બંને સમય પર જ ત્યા પહોંચી ગઈ ત્યાર પછી લહેરને બધા મિત્રો બર્થડે વિશ કરતા હતા અને આટલી મોટી સફળતા મેળવવા માટે અભિનંદન પણ આપતા હતા આજની સાંજે એ જાણે એક રાજકુમારી હોય તેવુ તેને લાગતુ હતુ તેના બધાજ મિત્રો આવ્યા હતા રૂહાન પણ આવયો હતો પણ સમીર નહોતો આવ્યો આટલુ થયા બાદ પણ તેની આંખો એને શોધતી હતી આખરે એનો પહેલો પ્રેમ જો હતો એ. થોડીવારમા કેક કટિંગ માટે બધા ભેગા થયા. અને કેક કાપ્યા બાદ બધાએ સુંદર સુંદર ગીફટો લહેરને આપી.. તેના બોસ નીતીનભાઇ એ કહ્યુ કે હુ સૌથી છેલ્લે મારી ગીફટ આપીશ અને અંતે તે સમય આવી ગયો... તેણે લહેરને પોતાની કંપની જેમા લહેર મેનેજર તરીકે કામ કરતી હતી તે કંપની ગીફટમા આપી હતી તે લહેરના નામે કરવા તેને લહેરની સહી કંપનીના પેપર પર કરાવી... આમેય હવે નીતીનભાઇ ની ઉંમર થવા આવી હતી અને પોતે નવી કંપનીમા વ્યસ્ત રહે છે અને તેને કોઈ સંતાન પણ નથી તેથી તેણે લહેરને જ પોતાનુ સંતાન માની કંપની તેને ગીફટ કરી... લહેરને આ ખુબ મોટી સરપ્રાઈઝ મળી હતી તેની આંખમાથી હર્ષ ના આસુ વહેવા લાગ્યા કેમકે તેને ઘણા સમય બાદ આટલો નિ:સ્વાર્થ પ્રેમ મળ્યો હતો. પછી લહેરે આભાર માટે થોડાક શબ્દો કહયા પછી બધાએ સાથે ડિનર કર્યુ. અને પછી બધા છુટા પડયા લહેર માટે આ દીવસ ખુબ જ ખુશીથી ભરેલો વીત્યો હતો હવે તેણે કાલથી આટલી મોટી કંપની સંભાળવાની હતી અને નવા એમ્પ્લોયર પણ નીમવાના હતા કેમ કે નીતીનભાઇ તેની નવી કંપનીમા આ કંપનીમાંથી થોડા કુશળ એમ્પ્લોયર લઇ જવાના હતા તેથી એ કામ પતાવવાનુ બાકી હતુ. બીજે દિવસે સવારે લહેર મંદીરે જાય છે અને આટલી સફળતા અને સહનશીલતા આપવા માટે ભગવાનનો આભાર માને છે અને પછી તે ઓફીસે જાય છે આજે તેને અખબારમા નવા એમ્પ્લોયર માટેની જાહેરાત છપાવી દીધી અને બીજે જ દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે આવવા જણાવ્યુ હતુ જેથી કામ જલ્દીથી આગળ વધી શકે તેણે ઓનલાઈન પણ આ જાહેરાત સોશિયલ સાઇટ પર મુકી દીધી જેથી તે ઝડપથી એમ્પ્લોયર નીમી શકે.
બીજી બાજુ સમીર ચારેકોર નોકરી શોધતો હતો પણ સમાજમા છાપ ખરાબ થવાને લીધે કોઇ તેને કામ આપવા તૈયાર ન હતુ પણ હવે તે એક સારો માણસ બની ચુકયો હતો બધી કુટેવો છોડી દીધી હતી અને માતાપિતાની સેવા કરતો હતો અને જે મળે તે મજુરી કરી લેતો હતો તેને સાચી ભાન આવી ગઈ હતી તેણે ઘણી જગ્યાએ એપ્લાય કર્યુ પણ કયાય વધુ દિવસ ટકતો નહી... સાંજે તે બહાર આંટો મારવા નિકળ્યો અને ત્યાં અખબાર વહેચવા વાળો તેની પાસે આવીને અખબાર તેને લેવા માટે કહેવા લાગ્યો પહેલા તો સમીરે ના કહી તો તે જીદ કરવા લાગ્યો...સાહેબ મહેરબાની કરો મારા પર અને આ અખબાર લઇ લો ને તેથી હુ વહેલો ઘરે જઇ શકુ આમેય આ છેલ્લું જ બચ્યુ છે અને અંતે સમીરે તેને પૈસા આપી ખરીદી લીધુ તેને મનોમન વિચાર્યુ કે આજે આ અખબાર વેચનારની ખુશી માટે હુ ચા નહી પીંઉ અને તે પૈસાનુ અખબાર ખરીદ્યુ. પછી તે ઘરે ગયો... અને અખબાર વાંચવા લાગ્યો તેને કામની પણ ખાસ જરુર હતી એટલે તે સીધો જ રોજગારવાળુ પાનુ ખોલી જુદી જુદી જાહેરાતો વાંચવા લાગ્યો પણ પોતાને લાયક તો તેને એક જ દેખાઇ. છતા તેણે તેમા એપ્લાય કરવાનુ વિચાર્યું.
(આગળ વાર્તા ભાગ 6 માં વાચો )