એક સુંદર અને નાનકડું રળિયામણું ગામ હતું. તેમાં કોકિલાબેન અને કૈલાશભાઇ નામે પટેલ પતિ પત્ની રહેતા હતાં... કૈલાશભાઈને 100 વિધા ખેતી હતી... સુખી કુંટુંબ હતું. કોકિલાબેન સાથે તેના સાસુ સસરા પણ રહેતા હતાં... લગ્નના પાંચ વર્ષ પછી કોકિલાબેન સારા દિવસો રહ્યા. આખો પરિવાર ખુબ જ આનંદ માં આવી ગયો. ડોક્ટરે કોકિલાબેન ને સંપૂર્ણ આરામ કરવાનું કીધું આથી તેમના સાસુએ ઘરની જવાબદારી લઇ લીધી.
ગામ નાનું હોવાથી સારી સારવાર માટે અને ડીલેવરી સમયે કોઈ મુશ્કેલી ના નડે એ અર્થે કોકિલાબેન ને પોતાના પિયર મોકલી દેવામાં આવ્યા. થોડાં સમય પછી કોકિલાબેન ને સારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને ઓપરેશન કરવામાં આવ્યું. કોકિલાબેને એક ઢીંગલી ને જન્મ આપ્યો. હોસ્પિટલ માંથી કૈલાસભાઈ ને ફોન કરવામાં આવ્યો તો ખુશીના સમાચાર સાંભળીને હૈયુઁ ભરાઈ આવ્યું અને આખો માંથી હર્ષ ના આંસુ આવી ગયાં.
બે દિવસ પછી કોકિલાબેન ને રાજા આપવામાં આવી.. છઠી ના દિવસે દીકરીને નામ સીમા રાખવામાં આવ્યું. સવા મહિના પછી કોકિલાબેન અને સીમાને પિયર માંથી પોતાના ઘરે ગામડે લાવવામાં આવ્યા. નાનકડી સીમા એક હાથ માંથી બીજા હાથમા રમકડાં ની જેમ ફરતી રહેતી. ફક્ત ઘરમાં જ નહીં પણ આડોશ પાડોસ માં પણ સીમા ને રમાડવા બધા લઇ જાય. ખુબ લાડકોડ થી સીમાનો ઉછેર થયો.
સીમા થોડી મોટી થઈ એટલે કૈલાસભાઈ અને એનો આખો પરિવાર પોતાનું ગામ છોડીને શહેરમાં સીમાના અભ્યાસ અર્થે જતા રહ્યા. સીમાને શહેરની ખ્યાતનામ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં એડમિશન કરાવ્યું. સીમા ભણવામાં ખુબ જ હોશિયાર હતી.. પહેલા ધોરણ થી 12 ધોરણ સુધી એનો પ્રથમ નંબર આવ્યો. સીમાને મમ્મી પપ્પા થી દૂર જવું ન હતું. પરંતુ કૈલાસભાઈ અને કોકિલાબેન નું સ્વપ્નું હતું કે એની લાડલી સીમા ડોક્ટર બને અને પોતાના ગામમાં ગરીબ લોકોની સેવા કરે. સીમાએ ખુબ હા ના કાની કરી પણ એનું કઈ જ ચાલ્યું. અને માબાપ પાસે નમતું મૂકી સીમાએ વિદેશમાં ડોક્ટરી લાઈન માટે વિદેશ મોકલવામાં આવી. સીમા ત્યાં ગઈ તો પણ ફક્ત અભ્યાસ તરફ જ ધ્યાન હતું.. પણ એની ફ્રેન્ડ સર્કલ માંથી એક વિદેશી છોકરો પ્રિન્સ સીમા તરફ વધારે રસ લેતો હતો.. સીમા એને ખુબ જ ગમતી હતી.
થોડાં દિવસ પછી પરીક્ષા હતી. આથી પ્રિન્સે સીમા પાસે થી એની બુક વાંચવા લીધી. આમ તે સીમા તરફ ધીમે ધીમે નજીક આવતો ગયો. સીમા સાથે ફોનમાં વાતો કરતો થયો. એની સાથે દોસ્તો કરીને સીમાને પોતાના તરફ એક દિવસ સાવ ખેંચી લીધી. સીમાનું ધ્યાન અભ્યાસ તરફ ઓછું થવા લાગ્યું. અને પ્રિન્સ ને વધારે સમય આપવા લાગી..
સીમા પરિવાર સાથે હવે ખોટું બોલવા લાગી અને સાચી હકીકત છુપાવતી હતી. પણ માબાપ ને સીમા પર જાત કરતા વધારે ભરોશો હતો. પ્રિન્સ ના કહેવાથી સીમાએ આગળનો અભ્યાસ પણ છોડી દીધો કારણ કે પ્રિન્સે સીમાને વાયદો આપ્યો કે હું તને જિંદગીભર સાચવીશ, તારી બધી ઈચ્છઓ પુરી કરીશ. હું તારી સાથે જિંદગી જીવવા માંગુ છું, મારી બનીને મારી સાથે અહીં કાયમી રહીશને?. સીમા એટલી પ્રિન્સ માં ખોવાયેલી હતી કે માબાપ કે પરિવારનો વિચાર કર્યા વગર હા પાડી દીધી..
