજુ-બાજુ બધું ચેક કરી લીધું કોઈ તેને આજુ-બાજુ નજરે નહોતું પડી રહ્યું.તેની નજર માર્ટિનાના ઘરના નીચે બેઠેલા સીક્યુરીટી ગાર્ડ પર પડી તે પોતાના હાથમાં ટોર્ચ લઈને બધું ચેક કરી રહ્યો હતો.આશુતોષ આ પહેલા ઘણીવાર માર્ટિનાના ઘર પર કબીર સાથે આવેલો હતો અને એટલે જ તેને બધી ખબર હતી કે માર્ટિનાનો ફ્લોર ક્યાં છે અને ત્યાં કઈ રીતે પોહંચી શકાય.પોતાની બેગ પાછળથી ટેબ્લેટ નીકાળીને સીસટિવી બરાબર બંદ થયા છે કે નહિ એ તેણે ફરીવાર ચકાસી લીધું.આશુતોષને હવે બસ જવાનું હતું માર્ટિનાના ફ્લોર પણ જ્યાં સુધી સીક્યુરીટી ગાર્ડ છે ત્યાં સુધી તે કંઈ કરી શકે એમ નહોતો એટલે તેણે સીક્યુરીટી ગાર્ડની કોઈપણ રીતે નજર ચુકાવી પડે એમ હતું.

આશુતોષે પોતાના કામને અંજામ આપીને પાછા એવોર્ડ ફંકશનમાં કબીર પાસે પણ જવાનું હતું એટલે તેના માટે આ કામ જેટલું બને એટલું ફટાફટ ખતમ કરીને નીકળવાનું હતું.આશુતોષે તરત જ પોતાના પાસે નીચે પડેલા પથ્થરને ઉઠાવીને બાજુમાં સુતેલા બે કુતરા પર નિશાન તાક્યું અને કૂતરાંને સીધા એ પથ્થર વાગતા બુમા પાડતા-પાડતા માર્ટિનાના બીલ્ડીગની તરફ ભાગવા લાગ્યા.બંને કુતરાઓના અવાજથી સીક્યુરીટી ગાર્ડ ફટાફટ ઉભો થઈને કુતરાઓને બહાર નીકાળવા માટે કૂતરાઓની પાછળ પડ્યો ત્યારે સીક્યુરીટી ગાર્ડની નજર ચૂકવીને તરત જ આશુતોષ પોતાની ચાલક ચાલે અંદર જતો રહ્યો.તેના માટે હવે રસ્તો સાફ હતો.સીસીટીવી પણ તેણે હેક કરી લીધા હતા.ફ્લોરમાં બધા ઘેરી ઊંઘમાં ઊંઘી રહ્યા હતા.આજે આશુતોષ માર્ટિનાનો ખેલ ખતમ કરીને ટોપીવાલાનો બદલો લઈને કામને અંજામ આપી દેશે.

આશુતોષે તરત જ ફર્સ્ટ ફ્લોરની લિફ્ટમાં ઘૂસીને માર્ટિનાના ફ્લોરનો આઠ નંબર દબાવી દીધો.પોતાના પગલાંનો અવાજ પોતાને પણ ના સંભળાય એ રીતે આશુતોષએ લિફ્ટનો દરવાજો બંદ કરીને માર્ટિનાના ઘરના સામે ઊભો હતો.તેના ફેસ પર કરેલા બે કાળા લિસોટાથી,માથે પહેરેલી કેપથી તેને પહેચાનવો મુશ્કેલ હતો.પોતાના પાછળના ભરાવેલી બેગમાંથી માર્ટિનાના ઘરની ચાવી નીકાળીને આશુતોષ કબીરના મુર્ખામીભર્યા ભરોસા સામે હસી રહ્યો હતો.કબીરએ પોતાની જાત કરતા પણ વધારે ભરોસો આશુતોષ પર કર્યો હતો અને એટલે જ આજે આ દિવસ તેમના સામે આવીને ઉભો હતો.માર્ટિના ઘરની ચાવી કબીરે આશુતોષને સાચવવા આપી એ તેની સૌથી મોટી ભૂલ હતી.અશુતોષ ધીરેથી ઘરના લોકને ઓપન કરીને અંદર જતો રહ્યો.

માર્ટિનાના ઘરમાં જતા આશુતોષને માર્ટિનાના બદનની સ્મેલ આવવા લાગી હતી.આશુતોષે તરત જ પોતાના બેગમાંથી કબીરને મળેલો બેસ્ટ એક્ટરનો એવોર્ડ નીકાળીને માર્ટિના બેડરૂમમાં જવાની પહેલ કરી હતી.માર્ટિનાના લિવિંગરૂમમાં લાઈટ વિના નજરે પડતા માર્ટિનાના દરેક ફોટા આશુતોષને વધારે બદલો લેવા માટે જલન પેદા કરતા હતા.ફટા-ફટ પોતાનું કામ પતાવીને તેને અહીંથી નીકળી જવાનું હતું એવોર્ડ ફંકશનમાં પહોચવા માટે.માર્ટિનાના બેડરૂમમાં જતા જ આશુતોષેને સામે બેઠેલી માર્ટિના નજરે પડી.માર્ટિના કાળી ઘેરાઈ ગયેલી રાતમાં પણ શાંતિથી બેડરૂમમા બેસીને કંઈક વાંચી રહી હતી ખબર નહિ એ શું હતું ? તેના સ્લીક હેર હવામાં લહેરાઈ રહ્યા હતા.કાળા નાઈટડ્રેસ્સમાં તે વધારે સુંદર લાગી રહી હતી.

આશુતોષે તરત જ પોતાના પાસે રહેલા એવોર્ડને લઈને માર્ટિના સામે આગળ વધ્યો.

"હેલો મોડેલિંગ ક્વીન માર્ટિના...."આશુતોષે પોતાના ભારે અવાજમાં માર્ટિનાને ખબર ના પડે એમ બોલ્યો.માર્ટિના તરત જ ચમકી ઉઠી.તેના પીઠ પાછળ કોઈ અચાનક જ આવીને ઉભું હતું.

"હું આર યુ ???"માર્ટિનાએ ગભરાતા સ્વરે કહ્યું.

"તુમ્હારી મોત.....!!!"આશુતોષે પોતાના બંને હાથને પોતાના માથે મૂકીને હસતા કહ્યું.પોતાના ચહેરા પર કરેલા મોટા બે નિશાન,માથે કેપ સાથે આશુતોષને ઓળખવો મુશ્કેલ હતો.

"તુમ અંદર કૈસે આયે ???"માર્ટિનાએ પોતાના પાસે પેડેલા તેના ફોનને ઉઠાવતા કહ્યું અને ત્યારે જ માર્ટિનાને પોતાના હાથમાં ફોન લેતા જોઈને આશુતોષે માર્ટિનાના માથે કબીરનો એવોર્ડ ધડામ....લઈને માર્યો.માર્ટિનાના માથામાંથી લોહી વહેવા લાગ્યું.તેના હાથમાંથી ફોન નીચે પડીને બેડના નીચે જતો રહ્યો.માર્ટિના પોતાના હાથ માથા પર મૂકીને કણસી રહી હતી.અચાનક તેના સાથે આ બધું શું થઇ રહ્યું છે એની ખબર નહોતી પડી રહી.

કણસી રહેલી માર્ટિના પોતાની જાતને અશુતોષથી બચાવા માટે પોતાનો ફોન શોધી રહી હતી.આશુતોષ માથામાં મારેલા એવોર્ડથી તેના કાંન સન્ન પડી ગયા હતા.અચાનક કોઈ તેના ઘરમાં આવીને આ રીતે તેના સાથે કરશે એની એને ભાગ્યે પણ ખબર નહોતી.

"કૌન હો તુમ ???"ફરી માર્ટિનાએ તેના સામે જોઈને ઓળખવાનો ટ્રાય કરતા કહ્યું.

"તુમ્હારે સાથ રહેકર તુમ્હે હરવખત દેખેકે મારને કી સોચ રખને વાલા આપકા વફાદાર....."આશુતોષે પોતાના અવાજમાં માર્ટિના સામે બોલતા પોતાના માથેથી કેપ ઉતારતા કહ્યું.કણસી રહેલી માર્ટિના આશુતોષને ઓળખી જતા તેની આંખો ફાટી ગઈ.પોતાના વફાદાર વ્યક્તિને આ રીતે આંખ સામે જોતા માર્ટિનાને હવે શું બોલવું એની કંઈ ખબર નહોતી પડી રહી.આશુતોષ તેના સામે જોઈને જલ્લાદ જેવું હસી રહ્યો હતો.પોતે પોતાના કામમાં સફળ થઇ ગયો હૉય એમ આશુતોષ પોતાના જીતનો જસ્ન અત્યારથી મનાવી રહ્યો હતો.

"તું આ બધું કેમ કરી રહ્યો છે ? અમે તારું શું બગાડ્યું છે ??"માર્ટિનાએ બાજુમાં પડેલા ટેબલનો ટેકો લઈને ધીરેથી ઉભા થતા કહ્યું.તેના હાથ કામ નહોતા આપી રહ્યા.માથામાં થતા દુખાવાથી તેને વારે-વારે ફેસ પર અલગ જ કરચલીથી બનતા નિશાન નજરે પડતા હતા.

"તે મારા કાકાની ઝિંદગી હરામ કરી છે સાલી....***"આશુતોષે માર્ટિનાને ગંદી ગાળ બોલતા કહ્યું.

"કોણ કાકા ???"માર્ટિનાએ કહ્યું.

"યાદ કર યાદ તારી એ રાત જયારે તું પાર્ટીમાં મશગુલ હતી અને ત્યારે મારા કાકા એમ કે ટોપીવાળા તારા માટે બધું કરવા માટે તૈયાર થઇ ગયા હતા.તને પામવા માટે એ પોતાનું બધું આપી દેવા તૈયાર હતા,પણ સાલી તેમની તે ઈજ્જત ઉતારી એ પણ મારા સામે ત્યારથી જ મેં વિચારી લીધું હતું કે તારી જિંદગી હરામ કરી નાખીશ...."આશુતોષે પોતાની કેપને ફરી માથે પહેરતા કહ્યું.

"એમ કે ટોપીવાળા એ નાલાયકનો માણસ છે તું....."માર્ટિનાએ આશુતોષ સામે જોઈને ચીસ નાખીને કહ્યું.

"એ નાલાયક કોને કહે છે હે....."આશુતોષે માર્ટિનાને માથે ફરીથી એવોર્ડનો ઘા કરતા કહ્યું.આ વખતે માર્ટિનાના માથામાંથી વધારે લોહી વહેવા લાગ્યું હતું.હવે તેના ઉભા થવાના કોઈ હોશ નહોતા.

"તુમ્હારા ખેલ ખતમ માર્ટિના...."આશુતોષે પોતાની ઘડિયાળમાં જોતા કહ્યું.માર્ટિના પડી-પડી કણસી રહી હતી અને બેફામ બનીને બેઠેલા આશુતોષે એવોર્ડથી માર્ટિના ફેસ પર,તેના માથામાં ઘા કરી કરીને માર્ટિનાનો ખેલ ખતમ કરી દીધો.માર્ટિનાના માથમાંથી લોહીની ધારાઓ વહી રહી હતી.કાળો નાઈટડ્રેસ આજે લાલ લોહીથી વધારે રંગાઈ ગયો હતો.તેના હેરમાંથી નીકળતું લોહી તેના પગ સુધી લંબાવા લાગ્યું હતું. પોતાના કામને તરત પતાવીને,સાથે લાવેલ બધી વસ્તુઓને ચકાસીને,ટેબ્લેટમાં ફરી એકવાર સીસીટીવી ચેક કરીને માર્ટિનાના ઘરના બહાર નીકળી ગયો.

