Monghvari ni maja books and stories free download online pdf in Gujarati

મોંઘવારી ની મજા 

મોંઘવારી ની મજા
આપ સૌ ને કદાચ લાગતું હશે કે મોંઘવારી માં વળી શાની મજા? અને સ્વાભાવિક છે છે લાગે જ! એનું કારણ છે કે જે વસ્તુ કે બાબતમાં આપણે અચોક્કસ હોઈએ અથવાતો જે વસ્તુ કે બાબત આપણને સારી નથી લગતી તે વસ્તુ વિશે સારું સાંભળવા આપણાં કાન ટેવાયેલા નથી હોતાં...આજે આપણે મોંઘવારી માં પણ મજા શોધવાની કોષિશ કરીએ. આનાથી આપણાં જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જશે.
મોંઘવારી માં મજા શોધતાં પહેલાં મોંઘવારી એટલે શું એ સમજવું પડે. એક ઉદાહરણ લઈએ.. માનો કે એક સાબુ પહેલાં 5 રુપિયા માં મળતો હતો એ જ સાબુ આજે 10 રુપિયા માં મળે તો આપણે કહીએ કે સાબુ મોંઘો થઈ ગયો. આવું શાના પરથી બોલ્યા? કેમકે સાબુની કિંમત વધી ગઈ. બસ આ જ મોંઘવારી છે. જ્યારે વસ્તુ ની કિંમત માં વધારો થાય એટલે મોંઘવારી વધી ગઈ એવું આપણે બોલીએ. પરંતુ વિચારવું રહ્યું કે શું એક વસ્તુ ની કિંમત વધે એટલે મોંઘવારી વધી ગઈ? ના. જ્યારે આપણાં જીવન માટે જરુરી વસ્તુઓ નાં ભાવો વધે એને મોંઘવારી કહેવાય. અને આ ભાવ વધારો સતત હોવો જોઈએ. એક દિવસ વધે અને બાકી ના બધા દિવસો માં ભાવો ઓછાં હોય એને મોંઘવારી કહી શકાય નહી.
મોંઘવારી વધવા પાછળ સરકાર ની નીતિ ને જવાબદારી બનાવીએ છીએ. ક્યારેક સરકાર ની નીતિ પણ જવાબદાર હોઈ શકે પરંતુ સરકાર ની સાથે સાથે લોકો પણ એટલાં જ જવાબદાર છે. હું ઘણીવાર વડીલો ને પૂછું કે તમારા સમય માં ભાવો આટલાં બધાં સસ્તા કેમ હતાં? તો મને જે જવાબ મળ્યો એનાં પરથી મને સમજાયું કે ત્યારે લોકો સંતોષી હતાં. અને આજે કોઈને સંતોષ નથી. બીજી વાત એ સમયે લોકોની જરુરિયાત સિમીત હતી અને આજે આપણે જરુર કરતાં વધારે વસ્તુ વસાવીને બેઠાં છીએ.
અર્થશાસ્ત્ર માં નિયમ છે કે વસ્તુ ની માંગ વધે અને પુરવઠો ઓછો હોય તો વસ્તુ નાં ભાવો વધે. અને આ જ વસ્તુ આજે થઈ રહી છે. આપણી જરુરીયાતો વધારી દીધી એનાં કારણે વસ્તુ ની માંગ વધારી અને આપણું અર્થતંત્ર એ માંગ ને પહોંચી વળવા સક્ષમ નથી. જેથી વસ્તુ ની માંગ જેટલો પુરવઠો બજારમાં ઉપલબ્ધ નથી પેટ્રોલિયમ પેદાશો આપણાં દેશમાં નહિવત પ્રમાણે ઉપલબ્ધ છે પેટ્રોલિયમ પેદાશો માટે અખાતી દેશો પર આપણે આધાર રાખવો પડે છે પરંતુ ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં કે જ્યાં લોકોની સંખ્યા કરતાં વાહનોની સંખ્યા વધારે છે એવાં દેશમાં પેટ્રોલિયમ પેદાશો પુરી પાડવામાં અખાતી દેશો પણ સક્ષમ નથી પરિણામે પેટ્રોલિયમ પેદાશોના માંગ સામે એટલો પુરવઠો નથી મળતો આ મોટાં મોટું કારણ છે ભાવ વધવા માટે નું. હવે આપને સમજાયું હશે ભાવ વધારાના માટે જવાબદાર કોણ! એમાં કસુર આપણો પણ નથી આપણે તો બસ જમાના સાથે કદમ મિલાવી રહ્યા છીએ. પરંતુ આપણું આ જ પગલું આજે મોંઘવારી નાં પથ્થર પર પછડાઈ રહયું છે અને એની પીડા સમાજ નાં સૌ અનુભવે છે. હવે જ્યાં વસ્તુ ઉપલબ્ધ જ નથી અને એ જ વસ્તુ ની માંગ વધે તો સરકાર પણ બિચારી શું કરે? વસ્તુ નહીં મળી તો પણ સરકાર ને જ જવાબદાર બનાવી દેવાય. તો સરકારે ગમે તે કરીને પણ માંગ તો સંતોષવી જ રહી. જો કે એનો મતલબ એ નથી કે બધું બંધ કરીને સંન્યાસી બની જવુ .પણ આ બધી બાબતો નો કોઈક ઉપાય શોધવાની કોષિશ કરવી પડશે.
મોંઘવારી નાં કારણે સૌથી પહેલો ફાયદો એ થયો કે આપણે કરકસર કરતાં થઈ ગયાં.વસ્તુ મોંઘી છે તો ભાવ ઘટશે પછી લઈશું એ વિચાર કરીને ખરીદતાં નથી. બિનજરૂરી ખર્ચાઓ ઘટી ગયાં.નાણાં ની બચત વધી ગઈ. વસ્તુ ઓની અગત્યતા સમજતાં થયાં વસ્તુ વગર ચલાવી લેવાની ટેવ વિકસી. મોંઘવારી નાં કારણે ઉધાર ધંધા નહીવત્ થઈ ગયાં પરિણામે સંબંધો બગાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
ખેર જે હોય તે પરંતુ એક વાત સમજવી કે મોંઘવારી ની સામે સરકાર ની સાથે આપણે પણ એક જાગૃત નાગરિક ની જેમ કાર્ય કરવું પડશે. જરૂરિયાતો અસંખ્ય હશે પરંતુ અસંખ્ય જરૂરિયાતો માંથી અમુક જરુરિયાત નો વિવેકપૂર્વક ઉપયોગ કરીશું તો આપોઆપ જ થોડીઘણી સમસ્યાઓ હલ થઈ જશે. આપણે પણ મોંઘવારી માં પૈસાની બચત ની મજા લઈને મોંઘવારી હલ કરવાનાં ઉપાયો શોધવાની કોષિશ કરીએ.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED