મે કોન હું રે?
અહમ બ્રહ્માસ્મિ
મે આત્મા હું રે.
મે કોન હું રે?
શરીર નાશવન્ત
શાશ્વત આત્મા.
મે કોન હું રે?
કર્મ ફળ ભોગતા?
સચ્ચિદાનંદ.
મે કોન હું રે?
અનંત અનાદિ રે
આત્મા સત રે.
તમે ‘ચૈતન્યતા’ કહો કે ‘માનવતા’ બન્ને તત્ત્વત: એક જ છે
આપણો શરીર સાથે એક કાર્મિક સંબંધ જોડાયેલો છે
મોટાભાગે તો વ્યક્તિ સ્વયં જ એ નક્કી કરી નાખે છે કે, આ તો શરીર છે, તેનું નામ છે, તેનો પરિવાર છે અને તેનો ભાગ છે, એ તેની જવાબદારી છે, પરંતુ આ બધા માટે આપણે કહ્યું હતું કે ‘મારું’ , ‘મારું અમુક નામ છે’, મારું આ કામ છે કે મારા આ સંબંધ છે, અથવા મારી આંખ, મારા કાન, મને ખૂબ દર્દ થાય છે. ક્યારેક એવું પણ બને છે કે, આ બધું જ ‘મારું-મારું’ એવું કરનારાને પણ ‘હું કોણ છું’ – એ તો ખબર જ હોતી નથી. જ્યારે રાજયોગમાં હું કોણ છું? એ તો પ્રારંભિક અનુભૂતિ છે. જે આપણા બધા જ ઉદ્દેશ્યને પરિવર્તિત કરી નાખે છે. જ્યારે મારે મારું ધ્યાન રાખવાનું છે એટલે કે વિવેક સાથે સ્વસ્થ રહેવાનું છે ત્યારે રાજયોગ કારગત નીવડે છે.
રાજયોગ સમજ્યા પછી આપણને ખબર પડે છે કે એક ઊર્જા છે, જેને આપણે ‘ચૈતન્યતા’ કહીએ છીએ. તેની અંદર એક એવો ભાગ છે, કે જેને આપણે ‘માનવતા’ એવું કહીએ છીએ. આ શરીર બે ચીજનાં મિશ્રણથી બનેલું છે. એક તો આ શરીર કે જે સ્વયં છે, જેને ‘હ્યુમસ’ શબ્દથી બનેલો છે અને જેનો એક અર્થ થાય છે, ‘માટી’ અને બીજી છે, આત્મા કે જે એક ઊર્જા છે.
તો પછી આ જે શરીર છે, તે ‘મારું છે’ અને ‘હું કોણ છું?’ – આ શક્તિ છે. જ્યારે આપણને એ સમજ નથી પડતી કે ‘હું એક ઊર્જા છું’ તો હું એમ સમજું છું કે ઊર્જાનું ન તો નિર્માણ કરવામાં આવે છે અને ન તો તેને નષ્ટ કરવામાં આવે છે, પરંતુ તે શાશ્વત છે. આ ચૈતન્ય શક્તિને આધ્યાત્મિક ભાષામાં ‘આત્મા’ અથવા ‘સ્પિરિટ’ કહેવામાં આવે છે.
જો હું શાશ્વત હોઉં તો મૃત્યુ કોનું થાય છે. કેમ કે સમગ્ર જીવન તો આપણે મૃત્યુના ભયમાં જીવીએ છીએ અને જ્યારે મને એ સમજણ પડે છે કે હું તો ‘અવિનાશી’ છું, તો પછી તરત જ મૃત્યુનો ભય જતો રહે છે.
આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ કે ‘આત્મા’ તો અજર છે, અમર છે અને અવિનાશી છે, જે અગ્નિમાં સળગી શકતો નથી, તેનું મૃત્યુ થતું નથી, જેનો વિનાશ પણ થઇ શકતો નથી પરંતુ હું જો અવિનાશી છું તો પ્રત્યેક આત્મા પણ અવિનાશી છે. તો હવે આપણે મૃત્યુની અવધારણા સમજવાની છે કે મૃત્યુ શું છે? હું તો આત્મા છું કે જે આ શરીરનો આધાર લઇને પોતાની ભૂમિકા ભજવે છે અને લોકોની સાથે સંબંધ પણ જોડે છે. હવે જો આપણે જોઇએ કે મૃત્યુ એટલે કે જે આત્મા ગઇકાલે મારી સાથે હતો, તેનો મારી સાથે એક કાર્મિક સંબંધ છે. આપણે ક્યાંથી આવીએ છીએ અને ક્યાં જન્મ અને મૃત્યુનો નિર્ણય કેવી રીતે થઇ શકે? ક્યાં સુધી આ શરીરમાં રહેવાનું છે અને પુન: તે ક્યાં જવાનું છે, એ આપણા કાર્મિક સંબંધ ઉપર આધાર રાખે છે.
હું કોણ?... હું એટલે હેતી. બે હાથ બે પગ. આંખ કાન નાક જીભ.. 5 ફૂટ હાઈટ. રંગ ઘવર્ણો... એ હું ની ઓળખાણ? ના.......એ નહીં.. હું એટલે આત્મા... અહમ બ્રહ્માસ્મિ...