ચલ જીંદગી તને જીવી લઉં Gunjan Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ચલ જીંદગી તને જીવી લઉં

હું અને મારા શબ્દો, બંન્ને જ્યારે એકબીજા સાથે વાતો કરીએ તો એવું લાગે કે મસ્તીમાં ને મસ્તીમાં કેટલું સફર કાપી નાંખ્યું.! કયાંક ખાડા ટેકરા, કયાંક કાંટાળી વાડ, કયાંક કાદવ કીચડ..આ બધું પાર કરવામાં સફરનો અડધો આનંદ ભલે ઓછો થયો હોય પણ એટલું ચોકકસ છે કે એ બધાં ની પણ કઈંક અલગ જ મજા છે.
હું કોઈ અમદાવાદ થી સુરતનાં સફરની વાત નથી કરી રહયો! વાત કરું છું એ સફરની કે જયાં તમે ને હું આપણે બધાં ચાલીએ છીએ. જીંદગી નાં સફરની..અને આ સફરમાં જો સૌથી મોટું અંતર હોય તો એ છે એકનાં મનથી બીજાં નાં મનમાં પહોંચવાનું. કોઈને સારું લગાડવાનાં ચક્કર માં સાલું એ જ ભુલી ગયાં કે સારું શું છે? જીવન આપણાં મુજબ ચાલે કે આપણે જીવન મુજબ ચાલીએ છીએ એનું તો ખબર નથી પણ હા એટલું ખબર છે કે બધાં સ્વાર્થ સાથે ચાલે છે. અને સ્વાર્થ હોવો પણ જોઈએ તો જ ખબર પણ પડશે કે આવી તો ગયાં આ ધરતી પર પણ કરવાનું શું છે!
કોઈ ની મદદ કરવાનો સ્વાર્થ, કોઈનાં દુઃખી માં સહભાગી થવાનો સ્વાર્થ આ બધાં સ્વાર્થ એવાં છે કે લોકોને આવડતાં જ નથી.અને જો એકાદ સારું કામ અજાણતાં માં થઈ પણ ગયું તો આખા સમાજ માં ઢંઢેરો પીટશે! ભલાં માણસ શાંત થા! આ સમાજ તને બો જ સારી રીતે ઓળખે છે ઢંઢેરો પીટવાથી સારું કરેલાં નું પુણ્ય વ્યર્થ શું કામ જવા દેવાનું? માંડ માંડ એક કામ તો સારું થયું હોય! આ સંસારમાં અનેક લોકો છે જે સારા કાર્યો કરે છે પણ પ્રસિદ્ધિ એમને મન ઝેર સમાન હોય છે.
ખેર અહીં સારા નરસાં નું સરવૈયું નથી બનાવવું પણ જીવનનું સત્ય કહેવું છે. જીવન બેઠાં બેઠાં પણ પતી જશે અને કર્મ કરવાથી પણ પતશે. એવાં સમયમાં તમારાં પર નિર્ભર છે શું કરવાનું. જીંદગી તમારી છે હવે નકકી એ કરવાનું કે જીંદગી તમને જીવાડે કે તમે જીંદગી ને જીવાડો. જીંદગી જીવવાની પણ એક અલગ મજા છે કોઈક દી માણીને જો જો..બંન્ને આંખો બંધ કરીને શાંત મને વિચારવાનું તમારી પાસે શું હતું અને આજે શું છે! પહેલાં લોકો તું કહીને બોલાવતાં આજે તમે કહીને બોલાવતાં થઈ ગયાં. આ જ છે ખરેખરી મજા. જ્યારે તમને લાગે ને કે કઈંક બદલાઈ ગયું છે, બસ આ જ બદલાવનો આનંદ લેવાનો છે. તમે જ્યારે તમારી જીંદગી માં ડોકિયું કરશો તો ખબર પડશે કેટલાય લોકોને મદદરૂપ થાવ છો. દરરોજ કઈંક નવું થવાનું જ છે અને આમ ને આમ દર વર્ષ ની ફાઈલ નાં થપ્પા લાગ્યાં કરશે, 20 પત્યાં, 40 પત્યાં,80 પત્યાં....આમને આમ આપણે પતી જઈશું ખબર પણ નથી પડવાની..તો આ જે દર વર્ષ ‘પત્યાં ‘ છે એમાં કઈંક નવું કરવાનો એહસાસ મુકીને ફાઈલ બંધ કરીએ તો કેવું? અરે જીવો તો એવું જીવો કે ભગવાન પણ મુંઝાઈ જાય કે આ ‘નોટ’ ને કયાં બહાને બોલાવું! જીવન સાથે ચાલવાં કરતાં જીવન માણવાનું શીખો. માણવામાં જે આનંદ છે એ ચાલવામાં નથી! સવારે મોર્નિંગ વૉક કરવાં માટે બાગ બગીચા માં જ કેમ જઈએ? રણ કે ઉજ્જડ માં તો નથી જતાં? કેમકે આપણને સવારનું સૌંદર્ય માણવું છે. એમાં એકાદ પથ્થર કે કાંટો આવી જાય તો એ નજરે પણ નથી પડતો. પણ એ જ બગીચામાં બપોરે ચાલવા જવાનું પસંદ કરે છે કોઈ? જો એક બપોરનો બદલાવ પણ આપણને બદલી શકતો હોય તો આ તો આપણું જીવન છે એમાં પણ બદલાવ લાવવો જરુરી હોય જ. રોજ રોજ દાળભાત ખાઈને એકાદ દિ ખાટી કઢી ખાવામાં આપણને કેટલી ખુશી થાય છે! એવાં સમયે કઢી ખાટી છે એ પણ ભુલીને એનો આનંદ જ લઈએ છીએ ને! કહેવાનું તાત્પર્ય એ છે કે બદલાવ કેવો છે એ જરુરી નથી પણ બદલાવ થાય છે એનો આનંદ છે.
જીંદગી ન જીને કે તો હજારો બહાને હૈ, કોઇ મુજે જીંદગી જીને કા એક બહાના તો બતાયે!
બાળપણમાં તડકો વરસાદ બધું ભૂલી ને બસ રમવાનું જ દેખાતું, ત્યારે પરિસ્થિતિ કરતાં રમવાની મજા હતી કેમ કે એમાં આનંદ આવતો. આ જ જુસ્સો આખી જીંદગી ટકાવી રાખીએ તો કેવું? પરિસ્થિતિ ગમે એ હોય પણ અહીં તો ભરપુર જીવવાની મજા લેવી છે.પરિસ્થિતિ માણસ ને દુઃખી નથી કરતી પરંતુ માણસ એનાં થી ડરીને પોતે દુઃખી થાય છે. જે પર્વત બીજાઓ માટે બાધા સમાન છે એને સર કરવાં વાળા પણ છે જ ને! જે પરિસ્થિતિ નો તમે સામનો નથી કરી શકતાં એ જ પરિસ્થિતી માં બીજાઓ આનંદ શોધે છે. પરિસ્થિતિ એક જ છે પરંતુ એને માણવી કેવી રીતે એ એકબીજાં નાં મન પર આધાર રાખે છે.
તમે જ તમારાં શિલ્પી છો. તમારી મૂર્તિ ને કેવો ઘાટ આપવો એ નક્કી કરો અને થઈ જાવ તૈયાર એક આદર્શ શિલ્પ નું નિર્માણ કરવાં!