કિસ્મત કનેકશન, પ્રકરણ-૨૪ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કિસ્મત કનેકશન, પ્રકરણ-૨૪

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૪
"તારો ગોલ માત્ર માસ્ટર ડીગ્રી, સ્ટડીઝ છે, એ મને ખબર છે." નીકી અકળાઇને બોલી.
"હા. તારી વાત સાચી પણ મારી આખી વાત તો સાંભળ નીકી. પ્લીઝ."
નીકી ચુપચાપ નીચી નજર કરી બેસી ગઇ. તેનું મન દુખી થઇ ગયું હતું. તેને વિશ્વાસની વાત સાંભળવામાં કોઇ રસ ન હતો પણ તે ક મને તેની વાત સાંભળી રહી હતી.
વિશ્વાસે ધીમા સ્વરે બોલવાનું શરુ કર્યું, "જો નીકી, મને હાલ સ્ટડી સિવાય બીજે કયાંય રસ નથી. મારે માસ્ટર ડીગ્રી લઇ સારામાં સારી જોબ કરવી છે, મારે મારુ ફયુચર સારુ બનાવવુ છે. મારે મારા ગોલ અચીવ કરવા છે. મને બીજા કશાય માં રસ નથી."
નીકી નીચુ મોં રાખી સાંભળી રહી હતી.
"અને નીકી તારે પણ હાલ સ્ટડી પર જ ફોકસ કરવું જોઇએ. તું પણ ઈન્ટેલિજન્ટ જ છું. તારુ સ્ટડી પણ સારું છે. તું પણ માસ્ટર ડિગ્રી કરી શકે તેમ છે. તારે હાયર સ્ટડી માટે વિચારવું જોઈએ. આ ઉંમર સ્ટડી કરવાની છે."
"મારે શું કરવું કે ન કરવું તે મને ખબર છે. તું..."
"નીકી તને મારા માટે જે કંઇ પણ ફિલીંગ્સ હોય તે તારા સુધી જ છે, હું તને એક બેસ્ટ ફ્રેન્ડ માનું છુ અને માનતો રહીશ."
"અને આંટી..."
"મને ખબર છે કે મમ્મી ને પણ તું પસંદ છુ. પણ આ ઉંમર એ બધા માટે નથી નીકી. તું સમજ. આ ઉંમર આપણા બેય માટે સ્ટડીની છે."
"પણ મારા માટે હાલનું ગ્રેજ્યુએશન ઘણું છે, મને હાયર સ્ટડીમાં કોઇ રસ નથી. મને મોટી જોબ, મોટી સેલરી માં પણ રસ નથી."
"પણ મને છે. એટલે નીકી પ્લીઝ તું મને સમજ અને માફ કર. મેં તારી ફીલીંગને સમજી નથી. અને બીજી વાત કરુ .."
થોડીવાર માટે વિશ્વાસ વિચારોમાં ખોવાઇ ગયો એટલે નીકી તેની સામે ચપટી વગાડીને બોલી,"ઓયયય, આગળની વાત જલ્દી કર. આમ ખોવાઇ જઇશ તો ..."
"નીકી, મને મારી નાનપણની ફ્રેન્ડ જાનકીની યાદ હજુ આવે છે. મને તેના સિવાય બીજા કોઇનામાં ફિલીંગ્સ નથી આવતી. મેં તને હંમેશા બેસ્ટ ફ્રેનડ માની છે પણ જાનકી ..."
"પણ જાનકી તો..."
"જાનકી મારી અંદર છે." વિશ્વાસ બોલતા બોલતા રડી પડ્યો.
નીકીએ વિશ્વાસને આટલો ઇમોશનલ કયારેય જોયો ન હતો. નીકીએ વિશ્વાસને શાંત રાખ્યો અને પાણીનો ગ્લાસ આપ્યો. વિશ્વાસને રડતા જોઇ નીકીના આંખમાં પણ આંસુ આવી ગયા.
નીકીના મનમાં હતુ જ કે વિશ્વાસ મનોમન જાનકીને હજુ પણ ચાહે છે, તે આજની વિશ્વાસની વાત પરથી કન્ફર્મ થઇ ગયું. 
થોડીવાર રુમમાં નીરવ શાંતિ પથરાઇ ગઇ. ધીમુ ધીમુ વિશ્વાસ રડી રહ્યો હતો અને નીકી પણ રડી રહી હતી.
નીકીને વિશ્વાસની વાત ધીમે ધીમે સમજાઇ રહી હતી એટલે તેણે તેના ખભે હાથ મુકી કહ્યું, "બસ વિશ્વાસ, શાંત થઇ જા. મને તારી  વાત ધીમે ધીમે સમજાઇ ગઇ છે અને તું .."
"મને માફ કર જે નીકી..." વિશ્વાસને બોલતા બોલતા ડુમો ભરાઇ ગયો.
નીકીએ તેને સાંત્વના આપી અને કહ્યું, "મારી બધી ગેરસમજ દુર થઇ ગઇ અને હવે તું શાંત થઇ જા."
વિશ્વાસ ધીમે ધીમે આંસુ લુછીને થોડો સ્વસ્થ થયો અને બોલ્યો, "થેન્કયુ નીકી, મને સમજવા માટે."
"ચલ, આજની વાત અહીં પુરી કરીએ અને કાલે ફરી મળીશું. નવી વાત અને વિચાર સાથે. બાય." નીકી હળવા સ્મિત સાથે બોલીને ઘરે જવા નીકળી.
નીકીના ઘરે ગયા પછી વિશ્વાસના મનનો બોજ થોડોઘણો હળવો થયો. તેણે ફરી પાછુ અતિતમાં વિચારવા માંડયું અને એકાએક કંઇક યાદ આવતા નીકીને કોલ કરીને કહે છે, "હલ્લો નીકી, આજની આપણી .."
"આપણી વાત ખાનગી જ રહેશે. ચિંતા ન કર આંટી સુધી નહીં પહોંચે બસ. તું ટેન્શન ના લઇશ યાર. નીકી બધુ મેનેજ કરી લેશે." નીકીએ હસીને ફિલ્મી સ્ટાઇલમાં કહ્યું.
"ઓહહ!  થેન્કસ, તું મારી વાત સમજી ગઇ. અને તારા મમ્મી પપ્પા ઘરે આવ્યા? "
"ના. પણ મમ્મીનો ફોન હતો કે મેં જમ્યુ કે નહીં. તે રસ્તામાં જ છે, થોડીવારમાં આવવા જ જોઇએ."
"ઓકે, તો મારા મમ્મી પપ્પા પણ આવતા જ હશે."
"અરે! તો તું તારો મુડ ફ્રેશ કરી રાખજે. નહીંતર આંટીને ..."
"હા. હું એ જ વિચારું છું. અને મારો મુડ સારો કરવાનો ટ્રાય કરુ છું. બાય. ગુડ નાઇટ."
"ગુડ નાઇટ."
*                 *               *            *             
બીજે દિવસે સવારે વેલેન્ટાઇન ડે કેવો રહ્યો તે જાણવા વિશ્વાસની મમ્મીએ નીકીને ફોન કર્યો . જવાબમાં નીકીએ સરપ્રાઈઝ સારી હતી અને મજા આવી જેવી ગોળગોળ વાત કરી. મોનાબેનને જે જાણવુ હતુ તે નીકી પાસેથી જાણવા ન મળતા વિશ્વાસ સાથે પણ એવી જ વાત કરી. વિશ્વાસે તેના સ્વભાવ મુજબ આવુ બધુ પસંદ નથી અને નીકીની જેમ જ ગોળગોળ વાતો કરી. વિશ્વાસ અને નીકીની વાત સાંભળી મોનાબેનના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતાં અને તેના જવાબ માટે તેમને નીકીને રુબરુ મળવુ જરુરી હતું અને એટલા જ માટે સાંજે નીકીને કંઇક બહાને એકલી મળવા બોલાવવાનો પ્લાન બનાવવાનું વિચાર્યુ.
નીકીએ વિશ્વાસને કોલ કર્યો અને કહ્યુ, "ગુડ મોર્નિંગ વિશ્વાસ."
"ગુડ મોર્નિંગ નીકી. આજે તો કંઇ તારે વહેલી ગુડ મોર્નિંગ થઇ ગઇ."
"અરે! રાતે ઉંઘ જ નથી આવી. એટલે ..."
"મારે પણ એવું જ છે. મને પણ ..." વિશ્વાસ ઉતાવળા સ્વરે બોલ્યો. 
"તો ચલો, આજે ફરી મળીએ અને કાલની વાત પુરી કરીએ." નીકી બોલી
"હા પણ કયારે? "
"સાંજે મળીએ પેલા કોલેજ રોડ પરના કોફી શોપમાં"
"ફાઇનલ. બાય"
વિશ્વાસનો ફોન પત્યો તરત જ મોના આંટીનો કોલ આવ્યો અને નીકી વિચારમાં પડી કે અત્યારે આંટીનો ફોન કેમ આવ્યો હશે, શું તેમને કાલની વાતની જાણ થઇ ગઇ હશે. વિચારવામાં ને વિચારવામાં રીંગ પુરી થઇ ગઇ.
ફરીથી મોના આંટીનો ફોન આવતા તરત જ નીકી ફોન રીસીવ કરતા બોલી, "બોલો આંટી, કેમ યાદ કરી મને? "
"બેટા, મારે...આપણે ..સાંજે.." મોનાબેન ઉતાવળમાં શબ્દો બોલી શકતા ન હતા.
"શું આંટી? કંઇ સમજાયુ નહીં."
"અરે! હું એમ કહેતી હતી કે સાંજે મારે શોપીંગમાં જવું છે, તો તું મારી સાથો આવીશ. મને થોડી હેલ્પ થઇ જશે."મોનાબેન બરાબર શબ્દો ગોઠવીને બોલ્યા.
"ઓહ્! આંટી. આજે સાંજે."
"હા ..હા, આજે સાંજે જ."
"પણ ..." નીકી બોલતા બોલતા અટકી ગઇ.
નીકી પોતે સાંજે વિશ્વાસ સાથે કોફી શોપમાં જવાની છે તે મોના આંટીને કહેવુ કે ન કહેવુ, કઇ રીતે કહેવું તે મનોમન વિચારી રહી હતી. તે મુંઝવણભર્યા સ્વરે બોલી, "આંટી, આજે સાંજે તો હું અને .... હું .... બહાર જવાની છું. એટલે ..."
"કંઇ ખાસ કામથી જવાની છે? "
"હમ્મમ. એવું તો નથી પણ હું અને વિશ્વાસ બહાર જવાના છે." નીકીએ નાછુટકે ઉતાવળે સ્વરે કહી જ દીધુ.
"ઓહ! એમ વાત છે. તમે બે બહાર જવાના છો." મોનાબેન ઉત્સાહી સ્વરે બોલી ઉઠ્યા. તેઓ મનોમન આ સાંભળી ખુશ હતા. તે ચાહતા જ હતા કે નીકી અને વિશ્વાસ એકબીજાની નજીક આવે. 
"સોરી આંટી, આપણે કાલે જઇએ તો..."
"હા. કોઇ વાંધો નહીં. કાલની વાત કાલે.તમતમારે સાંજે કોફી શોપમાં જઇ આવો. મારે એટલી પણ ઉતાવળ નથી."
સાંજે નીકી અને વિશ્વાસ કોફી શોપમાં વાતો કરવા મળે છે.
"વિશ્વાસ, તું તારા મનની બધી જ વાત આજે કહી દે."
વિશ્વાસ તેના મનમાં સંગ્રહી રાખેલી અધુરી વાતો કહેવાનું શરુ કરે છે અને નીકી શાંત ચિત્તે વાતો સાંભળે છે. 
પ્રકરણ ૨૪ પુર્ણ
પ્રકરણ ૨૫ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.


રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 8 માસ પહેલા

Angel

Angel 2 વર્ષ પહેલા

Gadhvi Aaspar

Gadhvi Aaspar 3 વર્ષ પહેલા

kedar

kedar 2 વર્ષ પહેલા

Pravin Trivedi

Pravin Trivedi 2 વર્ષ પહેલા