Superstar Part 4 books and stories free download online pdf in Gujarati

સુપરસ્ટાર ભાગ - 4

સુપરસ્ટાર

ભાગ 4

માર્ટિનાના શબને સજાવીને તેના ઘરની વચ્ચે મૂકવામાં આવ્યું હતું. તેના ફેસના કોઈ એક્સપ્રેસન દેખાતા નહોતા.હમેશા દેખાતો તેનો ખિલખિલાટ ફેસ આજે બસ ઘાના લીધે ઘવાયેલો દેખાતો હતો.કરમાઈ ગયેલા તેના ફેસ પર ગહેરી નિસ્તેજતા નજરે પડતી હતી.તેના મમ્મી-પપ્પા તેની બાજુમાં બેસીને રડી રહ્યા હતા.તેમના આંસુઓનો પાછલા દસ વર્ષનો હિસાબ હવે વહેવા લાગ્યો હતો.તેમને રડતાં બસ વર્ષો જૂની પોતાની માર્ટિના જ યાદ આવતી હતી જ્યારે તેના કોઈ સપનાઓ નહોતા,જ્યારે તેના માટે મમ્મી-પપ્પા સિવાય બીજું કોઈ વિશ્વ નહોતું.આજે જ્યારે માર્ટિના પોતાના આંખોમાં સપનાઓનો ધોધ લઈને સૂઈ ગઈ છે ત્યારે બસ તેને એકવાર જગાડવાની કોશિશ કરવી પણ ભારે લાગે છે.

કબીર એક ખૂણામાં ઊભો-ઊભો બધુ જોઈ રહ્યો હતો.તેના માટે આ માનવું શકય જ નથી કે માર્ટિના હવે તેની લાઈફમાં નથી.માર્ટિના તેની જિંદગી હતી.માર્ટિના જ્યારે આજે મન ભરીને સૂઈ રહી છે ત્યારે કબીર પણ નિસ્તેજ બનીને તેને સુવા દેવા માગે છે.હમેશા ભાગતી રહેતી ને દરેક ક્ષણને એન્જોય કરતી માર્ટિનાને આજે થોડો સમય સુવા દેવું જ કબીરને ઠીક લાગ્યું.માર્ટિના પોતાના લાઇફની દરેક ક્ષણને એન્જોય કરતી હતી.રાતે બે વાગે ઊઠીને પણ તેણે એક-દો-તીન પર ડાન્સ કરેલો છે.રસ્તાની વચ્ચે ઊભેલા લોકોને પોતાની સાથે રસ્તા વચ્ચે રેપવોક પણ કરાવ્યુ છે.ચા અને કોફી મિક્સ કરીને પીધી છે.વરસાત વરસાદમાં આખી રાત મન મૂકીને નાચી પણ છે.આશુતોષ નિસ્તેજ બનેલા કબીર સામે જોઈ રહ્યો. કબીરના પાસે જઈને તેને રડવા માટે કહેવું જોઈએ તેવું એને લાગ્યું,પણ કબીરના આંખમાં એકપણ આંસુ નથી બસ તેને તો એમ જ છે કે હમણાં માર્ટિના ઉઠશે અને કહેશે કે ચાલ કબીર વરસાદમાં નહાવા જઈએ,ચાલ વરસાદના ટીપાં ફરી મોઢામાં લઈને પિચકારી મારી પાછા આકાશમાં મોકલીએ.

બહાર વરસાદ તેજ ધારે પડી રહ્યો હતો.મીડિયાના લોકો પોતાના કવરેજ લેવા અને માર્ટિનાની અંતિમયાત્રા જોવા હજુ ઊભા હતા.તેના ઘરના બહાર તેના નજીકના દોસ્તો અને ફિલ્મસ્ટાર પણ આવવા લાગ્યા હતા.માર્ટિનાની લાઇફ તેના જેવી જ બેશુમાર રહી હતી.ખૂટે નહીં એટલા દોસ્તો બનાવ્યા હતા,ફીલ્મોના લોકોથી લઈને ફિલ્મસિટીની બહાર ચા વેચતા કાકા પણ તેના આ લીસ્ટમાં સામેલ હતા.આંખોમાં સપનાઓનો ધોધ અને વાતોમાં પોતાકાપણાની જલક હમેશા માર્ટિનાના જિંદગીમાં રહી હતી.

“ગૂડ શોર્ટ કબીર......” માર્ટિનાએ બહાર ચાની ઠેકડી પર બેઠી હતી ત્યારે તેને કહ્યું.

“માર્ટિના શું કરે છે તું ? આ અમદાવાદ છે મુંબઇ નથી. તું સ્ટાર છે આ રીતે ચાની ઠેકડી પર ના બેસાય.તને શોધી-શોધીને થાકી ગયો.”કબીરે તેને ઊભા કરતાં કહ્યું.અમદાવાદમા કબીરના ફિલ્મનુ શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું.આવતા-જતાં બધા લોકો બસ માર્ટિના સામે તાકી-તાકીને જોઈ રહયા હતા.

“કબીર કેમ સ્ટાર લોકો ના બેસી શકે ?”માર્ટિનાએ કબીરને આંખ મારતા કહ્યું હતું.એ પછી કબીર અને માર્ટિના બંને એકબીજા સાથે બેસીને ચાની મજા માણી હતી.

કબીર હજૂપણ નિસ્તેજ થઈને એકધારું જોઈ રહ્યો હતો એ બધા સંવાદોમાં.શોભિત અને તેના સાથીઓ આજુ-બાજુ દેખરેખ રાખતા ફરી રહ્યા હતા.શોભિતની આંખો કબીર પર જ મંડાયેલી હતી કેમકે તેને એક કડી મળી ગઈ હતી,એ કડી જેનાથી તે આ કેસને રફેદફે કરી શકતો હતો.

“કબીરના પરથી તમારી નજર હટવી ના જોઈએ એના દરેક વર્તન પર દેખરેખ રાખજો અને હા એનો એવાર્ડ અને એ બંને બને એટલા જલદી અંતિમ યાત્રા પતે એટલે મારા સામે હોવા જોઈએ.....” શોભિતના એલાન પછી બધાની ચાંપતી નજર બસ કબીર જ પર હતી,તેની દરેક ચાલ-ચલનનો હિસાબ રાખવો હવે તેમના માટે જરૂરી બની ગયો હતો.

“ચાલ કબીર ....” આશુતોષે કબીરને માર્ટિનાની પાસે લઈ જતાં કહ્યું.

“ક્યાં ?” કબીરે જાણે કઈ સમજતો જ ના હોય એમ કહ્યું.

“માર્ટિના પાસે.....” આશુતોષે તેના હાથને પકડતા કહ્યું.

“એ ઊંઘે છે અને ઊંઘવા દે ડોન્ટ ડિસ્ટબ હર......” કબીરે અનાયાસે જવાબ આપી દીધો.

“કબીર ભાનમાં આવ હવે માર્ટિના આપણા સાથે નથી સી ઈજ ડેડ નાવ......” આશુતોષે કબીરને સાફ-સાફ કહી દીધું.

કબીર એકદમ નીચે બેસી ગયો.આશુતોષ સામે ધારી-ધારીને જોવા લાગ્યો.તે આજુ-બાજુ બેઠેલા બધા લોકો સામે જોવા લાગ્યો,

“કેમ તમે બધા અહી ભેગા થયા છો કેમ ?” કબીરે મોટા સ્વરે બધાને કહ્યું.

બધા કબીર સામે જોઈ રહ્યા.શોભિતની પણ આંખો કબીરને જોઈ રહી.કબીર અચાનક જ માર્ટિના સામે આવી ગયો હતો.

“પ્લીજ ઉસકો સોને દો.....” કબીરે ફરી બધાને કહ્યું.આશુતોષ કબીરને પાછા લઈ જવાની અને સમજાવાની કોશિશ કરી રહ્યો હતો.કબીર પોતાનું માનસિક સંતુલન સંભાળી નહોતો શકતો.

