સારવાર Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સારવાર

એક કાર એક ચા ની કેન્ટીન પાસે ઊભી રહી. તેમાંથી એક સાહેબ નીચે ઉતર્યા ડ્રાઈવિંગ કરી ને થાકી ગયા હતા તેને આ જગ્યા  થોડા સમય માટે સુવા અને આરામ કરવા માટેનું યોગ્ય સ્થળ લાગ્યું.

થોડા સમયમાં, એક છોકરો ત્યાં આવ્યો ને તે  છોકરાએ એક ગ્લાસ માં ચા પેલા સાહેબ ને આપી. ચા થોડી ઠંડી હતી પણ તે છોકરા ના ભાવ જોઈ તે સાહેબે ચા પીધી. 

સાહેબ થોડી વાર બેસી રહ્યા ત્યાં ફરી તે છોકરો સાહેબ પાસે આવ્યો ને સાહેબ ને કહ્યું ચા પીશો. સાહેબે ના પાડી. પછી સાહેબે આતુર તાથી ધ્યાન સાથે છોકરાને જોયું.  લગભગ દસ વર્ષ નો હતો, ગરીબ હતો એટલે ગંદા કપડા પહેર્યા હતા.  ઠંડી ના દિવસો હોવા છતાં તેણે માત્ર એક શોર્ટ્સ અને શર્ટ પહેર્યો હતો.  અને તે ફરીથી અને ફરીથી તે તેનો જમણો પગ વાળતો હતો.  જ્યારે તેણે છોકરાના પગ પર કાળજીપૂર્વક નજર કરી, તો તેણે શોધી કાઢ્યું ત્યાં એક મોટો ઘા પગ માં હતો.

સાહેબે તરત વિચાર્યું કે આ ઘાને લીધે છોકરાનો પગ પણ કાપી નાખવો પડી શકે તેમ છે.  તેણે છોકરાને સારવાર વિશે પૂછ્યું.  છોકરાએ કહ્યું કે તેણે થોડી વારમાં બે વખત દવાઓ લીધી હતી.  તેણે તરત જ તેની કારમાંથી એક મેડીસીન બોક્સ કાઢ્યું. તે બોક્સ માંથી પાટો અને મલમ  તે છોકરાના પગ પર લગાડી ને બાંધી દીધો. ને થોડી દવા આપી ને તેનું કાર્ડ આપ્યું ને કહ્યું જરૂર પડે તો ફોન કરી મારી પાસે આવી જાજે. તેમ કહી તે સાહેબ કાર માં બેસી ને નીકળી ગયા.

 એક મહિનો થયો ત્યાં તે સાહેબ ફરી ત્યાં થી નીકળ્યા તે જગ્યાએ કાર ઊભી રાખી ને તે કેન્ટીન પાસે જઈ જોયું તો તે છોકરો ત્યાં હાજર ન હતો. સાહેબે ત્યાં રહેલો માણસ ને પૂછ્યું પેલો છોકરો કેમ દેખાતો નથી. તેણે કહ્યું તેનો પગ દુઃખે છે એટલે ઘરે છે. ફરી સાહેબે પૂછ્યું સારવાર ચાલુ છે ?
સાહેબ પૈસા વગર સારવાર ક્યાં કરવા જોઈએ.

તરત સાહેબે તે છોકરા ના ઘર નું સરનામું લીધું ને કાર માં બેસી ને તે ગામ ગયા. તેનું ઘર શોધવા થોડી તકલીફ થઈ પણ આખરે ઘર મળી ગયું . ઘર ની અંદર જોયું તો તે છોકરો પથરી માં સૂતો તો ને તેની બાજુમાં તેની માં તેને હવા નાખી રહી હતી.

સાહેબ ને જોઈ તે છોકરો ઊભો થઈ ગયો . સાહેબ તમે અહી.!!
તું અત્યારે ચાલ મારી સાથે હું તને સારી હોસ્પિટલમાં સારવાર અપાવું. માં સાહેબ સામું જોઈ રહી. દીકરાએ કહ્યું બા તે સાહેબ સારા છે તે પહેલાં પણ મને થોડી સારવાર કરી આપી તી.

દીકરા વાતો ન કર જલ્દી ચાલ. દીકરો ચાલી શકતો ન હતો એટલે સાહેબે તેને તેડી ને કાર માં બેસાડ્યો ને કાર શહેર તરફ રવાના થઈ.

સારી હોસ્પિટલમાં તે છોકરાને દાખલ કર્યો. પગ બચાવવા ઓપરેશન કરવું પડે તેમ હતું. સાહેબે ડોક્ટર સાહેબને પૈસા ની ચિંતા ના પાડી ને સારવાર જલ્દી શરૂ કરવા કહ્યું. ડોકટર સાહેબ તેનું ઓપરેશન શરૂ કરું ને તે ઓપરેશન સફળ રહ્યું. સાહેબ પૈસા જમાં કરીને નીકળી ગયા.

થોડા દિવસ પછી તે છોકરા ને હોસ્પિટલમાં રજા આપવામાં આવી રહી હતી પણ પેલો છોકરો સાહેબ ની રાહ જોઈ રહ્યો હતો. હોસ્પિટલમાં થી જેવો ચાલી ને બહાર જાય છે ત્યાં સામે એક કાર આવી ઊભી રહી તેમાં થી તે સાહેબ જેવા દેખાયા ત્યાં તે છોકરો દોડ્યો ને તે સાહેબ ને ભેટી પડ્યો.

જીત ગજ્જર