અરે યાર તુ નથી. જાણે જિંદગીમાં કંઇ જ નથી. બધું જ શૂન્યવકાશ અને ખાલીખમ. તારા વગર મારા જીવનમાં એક સન્નાટો સર્જાય છે. તારી યાદ જોરદાર ફુંકાતા પવન ના વેગે આવી દિલ મા મોજા જેન પથ્થર સાથે અથડાય ને પાછુ વળતું પાણી શાંત થાય એમ સન્નાટા સાથે પડઘાય છે અને મારો પડછાયો પણ તરફડવા માંડે છે. પથ્થર પર પાણી અડતા ભીના થાય છે પણ, પડછાયાને પરસેવો નથી થતો તો પણ મને કેમ એ ભીનો લાગે છે? કદાચ મારી આંખોમાં તારી મીઠી યાદ ની ભીનાશ બાઝી ગઇ હોય છે. પ્રેમ આટલો તીવ્ર હોય એની મને ખબર હોત તો કદાચ હું પ્રેમ કરત જ નહીં. પ્રેમ વિશે તો એવું કહેવાય છે કે એ જિંદગીને હરીભરી બનાવી દે છે, ધરતીએ કેમ લીલી ચાદર ઓઢી હોય, એમ જિંદગી તાજીતાજી ને લીલીછમ બની જાય છે, પણ આ પ્રેમ તો મને ઓગાળી રહ્યો છે! હું રોજ થોડી થોડી ગળતી જાઉં છું અને તારા વગર રોજ થોડી થોડી હતાશ થઈને મરતી જાઉં છું. તું છે પણ મારી પાસે નથી. તું હયાત છે, પણ હાજર નથી. મને ખબર છે કે તું પણ મને આવો જ તીવ્ર, ઉગ્ર અને અનહદ પ્રેમ કરે છે. તને પણ કદાચ આવું જ અથવા તો આના જેવું જ કંઇક ફીલ થતું હશે.
તારા વગર મારુ મન વિરહમય . તું એવું કહીને ગયો હતો કે સદાયે હસતી રહેજે. ખુશી થી રહેજે. તો એની નજાકત હું મહેસૂસ કરીશ. હા, હું હસતી રહું છું. મને એક વાત નથી સમજાતી કે હસું છું ત્યારે મારી આંખો કેમ ભીની થઇ જાય છે? તારી સાથેની મજાક-મસ્તી યાદ આવે છે અને થોડીક ક્ષણો મારા હોઠ મલકાઇ જાય છે, હૈયું છલકાય છે, પણ પછી તરત જ આંખો ભરાઇ જાય છે. સાવ સાચું કહું, ક્યારેક કુદરત પર ગુસ્સો આવી જાય છે. એને પૂછવાનું મન થાય છે કે તું કેમ આવું કરે છે? મે ક્યુ ખરાબ કામ કર્યું છે?. મે શું પાપ કર્યું છે?. મેં તારું શું બગાડ્યું છે? તારે અમને આટલા દૂર જ રાખવા હતા તો ભેગાં શા માટે કર્યાં હતાં? કયા ગુનાનો તું બદલો લે છે? હું કોઇ માનતા રાખું તો જ તું મને ફળીશ? તું પણ માણસ જેવો થઇ ગયો છે કે બદલામાં કંઇક જોઇએ જ? થોડીક તો દયા રાખ!
કોલેજમાં હતા ત્યારે પ્રેમ થયો. જુદી જ્ઞાતિ હોવાથી માંડ માંડ બંનેના પરિવાર ને સમજાવીને એક થયાં. એ સમય સ્વર્ગ જાણે ધરતી પર ઉતર્યું છે એવું લાગતું હતું કે જાણે કુદરતે આખી દુનિયાની કૃપા અપણા પર વરસાવી દીધી. લગ્ન થયાં. જિંદગી કેટલી સુંદર હોય છે તેનો અહેસાસ થતો હતો. એક જ અરમાન હતા કે બંને સારી રીતે ખુશી થી એકબીજાની જરૂરિયાત ને સમજે,અને સુખેથી આપનો પરિવાર બનાવશું. મને કંપની મા સારી જોબ મળી. તારી ઈચ્છા હતી જોબ કરવાની એને મે પુરી કરી. પ્રોબ્લેમ એક જ હતો કે તુ મારાથી થોડો દૂર નોકરી કરતો હતો. ક્યારેક આપડે મળતા હતા. પણ જયારે ભેગા થાય ત્યારે ઘણા દિવસોની વાતો નો ઢગલો કરતા અને નાના બાળક જેવું પહેલા હું કહીશ એમ બોલી ને સિકો ઉછાળતા. સાથે બેસી ને સુખ દુઃખી ને વાતો કરો ક્યારે ઊંઘ આવી જાય એની પણ ખબર ન હતી.
તારાથી છૂટું પડવાનું હોય ત્યારે ક્યાય દિલ ને ચેન ન પડતો. દિલમાં દુઃખ પણ હોય છતાં મોઢું હસતું રાખી આવજો કહેતી. સવાર નો પ્રકાશ પણ અમાસની રાત જેવો લાગતો.
ઘરમા બધું જ હોય છે પણ તારી કમી ને કારણે કઈ જ નથી એવુ લાગે છે. લકી લોકો જે સાથે રહી શકે છે. મને ક્યાંય ગમતું નથી. આ દુઃખની વાત મારે કોને કરવી?.ભવિષ્યમાં સારું થશે, સાથે રહીશું. સપના પુરા કરીશું. પણ અત્યારનું શું? એ રોજ ફોન કરે છે. વીડિયો કોલિંગ થાય છે. એનો ચહેરો દેખાય છે. સ્પર્શ નથી. આલિંગ કરવાનું મન થાય છે ત્યારે શરીર તૂટે છે. ખોટા સપનાઓ પણ કેટલા કરવા? સપનાના અંતે શું? અંતે તો અફસોસ જ છે! અંતે તો તડપવાનું ને?. તડપ મારા તરવરાટને મુંજવણ માં નાખે છે.
માણસ ગમે એ ઉંમરે પ્રેમમાં હોય કે પોતાની વ્યક્તિને પ્રેમ કરતો હોય તો એ મોઠો મધુર જ હોય છે, એ મોજ મસ્તી માં જ હોય છે. સુંદર બગીચા તરફ નજર ગઈ તો, એક પ્રેમી યુગલ આ બગીચા મા ફરતા હતાં. ફરતા ફરતા હાથ માં હાથ પરોવીને એક વૃક્ષ નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે એક બીજાના ખમ્ભા પર માથુ મુક્યો એ દૃશ્ય જોયું. ત્યારે માને એમાં હું ને તુ દેખાયા.
તે મને પ્રપોઝ જ બગીચા માં એવી રીતે કર્યું હતું કે, મારે તારી સામે જોતી જોતી આખી જિંદગી ના સપના પળ વારમાં જોઈ નાખ્યા,.મને તુ ગમે તે પરિસ્થિતિ માં સાથ આપીશને?. તે હા પાડી અને જિંદગીની સુંદર સફર શરૂ કરાવી. આ સાથ છે.આ સંગાથ અને એ છે એકબીજાનું અતૂટ સાંનિધ્ય.
એ બન્ને ને બાંકડા પર બેઠેલાં જોયાં એ સાથે, આપણા ભૂતકાળનું જીવતું-જાગતું દૃશ્ય સામે ધબકવા લાગ્યું. અમે એ જ બાંકડા પર બેસતાં. પોપકોન ખાતા ખાતા આપને આપની વાતો કરતા, બુઢ્ઢાપા વિશે વિચારતા, ઉંમરને અને પ્રેમને કોઇ સંબંધ નથી, હા એટલું છે કે પ્રેમ કરતાં રહેશો ત્યાં સુધી જીવંત હશો. ક્યારેક ઝઘડા પણ થશે, વિરહ પણ આવશે, પણ એનાથી પ્રેમ કરવાનું ઓછું નહીં કરતાં.
વિરહ ઘણી વખત એ પણ સાબિત કરતો હોય છે કે તમારો પ્રેમ કેટલો ઉત્કટ છે. કોને હાજરી અને ગેરહાજરીથી કેટલો ફેર પડે છે. એક મિત્ર ની આ આ વાત છે. એનાં બેન - બનેવી ને એકબીજા વગર જરાય ન ચાલે.આખો દિવસ ઘરમાં જ હોય, પણ બીજા રૂમમાં હોય તો તરત જ બૂમ પાડે કે ક્યાં ગઇ? એને બસ નજર સામે જ જોઇએ. પાણી પણ બીજા ના હાથે નું ના પીવે, ઘણી વખત તો બોલાવવા માટે બહાનાં શોધતા, એને ખબર હોય છે કપડાં પડયા છે, છતાં પણ અવાજ મારે કે, મને કોઇ વસ્તુ મળતી નથી, જરાં ગોતીને મને આપ તો. એક વખત બેને કહ્યું, બાથરૂમા ના ખાનામાં છે. તો સામેથી જવાબ આપ્યો કે, એમ નહીં, અહીં આવીને ગોતી આપ.
આ વાત સાંભળીને મારી મિત્રએ એની બહેન ને કહ્યું કે, જીજાજી પણ ખરા છે. એકપણ કામ જાતે નથી શકતા. ત્યારે બહેને જવાબ આપ્યો કે એવું નથી.એને કોઇ કામ જાતે કરવું નથી. પણ મારી હાજરી સતત એને જોઇએ છે. સાચું કહું, એ આવું કરે છે એ મને ખુબ ગમે છે. હા એ વાત સાચી છે. અમે નોકરી ના કારણે બંને બહુ દૂર રહેતા હતા. એ વખતે એને મને બહુ મીસ કરી હતી. એ સમયથી તારા બનેવીએ વિચારતો હતો કે મારો સમય આવશે ત્યારે એને મારી નજર સામેથી ખસવા નહીં દઉં. ઉંમર ગમે તે હોય, પણ વિરહ એ વિરહ હોય છે અને પ્રેમ એ પ્રેમ છે.
પ્રેમ થવો એ અલૌકિક અનુભવ છે, પણ પ્રેમ કરતાં રહેવું એ જિંદગીને જીવતી રાખવાની એક અદભુત કળા છે. વિરહ ગમતો નથી, વિરહ સહન થતો નથી છતાં એ પ્રેમનો જ એક પ્રકાર છે. ઉંમર ગમે તે હોય, તમારી વ્યક્તિને સતત પ્રેમ કરતા રહો. ગમે તે પરિસ્થિતિ આવે, ગમે એવુ દુઃખ આવે, શરીર ભલે સાથ ન આપે, શરીર ઘસાઈ ગયું હોય, દિલ ક્યારેય ઘસાતું હોતુ નથી. ડગલાં ભલે ધીમે ભરાય, પણ દિલ ધબકતું રહેવું જોઇએ. કુદરતે સૃષ્ટિની રચના અને પ્રકૃતિનું સૌંદર્ય પ્રેમ કરવા માટે જ સર્જ્યું છે, કુદરતના આ સર્જનને સાર્થક કરવા અને તેને ફિલ કરવા માત્ર એક જ વસ્તુ કરતી રહેવાની હોય છે અને એ છે પ્રેમ પ્રેમ અને ફક્ત પ્રેમ જ.
✍️હેત