હું રાહી તું રાહ મારી.. - 37 Radhika patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહી તું રાહ મારી.. - 37

તે રાત્રે બે ગાડીઓ સામે-સામે ઊભી હતી. એક ગાડીની લાઇટ બીજી ગાડી પર પડી રહી હતી.તેમાં રાહી હતી.
બીજી ગાડી આવી તે પહેલા થોડીવારે...
“..અત્યારે તને શું સુજયું શિવમ?આમ આ રીતે મને અહિયાં મળવા માટે બોલાવી!! અને મને એક વાત સમજાવ કે આમ કોઈને ન કહીને ચૂપચાપ આવવાનું શા માટે કહ્યું?આપણે બધાને કહીને પણ મળી શકીએ છીએ.” રાહી.
“અરે બધાને કહીએ તો તે લોકોને ખબર ન પડી જાય કે આપણે અહી મળવા અવિયા છીએ.”શિવમ.
“તો ખબર પડી જાય તો શું કઈ ચોરી છે?”રાહી.
“અરે ચોરી તો નથી પણ મારે આજે જાણીજોઈને ચોરી જ કરવી હતી.”શિવમ.
“તને થઈ શું ગયું છે હે..?”રાહી.
“મતલબ હું સમજાવું. દરેક પ્રેમીની ઈચ્છા હોય કે તે તેની પ્રેમીકાને મળે.પણ મળવું અશક્ય હોય.કારણ કે છોકરીઓને ઘરેથી નીકળવામાં તકલીફ હોય.હોય ને?”શિવમ.
“હા તે તો હોવાનો જ...અને આ સમયે તો ખાસ જ.”રાહી.
“બસ મારો આ જ મતલબ છે કે હું મારી ફિયાન્સીને નહીં પણ પ્રેમીકાને મળવા ઈચ્છતો હતો.”શિવમે નાના બાળકની જેમ હસીને કહ્યું.
“વાહ, શું વાત છે?ખૂબ જ બુદ્ધિશાળી.પૂરી દુનિયામાં પ્રેમીઓ શાંતિથી મળી શકે માટે પોતાના ઘરના લોકોને પોતાના સંબંધ વિષે જણાવવા ઇચ્છતા હોય અને એક તું છો જે સંબંધ પાક્કો થઈ ગયો અને છુપાઈને મળવાની ઈચ્છા રાખે છે.”રાહીએ નકલી ગુસ્સો કર્યો.
“અરે પ્રિયતમા હજુ તમે મારો પ્રેમ જ ક્યાં જોયો છે? હજુ તો અમે તમારા પ્રેમી બન્યા જ ત્યાં દુનિયાએ અમને તમારી સાથે નક્કર સંબંધમાં જોડી દીધા..શું યાર, મતલબ હું તો પ્રેમી-પ્રેમિકા વાળું જીવન જીવી જ ન શક્યો.”શિવમે મજાક કરતાં કહ્યું.
“અચ્છા જી, એમ વાત છે? તો ઘરે ફોન કરી કહી દઉં કે શિવમ હજુ લગ્ન કરવા નથી ઈચ્છતો. તો સગાઈ ફોક કરી દઈએ.”રાહીએ હસતાં કહ્યું.
“હેય, ચૂપ શું બોલે છે કઈ ખબર છે?મે તને કેમ મેળવી છે તે મારૂ મન જ સમજે છે.દરેક મિનિટે તું મને ‘ના’ કહીશ તે ડર વચ્ચે તારાથી દૂર રહ્યો છું.હવે તને મારાથી ભગવાન પણ દૂર નહીં કરી શકે.”શિવમ.
રાહી ચૂપ રહી.તે જવાબમાં શિવમને ભેટી ગઈ.શિવમ પણ રાહીને ભેટીને પ્રેમ કરતો રહ્યો.ત્યાં જ સામેની બાજુથી કોઈ ગાડીનો પ્રકાશ શિવમની ગાડી તરફ ફેંકાવા લાગ્યો.શિવા-રાહીનું ધ્યાન તે તરફ ગયું.કોઈ જાણીજોઈને આમ કરી રહ્યું હતું.આથી શિવમ-રાહી બહાર નીકળ્યા.તે બંનેને બહાર નીકળેલા જોઈને સામેની ગાડીમાથી પણ બે શખ્શ બહાર નીકળ્યા.એક ત્યાં જ ઊભું રહ્યું અને બીજું માણસ શિવમ-રાહી તરફ આગળ વધવા લાગ્યું.તે માણસ નજીક આવતા જણાયું કે તે રાહીનો પહેલાનો પ્રેમી વંશ હતો.જે શિવમ-રાહીને આ પહેલા મોલમાં પણ ભેગો થયેલો.શિવમને યાદ આવ્યું કે ત્યારે પણ તે માણસે રાહી સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરેલો.વંશ તે દિવસની જેમ જ ખૂબ ગુસ્સામાં જણાતો હતો.
“કેમ તું તો કહેતી હતીને કે આ તારો મિત્ર જ છે.તો આ બધુ શું છે?”વંશ આવીને રાહી પર ગુસ્સો કરવા લાગ્યો.
“બધી વાતના જવાબ આપવા હું તને જરૂરી નથી સમજતી.મારા જીવનમાં હવે તારી કોઈ જગ્યા નથી.માટે સારું રહેશે હવે તું તારું વર્તન સંયમીત રાખ.”રાહીએ વળતો જવાબ આપ્યો.
“ઓહહ..આટલું અભિમાન? શું આવું બધુ તે આ છોકરામાં છે જે મારામાં નથી?આમ પણ તારી તો પહેલેથી આદત જ રહી છે અલગ-અલગ છોકરાઓ ફેરવવાની.”વંશ.
“બસ..ચૂપ..તું જેની સાથે અત્યારે ગેરવર્તન કરી રહ્યો છે તે મારી ફિયાન્સી છે.અમારી સગાઈ થઈ ચૂકી છે.અમે બંને એકબીજાને ચાહીએ છીએ.તો હવે એક પણ શબ્દ હું રાહીની વિરુધ્ધ શબ્દ નહીં સાંભળું.”શિવમે આકરા શબ્દોમાં ભારપૂર્વક વંશને કહ્યું.
“ઓહ..હો.. તો હવે તમે તેના ગુલામ બની ગયા છો.મળ્યા મને સમાચાર આ વાતના..પણ એક વાત યાદ રાખ..આ જે પ્રેમની વાત કરી તે તારો પ્રેમ ગયો પાણીમાં..બાકી રાહી મારા શીવાય કોઈને પ્રેમ ન કરી શકે.”વંશ.
“તારી ભૂલ થાય છે.હું તને પ્રેમ કરતી.ના..ના,..ભૂલથી તારા જેવા માણસને પ્રેમ કરી બેઠી જેણે ક્યારેય મારો વિશ્વાસ જ નથી કર્યો. તું પૂછે છે ને કે શું ફર્ક છે તારામાં અને શિવમમાં? તો સાંભળ..તે મારી ઇજ્જત કરે છે.તે મારી ઇચ્છાઓનું માન રાખે છે.તે મને સમજે છે.તે મારા પર પૂરો વિશ્વાસ કરે છે..અને સૌથી ખાસ વાત કે તે સ્ત્રીઓને પોતાના પગની જૂતી નથી સમજતો.”રાહીએ પૂરા આક્રોશમાં કહ્યું.
“તારા માટે એક ખુશખબરી...તું જેને તારો પ્રેમ કહે છે તે વ્યક્તિ કાલ મારા ઘરની લક્ષ્મી બનવા જઈ રહી છે.કાલ રાહીની મારા ઘરે કંકુપગલા વિધિ છે.”શિવમ.
“ના..આવું નહીં બને.રાહી મારો પ્રેમ છે.તેના પર મારો જ હક્ક છે.તે મારી નહીં બને તો કોઇની નહીં બને. રાહીના કંકુપગલા મારા ઘરમાં જ થશે.રાહી મારા ઘરમાં જ વહુ બનીને આવશે.”વંશ વધારે ઉગ્ર બનીને બોલ્યો.
