ganeshji kon hata books and stories free download online pdf in Gujarati

ગણેશજી કોણ હતા

"બોલે જાઓ. હું લખ્યે જાઉં છું. અટકશો તો ત્યાં પૂરું." ગણેશજીએ વેદવ્યાસને કહ્યું.

"પણ તમે આમ ફટાફટ લખશો કઈ રીતે? મારી બોલવાની ઝડપ અને તમારી સાંભળી, તેનો અર્થ કરી લખવાની ઝડપમાં ફેર તો હોય જ. હું બોલું અને તમારે હાથ હલાવવાના." વેદવ્યાસ વદી રહ્યા.

"જો વત્સ, આ લખવું અને બોલવું એ બન્ને મગજના વિચારોનું એક યા બીજા સ્વરૂપે નિરુપણ છે. આઉટપુટ ડિવાઇસ. તારું મો અને મારા હાથ . મારે ઇનપુટ કાન દ્વારા મગજમાં અને આઉટપુટ .. હાથ નહીં, જેને 2020 માં લોકો વોઇસ ટાઈપ કહેશે તે. ચાલ. બોલતો જા. અને આમાં ઓટો સેવ નથી. તું અટક્યો એટલે પૂરું. ફાઇલ સેવ.' કહી ગણેશજીએ વેદવ્યાસ બોલતા ગયા તે વોઇસ ટાઈપ ડિવાઇસ સામે રાખી દીધું. એ વખતે ક્યાં અંગ્રેજી જન્મવાનું હતું? સંસ્કૃત એક જ ભાષા.

વેદ વ્યાસ થાકે નહીં તે માટે ગણેશજીએ ખુદ તેમને વિચારોના થિટા વેવ થી પણ નીચે આલ્ફા વેવ માં લઇ જઇ ઝોમ્બી જેવા બનાવી દીધા. વ્યાસજીના માત્ર શ્વાસ અને મગજ ચાલે, હોઠથી જે વિચાર તેઓ મગજના ચક્ષુઓ સમક્ષ જુએ તે બહાર આવે. ગણેશજી એ ફટાફટ વ્યાસજીનો વોઇસ મેસેજ પૂરો થાય તે પહેલાં તો ટાઈપ કરી દે એટલે કે વોઇસ ને અક્ષરોમાં અંકિત કરી દે.

વ્યાસજી ઝોમ્બી હતા પણ ગણેશજી સંપૂર્ણ જાગૃત. આમ.જેમ? કોઈ મશીન જ આમ અવિરત કલાકો, દિવસો સતત કામ કરી શકે, જીવિત પ્રાણી નહીં.તો ગણેશજીએ એ કઈ રીતે કર્યું?

એ માનવીથી કઈંક પર હતા એટલે.

મહાભારત એમ લખાઈ જવા આવ્યું. વોઇસ ટાઈપથી દિવ્ય વાણીમાં રેકોર્ડિંગ અને એ સાથે જ કલાઉડ પર સેવ થતું ગયું.. એક હજાર વર્ષ પછીની પેઢી માટે.

'ફેબ્યુલસ'. હવે ભાનમાં આવેલા ઝોમ્બી વેદવ્યાસે ઉચ્ચાર્યું. 'પ્રણામ ગણેશજી. માનવજાત માટે ખૂબ ઉપયોગી સાહિત્ય આપણે સાથે નિર્માણ કર્યું. હવે હું તો લગભગ અંતર્ધ્યાન જ હતો. આપ સજાગ હતા.આપ કઈ રીતે આ કરી શક્યા?'

'જો. મારી સૂંઢ છે એ પ્રિન્ટરના હેડ જેવી આમ થી તેમ ફરતી લાગે છે ને? અને લાંબા કાન. એ ખરેખર રેકોર્ડિંગ ડિવાઇસ છે. અને આ મોટી દુંદ એ વિશાળકાય સુપર કોમ્પ્યુટરનું મીનીએચર છે. જો એ ચોરસ હોત તો ખૂણો ટકરાઈ કોઈ ભાગ નુકસાની પામત અને થોડી પણ માહિતી જાત તો સંપૂર્ણ સત્યાનાશ. અને હંમેશાં ગોળ વસ્તુનું ડાયમેનશન ઓછું રહી સંગ્રહ વધુ થાય છે. ધન્ય છે મારા કર્તા ને.' ગણેશજીએ એમ કહેતાં વત્સલ હાથ વેદવ્યાસ પર ફેરવ્યો.

' તો તમારા કર્તા તો શિવજી કહેવાય છે ને?'

'હા. મારો પિંડ ઘડનાર , મારો કહેવાતો સંહાર કરનાર અને આ મારો નવો અવતાર કરનાર.

બન્યું એમ કે હું રમતો રમતો શિવજીના ત્રિશુલ સાથે અથડાયો. લોકવાયકાઓ છે તેમ પિતાશ્રીએ મારી હત્યા નહોતી કરી. પછી શું? ત્રિશુલ પડ્યું. કુતૂહલવશ મેં એમાં માથુ ભરાવ્યું અને મૂળ સંહાર ના જ હેતુથી જેનો આકાર બનેલો એ ત્રિશૂળની અણી મારી શ્વાસનળી વીંધી આરપાર નીકળી ગઈ. લોહીના ફુવારા છૂટ્યા. ત્રિશૂળની બે બાજુઓ વચ્ચે મારૂં મસ્તક ભરાઈ જઈ ધડ થી છૂટું પડી લબડી પડ્યું.

માતા પાર્વતીએ ચીસ નાખી,"મારો પુત્ર ગયો. ગમે તેમ કરી એને બચાવો." અને તપ એટલે અંતર્ધ્યાન થઈ ઊંઘતા નહીં પણ ઊંડી રિસર્ચ કરતા શિવજીએ જોયું.

તેઓ કુશળ સર્જન પણ હતા. કહો કે સુશ્રુતને તેમણે જ પ્રેરણા આપેલી.

લોહી વહી જતું અટકાવવા વ્યાધ્ર ચર્મ ફાડી ડૂચો માર્યો. હવે બ્રેઇન ડેડ થાઉં તે પહેલાં શ્વાસને કૃત્રિમ રીતે ચાલુ રાખવા નજીકની સુપડી ઊપાડી ફેફસાં પર ગોઠવી.એને તાત્કાલિક ઢાંકવા એક જાડા વૃક્ષની છાલ વીંટી અને.. રુદ્રાક્ષની માળા તોડી તેની જાડી દોરીથી ટાંકા લીધા. હવે એ મેટલ, ઝાડની છાલ, એનું કવચ એ બધાનું વજન એટલું મોટું થઈ ગયું કે કોઈ એવો આકાર જે તેને ઝીલી શકે. પિતાશ્રીએ થોડી ક્ષણો વિચારી વિંદહાઈ ચુકેલીખોપરી ના નાકના ભાગ નીચે એક લાંબી પાઇપ જેવી નલિકા જોડીજે સૂંઢ જેવી દેખાય. હું તો ઉપરનો આખો ધાતુનો દેહ ધારણ કરી ચુકેલો બની ગયો. પછી તુરત બ્રેઇન સેલ્સ નું રી વાયરિંગ કરવા મોટી બે પાંખો જે ગરુડજીએ આપી રાખેલી તે કાન ની જગાએ ફિટ કરી અને એમાં પણ પેલી ધાતુનો એન્ટેના બેસાડ્યો. એટલે હું કોઈ પણ જીવંત પદાર્થ થી વધુ ઝડપી સાંભળી અર્થ ઘટન કરી શકું. એમ મારું અલગ અલગ પુરજાથી બન્યું મારું શરીર. મસ્તકનો આકાર હાથી જેવો દેખાય છે પણ હું એ રીતે એક સુપર કોમ્પ્યુટર છું.

એટલે જ મારું પૂજન વગેરે થાય છે. શરૂઆતમાં મને બુટ કરો એટલે તમારું શું કામ અને કેવી રીતે પતાવવું એનો હુ ઉકેલ આપુએવો ક્યાંય ન મળે.

તો જા વત્સ, વિશ્વમાં મહાભારતનો સંદેશ, વિજ્ઞાન દ્વારા નવજીવનનો સંદેશ મારૂં ઉદાહરણ આપી ફેલાવ. શુભમ ભવતુ' કહી ગણેશજીએ મગજના સેલ્સ ને ઓક્સિજન માટે જરૂરી ગ્લુકોઝ માટે લાડુ ઉપાડ્યો.

-સુનીલ અંજારીયા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED