સુપરસ્ટાર ભાગ - 3 Sandip A Nayi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુપરસ્ટાર ભાગ - 3

સુપરસ્ટાર

ભાગ – 3

“નહીં સર ખાલી લાશ હી થી ઉસકે આજુ-બાજુ કોઈ ભી હથિયાર યા કુછ નહીં થા.(થોડીવાર વિચારીને) જિસને ભી ખૂન કિયા હૈ વો બડા શાતીર હૈ એકભી શુરાગ નહીં છોડા હૈ,યસ સર સીસીટીવી કી તેહકીકાત ચલ રહી હૈ જૈસે હી કુછ પતા ચલતા હૈ મે આપકો રિપોર્ટ કરતા હુ જય હિન્દ.....”

શોભીતે ફોન મૂકયો અને તરત બધા સીસીટીવી કેમેરા ચેક કરવા લાગ્યો.તેની આંખો થી લઈને તેના બદનના એક-એક અંગ બસ કેમેરાની અંદર ગુસી ગયા હતા કે ક્યાંથી પણ બસ કૈંક શુરાગ મળી જાય.આ રીતે કામ કરવાની પહેલેથી શોભિતને આદત હતી.તેની આ જ આદત તેના ઉપરના સિનિયર લોકોને પસંદ હતી કેમકે તેમનું અડધા ઉપરનું કામ શોભિત પતાવી દેતો. બહાર મીડિયાના લોકો નવા કવરેજ લેવા હોબાળો મચાવી રહ્યા હતા,હવે એમને પણ શાંત રાખવા ભારી હતા.

સાંજ પડી જવા આવી હતી.ભૂખરા રંગમાં રંગાયેલા આકાશને પણ વ્ચ્ચેથી નીકળી જતા સંખ્યાબંધ પક્ષીઓનું મહાલવવું ગમતું હતું.એમાનું જ કોઈ પક્ષી માર્ટિના પણ હોય શું ખબર ? હજુ સુધી માર્ટિનાનો પોસમોટર્મ રિપોર્ટ નહોતો આવ્યો.કબીર,આશુતોષ બધા બસ એક જગ્યા પર પાછલા પાંચ કલાકથી બેસી રહ્યા હતા.માર્ટિનાના મમ્મી-પપ્પા પણ આવી ગયા હતા.આજથી દસ વર્ષ પહેલા જ્યારે માર્ટિના ઘર છોડીને મોડેલ બનવા મુંબઇ ભાગી આવી હતી,ત્યારથી એક રીતે તેમના માટે તે મરી ગયા બરાબર હતી.તેના પિતા ઉત્તરપ્રદેશના ગજિયાબાદમાં ટીચર હતા અને તેમની એકની એક દીકરી હતી માર્ટિના.પરીની જેમ મોટી કરી હતી,માર્ટિના માગે તે પહેલા વસ્તુ લાવીને સામે ધરી દેતા.તેના દરેક બોલને જીલી લેતા.માર્ટિના મોટી થઈને ટીચર લાઇનમાં જાય એવી એમને ઈચ્છા હતી પણ માર્ટિના રૂપના લીધે તે નાની વયે જ એટલી ફેમસ થઈ ગયેલી કે એડ ને બધુ કરવા લાગેલી.તેના સાબુ માટે કરેલી એડના પોસ્ટર આખા ગજિયાબાદમાં લાગ્યા હતા.માર્ટિનાએ પોતાના પિતાને મુંબઇ જવા બાબતે વાત કરી હતી તો તેમણે ઘસીને ના પાડી દીધી હતી પણ માર્ટિનાના જિદના સામે તેમનું કઈ નહોતું ચાલ્યું.માર્ટિના એ જ રાતે ઘરેથી ભાગીને મુંબઇ આવી ગઈ હતી.માર્ટિનાએ પોતાની લાઈફ પોતાની રીતે જીવી હતી.તે જેટલી બિન્દાસ હતી એટલી જ ઈમોશનલ પણ હતી.માર્ટિનાએ મુંબઇમાં પોતે મહેનત કરીને પોતાની આગવી ઓળખ બનાવી હતી.તેના કામને હમેશા એ પ્રેમ કરતી.તે ઘણી વાર પોતાના શહેર ગાજિયાબાદ જતી અને રહેતી,પણ તેના પપ્પા તેના સાથે કદી પણ વાત કરતાં નહીં.આજે જ્યારે માર્ટિના આ જગતમાં નથી ત્યારે સૌથી વધારે જો કોઈ દિલથી કબીર કરતા પણ વધારે યાદ કરીને પાછા બોલાવતુ હોય તો એ એના પપ્પા હતા. આજે એમને એ બધી વાત કરવી હતી કે જે નહોતા કરી શકયા.

“ઐસે કેસે દો બાર સારે કેમેરા બંદ હો ગયે ઔર ઉસ સમય કી કોઈ ફૂટેજભી નહીં હે,જિસને ભી યે ખૂન કિયા હે વો બડા શાતીર હે,બહોતસારી તૈયારી કરને કે બાદ ઉસને યે કામ કો અંજામ દિયા હે.વો હેકર ભી હે,જો સીસીટીવી હેક કરતાં હે ઔર વો ઇતના ચાલક હે કી ઉસને કોઈ શુરાગ ભી નહીં છોડા હે.....” શોભિત એકસાથે બધુ બોલી ગયો.તેના સામે રહેલા તેના સાથીદારો બસ તેને સાંભળતા જ રહ્યા.

“સર વો સિક્યોરિટી ગાર્ડ સે ભી પૂછતાછ કી લેકિન કુછ પતા નહીં ચલા....”´સાથીદારે જવાબ આપ્યો.

“ક્યાં બોલા ઉસને?”

“વો પૂરી રાત જગ રહા થા લેકિન ઉસને ઐસે કિસીકો નહીં દેખા જો બિલ્ડીંગમે આયા હો,ઔર વો સર અપની રજિસ્ટર બુક ભી રખતા હે,માર્ટિના શામ કો સાત બજે ઘરપે આયી થી ઔર ઉસકે બાદ ઘર મે હી થી...” તેણે બધુ કહી દીધું.

“ઔર વો માર્ટિના કી કામવાલી સે ક્યા પતા ચલા?”

“સર...વો સુબહ હી માર્ટિના કે સાથ કામ ખતમ કરકે ચલી ગઈ થી......”

“માર્ટિના ઉસ દિન જિસ જિસ કો મિલી થી વો સબ લૉગ મુઝે ચાહીએ...ઔર અભી જો લૉગ ઘરમે હે ઉનકો પોસમોર્ટમ રિપોર્ટ ના આયે તબ તક બહાર મત જાને દેના.....” શોભીતે એલાન કરતાં કહ્યું અને પાછો તે સીસીટીવી કેમેરા ચેક કરવા લાગ્યો.

**********

કબીર માર્ટિનાના ઘરમાં લાગેલા તેના બધા ફોટોગાફસને તાકી-તાકીને જોઈ રહ્યો હતો.કેટ-કેટલાયે લોકો આ ફેસ પર આવરી ગયા હતા પણ માર્ટિના પોતાને પસંદ કરશે એની ખબર પણ નહોતી,તેના સપનાઓ સાકાર કરવામાં માર્ટિનાનો જે હાથ હતો તેટલો તેની ખુદની મહેનતનો પણ નહોતો.પોતાના કરતાં માર્ટિનાને તેના પર વધારે વિશ્વાસ હતો.માર્ટિના હમેશા કબીરને ખુશ જોવા માગતી હતી.કબીરના સપનાઓ પોતાના સપના હોય એમ સમજીને તેની પાછળ પડી ગઈ હતી.

