સુપરસ્ટાર ભાગ - 10

                                       સુપરસ્ટાર

                                       ભાગ 10

અચાનક થયેલા ધડાકાથી શોભિતના વિચારો વચ્ચે ખલેલ પડી હતી.અચાનક જ કબીરના ઘરમાથી આવેલા અવાજ સામે શોભીતે દોટ મૂકી હતી.શોભિતના ત્યાં પહોચતા જ તેની આંખો ખુલ્લી રહી ગઈ હતી.આશુતોષ લોહી-લુહાણ હાલતમાં નીચે પડ્યો હતો.તેના માથાના ભાગેથી સતત લોહી વહી રહયું હતું.તેના હોઠ દર્દમાં કણસી રહ્યા હતા.આજુ-બાજુ કોઈ નજરે નહોતું પડી રહ્યું.ઘવાયેલા આશુતોષના ચૂશકારા ચારે તરફ સંભળાઈ રહયા હતા અને બીજીબાજુ જડપથી આવીને ઉભેલા શોભિતના આભતળેથી જમીન ફાટી ગઈ હતી.

                                       ********

“કેવી રીતે થઈ શકે આ ?? હવે તો મારા ઘરમાં પણ મને સિક્યોરિટી નથી લાગતી.....”અચાનક જ કબીર સામે ઉભેલા હવલદાર પર ગુસ્સે થઈ રહયો હતો.આશુતોષને હોસ્પીટલમાં એડ્મિટ કરવામાં આવ્યો હતો અને તેના સાથે જ કબીરને આ વિશે ખબર પડતાં જ તે તરત હોસ્પીટલમાં દોડી આવ્યો હતો.અનુજા પણ તેના સાથે આવી ગઈ હતી.આવીને તરત કબીર બધાની પર ગુસ્સે થવા લાગ્યો હતો.

“કબીર.....જસ્ટ રીલેક્સ......”શોભીતે આવતાની સાથે જ ગુસ્સે થઈ રહેલા કબીરને કહ્યું હતું.શોભિત આશુતોષની હાલત જોઈને હાલ જ બહાર નીકળ્યો હતો.શોભિતના હોવા છતાં પણ ત્યાં કોઈએ આશુતોષ પર હુમલો કર્યો એ વાતથી એ દંગ હતો.આશુતોષ અને તેને વાત કરતાં છુપાઈને કોઈ જોઈ રહ્યું હતું એ વાત હવે તેને ખબર પડી ગઈ હતી.કબીરના ઘરમાં હતા એ બધા લોકોને શોભીતે પોલિસ સ્ટેશન બોલાવી દીધા હતા......

“વોટ રીલેક્ક્સ........???”તરત કબીર શોભિત પર પણ ગુસ્સે થઈ ગયો હતો.

“કબીર આપણે બેસીને વાત કરી શકીએ ???”શોભીતે કબીરને બેસવા માટે કહ્યું.અનુજા પણ કબીર સાથે હતી તેથી તેણે કબીરને શાંત પાડીને બેસાડયો.શોભિત માટે હવે આ કેસ બને એટલો માથાનો દુખાવો બની ગયો હતો.પહેલા માર્ટિના સાથે અને હવે આશુતોષ સાથે તો કોણ આ બધુ કરી રહયું હતું????શોભિત વધારે કઈ હાલ વિચારવા માગતો નહોતો.......

“હવે કેવું છે આશુતોષને......હી ઈજ ફાઈન નાવ.....??”કબીરે શોભિતના સામે તરત આંખો મિલાવતા કહ્યું.હવે કબીર માટે પણ આ બધુ બને એટલુ જલદી પતે એ જરૂરી હતું.કોણ તેમની લાઈફને પોતાના હાથની ગુડિયા બનાવીને રમી રહ્યું હતું કોણ હતું એ ????કોને પોતાના લાઇફને તહસમહસ કરવામાં રસ હતો કોને ?????કોને તેની ખુશીઓ જોવાતી નહોતી ???

“તેને હવે સારું છે જલદી રિકવરી આવી જશે એવું ડોક્ટરનું કહેવું છે.......”શોભીતે બને એટલા નોર્મલ રહીને કબીરને કહ્યું.શોભિત માટે પણ જલદી આશુતોષની રિકવરી આવે એ જરૂરી હતું.

“કબીર તું ક્યાં હતો જ્યારે હું તારા ઘરે આવ્યો ત્યારે ???”શોભીતે કબીરને સવાલ કરતાં કહ્યું.

“હું અને અનુજા બંને બહાર ગયા હતા આટલા દિવસથી હું કોઈ સારી જ્ગ્યા પર નહોતો ગયો તેથી અમે કેસને લગતી વાત કરવા અને થોડા રિલેક્સ થવા બહાર ગયા હતા.......”કબીરે શોભિત સામે જોતાં કહ્યું.તરત શોભીતે અનુજા સામે જોયું અને અનુજાએ પણ શોભિત પોતાના સાથે હોવાનો ઈશારો માથું હલાવીને આપ્યો.

“મારા ઘરે જ એમાં પણ તમારા હોવા છતાં કોણ આ બધુ કરી શકે ???”કબીરે ફરી ગુસ્સે થતાં કહ્યું.

“એ વખતે હું પણ તમારા ઘરેથી જસ્ટ બહાર નીકળ્યો હતો પણ મને નહોતી ખબર કે અચાનક કૈંક આવું થઈ જશે......”શોભીતે બને એટલા નાદાન ભાવે પોતાનો જવાબ આપતા કહ્યું.

“કરી લીધી તમે પૂછતાછ થઈ ગઈ શાંતિ તમને ???? તમારા લીધે જ આજે આશુતોષની આ હાલત થઈ છે.....”કબીરે ફરીવાર શોભિત પર ગુસ્સો કરતાં કહ્યું.આ વખતે કબીર પોતાનો બધો ગુસ્સો સરેઆમ શોભિત પર ઉતારી રહયો હતો.

“કબીર.....માઇંડ યોર લેન્ગ્વેજ.......આ તમારા કેસમાં આવે છે એટલે અમે પૂછતાછ કરી રહ્યા છીએ અમને કઈ શોખ નથી થતો.......માર્ટિનાને ન્યાય મળે એ જ અમારા માટે જરૂરી છે.”શોભીતે તરત ઊભા થતાં કહ્યું.આ વખતે શોભિત પોતાના પદને ભૂલીને શોભિત બનીને કબીરને કહી રહયો હતો.શોભિત માટે દરેક વખતે કબીરનો ગુસ્સો સહન કરવો હવે માથાનો દુખાવો બની ગયો હતો.કબીરના ગુસ્સા સામે શોભિત નમતું જોખતો હતો પણ આ વખતે હદ આવી ગઈ હતી હવે શોભિત બને એટલુ સખ્ત રહેવા માગતો હતો.

“સર.....તમને આશુતોષ કેવી હાલતમાં મળ્યો હતો???”અનુજાએ તરત સિચુએશન જોતાં શોભિતને સવાલ કર્યો.શોભીતે ઊભા-ઊભા જ પોતાના માથામાં હાથ ફેરવ્યો અને સામે પડેલા પાણીના ગ્લાસને ગટગટાવી ગયો.અનુજા અને કબીર તેના સામે જોઈ રહયા.

“આશુતોષ લોહી-લુહાન હાલતમાં પડ્યો હતો.તે કણસી રહ્યો હતો.જેને પણ આ હુમલો કર્યો છે એણે ખૂબ નજીકથી કર્યો હોય એવું લાગે છે કેમકે દૂરથી આટલો સટીક હુમલો ના થઈ શકે.....”શોભીતે ફરી પોતાના વિચારોને વેગ આપતા કહ્યું.

“પણ આશુતોષ જ કેમ ??? અને તમે ત્યાં હતા તો પણ એ માણસે આટલું રિસ્ક કેમ લીધું ???”અનુજાએ પોતાની ડાયરીમાં કૈંક લખતા કહ્યું.શોભિતના વિચારો વધારે તેજ ગતિએ ચાલવા લાગ્યા.

“કબીર તને શું લાગે છે કોણ કરી શકે ???”શોભીતે તરત કબીરના સામે ફરતા કહ્યું.

કબીર થોડીવાર માટે બધા સામે જોઈ રહયો.કબીરને વિચાર કરવો પડતો કે આવું કોણ કરી શકે???તેના ઘરમાં કે તેના સર્કલમાં કોઈ આવું નહોતું કે જે આવું કામ કરી શકે.....

“મને લાગે છે ત્યાં સુધી કોઈ જ નહીં.....મને બધા પર વિશ્વાસ છે....”કબીર જવાબ આપતા કહ્યું.

“માર્ટિના અને આશુતોષને હાનિ પહોચાડનાર એક જ છે કદાચ કબીર એ તું તો નથી ને......????”શોભિત કબીરના સામે જોતાં કહ્યું.શોભિતના બધા હાવભાવ હવે કબીર પર સ્થિર થયા હતા.અનુજા અચાનક જ શોભિત સામે જોઈ રહી કે શોભિતએ કેમ આવો સવાલ કબીરને કરી દીધો.

“હું કઈ રીતે કરી શકું તમને લાસ્ટ માં મારા પર જ શક કેમ જાય છે????માર્ટિના ,મારી ગર્લફ્રેંડ હતી અને આશુતોષ ભાઈ કરતાં પણ વધારે હું આ લોકો સાથે કેમ આવું કરીશ.....અને વાત રહી આજની તો હું અનુજા સાથે હતો તમે અનુજાને પણ પૂછી શકો છો....”કબીરે નિરાશ થતાં કહ્યું.

“કબીર મારા સાથે જ હતો અમને જ્યારે આશુતોષ વિશે ખબર પડી કે તરત અમે અહી આવ્યા.....”અનુજાએ શોભિતના સામે બધી કબૂલાત કરતાં કહ્યું.

શોભિત થોડીવાર માટે અનુજા અને કબીર સામે જોઈ રહયો.આશુતોષનું જલદી ભાનમાં આવવું જ હવે શોભિત માટે જરૂરી હતું.શોભિત માટે જલદીથી કબીરના ઘરે રહેલા બધા લોકોની ગવાહી લેવી પણ જરૂરી હતી.શોભિતના હોવા છતાં પણ કોણ આશુતોષ પર હુમલો કરી શકે એ તેને સમજાતું નહોતું.અચાનક થઈ ગયેલા આ બનાવથી શોભિત માટે માર્ટિનાનો કેસ જરા ફાંટાઈને હવે આશુતોષ પર કેન્દ્રિત થયો હતો.કબીરના ખાસ માણસ પાસે એવી કઈ વાત હતી કે એવું શું હતું કે કોઈને તેના પર હુમલો કરવો પડ્યો......????

                                   *****************

“મારા સાથે જ કેમ આમ થાય છે ખબર નથી પડતી.આ પહેલા માર્ટિના સાથે અને હવે આશુતોષ સાથે.....”કબીરે પોતાના હાથમાં રહેલા કોફીના મગને ટેબલ પર મૂકતા કહ્યું.

અનુજા અને કબીર આવીને કબીરના ઘરની બાલ્કનીમાં બેઠા હતા.કબીરના ઘરની બહાર શોભીતે બને એટલી સારી સિક્યોરિટી તૈનાત કરી દીધી હતી.શોભિત માટે હાલ કબીરના અને આશુતોષના આ કેસમાં બયાન બહુ જ મહત્વના બની જતાં હતા.

“કબીર......એકવાર ફરી તું વિચારી જો એવું કોણ છે જે તારા સાથે આ બધુ કરી શકે ??? કોઈ તારી મિત્ર-વર્તુરમાં જેને તારાથી જલન હોય યા કોઈ એવું જેના સાથે તારે પહેલા અનબન થઈ હોય.....” અનુજાએ કબીરને બને એટલા સારી રીતે વિચારવાનું કહ્યું.

“મારા સાથે કોઈને દુશ્મની નથી કે મારા સાથે કઈ એવું થયું નથી.મને નથી ખબર કે આ બધુ કોણ કરી રહ્યું છે.”કબીરે સ્પસ્ટ કરતાં કહ્યું.

“માર્ટિનાના અગાઉના કોઈ બોયફ્રેંડ ????”અનુજાએ અચાનક જ કબીરના સામે ના કહેવાની વાત કહી દીધી.માર્ટિનાના કબીર સિવાય કોઈ બીજા સબંધ રહ્યા નહોતા.માર્ટિના માટે કબીર બધુ જ હતો અને કબીર માટે માર્ટિના !!!

“મારા સિવાય માર્ટિનાના લાઈફમાં કોઈ નહોતું.....મે માર્ટિનાને આ પહેલા પણ આ સવાલ કર્યો હતો કે મારા સિવાય આ પહેલા તારી લાઈફમાં કોઈ હતું ?? તો માર્ટિનાનો જવાબ મે તમને કહ્યું એ જ કે મારા સિવાય એની લાઈફમાં કોઈ નહોતું અને માર્ટિના પર આંખ બંધ કરીને વિશ્વાસ હતો કે માર્ટિના સાચું કહેતી હતી.”કબીરે અનુજા સામે જોતાં કહ્યું.માર્ટિના સાથેના તેના સબંધ હમેશા વિશ્વાસ પર ચાલતા હતા.

“આશુતોષ સાથેના તારા સબંધ કેવા છે ???”અનુજાએ કબીરના સામે પાણીનો ગ્લાસ ધરતા કહ્યું.

કબીરે અનુજા સામે જોઈને પાણી ગટગટાવી લીધું.અનુજા માટે કબીરના આસપાસ રહેલા બધા લોકોની નાનામાં-નાની ડિટેલ્સ જાણવી મહત્વની બની જતી હતી.આશુતોષ પર થયેલા હુમલા પછી અનુજા માટે આ વાત હવે વધારે મહત્વની બની જતી હતી.જો આ કેસના જડ સુધી જવું હશે અને કબીરને બેકસૂર સાબિત કરવો હશે તો તેના માટે આ વાત વધારે જરૂરી બની જતી હતી.

“આશુતોષ મારા માટે બધુ જ છે .મારા માટે એ ના હોય તો હું ના હોવા બરાબર છું.મારા સવારે થી લઈને રાત સુધીના બધા કામ એના હોવાથી જ થાય છે.મારા બધી મિટિંગથી લઈને ફિલ્મ્સ સાઇન કરવા સુધીમાં બધામાં તેનો એક મહત્વનો રોલ હોય છે.એક રીતે કહું તો એ છે તો હું છું.....”કબીરે આશુતોષ વિશે આટલું કહીને ઊભો થયો.તેની બાલ્કનીમાથી મુંબઇ વધારે સુંદર લાગતું હતું.કેટ-કેટલા લોકો આ સિટિમાં પોતાના સપનાઓ લઈને આવતા હોય છે,કેટ-કેટલાય સપનાઓને અહી પાંખો મળે છે ઉડવા માટે અને ઘણા સપનાઓની પાંખો જ કદી ખૂલી શકતી નથી.આ સિટિમાં ખુદને શોધવાની શોધમાં કદાચ ખુદને ભૂલી જવાય છે.ખુદના લીધેલા દરેક નિર્ણયો પર વિશ્વાસ હોવાછતાં લાખોની ભીડને જોઈને થોડીવાર માટે અંજાઈ જવાય છે.એકબીજાથી આગળ નિકળવાની રેસમાં ક્યારે પાછળ છૂટી જવાય છે એ જ ખબર આપણને પડતી નથી.કઈ-કેટલાયે સબંધ અહી બંધાય છે અને કઈ-કેટલાયે સબંધ અહી વિખરાય છે.પોતાની સફળતા માટે બંધાયેલા સબંધ સફળતા મળતા જ તૂટી જાય છે.દોસ્તીના નામે કરાયેલા વાયદાઓએ  દુશ્મનીમાં ક્યારે પરિણમે છે એની ખબર નથી પડતી !!!!

પણ....આશુતોષ અને કબીરના સબંધ એવા નહોતા.કબીરના તેના સાથે રહેલા કોઈ માણસ સાથે એવા સબંધ નહોતા.કબીર હમેશા પોતાના આસપાસ રહેલા અને પોતાના માટે કામ કરતાં માણસોના પ્રત્યે સમભાવ રાખતો હતો અને હમેશા બધાની માટે હેલ્પફૂલ રહેતો.જ્યારે કબીર પહેલીવાર આશુતોષને મળ્યો હતો ત્યારે કબીરને આશુતોષ રૂડ લાગ્યો હતો.આશુતોષ કબીરના મેનેજર બનવા માટે એપ્લાઈ કર્યું ત્યારે એને સ્વપને પણ ખ્યાલ નહોતો કે કબીર તેને બોલવશે.કબીર માટે હમેશા એક સારો માણસ તેના મેનેજર બનવાની નિશાની હતી.આશુતોષ અને કબીરની બોંડિંગ બહુ જ સારી થઈ ગઈ હતી.આજે જ્યારે આશુતોષ સાથે આ થયું એના પછી કબીર વધારે ઉદાસ હતો.કોઈ પોતાના બધા માણસો પર મનફાવે એમ હુમલા કરી રહયું હતું અને કબીર કઈ પણ કરી શકતો નહોતો......

“માર્ટિના અને કબીર બંને પણ થયેલા હુમલામાં કોમન કઈ વાત છે તને ખબર છે ???”અનુજાએ કબીર સામે સવાલ કરતાં કહ્યું.

“કઈ વાત ??”કબીરે અનુજા સામે જોતાં કહ્યું.

“જ્યારે હુમલો થયો ત્યારે ત્યાં કોઈ હથિયાર નહોતું જેનાથી કાતિલ પર કોઈ શક જાય અને આશુતોષ સાથે પણ એવું જ થયું જ્યારે તેના પર હુમલો થયો ત્યારે તેના પાસે ત્યાં કોઈ હથિયાર નથી મળ્યું.....”અનુજાએ પોતાની ડાયરીમાં વાતને નોટ કરતાં કહ્યું.કબીર માટે પણ આ વાત વિચારવા જેવી સાબિત થઈ ગઈ હતી.શોભીતે પણ આ વાત હોસ્પીટલમાં જ નોટિસ કરી હતી પણ તેને આ વાત વિશે શાંતિથી વિચારવાનો ટાઈમ નહોતો મળ્યો.

                                       ************

અચાનક જ શોભિતના કાન પાસે બહુ બધા આવજો થવા લાગ્યા.આખા દિવસનો થાકીને લોટ-પોટ થઈ ગયેલો શોભિત આવીને તરત જ પોતાના બેડ પર જઈને સૂઈ ગયો હતો.આજે તેના માટે વ્હીસ્કીની પણ જરૂર નહોતી.શોભીતે વિચારેલું તેના કરતાં આ કેસ વધારે જટિલ થઈ ગયો હતો.તેના માટે આ કેસમાં હવે વધારે ને વધારે મુશ્કેલીઓ આવી રહી હતી.અચાનક રાતના એક વાગે શોભિતના કાને અવાજો પડ્યા હતા અને એ સાથે જ એની ઊંઘ ઊડી ગઈ હતી.જાગતાની સાથે જ તેણે પોતાનો મોબાઈલ ચેક કર્યો હતો પણ તેમાં કોઈ ફોન નહોતો આવેલો.હમેશા શોભિત માટે પોતાનો મોબાઈલ પાસે રાખવો જરૂરી બની જતો હતો,ક્યારે બહાર જવાનું થાય શું ખબર ??તેની જોબ જ એવી હતી કે તેણે હમેશા પોતાને તૈયાર રાખવાનો હોય......

પોતાના મોબાઈલ ચેક કર્યા પછી શોભિત થોડીવાર માટે આવતા અવાજને સાંભળી રહ્યો.તેના માટે આ અવાજ નવો હતો કેમકે પાછલા ઘણા સમયથી આ અવાજ તેના કાને પડ્યો જ નહોતો.આ અવાજ સાંભળવા હમેશા તે તૈયાર રહેતો હતો.એ સાથે જ તેના મગજમાં એક ચમકારો થયો.જે દિશામાથી અવાજ આવી રહ્યો હતો એ દિશામાં થોડીવાર માટે તેણે કાન ધરી દીધા.તે થોડીવાર માટે હેબતાઈ ગયો.અવાજ તેના ડબલાનો હતો.તેના કાટ ખાઈ ગયેલા ડબલામાથી તેના લેંડલાઇન ફોનમાંથી અવાજ રણકી રહ્યો હતો.શોભિત ઊભો થઈને એ દિશામાં ચાલવા લાગ્યો.તેના પગ આજે ફોન ઉપાડવા માટે ખચકાતાં હતા.તેના પેટમાં કિચૂકાટી વળી હતી.આંખો અચાનક જ સભાન થઈ ગઈ હતી.શોભિત ફોન પાસે પહોચી ગયો હતો.શોભીતે પોતાના ધબકારાને થોડીવાર થાંભવીને ફોને રિસીવ કર્યો.

“હલો............”શોભીતે સામે કોણ છે એની ઉત્સુકતા સાથે પોતાના બંને હાથને ફોન સાથે પકડતા કહ્યું.

“મિતાલી હિયર...................”આ સાભળતા જ શોભિત ઊછળી પડ્યો.........................

 

                                                                             (કર્મશ:)

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Vasu Patel 3 અઠવાડિયા પહેલા

Verified icon

Navnit Gorasiya 2 માસ પહેલા

ઘણો સમય લીધો. આશા રાખું છું કે આવતો હપ્તો જલ્દી થી વાંચવા મળે.

Verified icon

Pooja Bhargav 2 માસ પહેલા

Verified icon

SAV 1 માસ પહેલા

Verified icon

Khyati Rupapara 2 માસ પહેલા