થોડાં દિવસ પછી બંન્ને જણાએ મંદિરમાં જઈ લગ્ન કરી લીધા. સીમાએ એના માબાપને પણ જાણ ન કરી.. થોડાં દિવસ પછી પ્રિન્સ પોતાના સાચા સ્વરૂપ માં આવ્યો.. રાતના સમયે બીજી કોઈ છોકરી ને સાથે લઇ દારૂના નશામાં ઘરે આવ્યો. સીમાએ આ જોઈને ડરી ગઈ અને પ્રિન્સને કહ્યું, આ બધું સુ છૅ?. આ છોકરી કોણ છૅ?. તેને કેમ અહીં લાવ્યો છૅ?. નાશમાં મસ્ત પ્રિન્સે સીમાને કહ્યું... આ મારી બચપણ ની પ્રેમિકા છૅ.. એને હું તારા કરતા વધારે પ્રેમ કરું છું.. આજ થી તે હવે આ ઘર માં મારી સાથે રહેશે..
સીમા એ પ્રિન્સ ને દારૂના નશા માં રોજ આવતો જોઈ એનું દિલ તૂટવા લાગ્યું.. તે પ્રિન્સ ને નફરત કરવા લાગી. એક દિવસ સીમાએ પ્રિન્સ ને કહ્યું મારે તારી સાથે હવે રહેવું નથી.. મારે મારાં વતન માં મમ્મી પપ્પા પાસે જાવું છૅ.. ત્યારે દારૂના નશા માં હોવાથી સીમા સાથે ખુબ ઝઘડો કરે છૅ અને તેને મારે છૅ.. દિવસે દિવસે સીમા પર માનસિક ત્રાસ ગુજારે છૅ.. પ્રિન્સ ના ઘરમાં સીમા ફક્ત કામવાળી હોય એવી રીતે રહેતી.. ઘર થી કંટાળેલી સીમા પોતાના માટે નાનકડી નોકરી કરવા માંગતી હતી. વારંવાર તે પ્રિન્સ ને કહેતી હતી પણ પ્રિન્સ એને ઘરમાં ગોંઘી ને રાખતો.. સીમા ના માબાપ સાથે પણ સંપર્ક છોડાવી દીધો..
એક દિવસ પ્રિન્સ ને ખબર ના પડે એમ એક દુકાન માં નોકરીએ લાગી..પ્રિન્સ ના આવવાના સમય પહેલા તે ધરે આવી જાતિ. એક દિવસ પ્રિન્સ ઘરે વહેલો આવે છૅ, સીમાને ઘર માં ન જોતા શોધખોળ સરુ કરી દીધી. તપાસ કરતા ખબર પડી કે તે નોકરી કરે છૅ. સીમા જેવી ઘરે આવે છે તો પ્રિન્સ ને ઘર પર જોતા ગભરાય જાય છૅ. પ્રિન્સ સીમાને ખુબ મારે છૅ અને ગુસ્સા માં સીમાના ચહેરા પર એસિડ નાંખે છૅ. એસિડ ની દાહકતા થી સીમા બુમા બુમ પડવા લાગી. સીમાનો આખો ચહેરો દાજી જાય છૅ. સીમા ની એટલીજ ભૂલ કે એ ઉપર વટ થી નોકરી કરવા ગઈ..
સીમાની બુમ સાંભળીને પાડોશી એ ત્યાંની પોલિસ ને ફોન કરીને જાણ કરી.. થોડી જ વાર માં પ્રિન્સ ના ઘરે પોલીસ આવે છે અને પ્રિન્સ ને પોલીસ મથકે લઇ જાય છે, જયારે સીમાને તાત્કાલિક હોસ્પિટલ માં સારવાર આપવામાં આવે છે..
સીમા જેવી ભાન માં આવે છે ત્યારે સાચી હકીકત જણાવીને પ્રિન્સ ની ફરિયાદ કરે છે. પોલીસ દવારા જ્યારે પ્રિન્સ ને પૂછવા માં આવ્યું ત્યારે પ્રિન્સ ફક્ત સીમાના શરીર ને જ પ્રેમ કરતો હતો. સીમા પ્રિન્સ ના હવસ નો શિકાર બની ગઈ હતી..
સીમા ની સારવાર કરાવીને ત્યાંની પોલીસે સીમા ને તેના વતન એના માતાપિતા પાસે જવા રવાના કરી. સીમા વર્ષો પછી માબાપ પાસે પહોંચી.. કૈલાસભાઈ અને કોકિલાબેન ને ભેટી ને સીમા હીબકા ભરીને રડે છે.. ડોક્ટર બંને અને દિકરી આગળ સારી કામયાબી મેળવે એ અર્થે વિદેશ ભણવા માટે સીમાને કૈલાસભાઈ મોકલે છે પણ હવે પસ્તાવો કરે છે કે મારી નજર સામે સીમા ને ભણાવી હોત તો આ દિવસો ના જોવા પડત.. સીમાની દરેક બાબતમાં કૈલાસભાઈ અને કોકિલાબેન પોતાની જાતને દોષિત માને છે.
✍️હેત ભટ્ટ