સિધ્ધાંતો Gunjan Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિધ્ધાંતો

દરેક વ્યક્તિ કોઈકને કોઈક પરિસ્થિતિ માં પોતાનું જીવન વીતાવે છે. કોઇ ધનિક તો કોઇ ગરીબ, કોઈ સુખી તો કોઈ દુઃખી..મેં ઘણાં લોકોને જોયાં છે જે લોકો પાસે કઈંપણ નથી તેવાં લોકો ખુશીથી પોતાનું જીવન વિતાવે છે અને અમુક લોકો પાસે બધું જ છે છતાંય શાંતિથી બેસી શકતાં નથી. દરેક વ્યક્તિ પાસે પોતાનાં સિધ્ધાંતો હોય છે અને એ જ સિધ્ધાંતો મુજબ જીવે છે. આ સિધ્ધાંતો એટલે આદર્શો, પોતાના નિતિ નિયમો..પરંતુ સિધ્ધાંતો જડ હોવાં એ પણ એક કઠિણાઈ છે. આદર્શવાદી જીવન હોવું જરૂરી છે પરંતુ એ આદર્શો જ્યારે બીજાને તકલીફ પહોંચાડે ત્યાં જોખમ ઊભું થાય છે.
હું શિક્ષક તરીકે અનેક વિદ્યાર્થીઓને ભણાવું અને મારાં પણ અમુુક આદર્શો છે કે વિદ્યાર્થીઓએ આમજ કરવું જોઈએ પણ આ વાત દરેેક સંંજોગમાં મારાથી લાગુ પાાડી શકાય નહી. પરિસ્થિતિ નેે અનુુરુપ નિર્ણય લઈને કામ કરવું પડે. કહેવાનો મતલબ એક જ છે કે દરેક માનવીની સમજણ શક્તિ એક સરખી હોતી નથી. જે વ્યક્તિ જે રીતે સમજે એવી સરળ રીતે સમજાવો તો બદલાવ શક્ય છે.આ બદલાવ પોતાનાં જીવનમાં હોય, સામે વાળાના જીવનમાં હોય કે સમાજમાં હોય.
આ સિધ્ધાંતો દરેક વ્યક્તિ એ અલગ અલગ હોઈ શકે. આવા સિધ્ધાંતો વ્યક્તિ એ પોતે અનુભવ કે અમુક પરિસ્થિતિ ને આધીન બનાવેલાં હોઈ શકે, અથવાતો માતા પિતા તરફથી મળેલા હોઈ શકે અથવાતો સમાજમાં સર્જન થતી પરિસ્થિતિ કારણરૂપ હોઈ શકે. સિધ્ધાંતો ગમે ત્યાંથી મળે પણ અહીં એ ધ્યાન માં રાખવું કે આવાં સિધ્ધાંતો વ્યક્તિ એ સફળતા માટે અથવા જીવન સરળતા થી જીવવા માટે બનાવ્યા હોઈ શકે. દરેક વ્યક્તિ ને પોતાના આદર્શો હોવાં જ જોઈએ. તો જ જીવવાનું એક ધોરણ જળવાઈ રહે.
આપ સૌએ ‘સેલ્ફ રિસ્પેક્ટ’ શબ્દ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કર્યો હશે. આનો ગુજરાતી મતલબ થાય છે ‘સ્વાભિમાન’. આ સ્વાભિમાન ક્યારે તુટે? જ્યારે તમારા કોઈક આદર્શો હોય. દેશમાં કાયદો કે નિતી નિયમો જ ના હોય તો તૂટવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો એ જ રીતે જીવનમાં કોઈપણ આદર્શો જ ના હોય તો સ્વાભિમાન નો સવાલ જ ઊભો થતો નથી. સફળ વ્યક્તિઓ ને જોશો તો ખબર પડશે કે એમનું જીવન એક આદર્શવાદી હતું. હરિશ્ચંદ્ર અને ગાંધીજી નું જીવન ચરિત્ર આપ સૌ જાણો જ છો એમના આદર્શો એ જ એમને મહાનતા અપાવી છે.
આપણાં બધાની જીવવાની રીતભાત, ધ્યેય, સ્વભાવ બધું અલગ છે. જેથી સિધ્ધાંતો પણ અલગ જ હોવાનાં. સિધ્ધાંતો બનાવતી વખતે દરેકે 3 વસ્તુ ધ્યાન માં રાખવી જોઈએ. 1. તમે શું ઈચ્છા રાખો છો, 2. તમારા મતે શું સાચું છે, 3. તમારી ઈચ્છાઓ કેવી રીતે પુરી કરશો. આ તમામને શાંત મગજે વિચાર કરીને યોગ્ય મંથન કરીને નકકી કરશો તો ચોક્કસ ઉચ્ચ આદર્શો બનાવી શકશો.. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તમારા આદર્શો બીજાઓ સાથે વખતો વખત બદલી શકાય એવાં હોવાં જોઇએ. જેમકે તમે કોઈકને મળો ત્યારે તમારા આદર્શો અને સામે વાળાના આદર્શો જ તમારી આગળ ની મુલાકાત નું પ્રતિબિંબ પુરું પાડશે. અહીં જો તમે જડ વલણ દાખવ્યું તો વ્યક્તિ સાથે મનમેળ બેસી શકે નહીં અને બની શકે સામે વાળી વ્યક્તિ તમારા વિશે ખોટી ધારણાઓ બાંધી શકે! વાત કરવાની રીતભાત અને તમારું વર્તન આ બે જ બાબતો તમારો વ્યક્તિત્વનો અરીસો છે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. અને આ બંન્ને બાબતો માં તમારાં સિધ્ધાંતો ની ઝાંખી સ્પષ્ટ રજુ થઈ જશે. કેટલાંક લોકો બીજાં ઓને જોઈને એમનું અનુકરણ કરવાની કોશિષ કરે છે પરંતુ આવું કરવું થોડું ભુલ ભરેલું છે. દરેક વ્યક્તિ નું વર્તન સમય અને સંજોગો પ્રમાણે બદલાય છે એવાં સંજોગોમાં સૌ પ્રથમ એ જોવું કે સામે વાળી વ્યક્તિ કઈ પરિસ્થિતિ માં કેવું વર્તન કરે છે અને આ વર્તન તમારાં સિધ્ધાંતો સાથે સરખાવી અનુકરણ કરો તો કોઈ સમસ્યા નહીં આવે.
સિધ્ધાંતો બનાવતી વખતે બીજી બાબત ધ્યાનમાં લેવા જેવી એ છે કે તમે તમારી સફળતા ને તમારો સિધ્ધાંત બનાવો. સફળતા એમ ને એમ મળતી નથી. એનાં માટે પ્રયત્નો કરવાં જરૂરી છે. અને સ્વાભાવિક છે દરેક પ્રયત્નો તમને સફળતા આપશે જ એ જરુરી નથી. આવા માં દરેક પ્રયત્નો માંથી કંઈકને કંઈક નવું શીખીને આગળ વધવું અને એવાં માં તમે પરિસ્થિતિ મુજબ તમારા આદર્શો ઘડી શકો.
આત્મવિશ્વાસ અને પ્રયત્નો કરીને આદર્શો બનાવી સફળતા મેળવી આપણું અને સમાજ નું ભલું થાય તેવાં તમામ પ્રયત્નો કરીને જીવન જીવવાની એક નવી રાહ બનાવી એ....