“કબીર સી ઈજ ડેડ નાવ પ્લીજ સમજવાનો પયત્ન કર....આપણે હવે અંતિમયાત્રા માટે જવું જોઈએ....” આશુતોષે કબીરને પકડતા કહ્યું.કબીર આશુતોષના સામે જોઈ રહ્યો.આજુ-બાજુ બેઠેલા બધા લોકો સામે જોઈ રહ્યો.બધા કબીરના પાસે આવ્યા અને તેને બાજુમાં ખસેડીને માર્ટિનાની અંતિમયાત્રા માટે તૈયારી કરવા લાગ્યા.કબીર બધાની સામે જોઈ રહયો હતો.બધા માર્ટિનાને સફેદ કાપડમાં વીંટી રહ્યા હતા.માર્ટિના આજે લાસ્ટ ટાઈમ જોવાનો કબીર પાસે મોકો હતો.

“માર્ટિના શું કરે છે યાર .........” કબીરે માર્ટિનાને પાછળ ખસેડતા કહ્યું.એક ટ્રક આવીને સપાટ કરતી માર્ટિનાના બાજુમાથી નીકળી ગઈ.માર્ટિના બાજુમાથી પસાર થતાં ટ્રકના પવનને મહેસુસ કરવા માગતી હતી ત્યાં કબીરે તેને પાછળ ખીંચી લીધી હતી.

“મારી ભૂલ થઈ ગઈ કે તને અહી લાવ્યો મારે તારી વાત માનવા જેવી જ નહોતી....”કબીરે ગુસ્સે થતાં કહ્યું.માર્ટિના અને કબીર મુંબઇની બહાર ખાલી પડતાં સૂમસામ રસ્તા પર આવીને ઊભા હતા.માર્ટિના કુદરતી આબોહવાને પોતાના અંદર ભરી રહી હતી.મુંબઈમાં આવી આબોહવા મળવી મુશ્કેલ હતી.માર્ટિનાને હમેશાથી કુદરત પર્ત્યે પ્રેમ રહ્યો હતો.માર્ટિના આવતી-જતી માલની હેરા-ફેરી કરતી ટ્રકોને નિસ્તેજ થઈને જોઈ રહી હતી.

“આપણે પણ એક ટ્રક લઈ લેવી જોઈએ શું કહેવું તારું ?” માર્ટિનાએ કબીર સામે આંખ મારતા કહ્યું.

“તું પાગલ છે ....”કબીરે હસતાં કહ્યું.

કબીર આજુ-બાજુના વાતાવરણને મહેસુસ કરી રહ્યો હતો ત્યાં માર્ટિના સામે આવતી ટ્રકના પાસે જઈને તેનો પવન પોતાના અંદર ભરી લેવા માગતી હતી ને કબીરે તેને એકદમ પાછળ ખીંચી લીધી હતી.

“ખાવા દે ને પવન.....”માર્ટિનાએ કબીરના હાથને છોડાવતા કહ્યું.

“મરી જઈશ....”કબીર અચાનક બોલી ગયો.માર્ટિના થોડીવાર તેના સામે જોઈ રહી અને તેની પાસે આવીને,આંખોમાં આંખો મિલાવીને કહ્યું,

“તો બાબુમોશાય દુઆઓમે યાદ રખના.......હું મરી જવું ને કદાચ તારા પહેલા તો કબીર મારી અંતિમયાત્રામાં તું મન મૂકીને નાચજે...” માર્ટિનાએ તેના સામે ફરીથી આંખ મારતા કહ્યું.

“બંદ થા માર્ટિના શું બોલે છે તું તને ભાન છે ???” કબીરે એ સમયે એટલો ગુસ્સે થઈ ગયો હતો કે તેણે માર્ટિના સાથે ચાર દિવસ સુધી વાત નહોતી કરી.

આજે જ્યારે કબીર આ યાદ કરે છે ત્યારે તેના આંખમાં જરા પણ આંસુ નથી.તેની બાબુ મોશાય સફેદ કફનમાં પેક થઈ રહી હતી.તેના સામે ઊભેલા બધા લોકો ખોટી ખોટી ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા હતા.કબીર મનમૂકીને નાચવાનું કોઈ મન નથી કેમકે તેના માટે માર્ટિના હજૂપણ પોતાના પાસે અડગ એમ જ ઊભી હતી.તેના સપનાઓમાં તેના વિચારોમાં,તેના પડછાયામાં બધામાં માર્ટિના હયાત હતી.

વાદળોનો ગડગડાટ થયો.વીજળી એ પોતાનો ચમકારો બતાવી દીધો.બહાર દોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો.બધા માર્ટિનાની અર્થી ઉપાડવા લાગ્યા હતા,કબીર બસ બધાની સામે જોઈ રહયો હતો.તે લોકો આમ કેમ કરે છે એની એને ખબર નહોતી પડતી.

“કબીર ચાલ......કબીર.....”આશુતોષે કબીરને ઊભા કરતાં કહ્યું.કબીર કાઇપણ બોલ્યા વગર ઊભો થઈ ગયો હતો.બધા માર્ટિનાની બલ્ડિંગની નીચે ભેગા થઈ ગયા હતા.બહાર મીડિયાના લોકો બને એટલુ સારું કવરેજ લેવા પડાપડી કરી રહ્યા હતા.ફિલ્મસ્ટાર્સ પણ આવીને અંતિમયાત્રામા જોડાવા તૈયાર થઈ ગયા હતા.કબીર પણ બધાની સાથે બહાર આવવામાં સક્ષમ થયો હતો,માર્ટિનાની યાત્રા બહાર નીકળી અને બધા મીડિયાના લોકો કવરેજ માટે પડા-પડી કરવા લાગ્યા.વરસતા વરસદમાં પણ આટલી બધી ભીડ એ જ સાબિત કરતી હતી કે માર્ટિનાએ લોકોનો પ્રેમ જ નહીં એમના દિલ પણ જીત્યા હતા.

શોભિતની આંખો બસ કબીર પર જ મંડાયેલી હતી.કબીરના વ્યવહારને લઈને એ પણ ચિંતિત દેખાતો હતો.

“સર કબીર અંતિમયાત્રામાં નીકળી જશે અને એનો એવાર્ડ ઘરે છે શું કરું ???” તેના સાથીએ આવીને શોભિતને કહ્યું.શોભિત તેના સામેથી જતી અંતિમયાત્રાને જોઈ રહ્યો.

“(થોડીવાર વિચારીને) એવાર્ડ લઈને ગુપ્તાજી પાસે મોકલી દે અને કહેજે કે માર્ટિના ફેસ પર જે ઘા હતા એ શું આ એવાર્ડ સાથે મેચ થાય છે....” શોભીતે ઓર્ડર આપતા કહ્યું.

તે ફટાફાટ દોડીને ઉપર જતો રહ્યો.તે નીચે આવ્યો ત્યારે તેના હાથમાં નેપકિનથી પકડેલો એવાર્ડ હતો.તેણે પોતાની જીપ સ્ટાર્ટ કરી અને ઉપડયો.શોભિત તેને જતાં જોઈ રહ્યો.બીજી-બાજુ માર્ટિનાની અંતિમયાત્રા લોકોને ચિરતી સ્મશાન તરફ જઈ રહી હતી.કબીર બસ ચૂપચાપ બધાની પાછળ-પાછળ જતો હતો,એને કઈ ખબર નોહતી કે કેમ એ બધાની સાથે ચાલી રહ્યો હતો. એને રસ્તાની બીજીબાજુ ઉપડી જવાનું મન થઈ આવ્યું.આશુતોષ બસ તેના પર નજર રાખીને જ ઊભો હતો કે કબીર કઈ એવું ના કરે કે તે મીડિયાની નજરમાં આવી જાય.

“કબીર......કબીર......”માર્ટિનાનો અવાજ અચાનક કબીરના કાનમાં પડ્યો.માર્ટિના કબીરને રસ્તાની બીજીબાજુ ઊભી રહીને પોતાની પાસે આવવા માટે પુકારી રહી હતી.કબીર પોતાના આંખોને તેના સામે જોતાં રોકી ના શક્યો.માર્ટિના સફેદ કપડાઓમાં સજ્જ અને હમેશા કરતાં વધારે સુંદર લાગતી હતી.કબીર તેના નજીક જઈને તેને જોવા માગતો હતો,ત્યાં કબીરની નજર તેના ફેસ પર પડી.માર્ટિનાના ફેસ પર બે-બે અંતર છોડીને ઘા થયેલા હતા.કબીર તેના દરેક ઘા ને નજીક જઈને સ્પર્શ કરવા માગતો હતો.

“કબીર......કબીર......” ફરીથી માર્ટિના તેને બોલાવતી હતી અને આ વખતે કબીરના પગ એ બાજુ ઉપાડ્યા.કબીર બસ લોકોને ચિરતો માર્ટિના પાસે જઈ રહ્યો હતો. આશુતોષની નજર એક મિનિટ માટે ભટકી એમાં કબીર પલયાન થઈ ગયો હતો.શોભિત તેની પાછળ દોડ્યો હતો.કબીર રસ્તાની આ બાજુ આવીને ઊભો થઈ ગયો હતો ત્યાં ના કોઈ મીડિયાના લોકો હતા.બસ કબીર માર્ટિના સામે જોઈ રહ્યો.તેના નિસ્તેજ ઘા થયેલા ફેસ સામે કબીર લાચાર હતો.

“તું આવી જ ગયો .....મારા પાસે....ક્યાં જતો રહ્યો હતો ?” માર્ટિનાએ કબીરના માથે હાથ ફેરવતા કહ્યું.કબીર હજૂપણ તેના ઘા થયેલા ફેસ સામે જોઈ રહ્યો હતો.

“હું અહી જ હતો તું ક્યાં જતી રહી હતી ?” કબીરે તેના ફેસ પર થયેલા ઘા ને સ્પર્શ કર્યા.

“અહહા.....” માર્ટિનાના મોઢામાથી ચીસ નીકળી ગઈ.કબીરે તરત પોતાના હાથ તેના ફેસ પરથી હટાવી લીધા.

“હું હવે તારા પાસે નહીં રહી શકું કબીર તારે તારી લાઈફને જાતે એકલાએ જીવતા શીખવી પડશે.” માર્ટિનાએ કબીરના ફેસને પોતાની બાહોમાં લઈને કહ્યું.કબીર તેના સામે જોઈ રહ્યો.કબીરની આંખોમાથી આંસુઓનો રેલો નીકળવા લાગ્યો.કબીર ધુસકે ને ધુસકે રડવા લાગ્યો.તેનો રડવાનો અવાજ કોઈ સુધી પોહચતો નહોતો.

“મને છોડીને ના જા પ્લીજ હું તારા વગર શું કરીશ....પ્લીજ માર્ટિના માર્ટિના........”કબીરની બૂમો તેના સામે દમ તોડી રહી હતી.તેના આંસુઓનો હિસાબ બસ તેના સુધી જ સિમિત થઈ ગયો હતો.

“માર્ટિના.....માર્ટિના......માર્ટિના......”નાના બાળકની જેમ કબીર માર્ટિનાને વળગીને રડતો હતો.માર્ટિનાથી એકમિનિટ પણ દૂર જવું કબીરને પોસાતું નહોતું.તેના આંસુ તેની સાક્ષી હતા.

“કબીર ક્યા કર રહે હો તુમ.....વાપસ ચલો....” આશુતોષનો અવાજ તેના બુમોની વચ્ચે સંભળાયો.આશુતોષ કબીરના પાસે આવીને ઊભો થઈ ગયો હતો.તેના પાછળ શોભિત પણ આવીને ઊભો થઈ ગયો હતો.કબીર હજૂપણ પોતાની બુમોથી આજુ-બાજુ આંતક ફેલાવે એટલા રાડા પાડી રહ્યો હતો.તેના આજુ-બાજુ કોણ છે તેની એને ખબર સુદ્ધાં નહોતી.

“કબીર સ્ટેન્ડ અપ ઔર ચલો વાપસ” આ વખતે શોભિતનો અવાજ સંભળાયો.શોભીતે બંને હાથે કબીરને પકડીને ઊભો કર્યો અને તેને લઈને ચાલવા લાગ્યો.તેના સાથે આશુતોષ પણ ચાલવા લાગ્યો.બધા પાછા અંતિમયાત્રામાં જોડાઈ ગયા.કબીર સાથે હવે આશુતોષ ડગલે ને પગલે ચાલવા લાગ્યો હતો.શોભિતની નજર પણ કબીર પર જ હતી.

ધીરે-ધીરે લોકો ઓછા થવા લાગ્યા હતા.મીડિયાના લોકો પણ હવે પાછળ રહી ગયા હતા. બસ હતા તો માર્ટિનાના ઘરના થોડાક લોકો,થોડા નજીકના મિત્રો અને પોલિસના લોકો.બહાર જોરદાર વરસાદ પડવા લાગ્યો હતો.અંદર માર્ટિનાની અંતિમક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ હતી.કબીર બસ તેના સામે જોઈ રહ્યો હતો,એ બધા સામે જે લોકો બસ માર્ટિનાને તેમની લાઈફમાથી જતાં જોઈ રહ્યા હતા.કબીર જ્યાં પંડિત માર્ટિનાની અંતિમક્રિયા કરી રહ્યો હતો ત્યાં જવા લાગ્યો.બધા તેને જતાં જોઈ રહયા.આશુતોષે તેને પકડવાનો ટ્રાય કર્યો પણ કબીર તેને પણ છોડવીને જતો રહ્યો.કબીર અચાનક માર્ટિના સામે જઈને ઊભો થઈ ગયો અને થોડીવાર એના સામે જોયા પછી નાચવા લાગ્યો,મન મૂકીને નાચવા લાગ્યો.માર્ટિનાએ આપેલા વચનને તે પૂરું કરી રહ્યો હતો.બધા કબીરના સામે જોઈ રહ્યા હતા.આશુતોષ કબીરને રોકવા તેના પાસે ગયો.

“કબીર શું કરે છે પાગલ જેવુ ના કર યાર.....”આશુતોષે તેને પકડતા કહ્યું.

કબીર પોતાની ધુનમાં નાચી રહયો હતો.તેની આંખોમાં આંસુ સાથે એક સ્માઇલ હતી કેમકે તે આજે માર્ટિના માટે નાચી રહ્યો હતો,મન મૂકીને નાચી રહ્યો હતો.આજુ-બાજુ રહેલા લોકો પાગલ થઈ ગયેલા કબીરના સામે જોઈને ઊભા રહ્યા હતા અને અંદર અંદર ના કરવાની વાતો કરી રહ્યા હતા.

“સટાક.........”કબીરના ગાલ પર એક તમાચો પડ્યો.તમાચો એટલો જોરદાર હતો કે કબીર નાચતો બંદ થઈ ગયો.તેના ગાલ હજૂસુધી ચચરતા હતા.તેની આંખોમાથી આવતા આસું એકસમય માટે થંભી ગયા.તેના બંને હાથ તેના ગાલ પર સ્થિર થઈ ગયા.

“સાલા....આવા સમયે પણ તને મજાક સુજે છે.તમારા માટે બસ આ એક ખેલ છે પણ અમારા માટે નહીં.અમે તમારા જેવા સ્ટાર નથી કે કોઈ મહાન વ્યકતી પણ અમને ક્યાં કેવું વર્તવું એની ખબર પડે છે.તારી સાથી,તારી દોસ્તના આવા સમયે પણ તને નોટંકી સુજે છે...........લાલત છે તમારા જેવા પર.......”માર્ટિનાના પપ્પા એકલાઇનમાં બધુ જ બોલી ગયા.તેમની આંખો મોટી-મોટી થઈ ગઈ હતી.એક ટીચર જ્યારે કોઈ સ્ટુડન્ટ પર ગુસ્સે થાય એવી રીતે આજે તે કબીર પર ગુસ્સે થયા હતા.કબીરને બધાની વચ્ચે ચમાટ લગાવામા જરાયે ખચકાયા નહોતા.કબીર હજૂપણ પોતાના ગાલ પર બંને હાથ મૂકીને નીચે જોઈ રહયો હતો.માર્ટિનાના પપ્પાના એક ચમાટથી કબીર પોતાના વાસ્તવિક જીવનમાં પાછો આવી ગયો હતો.

“માર્ટિના મરી ગઈ છે.તારા માટે,અમારા માટે અને આ ઊભા એ બધાની માટે બસ એટલી વાત સમજી લે.એ કદીપણ કોઈના માટે પછી નથી આવવાની.” માર્ટિનાના પપ્પાએ કબીરને સ્પસ્ટ શબ્દોમાં કહી દીધું.કબીર તેમના સામે જોઈ રહયો અને તરત તેમની બાથમાં જઈને લપાઈ ગયો.માર્ટિનાના પપ્પા અચાનક હેબતાઈ ગયા.કબીર તેમના ગળે લાગીને બસ રડતો હતો.થોડીવાર તેને રડવા દઈને તેમણે માર્ટિનાની અંતિમક્રિયા કરી અને માર્ટિનાને સળગતી આગમાં જલતા જોઈ રહ્યા.

“સર......” વરસતા વરસાદમાં અચાનક જ પોલિસની જીપ આવીને ત્યાં ઊભી થઈ ગઈ.તરત શોભિતનો સાથી જીપમાથી ઉતરીને તેની પાસે પહોચ્યો હતો.વાદળોએ ફરી ગરજના કરી.

“શું થયું ....?” શોભીતે સામે આગમાંથી નીકળતા અંગારા સામે જોઈને કહ્યું.

“સર.....પેલા રિપોર્ટ આવી ગયા છે,કબીરના એવાર્ડ પર એ જ નિશાન મળી આવ્યા છે જે માર્ટિનાના ફેસ પર હતા....”એકીસાથે તે બોલી ગયો.શોભિત બધાથી દૂર ઊભો હતો તેથી કોઈએ સાંભળ્યુ નહીં.શોભિતની આંખો બસ એકદમ લાચાર અને ભોળા બનીને ઉભેલા કબીર સામે જ તાકી રહી હતી.આ સાંભળીને શોભિતની આંખો એકદમ સતર્ક થઈ ગઈ.

“વોટ હેલ આર યુ સેઇંગ....મને અત્યારે આ કબીરને જોઈને એવું લાગ્યું હતું કે કદાચ તેના એવાર્ડ પર નિશાન નહીં મળે,કદાચ તે ખૂની નહીં હોય પણ હું ખોટો હતો........”શોભીતે તેના સાથીને કહ્યું.

“ઔર સર એક ઔર બાત પતા ચલી હૈ જિસસે યહ સાબિત હોતા હે કી ખૂન કબીરને હી કિયા હે.......”તેના સાથીએ શોભિતને બીજો જટકો આપતા કહ્યું.

“ક્યા ?”શોભીતે પોતાની બંને આંખોને પહોળી કરી અને કાનને તેના સામે ધરતા કહ્યું.એવી કઈ વાત હતી જે સાબિત કરશે કે કબીર જ ખૂની છે ? કબીરના ભોળપણ ભર્યા ફેસ સામે શોભિત તાકી રહ્યો હતો અને બસ તેને આ વાત શું હતી તે જાણવાની તાલાવેલી લાગી ગઈ હતી.

(ક્મશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED