સૂકી ત્વચા
- સૂકી ત્વચા માટે મધ શ્રેષ્ઠ છે,એને દરરોજ સાફ કરેલા ચહેરા પર ૧૦ મિનિટ લગાવી રાખો અને પછી પાણી થી ધોઈ નાખો,એના થી ચહેરો ચમકતો થશે,ખીલ અને બીજા નિશાનો ગાયબ થઈ જશે.
- ૧ ચમચી મિલ્ક પાવડર લગાડવાથી પણ સૂકી ત્વચા માં સરસ કસાવ અને ચમક આવે છે.
- ૧ ચમચી બદામ નો પાઉડર દૂધ માં મેળવી ને લાગવા થી ત્વચા ની કરચલીઓ રોકશે,અને ચમક લાવશે.
-૧ ચમચી બેસન,દૂધ ની મલાઈ,ચપટી હળદર,અને ૧ ચમચી ગુલાબજળ મિક્સ કરીને લગાવો અને સુકાઈ જાય એટલે ધોઈ નાખો,એવું સપ્તાહ માં ૨ વાર કરવા થી ચહેરા નો રંગ નિખરશે અને સુંદર લાગશે.
- સૂકી ત્વચા માટે કાચું દૂધ ઉત્તમ છે,એના થી દરરોજ ચહેરો સાફ કરવાથી,ત્વચા સુંદર બને છે,અને સૂકી રહેતી નથી.
તૈલી ત્વચા
- એલો વેરા જેલ, કુંવારપાઠું લઇ ને દરરોજ લગાવી,૨૦ મિનિટ પછી ધોઈ નાખવા થી રોમછિદ્રો માં થી તેલ આવતું ઓછું થઈ જશે,ત્વચા સાફ બને છે.
- ઍલો વેરા જેલ ગરમ પાણી માં નાખી ને વરાળ લેવા થી ચહેરો સાફ થાય છે,ખીલ થતાં અટકે છે.
- દરરોજ બેસન થી ચહેરો ધોવા થી વધારા નો કચરો,તેલ નીકળી
જઈને ચહેરો ચમકીલો બનશે,ખીલ, કાળા ડાઘ વગેરે મટી જશે.
- ૧ ચમચીચોખા નો લોટ,દહી મિક્સ કરીને લગાવવા થી ચામડી સાફ બને છે અને રંગ નિખરે છે.
ડાઘ ધબ્બા દૂર કરવા માટે
- એક ચમચી દૂધ,અડધી ચમચી મધ,પા લીંબુ નો રસ,ગુલાબજળ મિક્સ કરીને લગાવો અને ૨૦ મિનિટ પછી ધોઈ નાખો,આવી રીતે સપ્તાહ માં ૨ વાર કરવા થી ધીરે ધીરે ડાઘ ધબ્બા ઓછા થવા લાગે છે.
- અડધું ટામેટું કાપીને ચહેરા પર ઘસવાથી ચહેરો કાંતિમય બને છે.
- એક નાનું બટેટું ખમણી ને તેનો રસ ચહેરા પર લગાવી રહેવા દેવો,૧૫ મિનિટ પછી ધોઈ નાખવું,દરરોજ કરી શકાય,ચહેરા ના ડાઘ,ધબ્બા વગેરે સાફ થઈ ને ચોખ્ખી ચામડી થશે.
- ગ્રીન ટી પીધા પછી,અથવા તો ગ્રીન ટી બેગ પાણી માં પલાળી લઈ,એ પાણી થી ચહેરો ધોવાથી,ટી બેગ ના પાઉડર ને પાણી માં મિક્સ કરીને ચહેરા પર લગાડવા થી ડાઘ ધબ્બા માટે છે અને ચહેરો કાંતિમય બને છે,તે પાણી નો બોટલ ભરી ને સ્કિન ટોનર તરીકે પણ વપરાશ કરો શકાય.
- ગુલાબ જળ માં લીંબુ નો રસ મેળવી ને લગાડવાથી ચહેરો ચમકીલો બનશે.
- અલો વેરા જેલ માં કાકડી નો રસ મેળવી લગાવવા થી ડાઘ ધબ્બા દૂર થશે.
- ૧ ચમચી કાચા દૂધ માં ચપટી હળદર મેળવી ને ચહેરા પર લગાવવું,સુકાયા પછી ધીમે ધીમે પાણી છાંટી ને મસાજ કરતા કરતા સાફ કરવા થી ત્વચા નો રંગ નિખરશે અને કાંતિ વધશે.
સંવેદનશીલ ત્વચા માટે -
- અલો વેરા જેલ ત્વચા ને ઠંડક આપે છે, બળતરા,લાલાશ, ખંજવાળ માં રાહત આપે છે,દરરોજ લગાવી શકાય છે, ફ્રિજ માં મૂકી રખી શકાય.
- કાકડી નો રસ લગાવવા થી ઠંડક મળે છે.
- દરરોજ ગુલાબજળ લગાવી ૧૦ મિનિટ રહેવા દેવા થી બળતરા મટશે.
- લીંબુ નો વપરાશ ટાળવો.નારંગી ની છાલ નો પાઉડર દૂધ માં નાખી ને વાપરવાથી ત્વચા સુંદર ચમકીલી બનશે.
- શુદ્ધ ચંદન પલાળી ને લગાવી સુકાય એટલે ધોઈ નાખવું, ત્વચા ને ઠંડક આપશે અને,સાફ બનાવશે.