Sachi Madad books and stories free download online pdf in Gujarati

સાચી મદદ

નીલ અને ખુશી એક સરકારી સ્કૂલ માં જોબ કરી રહ્યા તે દરમિયાન બંને ને પ્રેમ થયો ને લગ્ન પણ કરી લીધાં.

નીલ અને ખુશી બંને નું લગ્ન જીવન ખુબ સુખી . તેમને બે બાળકો હતાં , બંને હોશિયાર , અને સંસ્કારી . દાદા દાદી પણ સાથે જ રહે , એક હર્યું ભર્યું ઘર હતું એમનું . 

રાત્રે બધા સાથે સોફા પર બેઠા ત્યારે નીલે કહ્યું ,"આ વખતે વેકેશન માં કાશ્મીર નો પ્રવાસ કરવા જવાનું નક્કી કરું છું , આ વખતે આપણે બધાજ સાથે જવાનું છે ; સોફા પર બેસેલા બધા ના ચહેરા પર ખુશી નું મોજું ફરી વળ્યું ; 

નીલે કહ્યું કે આશરે એક લાખ રૂપિયા નો ખર્ચ થશે પણ મારા બચત ના પૈસા થી આરામ થી જવાશે . બધાજ વેકેશન ક્યારે આવે તેની રાહ જોવા લાગ્યા . 

નીલ ના એપાર્ટમેન્ટ માં દૂધ વેચવા માટે યુનુસ ચાચા આવતા હતા અને એમની સાથે એમનો ૫ / ૬ વર્ષ નો પૌત્ર પણ આવતો હતો ; આખા એપાર્ટમેન્ટ વાળા સાથે યુનુસ ચાચા ને ખુબ ફાવતું અને હંમેશા એ બધા ની ખબર અંતર પૂછતા રહેતા ;અને  ખાસ કરીને ખુશી અને દાદા દાદી સાથે ખુબ લગાવ હતો .છેલ્લા ચાર પાંચ દિવસ થી યુનુસ ચાચા દેખાય નહિ એટલે ખુશી એ નીલે ને કહ્યું " સહેજ યુનુસ ચાચા ના ખબર લઇ આવોને , થોડી ફિકર થાય છે ; 

નીલે કહ્યું કાલે રવિવાર છે હું સવારે એમના ઘરે જઈ આવીશ . બીજા દિવસે નીલ યુનુસ ચાચા ના ઘરે ગયો તો યુનુસ ચાચા હાથમાં થેલી લઇ ને બહાર નીકળતા હતા , નીલ ને જોઈને કહ્યું આવ બેટા અંદર આવ , નીલ અંદર ગયો તો ચાચા નો પૌત્ર પલંગ પર સૂતો હતો અને એના અબ્બા એના માથા પાર ઠંડા પાણી ના પોતા મુકતા હતા ; નીલ નો હાથ પકડીને યુનુસ ચાચા બહાર લઇ આવ્યા અને કહ્યું , બેટા મારા પૌત્ર ને હૃદય માં કાણું ડિટેકટ થયું છે અને એનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે પરંતુ એનો ખર્ચ આશરે ૩ લાખ રૂપિયા છે તે પૈકી ૨ લાખ સરકારી સહાય દ્વારા મળી જાય તેમ છે પણ બાકીનો એક દોઢ લાખ ક્યાંથી લાઉં તેની વ્યવસ્થા માં પડ્યો છું ; ઘરે બધાને સલામ કહેજે . કહીને ચાચા દવા લેવા ચાલ્યા ગયા ;

નીલ પાછો અંદર ગયો અને છોકરા ના માથા પાર હાથ મૂકીને એક લાગણી ભરી નજર દોડાવી . 

રાત્રે બધા જમવા બેઠા તો નીલે યુનુસ ચાચા ના પૌત્ર વિષે વાત કરી . બધા ગમગીન થઇ ગયા . બીજા દિવસે દાદાએ નીલ અને ખુશી ને બોલાવીને કહ્યું ; જો તમને યોગ્ય લાગતું હોય તો એક વાત કહું ; નીલે તે જમા કરેલ રૂપિયા યુનુસ ચાચા ને આપી આવીયે ; આપણે બે ત્રણ વરસ પછી પ્રવાસ પર જાશું ; 

ખુશી ની આંખોમાં પાણી આવી ગયા અને કહ્યું ; ગઈ કાલે રાત્રેજ અમે તો નક્કી કરી લીધું હતું કે પ્રવાસ ના રૂપિયા ચાચાને આપી દઈએ . નીલ બીજાજ દિવસે યુનુસ ચાચા ના ઘરે પોહોંચી ગયો અને જોયું તો ચાચા નમાઝ પઢીને ઉભા થયા હતા તેમના હાથમાં સવા લાખ ની રકમ આપી દીધી અને કહ્યું કે તમારા પૌત્રનું તાત્કાલિક ઓપરેશન કરાવી દો . યુનુસ ચાચા ગદ્દગદ્દ થઇ ગયા અને નીલ ને ભેટી પડ્યા અને ભીના અવાજે દુઆ આપી કે તમારા જેવા સજ્જનો ને ઉપરવાળાએ ફરિશ્તા ના રૂપ માં અમારા ત્યાં મોકલ્યા છે , તમારું અને તમારા ખાનદાન નું ખુબ ભલું થાય એવી દુઆ કરું છું . 

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED