સુપરસ્ટાર ભાગ - 7 Sandip A Nayi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

 સુપરસ્ટાર ભાગ - 7

સુપરસ્ટાર

ભાગ 7

સામે લાગેલા મોટા બોર્ડમાં ફોટોગાર્ફ્સ પર કરેલા નિશાન શોભિત થોડીવાર માટે નિહાળી રહ્યો.તેના માટે હવે આ કેસ જેટલો જટિલ લાગતો હતો તેના કરતાં પણ વધારે જટિલ બની ગયો હતો.કબીરના કહેવાથી ચેક કરેલા એવાર્ડ ફંકશનના ફૂટેજમાં કબીર ત્યાં જ હતો તો ખૂન કોણે કર્યું એ સવાલ શોભિતને સતત સતાવતો હતો.ઘરે આવીને સીધા તેણે બે પેક વિહસ્કીના ગટ-ગટાવી દીધા હતા.સામે લાગેલા બોર્ડ પર માર્ટિનાના ફોટો થી લઈને કબીર,આશુતોષ,ચિનુકાકા,હિરેન અને મનોજના ફોટા લાગેલા હતા.બધાની આગળ શોભિત કૈંક નિશાન કરેલા હતા.તે બને એટલી જલદી આ કેસને ખતમ કરવા માગતો હતો.કબીર પાસેથી એક કડી મળી હતી એટલે તેણે કબીરના ફોટોગ્રાફ્સ પર નિશાન કર્યું હતું.કબીર જેટલો ભોળો લાગતો હતો તેટલો જ હાજરજવાબી પણ હતો એવું શોભિતને લાગ્યું.પોતે જ્યારે પહેલીવાર કબીરને મળ્યો ત્યારે તેને ઈન્નોસેંટ લાગ્યો હતો પણ જ્યારે તેના નિશાન એવાર્ડ પર મળ્યા હતા ત્યારથી કબીર શોભિતની નજરમાં ચડી ગયો હતો.હજૂપણ શોભિતને હેકરવાળી વાત પલ્લે પડતી નહોતી.કબીર પોતે હેકીગનો એક્સપર્ટ હતો પણ તે તો ખુદ એ વખતે એવાર્ડ ફંકશનમાં હતો તો એ કઈ રીતે ખૂન કરી શકે ?

શું કબીર ત્યાં બેઠા બેઠા જ સીસીટીવી હેક કર્યા હોઈ શકે પોતાના મોબાઇલમાથી ? કબીરે કોઈ બીજા જ માણસને મોકલીને આ બધુ કર્યું હોઈ શકે ? શોભિતના વિચારો તેના મનને બેકાબૂ કરી રહ્યા હતા હવે તેને એક સારી ઊંઘની જરૂર હતી,શોભીતે ફરી એક પેક વ્હીસ્કીનો ગટગટાવ્યો અને જઈને પોતાના બેડ પર પડ્યો.

*******

ચારેકોર કબીરની વાહ-વાહી થઈ રહી હતી.જ્યાં જુવો ત્યાં લોકો કબીર સાથે બસ એક સેલફી લેવા માટે પડા-પડી કરી રહ્યા હતા.અચાનક જ સોશિયલ મીડિયામાં 115 ફ્રેન્ડથી વધીને બસ થોડા કલાકમાં હજારો ફ્રેન્ડ્સ રિકવેસ્ટ આવીને પડી હતી.તેના માટે આ બધુ નવું હતું.પોતે કોને મળતો હતો,કોના સાથે વાત કરતો હતો તેની ખુદને ખબર નહોતી કેમકે એક કલાકમાં એ નહીં હોય તો પાંચસોથી વધારે માણસોને મળી ચૂક્યો હતો.કાલે તેને બીજા દસ ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું.મીડિયાના કેમેરાના પડતાં ફલેશ આજે તેને કોઈ નવો જ અનુભવ આપી રહ્યા હતા.કબીરની ફિલ્મ ઓલઓવર ગુજરાતમાં સુપરડુપર હિટ સાબિત થઈ હતી.કબીરની કોમેડી લોકોને આ ફિલ્મમાં બહુ જ પસંદ આવી હતી.આ પહેલી એવી ફિલ્મ હતી જેણે ગુજરાતમાં સારી એવી કમાણી કરી હતી.લોકો કબીરને ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર કહેવા લાગ્યા હતા.જ્યાં જુવો ત્યાં ફૂલ થિયેટર દેખાતા હતા,લોકો એકવાર નહીં બે વાર નહીં પણ વારંવાર આ ફિલ્મ જોવા જતાં હતા.અચાનક જ કબીરની લાઇફ બદલાઈ ગઈ હતી.તેના માટે ખુશીઓની દરેક પળો એકસાથે સામટી આવી હતી.આગલી રાતે જ્યારે માર્ટિનાનો કોલ આવ્યો હતો મુંબઇથી તો કબીર બહુ જ નર્વસ હતો ફિલ્મને લઈને......

“ચીલ.....કબીર ફિલ્મ અચ્છા હી કરેગી.....આઈ નો…..”માર્ટિનાએ કબીરને હોંસલો આપતા કહ્યું હતું.

“હા....આઈ હોપ કે સારું જ કરશે....”કબીરે પોતાની બંને આંખોને બંદ કરતાં કહ્યું હતું.

“નર્વસ થવાય દુનિયામાં રહેલા બધા સ્ટારને તેમની ફિલ્મની રિલિજ પહેલા નર્વસનેસ હોય કબીર પણ તને તારા પર ભરોસો હોવો જોઈએ તારા કામ પર....”માર્ટિનાએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું.

“હા.....સારું જ કરશે ફિલ્મ.......”કબીરે કહ્યું.

કબીર અને માર્ટિના બંને ખુશ હતા કેમકે ફિલ્મ ખૂબ જ સારી બની હતી અને ફિલ્મનું ટ્રેલર પણ લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.કબીર માટે માર્ટિના બને એટલી બધી મહેનત કરી હતી કે ફિલ્મ સુપરહિટ જાય.કાલે જ્યારે ફિલ્મ લોકોના સુધી જશે ત્યારે કબીરનું એક અલગ જ ભાવી રચાશે.માર્ટિના અને કબીરના બંને ફોન પર પોત-પોતના વિચારોમાં લીન થઈ ગયા બંને વચ્ચે મૌન છવાયેલું રહ્યું,ઘણી વખતે તમારું મૌન પણ તમારી વાતો કરી લેતું હોય.ના બોલાયેલા શબ્દો પણ બોલાઈ ગયા હોય એવું લાગ્યા કરે,ના કહેલી વાતો જાણે એક જ મૌનમાં કહેવાઈ ગયાનો અહેસાસ થયા કરે અને આ મૌન જાણે તૂટે જ નહીં એવું થયા કરે......

“માર્ટિના .............”કબીરે બંને વચ્ચેનું મૌન તોડતા કહ્યું.

“હમ્મ......”માર્ટિનાને કબીરને સાંભળતી હોય એમ કહ્યું.

“કઈ નહીં......”કબીરે તરત કૈંક કહેવાનો પર્યાસ કર્યો પણ કહી ના શક્યો.

“શું કબીર કેમ કઈ નહીં શું કેવા માગતો હતો તું ?”માર્ટિના વાતને કળી ગઈ હોય એમ એને કહ્યું.

“અરે એમ જ કહ્યું......”કબીરે પોતાની વાતને સંકેલતા કહ્યું.

ખરી રીતે તો કબીર આજે માર્ટિનાને પોતાના દિલની બધી વાત કરી દેવા માગતો હતો.જ્યારે-જ્યારે માર્ટિના હસે અને તેના સ્માઇલમાં એક અલગ જ તરંગો રચાય એના વિશે કહેવા માગતો હતો,જ્યારે-જ્યારે માર્ટિના વાત કરતાં કરતાં તેના હાથમાં હાથ નાખી દે ત્યારે તેને બધી જંગ જીતી ગયાનો અનુભવ થાય તેના વિશે કહેવા માગતો હતો,જ્યારે-જ્યારે તેના હવામાં ઊડતાં વાળને જોઈને પોતાના દિલમાં તેને સ્પર્શવાનું મન થાય તેના વિશે કહેવા માગતો હતો,કબીર આજે એ બધુ જ કહેવા માગતો હતો જે તે કદી માર્ટિનાને કહી નહોતો શકતો…પણ....વચમાં આવતી હતી એક જ વાત જે કબીરને હમેશા ખૂંચ્યા કરતી કે માર્ટિના આટલી મોટી મોડેલ અને તે એક માલુમી હજુ સીડીઓ ચડતો એકટર શું વિચારતી હશે માર્ટિના તેના વિશે ? એને આટલી બધી મદદ કરી અને હજી પણ કરતી હતી જ તેનો મતલબ એવો નહીં કે તે તેને પણ પ્રેમ કરતી જ હશે ???

પણ કબીર પાગલને ક્યાં ખબર હતી કે માર્ટિના પણ તેના વિશે આવું જ વિચારતી હતી.જ્યારે તમારા દિલ મળી જાય અને તમે એકબીજાને ખુદમાં જોવા લાગો ત્યારે તમને ખબર પડી જાય કે તમારા વચ્ચે શું ચાલી રહ્યું છે પણ એક ફોર્માલિટી માટે,એકમેકના આગ્રહ,એકમેકના સાથ માટે તમારે પ્રેમનો એકરાર કરવો જરૂરી બની જતો હોય છે.માર્ટિનાના કેસમાં આ પહેલો એવો છોકરો હતો જે માર્ટિનાનું દિલ લઈ ગયો હતો એ પણ પહેલી જ નજરમાં......માર્ટિના માટે કબીર એટલે બસ એક એકટર નહીં પણ એ બધુ જ જે તે પાછલા આવનારા વર્ષોમાં કરવા માગતી હતી.પોતે તે કેટલી સફળ હતી એને ખબર હતી પણ તેને વિશ્વાશ હતો કે કબીર એક દિવસ તેના કરતાં પણ આગળ નીકળી જશે અને સફળ હશે.

આજે જ્યારે કબીરની ફિલ્મ ચારેકોર ધૂમ મચાવી રહી હતી ત્યારે કબીર કરતાં પણ વધારે ખુશ માર્ટિના હતી.માર્ટિના જે ફર્સ્ટ ફ્લાઇટ મળી એ લઈને અમદાવાદ આવવા માટે નીકળી પડી હતી.તેના માટે આ એક અનોખો દિવસ હતો.કબીર લોકોના વચ્ચે પોતાના આવનારા સ્ટારડમને જેટલું એન્જોય કરી રહ્યો હતો એનાથી વધારે માર્ટિનાને મિસ કરી રહ્યો હતો.પોતાની ખુશી માર્ટિના સાથે રહીને જોવા માગતો હતો.

************

“મીટ મિસ અનુજા કોઠારી સી ઈજ અ ફેંટસ્ટાટીક લોય કબીર તારો કેસ લડવા માટે સામેથી આવી છે.”આશુતોષે કબીરને અનુજા સાથે મળાવતા કહ્યું.અનુજા લંડનથી આવેલી બેસ્ટ લોયરમાંની એક લોયર હતી.અહી આવીને તેણે ઘણા એવા કેસ લડ્યા હતા જે કાબેલેતારીફ હતા.લાસ્ટમાં તેણે બિહારમાં રેપ થયેલી છોકરી માટે કેસ એક પણ રૂપિયો લીધા વિના લડ્યો હતો અને જીત્યો હતો એ પછી બધામાં જાણીતી થઈ ગઈ હતી.ઘાટીલા ફેસ પર દેખાતી અનેરી રોનક,મોટી-મોટી અને હમેશાં કૈંક શોધતી આંખો,લાંબા પાતળા હાથ,કપાળની વચ્ચે-વચ રહેલો તલ અને આત્મવિશ્વાસ સાથે ઊભા રહેવાની કળા જોઈને કબીર તેને જોઈને થોડીવાર માટે અંજાઈ ગયો હતો.આશુતોષ અને અનુજા કબીરને મળવા માટે પોલિસ સ્ટેશન આવ્યા હતા.જલદી થી જલદી કબીરને બેલ મળી જાય એ જ એમનો આશય હતો.

“તો કબીર હું તમને પહેલા જ કહી દઉં કે હું એટલા માટે તમારો આ કેસ લડવા તૈયાર થઈ છું કેમકે મને લાગે છે કે તમે માર્ટિનાનું મર્ડર નથી કર્યું,મારા માટે પૈસા મહત્વના નથી મારા માટે નિર્દોષને તેનો ન્યાય મળવો એ જરૂરી છે.મે પહેલાથી જ તમારી લાઈફ સ્ટાઈલ એઝ ફૅન ફોલ્લો કરી હતી જ્યારથી તમે બંને સાથે હતા ત્યારથી તો મને નથી લાગતું કે માર્ટિનાનું મર્ડર તમે કર્યું હોય........”અનુજાએ પોતાની વાત કહીને કબીર સામે જોયું.

કબીર થોડીવાર માટે તેના સામે જોઈ રહ્યો.અચાનક જ કોઈ મસીહાની જેમ અનુજા તેની લાઈફમાં આવી હતી.તેના માટે માર્ટિનાને ન્યાય મળે એ જ જરૂરી હતું.

“મે માર્ટિનાનું મર્ડર નથી કર્યું.......”કબીરે સુકાઈ ગયેલા પોતાના ગળા નીચે થૂંક ઊતારતા કહ્યું.

“મને ખબર છે બટ કબીર તારે મને બધી નાની થી નાની લઈને બધી ડિટેલ મને આપવી પડશે કે એ દિવસે શું બન્યું હતું અને હાલ પૂરતું તારા જમીન મળે એટલી તો મને માહિતી આપવી જ પડશે.”અનુજાએ પોતાની બેગમાથી એક ડાયરી,પેન અને રેકોર્ડર નીકળતા કહ્યું.

અનુજાએ રેકોર્ડર સ્ટાર્ટ કરીને કબીરના સામે મૂકી દીધું.કબીર થોડીવાર અનુજા સામે જોઈ રહ્યો અને પછી એક ઊંડો શ્ચાસ ભરીને બોલવાનું સ્ટાર્ટ કર્યું હતું.કબીરે બધી જ ડિટેલ અનુજાને આપી હતી.સવારે ઉઠવા થી લઈને રાતે જે બન્યું ત્યાં સુધીની.તેણે પોતે રાતે જ્યાં સુધી એવાર્ડ ફંકશન હતા ત્યાં સુધી ત્યાં જ હોવાનું પણ કહ્યું અને શોભિત તેના ફૂટેજ ચેક કરવા ગયો હતો એ બધુ કહી દીધું.કબીરની વાત સાંભળીને હવે પોતે કબીર પર કરેલો ભરોસો ખોટો નથી એની અનુજાને ખાતરી થઈ ગઈ હતી.કબીરના બેલ માટેના બધા જ પેપરર્સ તેણે ગોઠવી દીધા હતા.

“હવે હું શોભિતને મળી લઉં છું અને જાણી લઉં છું કે તેણે એવાર્ડ ફંકશનના ફૂટેજમાં શું મળ્યું....જો કબીર તું ત્યાં જ હોઈશ તો તને જલદી બેલ મળતા વાર નહીં લાગે અને હેકીગનો કોર્સ કર્યો હોવાથી એવું તો નક્કી નથી થતું કે તે જ સીસીટીવી હેક કર્યા હતા.એવાર્ડ પર મળેલા નિશાન અને માર્ટિનાના ફેસ પરના નિશાન સેમ કઈ રીતે હોય શકે તે મને સમજાતું નથી પણ તું જ્યાં સુધી ફંકશન ચાલુ હતું ત્યાં સુધી ત્યાં જ હતો તે નક્કી કરે છે કે તે ખૂન નથી કર્યું......”અનુજાએ કેસને પૂરે-પૂરો સ્ટડી કરતી એમ બધુ બોલી ગઈ.

“ચલો ટાઇમ ખતમ......’બહારથી હવાલદારનો અવાજ સંભળાયો.

અનુજા અને આશુતોષ ઊભા થઈને જવા લાગ્યા ત્યાં કબીરનો અવાજ સંભળાયો,

“થેન્ક્યુ અનુજા......અને બહુ સુંદર નામ છે તારું અનુજા.....”કબીરે અનુજાના સામે જોઇને કહ્યું.માર્ટિનાના ગયા પછી હવે પહેલીવાર કબીરના ફેસ પર હલકી-હલકી સ્માઈલ દેખાઈ હતી.

“નો વરી.....કબીર....અને થેન્ક્યુ”અનુજાએ કબીરના સામે જોતાં કહ્યું.

**********

“હા તો ચિનુકાકા કબ સે આપ કબીર કે સાથ હે ?”શોભીતે સામે બેઠેલા ચિનુકાકાને સવાલ કરતાં કહ્યું.આંખે જૂના જમાના ચશ્મા અને તેમાં દેખાતી કાળી ડિબાંગ આંખો,શ્યામ ગોળ-મટોળ ચહેરો,માથે ટાલ પડી ગયેલા ચિનુકાકા શોભિતના સામે બેઠા હતા.શોભિત થોડીવાર માટે તો દંગ રહી ગયો હતો કે આવા વૃદ્ધ કાકાને કબીરે પોતાની કાર ચલાવા રાખ્યા હતા?શોભિત અને ચિનુકાકા પોલિસની વાનમાં બેઠા હતા.શોભિત ચિનુકાકાને મળવા તેમના ઘરે ગયો હતો.

“સાબ દો સાલ સે જબસે કબીર સાબ કી ફિલ્મ હિટ હુઈ તબસે મે ઉનકે સાથ થા.....”ચિનુકાકાએ કહ્યું.

“તો તમે એવાર્ડ ફંકશન ચાલતું હતું એ વખતે શું કરતાં હતા ?”શોભીતે પોતાની વાત પર સીધા આવતા કહ્યું.શોભિત તેમના સામે જોઈ રહ્યો હતો હવે તે ચિનુકાકાનો જવાબ સાંભળવા આતુર હતો.

“સાબ મે કબીર સાબ કો છોડને કે બાદ પાર્કિંગ મે જાકર કાર રખકે જો દૂસરે ડ્રાઇવરસ લૉગ બેઠા કરતે હે વહા ચલા ગયા…ઔર સાબ કાર કી ચાવી સીર્ફ મેરે પાસ હી હોતી હે”ચિનુકાકાએ પોતાની વાત કહી.

“આપકે પાસ કોઈ કાર કી ચાવી લેને આયા થા યા આપ નીંદ મે થે ઔર કોઈ લે ગયા હો ?”શોભીતે બને એટલા સ્વસ્થ થતાં કહ્યું.

“નહીં સાબ મે પૂરી રાત જગા હુઆ થા ક્યુકી મેરા સોને કા સમય દિનકા હી હોતા હે ઐસા કોઈ નહીં જો લેને આયા થા......”ચિનુકાકાએ પોતાની સફેદ થઈ ગયેલી દાઢી પર હાથ ફેરવતા કહ્યું.

“તો ચલો દેખતે હે આપ કૈસી કાર ડ્રાઇવ કરતે હો......લો આ જાવ મેરી સીટ પે....’શોભીતે પોતાની ડ્રાઇવ સીટ પરથી ઊભા થતાં કહ્યું.તેને જોવું હતું કે એક 55 વર્ષનો વૃદ્ધ માણસ કે જેને કબીરે પોતાનો ડ્રાઇવર રાખ્યો હતો તે કેવી કાર ડ્રાઇવ કરતો હતો.

“નહીં સાબ......આપકી કાર મે કૈસે ડ્રાઇવ કાર શકતા હું....”ચિનુકાકાએ ડરતા કહ્યું.

“કુછ નહીં કબીર કી કાર સમજ કે હી ડ્રાઇવ કર લો.....”શોભીતે ચિનુકાકાને ઊભા થવા કહેતા કહ્યું.ચિનુકાકા શોભિતની જગ્યાએ જઈને બેસી ગયા અને શોભિત ડ્રાઇવરની બાજુવાળી સીટ પર આવીને બેસી ગયો.ચિનુકાકાએ કારને સ્ટાર્ટ કરતાં પહેલા બે હાથ જોડીને ભગવાનને યાદ કર્યા,જ્યારે પણ ચિનુકાકા કાર સ્ટાર્ટ કરતાં તો પહેલા આ કામ કરવાનું ભૂલતા નહીં.કબીર હમેશા ચિનુકાકાની આ આદતને જોઈને ખુશ થતો.કાર સ્ટાર્ટ કરી ક્લચ દબાઈને ગેર પાડી જ્યારે ચિનુકાકાએ કાર ચલાવી ત્યારે શોભિત તેના સામે જ જોઈ રહ્યો હતો.આટલી ઊમર થયા પછી પણ ચિનુકાકા પોતાના કરતાં પણ સારી કાર ચલાવતા હતા એ જોઈને શોભિત દંગ હતો અને એને ખબર પડી ગઈ હતી કે કબીરે કેમ ચિનુકાકાને ડ્રાઇવર રાખ્યા હતા.ચિનુકાકાએ આગળ જઈને કાર ઊભી રાખી અને શોભિત પોતાની વાન લઈને ચાલી નીકળ્યો.

શોભીતે થોડીવાર માટે ખુલ્લા આકાશમાં જોઈ રહ્યો.તેના મનમાં વિચારો ધમધમવા લાગ્યા હતા.ચિનુકાકા કાર પાર્ક કરીને ત્યાં જ હતા તો કાર લઈને કબીર કેવી રીતે જઈ શકે ? કબીરના એવાર્ડ પર મળેલા નિશાન અને હેકીગથી એક રીતે તેને કબીર જ ગુનેગાર લાગતો હતો પણ બીજીરીતે જોતાં કબીરના એવાર્ડ ફંકશનમાં હોવું અને કારની ચાવી ચિનુકાકા પાસે જ હોવી કબીર નિર્દોષ હોય એમ જતાવતા હતા.શોભિત ખરેખર નક્કી નહોતો કરી શકતો કે ખૂની કોણ હતું ? કબીર પર લગાડેલા તેના આરોપો અને સુબતો ફોગટ તો નહીં હોય ને ? કે કબીર જ પોતાને ઉલ્લુ બનાવી રહ્યો હતો ? શોભિત બને એટલો જલદી આ કેસ ખતમ કરવા માગતો હતો.હજુપણ કબીરના બોડીગાર્ડ હિરેન અને મનોજને મળવાનું બાકી હતું અને તેના મેનેજર આશુતોષને પણ મળવાનું બાકી હતું છતાં શોભિત આ કેસને લઈ હવે ખરેખર ચિંતિત હતો.......

(કર્મશ:)