નાનખટાઈ રેસીપી અમી વ્યાસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાનખટાઈ રેસીપી

ઘરે જ નાનખટાઈ બનાવતા શીખો....એ પણ એકદમ સહેલી રીતે

આપને નાના હતા ત્યારે એટલી બધી નાસ્તા ની આઇટમ નહોતી,અને ત્યારે બિસ્કીટ,નાનખટાઈ એવું જ મળતું , ત્યારે મને યાદ છે અમે નાનખટાઈ નો લોટ ઘરે થી તૈયાર કરીને બેકરી આપવા જતા અને એ લોકો એને બેક કરી આપતા,એટલે એ બહુ જ મોટું કામ લાગતું,અને એવું લાગતું કે ઘરે નાનખટાઈ બનાવી જ ના શકાય , એના માટે બહુ અનુભવ ને બહુ સાધનો ની જરૂર પડતી હશે ને બેકિંગ ઘરે કેમ કરી શકાય ????? અને ત્યારે એટલી જલ્દી જલ્દી થઇ પણ જાતી ના હતી , બકરી વાળા ની અનુકૂળતા મુજબ વારો આવે અને ત્યાં સુધી તો જબરદસ્ત રાહ જોઈને હાલત બગડી જાય....😅😅😅😅 એમાં પણ ચોકલેટ અને જામ વળી નાનખટાઈ નો તો કોઈ વિકલ્પ જ નહોતો....સાદી જ નાનખટાઈ મળતી. પણ હવે એવું જરાય નથી....

નાનખટાઈ અથવા કૂકીઝ એ નાના મોટાં બધા ને ભાવતી હોય છે, બાળકો ને તો એ બહુ જ ભાવતી હોય છે. મોટા ભાગે આપણે એ બહાર થી લેવાનું પસંદ કરીએ છીએ, કારણ કે આપણા ને લાગે છે કે એ બહુ જંજટ વાળું કામ છે,પણ શું તમે જાણો છે એ ઘરે બનાવવી પણ બહુ જ સહેલી છે.

ઘણા દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે, નાસ્તા માં અથવા તો બાળકો ને ડબ્બા પણ ભરીને આપી શકાય છે.અને એના ઘણા બધા વિકલ્પો મલી સકે છે...અને જલ્દી બની પણ જાય છે..... બાળકો ને ખુશ ખુશ કરવાની રીત જોઈ લઈએ....

તો ચાલો જલ્દી જલ્દી એની રેસીપી અને સામાન નોંધી લો.નાનખટાઈ બનાવવા માટે તમને જોઈશે.

- ૧૦૦ ગ્રામ મેંદો
- ૧૦૦ ગ્રામ બેસન
-૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
- ૫૦ ગ્રામ જીણો રવો
- ૪ મોટા ચમચા ઘી
- સમારેલા બદામ પિસ્તા ૫-૫ નંગ

રીત :- બધા લોટ ને ચાળી મિક્સ કરી લો,પછી એમાં ઘી અને ખાંડ ઉમેરી થોડો કડક પરોઠા જેવો લોટ બાંધો, લોટ સુકો લાગે તો ૧-૨ ચમચા દૂધ ઉમેરી શકાય,પછી નાના નાના પેડા બનાવો,એટલા લોટ માં થી ૧૦-૧૨ બનશે.એક નાની ડિશ માં મૂકો.અને એના પર સમારેલા પિસ્તા બદામ ઉપર વચ્ચે લગાવો, ટૂટી ફ્રૂટી પણ વાપરી શકાય.

હવે એક જાડા તળિયા વાળું વાસણ ગેસ પર ગરમ કરવા મૂકો,૧૦ મિનિટ ગરમ થાય એટલે,એમાં એક સ્ટીલ નું સ્ટેન્ડ મૂકી, નાનખટાઈ મુકેલી ડિશ સાચવીને મૂકી દો,હવે એ વાસણ ને ઢાંકી દો અને ૩૦-૩૫ મિનિટ સુધી માધ્યમ આંચ પર થવા દો,પછી ગેસ બંધ કરી દો,અને ડિશ બહાર કાઢી ઠંડુ થાય પછી બધી નાનખટાઈ કાઢી લો તૈયાર છે સ્વાદિષ્ટ નાનખટાઈ હવે એને એક હવા ચુસ્ત ડબ્બા માં ભરી લો, આ નાનખટાઈ ૮-૧૦ દિવસ સુધી સારી રેહશે.

નોનસ્ટિક માં પણ બનાવી શકાય,ખાંડ વગર ના મીઠા વાળા ચા સાથે ખાવાના કૂકીઝ પણ બનાવી શકાય.તમે એકલા,રવા,બેસન કે મેંદા ની પણ બનાવી સકો છો,બજાર કરતા સસ્તી અને સ્વસ્થ પૂર્ણ અને જલ્દી બની જાય છે.

- ચોકલેટ વાળી ભાવતી હોય તો ચોકલેટ ચિપ્સ,અને કોકો પાઉડર પણ વાપરી શકાય છે.સુકો મેવો અંદર પણ મિક્સ કરીને વાપરી શકાય.કોકો પાઉડર ૨ ચમચી લેવાનો,અને ચોકલેટ ચિપ્સ લોટ માં અંદર જ મિક્સ કરી દેવાની અથવા ઉપર ગાર્નિશ કરવાનુ.

- રંગબેરંગી મીઠી ગોળીઓ , ખાંડ, કોપરું, મેથી, બટર,વગેરે સુંદર જાત જાતની બનાવી શકાય છે. ઓવન વિના પણ ગેસ પણ બહુ જ સાદી રીતે બનાવી છે.

તો મિત્રો,ઘરે બનાવો અને તમારા અનુભવો શેર કરજો.બીજી રેસીપી માટે જણાવજો.