“કોઈપણ સ્ત્રી પર કોઈ એક માણસનો હક્ક હોતો જ નથી.સ્ત્રી પોતે જ કોઇની બની જાય છે..અને આ શક્ય ત્યારે જ બને જ્યારે સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ બંનેની હાજરી હોય.”શિવમ.
વંશ ત્યાથી ગુસ્સામાં જ ચાલ્યો જાય છે.શિવમ-રાહી ઘર તરફ વળે છે.
“સોરી શિવમ,મારા લીધે આજે તારે ઘણું ફરી વખત સાંભળવું પડ્યું.આજે તું મારી સાથે સમય પસાર કરવા આવ્યો હતો પણ વંશે આવીને બધુ જ ...”રાહી.
“તારે સોરી કહેવાની જરૂર નથી ડિયર,કદાચ વંશ નામની વ્યક્તિ મારા જીવનમાં વિલન બનીને જ આવશે તેવા મારા નસીબ હોય.વિધિના સમયે પણ વંશ જ હતો અને અત્યારે પણ..”શિવમ.
“આભાર શિવમ..તે તેવા સમયે મારો સાથ આપ્યો જ્યારે મારે તારી જરૂર હતી.તે વંશને ખરા અર્થમાં એક સ્ત્રીની ઇજ્જત વિષે સમજ આપી.”રાહી.
“તું મારી છો.આભાર વ્યક્ત કરવાની શી જરૂર?તું મારા માટે કઈ કરે ને હું આભાર માનું તે તને ગમશે?તો બસ..તારા માટે કઈ કરવું કે તારો સાથ આપવો તે મારી ફરજ છે.”શિવમ.
રાહી શિવમના ખભા પર માથું ઢાળી દીધું.શિવમે કાર રોકી અને રાહીના માથા પર હાથ ફેરવ્યો.
“રાહી હવેથી તું મારી જવાબદારી છો.માટે હવે વંશને ભૂલી અને આજથી નવી શરૂઆત કર.કાલ તારા અહીના ઘર છે ત્યાં કંકુપગલાની વિધિ છે અને કાલ જ મારે મોરબી જવાનું છે.હું તને સાથે લઈ જવા ઈચ્છું છું.તો કાલ બધા ઘરે હશે ત્યારે આપણે ત્યાં જઈ આવશુ.હરેશકાકાને ખબર પડે તે પહેલા સત્ય જાણવું ખૂબ જરૂરી છે.”શિવમ.
“શિવમ એક વાત કહું જો તને ખોટું ન લાગે તો..? આ સત્ય તારા જીવનને બદલી શકે તેવું હોય શકે છે.શું થયું,કેમ થયું તે બધુ તું પપ્પાને સાચી વાતની જાણ કરી તેમને પણ પૂછી શકે છે.આ માટે મારા ખ્યાલથી તારે ક્યાય બહાર જવાની જરૂર નથી.”રાહી.
“નહીં રાહી, હકીકત શું છે તે જાણીને જ આગળ મારે શું કરવું તે નક્કી કરવું રહ્યું.અને રહી વાત કોઈ બહારની વ્યક્તિને પૂછવાની તો હેમમાં કઈ ખોટું બોલે તે શક્યતા જ નથી.તેણે તો મને પહેલી વખતમાં જ ઓળખી લીધો હતો.માટે આપણે કાલે મોરબી જશું.”શિવમ.
“ઠીક છે.”રાહી.
*********************
બીજા દિવસે રાહીની શિવમના રાજકોટના ઘરે કંકુપગલા વિધિ કરવામાં આવી.થોડીવાર પછી શિવમ રાહીને લઈને બહાર જવાની વાત કરી.
“પપ્પા અમે બહાર જઈએ છીએ.તમે જમી લેજો.અમે બહારથી જ જમીને આવશુ.”શિવમ.
“ક્યાં મોરબી જાય છે શિવમ?જો તું હેમ માં ને મળી કોઈ વાત જાણવા જતો હોય તો તે વાત હું જ તને જણાવી દઉં.”ચેતનભાઈ.
પપ્પાના મોઢે આ બધી વાત સાંભળી શિવમ સ્તબ્ધ થઈ ગયો.તેના ચહેરા પર પરસેવો વળી ગયો.તે રાહી સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોવા લાગ્યો.રાહીએ શિવમને નકારમાં જવાબ આપ્યો.શિવમને સમજાતું નહોતું કે પપ્પાને આ બધી વાતને જાણ કેમ થઈ? ત્યાં રાહીના માતા-પિતા અને શિવમના માતા-પિતા , શિવાંશ અને વિરાજ બધા હાજર હતા.
“આ હકીકત મારે રાહીના માતા-પિતાને તો જણાવવાની જ હતી.પણ મને સમજાતું નહોતું કે હું કઈ રીતે તેમને જાણવું?કાલ રાત્રે મારી અને દિવ્યા વચ્ચે આ વાત ચાલી રહી હતી ત્યાં હરેશનો મને ફોન આવ્યો. તેનું જણાવવું હતું કે કોઈ છોકરો કોઈ કારણસર ઘણા સમયથી મારા જીવનમાં ઘટેલી વર્ષો પહેલાની ઘટના વિષે જાણવા માંગતો હતો.મે જ્યારે તારી સગાઈના ફોટા હરેશને મોકલ્યા ત્યારે તેણે મને ફોન કરી આ વાત જણાવી.અને તે છોકરો બીજું કોઈ નહીં પણ તું જ છો તેમ પણ જણાવ્યુ. તું ત્યાં શુભમ બનીને હકીકત જાણવા જતો હતો.જે આઘાત તું અનુભવી રહ્યો છો તે કાલ મને પણ થતો હતો.પછી મે અને દિવ્યાએ હકીકત બધાની સામે લાવવાનો નિર્ણય કરી જ લીધો. હેમ માં એ હરેશને આખી વાત જણાવી.માટે આજ તારે હકીકત જાણવા જવાની કોઈ જરૂર નથી.હકીકત હું તને જણાવીશ. તો પણ તારે હેમ મા ના મોઢેથી હકીકત સાંભળવાની ઈચ્છા હોય તો તે પણ અહિયાં આવવા નીકળી ગયા છે.તું ચિંતા નહીં કર.તને આજ તારા બધા સવાલોના જવાબ મળી જશે.”ચેતનભાઈ.
બધા ચૂપચાપ ચેતનભાઈની વાત સાંભળ્યે જતાં હતા.
“જયેશભાઇ આ વાત સાચી છે કે શિવમ મારો સગો દીકરો નથી.શિવમ આજ મારા ઘરે મારો દીકરો બનીને કેમ રહે છે તે પાછળ એક મોટું કારણ છે.શિવમ તું પણ સાંભળ, તારા સાચા પિતા શિવરાજ નામની એક વ્યક્તિ છે.તારા માતા મૃત્યુ પામ્યા તે જ દિવસે હું તને મારા ઘરે લઈ આવ્યો હતો.ત્યારે તું ખૂબ જ નાનો બાળક હતો.હું નહોતો ઈચ્છતો કે તારી હાલત તારા માતા જેવી થાય તે માટે તે જ દિવસે હું તને તારા પિતા પાસેથી સુરત હંમેશા માટે લઈ આવ્યો હતો.”ચેતનભાઈ.
“તો તેમણે મને તમને આસાનીથી આપી દીધો?”શિવમ.
“હા.”ચેતનભાઈ.
“કેમ કોઈ પોતાના દીકરાને આમ આસાનીથી કોઈને સોંપી દે?”શિવમ.
“સોંપ્યો નહોતો.હું તને ત્યાથી લઈ આવ્યો.કેમ કે તે તને તારો દીકરો સમજતા જ નહોતા.”ચેતનભાઈ.
ત્યાં જ બારણે ટકોરા પડ્યા...