“તો ફિક્સ....કબ શુટ સ્ટાર્ટ કરના હે ?” માર્ટિનાએ સામે બેઠેલા પ્રોડ્યૂસરને પૂછતાં કહ્યું.

માર્ટિના,કબીર અને નવો ડાઇરેક્ટર કે જે આ ગુજરાતી ફિલ્મ ડાઇરેક્ટ કરવાનો હતો તે ખૂબ લોકપ્રિય પ્રોડ્યૂસર મૌનીશ મહેતા સાથે બેઠા હતા.મૌનીશ ગુજરાતી હતો પણ તેણે પ્રોડ્યૂસર તરીકે બોલીવુડમાં બહુ નામના મેળવી હતી.આજે ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરવા એ તૈયાર થયા હતા.ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચીને બધા ખુશ હતા ખુદ કબીર પણ. બધા ફિલ્મને બને એટલી સારી બનાવવા ભેગા થયા હતા.

“તમને જ્યારે ઠીક લાગે ત્યારે...”મૌનીશે જવાબ આપ્યો.

“આવતા મહિને સ્ટાર્ટ કરીએ ?” ફિલ્મના ડાઇરેક્ટર દુષ્યંત શર્માએ કહ્યું.

“ડન......”મૌનીશે કહ્યું.

બધા એકબીજા સાથે હાથ મિલાવવા લાગ્યા.જેટલા પણ લોકો ત્યાં હતા એ ખુશ હતા કે ગુજરાતમાં એક સારી ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે.માર્ટિનાએ કબીર સામે જોઈને આલ ધ બેસ્ટ કહ્યું,ત્યારે કબીરે આભાર માનવાને બદલે બસ માર્ટિનાને સામે જોઈ રહ્યો હતો.આભાર માનવો કાફી નહોતો એના માટે,માર્ટિનાએ કોઈપણ સ્વાર્થ વગર એને મદદ કરી હતી.જાણતી ના હોવા છતાં જાણે વર્ષોથી બંને એકબીજાને ઓળખતા હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો.

“તો હવે સ્ટાર બનવાનો સમય આવી ગયો છે...”માર્ટિનાએ એકલા પડતાં કબીરને બાજુમાં લઈ જઈને કહ્યું.

“બધુ તારા લીધે........” કબીરે બસ માર્ટિનાનો અચાનક હાથ પકડી લેતા કહ્યું.કબીરને ખબર જ ના રહી કે ક્યારે તેણે માર્ટિનાનો હાથ પકડી લીધો.કબીરને ખબર પડતાં તેણે ફટ દઈને હાથ છોડી દીધો.માર્ટિના કબીરના માસૂમ ચેહરા સામે જોઈ રહી.કબીરના હાથ ધુજતા હતા.માર્ટિનાએ કબીરના છોડી દીધેલાં હાથને પોતાના હાથમાં લેતા કહ્યું,

“પકડી શકે તું....” કબીર માર્ટિના સામે જોઈ રહ્યો. કબીર અને માર્ટિના બંને આજે ખુશ હતા.કબીર પોતાના સપનાઓ સાકાર કરવા જઈ રહ્યો હતો,તો માર્ટિના તેના સપનાઓને નવી ઉડાન આપી રહી હતી.

******************

“સર વો સુબહ સાડે નોં બજે આઈ થી બાદમે હમને રિહસ્લસ કિયે બારા બજે તક, ઊસકે બાદ લંચ કા ટાઈમ થા તો હમ સબ પાસ મે જો હોટલ હે વહાં પે ખાના ખાને ગયે ઔર વહાં સે સીધે સ્ટુડિયો આકે ફિરસે હમને થોડા રિહસ્લસ કિયા ઔર ઊસકે બાદ હમારી ચાર બજે ઈવેન્ટથી તો ઊસકે લિયે સબ તૈયાર હોને લગે ઔર શામ કો છ બજે શો ખતમ હોને કે બાદ મેડમ અપની કાર ખુદ ડ્રાઇવ કરકે અપને ઘર ચલી ગઈ.” મોડેલીગના ઈવેન્ટ મેનેજરે શોભિતના સામે બધી વાત કરતાં કહ્યું.શોભીત તેની બધી વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

“કિસીકે સાથ ઉસકા કોઈ ઝગડા હુઆ થા...?” શોભીતે તેને બેસવાનું કહીને પૂછ્યું.

“નહીં સર...માર્ટિના મેડમ કો સબકે સાથ જમતી થી, ઇતની બડી સ્ટાર હોને કે બાવજૂદ સબકા ખ્યાલ રખતી થી.સબકે સાથ ઉનકે બહોત અચ્છે રિલેશન થે” પોતાની ચેરમાં સરખા થતાં તેણે કહ્યું.

“તુમ્હારે ઈવેન્ટ મે જીતને ભી લૉગ થે ઉન સબકે નામ,એડ્રૈસ સબ કુછ ચાઈએ મુજે વો બહાર જાકે દે દેના....” શોભીતે તેને જવા માટે કહ્યું.

શોભીતને એ ખબર નહોતી પડી રહી કે આટલી સારી અને સ્ટાર હોવા છતાં આટલી ડાઉન તો અર્થ છોકરીનું દુશ્મન કોણ હોઈ શકે ? કોણે તેના સાથે આવો કુર વ્યવહાર કર્યો હશે ? તેની કોઈના સાથે દુશ્મની નહોતી.કબીરને પણ પૂછ્યું હતું કે માર્ટિનાનું કોઈ દુશ્મન હતું કે એને લાગે છે કે તે આવું કામ કરી શકે, તો કબીરને પણ એવું કોઈ વ્યક્તિ નહોતું મળ્યું કે જેને માર્ટિના સાથે કોઈ દુશ્મની હોય.માર્ટિનાનો કેસ વધારે ને વધારે ગૂંચવાતો હતો.તેનું જ્યાં ખૂન થયું હતું ત્યાં આજુ-બાજુ કોઈ હથિયાર નહોતું મળ્યું,હજૂસુધી પોસ્માર્ટમ રિપોર્ટ પણ નહોતો આવ્યો.ખૂનીએ એવો કોઈ શૂરાગ નહોતો છોડ્યો કે તે પકડમાં આવી જાય.સીસીટીવી કેમેરાના ફૂટેજને શોધવા માટે એકસપર્ટ બોલાવવામાં આવ્યા હતા.

*************

“તારા માટે આ ચાન્સ છે તારું બધુ જ આમાં નાખી દે જે....” માર્ટિનાએ પોતાની સિગારેટનો કશ લેતા કહ્યું.માર્ટિના અને કબીર તેના ઘરની બાલ્કનીમાં જમીને બેઠા હતા.માર્ટિનાને જમીને સિગારેટ પીવાની ખરાબ આદત હતી.તે ડ્રિંક્સ નહોતી કરતી એ એવું કઈ નહોતી કરતી કે જે બીજી છોકરીઓ ફેમસ થયા પછી કરતી બસ માર્ટિનાથી સિગારેટ વગર ચાલતું નહોતું.

“હા હું મારૂ બધુ નાખી દઇશ આમાં (કબીરે કહ્યું અને પછી માર્ટિના સામે જોવા લાગ્યો) માર્ટિના આ પીવી જરૂરી છે ?” કબીર સિગારેટને માર્ટિનાના મોઢામાંથી નીકાળતા કહ્યું.

“આ એક જ સહારો છે રેવા દે વર્ષોથી મારા એકલાપનને આ સિગારેટે જ સાથ આપ્યો છે.”માર્ટિનાએ કબીર પાસે સિગારેટ પાછી માગતા કહ્યું.

“હું બની શકું તારો સહારો ? હું કરી શકું તારા એકલાપનને દૂર ?” કબીર અચાનક જ બોલી ગયો.આ વખતે કબીરની બંને આંખો માર્ટિનાની આંખોમાં હતી.માર્ટિના કબીર સામે જોઈ રહી અને બસ જોઈ જ રહી, બંને વચ્ચે મૌને વાતો કરવાનું સ્ટાર્ટ કરી દીધું હોય એવું લાગવવા લાગ્યું.થોડીવાર રહીને માર્ટિનાએ કબીરના હાથમાથી પોતાની સિગારેટ લીધી અને તોડી નાખી.

“હા.....તું બની શકે સહારો....તું કરી શકે મારા એકલાપનને દૂર.......” આટલું કહીને માર્ટિના કબીરની બાહોમાં ઢળી પડી.વર્ષોથી ભરાઈ પડેલા એકલાપનને આજે ભગાડવાનો સમય હતો.કેટ-કેટલાયે સમયથી કોઈ પોતાનું મળી જાય એની રાહ જોઈને બેઠી હતી માર્ટિના,આજે તેને પોતાનું મળી ગયું હતુ.

*********************

“રાત હોને કો આઇ હે અભી તક પોસ્માર્ટમ રિપોર્ટ ભી નહીં આયા ક્યાં કહેગે આપ ?” રિપોટરે શોભિતને સવાલ કરતાં કહ્યું.શોભિત હવે મીડિયાના લોકોને હેન્ડલ કરવા બહાર આવ્યો હતો.

“પોસ્માર્ટમ રિપોર્ટ આ જાયેગી આધે ઘંટે મે ઔર હમારી છાનબિન ચલ રહી હે જૈસે હી કુછ ભી પતા ચલતા હે આપકો અપડેટ દેતે રહેગે.......” શોભિત આટલું કહીને ચાલી નીકળ્યો.મીડિયાને હજુ વધારે સવાલ કરવા હતા પણ શોભિત પાસે હાલ કોઈ જવાબો નહોતા.

અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો.ચારે બાજુ વાદળો છવાઈ ગયા.ચોમાસાની શરૂઆત થવાની હતી.વાદળો ગાજવા લાગ્યા અને કહેવા લાગ્યા જાણે અમે આવી રહ્યા છીએ.ચારેબાજુ કાળા ભમ્મર વાદળોએ ઘેરાવો કરી લીધો.કબીર પહેલીવાર સાત કલાક પછી સોફા પરથી ઊભો થયો,તેના પગ અચાનક જ વિન્ડોની તરફ ઉપાડ્યા.આશુતોષ તેને જતાં જોઈ રહયો.કબીરે વિન્ડોની બહારનું વાતાવરણ જોયું અને તેની આંખ આંસુઓથી છલકાઈ ગઈ.વરસાદને હજુ પડવાની વાર હતી પણ કબીરના આંખોમાંથી અસહ દુ:ખનો વરસાદ વહેવા લાગ્યો હતો,તેને અચાનક મુંબઇમાં આવ્યા પછીના માર્ટિના સાથેના પહેલા વરસાદની યાદ આવી ગઈ.

“ચાલને.....જલદી ચાલ......” માર્ટિના પોતાના સાતમા માળે રહેલા ફ્લેટમાંની બાલ્કનીમાથી પડતાં વરસાદના ટીપાં પોતાના ફેસ પર પડતાં ખુશ થઈને કબીરને બહાર જવાનું કહ્યું.વરસાદ હમેશાથી માર્ટિનાનો સાથી રહયો હતો.માર્ટિના ગર્જતા વાદળો સાથે વાત કરતી,તેના મોઢામાં પડતાં વરસાદના ટીપાં લઈને પાછા પિચકારી મારી વાદળો સુધી પહોચાડવાનો ટ્રાય કરતી.જ્યારે પણ વરસાદ આવતો ત્યારે માર્ટિના માર્ટિનામાંથી બાળક બની જતી.

“ચાલને કબીર........” માર્ટિના એ ફરી કબીરને કહ્યું. આ વખતે કબીર પાસે કોઈ મોકો નહોતો કે તે ના પાડી શકે.કબીરે માર્ટિનાનું બુલેટ લાવ્યો અને બંને ચાલી નીકળ્યા એક મસ્ત રાઇડ પર......

“બાઇક રોક મને ભૂટો ખાવો છે ....” માર્ટિનાએ કબીરને બાઇક રોકાવતા કહ્યું.

બંને જણાએ ભૂટો ખાધો અને વરસતા વરસાદમાં બુલેટ એકબાજુ મૂકીને ખુલ્લા પગે ચાલવા લાગ્યા.

“મને વરસાદથી બેહદ ઈશ્ક છે…..”માર્ટિનાએ કબીરને કહ્યું.કબીર તેના સામે જોઈ રહયો.કબીરને પણ કહેવું હતું કે તને વરસાદથી ઈશ્ક હોય તો મને તારાથી ઈશ્ક છે.અચાનક કબીર ચમક્યો,તેના મનમાં ક્યારથી માર્ટિના માટે આવા વિચારો આવવા લાગ્યા ? શું તેને માર્ટિના સાથે લવ થઈ ગયો છે ? શું તે માર્ટિના વગર રહી નથી શકતો ?

“ઓય શું વિચારે છે ?” માર્ટિનાએ તરત કબીરના માથે અડધો ખાધેલો ભૂટો મારતા કહ્યું.

“કઈ નહીં .....” અને કબીરે વાત ફગાઈ દીધી.

કબીર હજૂપણ વિન્ડોની બહાર જોઈ રહયો હતો.તેને એ બધુ યાદ આવી ગયું જે બસ પાછળ રહી ગયું હતું.જે કદીપણ ફરી આવવાનું નહોતું.

****************

રાતના સાત વાગવા આવી ગયા હતા.શોભિત હજૂપણ સીસીટીવી કેમેરાની જહમતમાં પડ્યો હતો.

“જય હિન્દ સર....પોસ્મોર્ટમ રિપોર્ટ આ ગઈ સર....”

“ક્યાં કહેતી હે રિપોર્ટ......” તરત શોભીતે પાછળ ફરતા કહ્યું.તેના સાથીએ રિપોર્ટ શોભિતના હાથમાં આપતા કહ્યું.

“સર ખૂન કરીબ બારા સે એક બજે કે બીચ મે હુઆ હે જબ સીસીટીવી બંદ થે ઔર ખૂન કિસી હલકી ચીજ સે હુઆ હે જૈસે કી સર કોઈ ઘરમે રખને વાલે ગુલ્દસ્તા,કોઈ ભારી બોટલ ઔર કોઈ ટ્રોફી લેકિન સર જિસને ભી યે ખૂન કિયા હે ઉસને બહુત દેર તક ઊસી ચીજ સે ધાં કિયે હે લગાતાર.....ઔર મૈન બાત સર યે જિસને ભી ખૂન કિયા હે વો એક અચ્છા હેકર હે જો સીસીટીવી કેમેરા હેક કર સકતા હે.....” તેણે બધી માહિતી આપતા કહ્યું.

શોભિતના ભવાં પાછા ચડી ગયા.તેના મગજના તંતુઓ એટલી સ્પીડમાં દોડવા લાગ્યા જાણે કે હમણાં એકબીજા સાથે અથડાઇ જશે.શોભિત અચાનક પોતાની ચેરમાથી ઊભો થઈ ગયો.

“શું કહ્યું કોઈ એવી વસ્તુ જાણે કે ટ્રોફી.......(શોભિતના વિચારો વધારે ગતિએ ચાલવા લાગ્યા) કબીર.....એ....દિવસે બેસ્ટ એકટરનો એવાર્ડ જીત્યો હતો ને..............?????”

શોભિતને એક કડી મળી ગઈ હોય એમ એ હસ્યો.......

(ક્મશ)