બહાર બેઠેલા સિક્યુરિટી ગાર્ડ હવે પોતાની ગાઢ ઊંઘમાં સુઈ ગયો હતો અને આશુતોષ તેનો ફાયદો ઉઠાવીને બહાર નીકળી ગયો હતો.પોતાની કારમાં બેસતા જ તેણે બધા સીસટિવી ફરીથી ઓપન કરી દીધા અને કપડાં ચેન્જ કરતા જ તે કાર લઈને પાછો એવોર્ડ ફંકશનમાં જતો રહ્યો.કોઈને પણ શક ના જાય એમ આશુતોષે પોતાનું કામ બહુ જ ચાલાકીથી પતાવી દીધું હતું.

"એ બધી વાત ઠીક પણ તને કઈ રીતે ખબર પડી કે આશુતોષ એ વખતે બહાર ગયો હતો ?? કેમકે આશુતોષ પણ એવોર્ડ ફંકશનના ફૂટેજમાં નજરે પડે જ છે."શોભીતે પોતાનો સવાલ ખુદ તેનો જવાબ શોધતો હોય એમ અનુજા સામે જોઈ રહ્યો.

"મને પણ પહેલા એવોર્ડ ફંકશનના ફૂટેજ જોઈને એવું જ લાગ્યું હતું પણ જયારે મેં ફૂટેજ બહુ ધ્યાનથી જોયા ત્યારે મને ખબર પડી કે જયારે કબીરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો એ પછીના કોઈ ફુટેજમાં આશુતોષ નજરે નહોતો પડતો.મેં એકવાર નહિ પણ ઘણીવાર તેને શોધવાના ટ્રાય કર્યા પણ આશુતોષ નજરે નહોતો પડતો અને બીજીબાજુ જયારે મેં પેલા સિનિયર સિટિજનનો કેસ મારા હાથમાં લીધો ત્યારે મેડિકલ સ્ટોરના બહાર કારમાં બેસેલા આશુતોષનું જે ફૂટેજ મળ્યું એ પછી તો હું સ્યોર થઇ ગઈ હતી કે કહું આશુતોષે જ ખૂન કર્યું છે."અનુજાએ પોતાની વાત પુરી કરીને બધાના સામે જોઈ રહી.

"તમારા બધા સબુતો અને ફૂટેજ બધું આશુતોષને જ ગુનેગાર સાબિત કરે છે.અને સીસટિવી બે વાર બંધ થયા હતા આ પહેલા પણ એકવાર તો એ કોણે કર્યા ??"શોભીતે અનુજા સામે જોતા કહ્યું.ત્યાં શોભિતનો ફોન રણક્યો.શોભિત ફોન ઉઠાવે કે તરત જ સામેથી બોલતા વાક્યને સાંભળીને તેની આંખો ફાટી ગઈ.

"શું ના હોઈ શકે આ ???"શોભીત આટલું બોલતાની સાથે જ તરત ત્યાંથી ઉભો થઇ ગયો.તેની આંખો ફાટી ગઈ હતી.અનુજા અને કબીર તેની સામે જોઈ રહ્યા હતા.શોભીતે ફોન મુકતાની સાથે પોતાની સામે પડેલી ગનને કમર પર લગાવી અને જવાની તૈયારી કરી.બધા શોભિત સામે જોઈ રહ્યા હતા.

"શું થયું ???"અનુજાએ પૂછી લીધું.

"આશુતોષ એટલે કે પર્ણવ હોસ્પિટલમાંથી ભાગી ગયો છે......"આટલું સાંભળતા જ અનુજા અને કબીર બંનેની આંખો ફાટી ગઈ.

આશુતોષ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો અને સીસટિવી પહેલા કોણે બંધ કર્યાં હતા આ બધા સવાલો બધાના મનમાં ઘેરાઈ રહ્યા હતા.
(કર્મશ:)