રુઈકા બોજ ફિલ્મ રિવ્યુ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુઈકા બોજ ફિલ્મ રિવ્યુ

દૂરદર્શન પાર હમણાં જ ફિલ્મ 'રુઈ કા બોજ' જોઈ.
રૂ ની ગાંસડી વજનમાં ખૂબ હળવી હોય પણ જો પાણી પડી ભીની થઇ જાય તો વજનદાર થઈ જાય.
એક વિધુર થઈ પુત્રને સહારે જીવતા વૃદ્ધની વાત.
અલગ અલગ ચારેય પાયા વાળો ખાટલો, પુત્રનાં લગ્ન વખતે સિવડાવેલી કફની, પૌત્રને બંડીનું ખીસું ફન્ફોસી અપાતી આઠ આની વ. ઘણું કહી જાય છે.
વૃદ્ધ શરીરે ધીમેં ધીમે અશક્ત થઈ રહ્યો છે પણ ખુમારી એવી જ છે.
દીકરો પિતા તરફ લાગણી ધરાવે છે પણ વહુને ધીમે ધીમે ડોસો ભારે પડવા લાગે છે. વાત ન સાંભળવી, ડોસાનું પહેલાં વહુને ખાટલો બહાર મુકવા કહી પછી ન ઊંચકાય તો પણ ઢસડી બહાર મુકવો વ.
વૃદ્ધ એક નું એક ખાઈ કંટાળી જાય છે અને મકાઈના રોટલાની માંગ કરે છે તો એમ તો હલવો પણ માંગશે. પેટ પછી ઝાડા કર્યા કરશે કહી વહુ દહીં ભાત મોકલે છે. વૃદ્ધ ખાતો નથી. વહુ રાત્રે નહીં ખાય તો ક્યાં જશે કહી સુઈ જાય છે. વૃદ્ધ કૂતરાં ખાય તો ભલે, મેં નથી ખાધું તે બતાવવા થાળી બહાર મૂકે છે. સવારે એમ બે એમ પડી હોય છે.રાત્રે વારંવાર ઉઠતો વૃદ્ધ પરોઢે આંખ મળતાં સુઈ જાય છે અને પૌત્ર ઉઠાડે છતાં ઉઠતો નથી. વહુ ડોસાને મને હાય લગાડી જ મરવું હતું કહી કૃત્રિમ પોક મૂકે છે ત્યાં ડોસો જાગી જાય છે.
વૃદ્ધને ઘરની પાછળ ક્યારેક ઢોર બાંધતાં ત્યાં સાફ કરી આ દાદાનું ઘર કહી શીફ્ટ કરે છે. પોતરો ઉત્સાહથી કૂદી કૂદીને દાદાના નામની પ્લેટ ઊંચી ખીલ્લીએ લગાવવા બીજા છોકરા ઓએસે તેડાવી લગાવે છે. દાદા પોતાનું મહત્વ નથી એ વિચારે પ્લેટ ઊંઘી ફેરવે, પાછળ કલર ઉખડી શબ પડ્યું હોય તેવું દેખાય છે.
ખમીર વાળો વૃદ્ધ ક્યારેક પુત્ર સાથે ઊંચા અવાજે બોલી બેસે છે. ઘરની પાછળ મુક્યા હોઈ લોકો તમાશો જોવા ભેગા થઈ જાય છે.
એક વૃદ્ધ મિત્ર મળવા આવતાં વૃદ્ધ વહુને તેમનો એક જ કપ ચા બનાવવા કહે છે જે દૂધ નથી કહી વહુ ટાળી દે છે. મિત્ર સમજી જાય છે પણ વૃદ્ધ પોતાની આબરૂ ગઈ જાણી ઝંખવાઈ જાય છે. મિત્ર તેને મૌન રાખી જોવા કહે છે.
મૂંગા રહી સાંભળ્યા કરતાં વૃદ્ધ ગુસ્સો આવતા જોરથી થૂંકી નાખે છે. વહુ અને એકવાર દીકરાને લાગે કે અમારી ઉપર થુંક્યા. જે નીચે તરફ હોય છે.વૃદ્ધને આખરે મૌન તોડવાની ફરજ પડે છે.
મિત્ર જાત્રાએ જાય છે. વૃદ્ધને ગાડાં માં જોડાવા કહે છે પણ વૃદ્ધ પુત્રને પૈસા ખર્ચવા પડે તે માટે બહાનું કાઢી ના પાડે છે.
ગામમાં હડકાયો કૂતરો દોડી કરડે છે તે સાંભળી વૃદ્ધ હવે ક્યારેક છણકો કરી લેતા પૌત્રની ચિંતામાં શેરીમાં દોડી જાય છે.
આખરે વૃદ્ધ હવે ક્યારેય પાછા નથી આવવું એ નિર્ધારે પેલાં યાત્રાધામ.જવા એકલો ગાડું કરે છે. ગાડાં વાળાને પોતાની શિખામણો આપે છે પણ તે અભણ પણ મનની ઘણી વાત સમજી જાય છે.
ઘરનાં ને વૃદ્ધ ઘરનું જે ધ્યાન રાખતો, જે જરૂર હોવા છતાં પુત્રનો ખ્યાલ રાખી લાચાર થઈ મન મનાવતો તે યાદ આવે છે. વહુને સ્ત્રીઓ સાથે નણંદ, નણદોઈ નાં ગીતો ગાતાં પોતે સસરાની હવે કદાચ અલ્પ જિંદગીમાં સેવા નથી કરતી એ વિચારે ક્ષોભ થાય છે. કુટુંબ ના સંબંધો બધાં પાત્રો હોય તો જ પુરા કહેવાય તે સમજે છે.
વૃદ્ધ યાત્રા મુકામે પહોંચવા જ આવ્યો હોય છે ત્યાં વરસાદી કળણ માં ગાડું જશે કે નહીં તે ચકાસવા ગાડીવાળો લાકડી ખોસે છે. વૃદ્ધ સામે જ મંદિર દેખાતું હોવા છતાં ગાડી પાછી વાળવા કહે છે.
બન્ને પક્ષે તેમની સારી અને ક્લેશ ભરી વાતો વારાફરતી યાદ આવે છે. આખરે વૃદ્ધ ગામને પાદર આવી પહોંચે છે.
બિહાર, ઇસ્ટ યુપી (લોકગીતમાં બરેલી વ. નો ઉલ્લેખ છે) તરફ સતત ઠંડી રહેતી હશે એટલે પાત્રો સ્વેટર, બંડી, બહારથી આવે ત્યારે કાન ટૉપી પહેરેલાં બતાવાય છે.
ટિપિકલ થીમ પણ સારી રીતે કહેવાઈ. લોકડાઉન માં સારો ટાઈમ પાસ.
રૂ ની ગાંસડીના ભાર ની વાત સરસ રીતે કહેવાઈ.