SuperStar - 15 books and stories free download online pdf in Gujarati

સુપરસ્ટાર - 15

સુપરસ્ટાર 15


આંખો સામે રહેલા માણસો જયારે તમારો વિશ્વાસ તોડતા હોય ત્યારે તમારી પાસે કહેવા માટે અને કરવા માટે કઈ જ બચતું નથી.તમારા બંને હાથ-પગ બેબસ બનીને બસ બેભાન અવસ્થામાં પડ્યા રહે છે.આંખો સામે આવેલા અંધારાથી અચાનક જ હેબતાઈ જવાય છે.આશુતોષની સાચી ઓળખ જયારે શોભિત અને કબીર સામે આવી ત્યારે તેમના માટે આ ગળે ઉતારવું એટલું જ કઠિન હતું.કોઈ પોતાનું વ્યક્તિ જયારે તમારો વિશ્વાસઘાત કરે ત્યારે તમારા પાસે બોલવા માટે કઈ રહેતું નથી બસ તમે કોઈ કોરા સમંદરમાં ફૂંકાતી હવા જેવા ઊંડા વિચારોમાં સરી પડો છો.કબીર માટે માર્ટિના બધું જ હતી અને જયારે માર્ટિનાના ગયા પછી તેના માટે લડતા લડતા કબીરને પોતાના વ્યકતિઓનો સાથ જોઈતો હતો ત્યારે આશુતોષનું નામ તેના લિસ્ટમાં પહેલા સ્થાને આવતું.આશુતોષ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો આજે કબીરને ભારે પડ્યો હતો.આશુતોષ તેનો ફાયદો ઉઠાવશે અને માર્ટિનાનાને પોતાના પાસેથી છીનવી લેશે એની એને ખબર સુદ્ધાં નહોતી.બહાર વેરાન બનીને બેઠેલા મીડિયાના લોકોની નજર હંમેશા કબીરના ઘર પર રહેતી.પોતાના ચાર બીએચકેના ફ્લેટમાં આજે કબીર સામે બધું નિસ્તેજ બની ગયું હતું.
"મને એક વાત સમજાતી નથી કે આ બધું તેણે કર્યું કઈ રીતે ??"શોભીતે પોતાના કમરે લટકાવેલી તેની પિસ્તોલને ઢીલી કરતા કહ્યું.બધા આ સવાલ સાંભળીને બસ શોભિત સામે જોઈ રહ્યા.બધાના મનમાં સવાલો પેદા થઇ રહ્યા હતા કે આશુતોષ એવો તો કેટલો શાતીર હતો કે તેણે આ પ્લાન રચ્યો કે પોતે નિર્દોષ અને કબીરને દોષિત સાબિત કરી આપતો હતો.માર્ટિનાનું ખૂન કઈ રીતે કર્યું ?? સીસીટીવી કઈ રીતે હેક કર્યા ?? કબીરના એવોર્ડ પર એ નિશાન કઈ રીતે કબીરના જ આવ્યા જો ખૂન આશુતોષે કર્યું હતું તો ??? આ બધા સવાલો આજે બધાના મનમાં કોઈ ઘેરા સન્નાટાની જેમ ઘેરાઈ રહ્યા હતા.
"માણસના માથે જયારે ખૂન સવાર થાય છે ત્યારે તે માણસનું મગજ કોઈ સાઈંટીસના મગજથી કમ નથી દોડતું "અનુજાએ પોતે જ બધાના સવાલનો જવાબ આપતા કહ્યું.કબીર અને આશુતોષ અનુજાના સામે જોઈ રહ્યાં.કોઈ અજાણ્યા ચહેરાને પણ પોતાનો બનાવીને કઈ રીતે અનુજા પારખી લેતી હતી એવો વિચાર બંનેના મનમાં આવીને જતો રહયો.અનુજા માટે આ કેસ એટલે પોતાના લાઇફનો સૌથી ઈમ્પોર્ટન્ટ કેસ!એટલે જ એણે પોતાનું બધું રિર્સચ આ કેસ પર લગાવી દીધું હતું.તેના પાસે રહેલા બધા રિસોર્સને તે ખુદ ચેક કરીને જાંજ કરતી હતી અને જયારે તેને આ કેસમાં સફળતા મળી હતી ત્યારે તેનાથી વધારે કોઈ ખુશ નહોતું.અનુજાએ આ કેસ હેન્ડલ કરતાની સાથે બધાને બહુ જ સારી રીતે પારખવાની શરૂઆત કરી દીધી હતી,ખુદ કબીરના વ્યકિત્વ પર પણ તેની નજર હંમેશા રહેતી.....

"આશુતોષ જેવો ચાલાક કાતિલ મેં આજસુધી મારી લાઈફમાં જોયો નથી."અનુજાએ પોતાના ચહેરાને આછી મુસ્કાન આપતા કહ્યું.દરેક વખતે આશુતોષનું નામ સાંભળતા કબીરના મનમાં કૈંક અલગ જ વ્યથા પેદા થતી હતી.કોઈ ખુદના છાતીની અંદર ખંજર પેસાડીને વાર-વારે બહાર ખીંચતું હોય એવું જ આશુતોષનું નામ સાંભળીને કબીરના અંદર થઇ રહ્યું હતું.પારકા લોકો કરતા પોતાના લોકો જખમ આપે ત્યારે રુજ આવતા વધારે વાર લગતી હોય છે અને આશુતોષ એવો જ પોતાનો માણસ પારકો બનીને કબીર પાસેથી બધું છીનવી ગયો હતો.તેની માર્ટિનાથી લઈને તેના કરિયરના નામે બધું જ ખતમ કરવાની તૈયારી સાથે આશુતોષ તેની લાઈફમાં આવીને બધું તહસ-મહસ કરી નાખ્યું હતું.કબીરને કદાચ આજે સમજાતું જ નહિ હોય કે તે આશુતોષને હજુપણ દુશ્મન ગણે છે કે દોસ્ત ???મન તેને દુશ્મન માનીને બેસી ગયું છે અને દિલ હજુપણ તેની સામે રહેલા પુરાવાને નકારી રહ્યુ છે.
"કોઈ બદલો લેવા માટે આ હદ સુધી કઈ રીતે જઈ શકે ?? એમ કે ટોપીવાળાનો બદલો લેવા ખુદ આશુતોષ કેમ આટલી હદ સુધી ગયો એના પાછળ એનો આશય શું હતો ???"શોભીતે અનુજા સામે રહેલા આશુતોષના ફોટા સામે જોતા કહ્યું.અનુજા શોભિતનો આ સવાલ સાંભળીને થોડીવાર માટે નીચે જોઈ રહી.અનુજા માટે પણ આ સવાલ એટલો જ ઈમ્પોર્ટન્ટ હતો જેટલો આ કેસ માટે બીજા પુરાવા !કોઈ બીજા વ્યક્તિ માટે કઈ રીતે આશુતોષ પોતાની લાઈફને ભૂલીને આ બધું કરી શકે ?? તેના પાછળ એવા તો કયા કારણો હોઈ શકે ?? શું તેની એવી કોઈ મજબૂરી હતી કે તેનું કોઈ વ્યક્તિ માટે કામ કરી છૂટવાનું પાગલપન ???
"જઈ શકે છે અને એના પાછળ પણ કારણ છે એના પહેલા તેણે આ કર્યું કઈ રીતે એ જાણવું તમને ગમશે "અનુજાએ શોભીતના સામે જોતા કહ્યું.શોભિત પણ અનુજા સામે જોઈને એ બધું જ જાણવા આતુર હતો કે અશુતોષએ આ કર્યું કઈ રીતે ???બીજી-બાજુ કબીર દીવાલ પર લગાવેલા ખુદના અને માર્ટિનાના ફોટા સામે જોઈને કોઈ ઊંડા વિચારોમાં ડૂબી ગયો હતો.માર્ટિનાના ગયા પછી કબીર માટે આશુતોષ જ એક આશરો હતો જે તેના ખભેથી ખભો મિલાવીને ચાલતો હતો પણ જયારે આજે એ જ વ્યકતિ તેનો સૌથી મોટો દુશ્મન બનીને બેઠો હતો ત્યારે કબીર માટે કોઈ આશાની કિરણ દેખાઈ રહી નહોતી. આશુતોષને જેલના સળીયાની પાછળ મોકલીને પણ ખુદ તો એ આ દુનિયામાં એકલો જ થઇ જવાનો હતો. કોના માટે એ જીવશે ?? કોના માટે એ ફિલ્મો કરશે??તેના માટે આ બધું એટલું જ કઠિન હતું જેટલું કોરા સમન્દર વચ્ચે પાણી ના હોવું !!!
"મારે બસ માર્ટિનાને ન્યાય મળે એ જ જોઈએ..."કબીરે અનુજા અને શોભિત સામે નજર નાખતા કહ્યું.

"આશુતોષ તારા સાથે રહીને તને દગો આપી રહ્યો હતો અને તું એના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી રહ્યો હતો."અનુજાએ કબીરના સામે જોતા કહ્યું.

"મને કઈ ખબર નથી પડી રહી કે મારે શું કરવું જોઈએ....મારા પાસેથી મારી માર્ટિના છીનવી લીધી અને ખુદ મને દગો આપતો રહ્યો મારા સાથે રહીને એ માણસને મેં પોતાનો માન્યો એણે જ મારા સાથે ના કરવાનું કરી દીધું..."કબીરે ઉભા થઈને પોતાના અને માર્ટિનાના ફોટા સામે જોતા કહ્યું.

"પણ.....આશુતોષે આ બધો પ્લાન રચ્યો કઈ રીતે ????"શોભીતે હવે જાણવાની તાલાવેલી લાગી હોય એમ અનુજાને કહ્યું.
અનુજાએ પોતાના પાસે પડેલી ફાઈલને શોભિત અને કબીર સામે સરકાવીને બંને હાથેથી પોતાના વાળ સરખા કરતા વાત કહેવાની શરૂઆત કરી.....
"આજથી સાત વર્ષ પહેલા કબીર અને આશુતોષની મુલાકાત થઇ હતી ત્યારે કબીર આ ઇન્ડ્રસ્ટીમાં નવો-નવો સુપરસ્ટાર બનેલો.કબીર અને માર્ટિનાના પ્રેમના કિસ્સાઓ ચારેકોર ફેલાઈ રહ્યા હતા.એક બહુ જ સકસેસર્સફુલ મોડેલ માર્ટિના અને બીજી-બાજુ હમણાં જ સુપરસ્ટાર બનેલો કબીર !!! બંને જણા એકબીજાના લાઈફમાં બહુ જ ખુશ હતા.કબીર ધીરે-ધીરે સફળતાની સીડીઓ ચડી રહ્યો હતો અને માર્ટિના એના સાથે રહીને બસ તેના ખભેથી ખભો મિલાવીને ચાલી રહી હતી.બંને જણા પોતાની લાઈફમાં બહુ જ ખુશ હતા.બંને જણાને બીજા કોઈની જરૂર નહોતી.પોતે સાથે રહીને નાની-નાની ખુશીઓની પળો સાથે પસાર કરી રહ્યા હતા,પણ કહેવાય છે ને કે જયારે તમે તમારી લાઈફમાં બહુ જ ખુશ હોય અને બધું જ સારી રીતે થઇ રહ્યું હોય ત્યારે જ તમારી લાઈફ પર કોઈની નજર લાગી જતી હોય છે.એમની લાઈફમાં પણ એવું જ થયું લાગી ગઈ એ માણસની નજર જે કબીર પાસેથી પોતાની માર્ટિના છીનવી લેવાનો હતો અને એ પણ એના સાથે રહીને.....!

માર્ટિનાના દેખાવ અને વ્યક્તિવથી બધા લોકો અંજાઈ જતા હતા અને એ જ એના માટે સૌથી મોટી મુશ્કેલી બની જતી હતી.કબીરના આવ્યા પહેલા ઘણા લોકોએ માર્ટિના પર બને એટલા ટ્રાય કર્યાં હતા.મોટા-મોટા ફિલ્મસ્ટાર,બિઝનેસમેનથી લઈને નેતાઓ સુધીની લાઈન માર્ટિનાને મેળવવા માટે આતુર હતી.માર્ટિના માટે બધું કરી છૂટવા લોકો બેકાબુ હતા પણ માર્ટિના કોઈ અલગ જ વ્યક્તિની તલાશ પોતાની લાઈફમાં કરી રહી હતી.કબીર અને માર્ટિના જે પાર્ટીમાં મળ્યા એ જ પાર્ટીમાં એમ કે ટોપીવાળા પણ શામેલ હતો અને એણે માર્ટિનાને મેળવવા માટે બહુ ટ્રાય કર્યા હતા.માર્ટિનાને પોતાની પૈસા પ્રોપર્ટી આપી દેવા સુધી ટોપીવાળા તૈયાર હતા પણ માર્ટિના એકની બે ના થઇ હતી અને ટોપીવાળાની ઈજ્જત ઉતારીને તેને જવા માટે કહ્યું હતું અને ત્યારે માર્ટિનાને બે લોકો જોઈ રહ્યા હતા.

એક તો કબીર જે વોશરૂમ જવા આવ્યો હતો અને બીજીબાજુ આશુતોષ એટલે કે પર્ણવ જે ટોપીવાળાની રાહ જોઈને બહાર ઉભો હતો અને અંદર શું થઇ રહ્યું હતુ એ બધું તે પોતાની નરી આંખે જોઈ રહ્યો હતો.આશુતોષ અને કબીર બંને એ દિવસમાં સાક્ષી હતા કે એમ કે ટોપીવાલાની વચ્ચે શું થઇ રહ્યું હતું અને જે થયું એ જોઈને ત્યારે જ ટોપીવાળા અને પર્ણવએ માર્ટિના સાથે આ કરતૂત કરવા બદલ બદલો લેવાનું થાની લીધું હતું અને બસ હવે તેમને જરૂર હતી એક સારા લાગની જે પર્ણવને કબીર અને માર્ટિનાની નજીક લઇ જઈ શકે.......

કબીર અને માર્ટિના જયારે પોતાની લાઈફમાં ખુશ હતા ત્યારે જ કબીરના મેનેજર બનીને આશુતોષ નામ પોતાના નામે કરીને એમ કે ટોપીવાળાનો બદલો લેવા પર્ણવને તેમની લાઈફના એન્ટર થઈ રહ્યો હતો.કબીર અને માર્ટિનાને ખબર પણ નહોતી કે તેમના લાઇફમાં મોટું પૂર આવવાનું છે જે તેમને બહાવીને લઇ જવાનું હતું.ધીરે-ધીરે કરીને આશુતોષ કબીરનો ખાસ માણસ બની ગયો હતો.કબીરનો વિશ્વાસ થોડા જ દિવસમાં તેણે જીતી લીધો હતો.કબીર અને માર્ટિના માટે તે એટલો જ વફાદાર બની ગયો હતો જેટલો એમ કે ટોપીવાળા માટે હતો પણ એ દિવસ આવી ગયો જયારે માર્ટિના પોતાના ઘરે એકલી હતી અને કબીર પોતાના એવોર્ડ ફંકશનમાં મશગુલ ત્યારે જ અશુતોષએ પોતાના પ્લાનને અંજામ આપવાનું વિચારી લીધું હતું.
કબીર સાથે ગયેલા એવોર્ડ ફંકશનમાં બધા લોકોમાં આશુતોષ પણ સામેલ હતો અને એટલે જ કોઈને તેના પર શક નહોતો ગયો.જયારે એવોર્ડ ફંકશન પૂર જોશમાં ચાલી રહ્યું હતું ત્યારે જ આશુતોષ પણ પોતાનો પ્લાન પુરજોશમાં ઘડી રહ્યો હતો.તેના દિમાગના તંતુઓ અલગ જ વિચારો કરીને પોતાનો પ્લાન રચી રહ્યા હતા.કબીરને બેસ્ટ એકટરનો એવોર્ડ મળતા જ બધા લોકો ખુશ થઈને કબીરને ઘેરીને ઉભા હતા ત્યારે સાચવવા આપેલો તેનો એવોર્ડ આશુતોષના હાથમાં આવતા જ તેણે પોતાના પ્લાનને વેંગ મળ્યો હોય એમ ખુશ થઈને બધાની વચ્ચેથી સરકી ગયો હતો.કબીર લોકોની ભીડની વચ્ચે બસ એવોર્ડ ફંકશનમાં તલ્લીન હતો અને બીજીબાજુ આશુતોષ તેના કામને અંજામ આપવા નીકળી પડ્યો હતો.
આશુતોષ જયારે નીકળ્યો ત્યારે રાતના સાડા-બાર જેવું થવા આવ્યું હતું.એવોર્ડ ફંકશનથી માર્ટિનાનું ઘરનો રસ્તો વીસેક મિનિટ જેવો હતો તેથી આશુતોષ બને એટલા જલદી જ એવોર્ડ લઈને નીકળી ગયો હતો.બીજી-બાજુ તેના માટે બહાર ટોપીવાલાની કાર આવીને ઉભી હતી જે તેને માર્ટિનાના ઘર સુધી લઈ જવાની હતી.
"એક મિનિટ પહેલી વાત એ કે જો એવોર્ડ પર કબીરના નિશાન મળ્યા તો એ જ આશુતોષે પણ સ્પર્શ કર્યો હતો તો એના નિશાન કેમ ના આવ્યા ?? અને બીજી વાત એ કે તને અનુજા કઈ રીતે ખબર કે ત્યાં આશુતોષને લેવા માટે ટોપીવાલાની કાર આવીને ઉભી હતી ???"શોભીતે અનુજા સામે સવાલ કરતા કહ્યું.શોભિત માટે આ કેસમાં બધું જાણવું વધારે જરૂરી હતું.


"પહેલી વાત એ કે એ દિવસે આશુતોષે પોતાના હાથમાં સોફ્ટ ગ્લબ્સ પહેર્યા હતા જે આશુતોષ કોઈપણ વસ્તુને ટચ કરે તો પણ ત્યાં નિશાન છોડતા નથી,નોર્મલી આવા ગ્લબ્સ જયારે કોઈ મર્ડર થયું હોય ત્યારે ઇન્વેસ્ટીગેશનમાં પોલીસના લોકો પહેરતા હોય છે. પહેલી નજરે તમને જોતા જ એ માણસની ચામડી જેવું જ લાગે કોઈને પણ અંદાજ આવતો નથી."અનુજાએ પોતાના સામે રહેલા ટીવીમાં એવોર્ડ ફંકશન વખતનું ફૂટેજ ઓપન કરતા કહ્યું.

"પણ...એ તો દેખાઈ જાય ને કોઈ એવા ગ્લબ્સ પહેરીને થોડી કબીર સાથે ફરી શકે ???"શોભીતે હવે અકળાતા કહ્યું.

"શોભિત તારું અકળાવું મને સમજાય છે પણ આ વાત સાચી છે અને મને ખબર છે કે કોઈ આ વાત પર વિશ્વાસ નહિ કરે પણ જયારે મેં એવોર્ડ ફંકશનના ફૂટેજ ચેક કર્યા ત્યારે મને પણ શોક લાગ્યો હતો, જયારે મેં ફૂટેજ બહુ ધ્યાનથી જોયા ત્યારે આશુતોષના હાથ પર મારી નજર ગઈ અને તે પોતાના બંને હાથને વારે-વારે સરખા કરતો હોય એમ દેખાઈ રહ્યો હતો અને ત્યારે મેં ફૂટેજને વધારે નજદીક જઈને હાથ પર ફોકસ કરી જોયું ત્યારે મારા સામે જે આવ્યું તે યકીન કરી શકાય એમ નહોતું.તમે જ જોવો ધ્યાનથી આ ફૂટેજને અને આશુતોષના હાથને..."અનુજાએ ફૂટેજનો વિડિઓ ચાલુ કરતા કહ્યું.વીડિયોમાં આશુતોષ વારે-વારે પોતાના બંને હાથને સરખા કરવાની કોશિશ કરી રહ્યો હતો અને વિડિઓ બહુ જ નજદીકથી જોતા શોભિત અને કબીર બંનેના હોશ ઉડી ગયા હતા.આશુતોષના હાથમાં નોર્મલી બાજુમાં ઉભેલા માણસને પણ દેખાય નહિ એવા ગ્લબ્સ નજરે પડ્યા.

"આવા ગ્લબ્સ મીણમાંથી બનાનવવામાં આવે છે.પોતાના હાથના બરાબર સાઈઝથી મીણને આકાર આપીને તેના પર આપણી ચામડી જેવો કલર કરીને પહેરવામાં આવે છે જે કોઈને પણ પહેલી નજરે જોતા માલુમ નથી પડતો."અનુજાએ શોભિત અને આશુતોષને માહિતી આપતા કહ્યું.p

"બસ આશુતોષે આ હાથ સરખા કરવાની ભૂલ ના કરી હોત તો એ મારા નજરે ના પડત....."અનુજાએ ફૂટેજને બંધ કરીને બીજું ફૂટેજ ચાલુ કરતા કહ્યું.

"આ છે ઓલ ઈન વન મેડિકલ સ્ટોરનો સીસીટીવી બહારનો વિડિઓ....આમા શોભિત તારા બીજા સવાલનો જવાબ છે.જોવો ધ્યાનથી બાર ને બાવીસે અહીંથી આશુતોષ કાર લઈને માર્ટિના ઘર તરફ જતો દેખાય છે.આશુતોષની આ બીજી ભૂલ પણ એને ભારે પડી.નોર્મલી તો એ આ ફૂટેજમાં ના આવત પણ ટ્રાફિક આ સ્ટોરના સામે જ થયું હોવાથી આશુતોષ ફૂટેજમાં આવી ગયો."અનુજાએ ફૂટેજને બંધ કરતા કહ્યું.

"પણ તને કઈ રીતે ખબર પડી કે આશુતોષ આ મેડિકલ સ્ટોરમાંથી પાસેથી જ પસાર થયો હતો ???"શોભીતે હવે ગુસ્સે થતા કહ્યું કેમકે જે કામ તેને કરવાના હતા એ આ વકીલ આબેહૂબ સારી રીતે કરી રહી હતી.નાનાથી નાની જાણકારી અને પારખવાની શકતી તેનામાં ગજબ હતી.શોભિત હવે ધીરે-ધીરે તેનાથી ઇમ્પ્રેસર્સ થવા લાગ્યો હતો.શોભીતના દરેક સવાલના જવાબ તેના પાસે પુરા પ્રૂફ સાથે હતા તેથી જ શોભિત વધારે અકળાતો હતો.

"મને પણ નહોતી ખબર પણ જયારે એ મેડિકલ સ્ટોર પાસે એક એક્સીડેન્ટ થયું ત્યારે એ કેસ મારા પાસે આવ્યો અને ત્યારે જ મારા પાસે કબીરનો પણ કેસ હતો એટલે હું એ કેસને હેન્ડલ કરવા નહોતી માંગતી પણ સામે એક સિનિયર સિટીજન કપલ હતું જેના સાથે આ એક્સીડેન્ટ થયું હતું અને ત્યારે મેં આ કેસ મારા હાથમાં લીધો અને કેસ માટે બધી માહિતી લેતા લેતા મારે આ સ્ટોરના ફૂટેજ પર નજર ગઈ અને ત્યારે મારી સામે જે આવ્યું એ જોઈને હું શોક હતી અને એ ફૂટેજ તમારા સામે છે જ......"અનુજાએ પોતાની વાત પુરી કરતા કહ્યું.

"એ તો બધું તો ઠીક પણ તને ખબર હોય તો અનુજા માર્ટિનાના ઘરના સીસટિવી ફૂટેજ એક વાર નહિ પણ બે વાર બંધ થયા હતા......."શોભીતે હવે પોતાનો પારો ખૂટી ગયો હોય અમે પોતાનો લાસ્ટ સવાલ અનુજા સામે કરતા કહ્યું.


(કર્મશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED