ચશ્મા ઉતારો સહેલાઇ થી અમી વ્યાસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચશ્મા ઉતારો સહેલાઇ થી

નંબર ના ચશ્મા ઉતારો - સફળ અને સુરક્ષિત,અને અજમાવેલા ઉપાયો

મિત્રો,

નંબર ના ચશ્મા આવે,એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે.મને પોતાને વર્ષો થી નંબર છે ૫-૫ બંને આંખ માં,અને ચશ્મા ના લીધે કેટલું હેરાન થવાય એ મને ખબર છે.દરેક વસ્તુ માં બહુ ધ્યાન રાખવું પડે છે.

- ચશ્મા સતત સાચવીને જોડે જ રાખવા પડે,વધુ નંબર હોય તો આખો દિવસ પહેરવા પડે.
- વરસાદ માં પલળીે શકાય નહિ,બાકી કઈ દેખાય નહિ.
- સ્ત્રી ઓ ને તો પ્રસંગોપાત મેક અપ, સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પાછા ચશ્મા પહેરવાના,અથવા લેન્સ હોય તો અમુક ને જ ફાવે બાકી પહેરી શકાય નહિ.
- ચશ્મા ક્યાંય મુકાય જાય તો જલ્દી ચશ્મા વિના મળે નહિ.
- ૩ D ફિલ્મ જોવા જઈએ તો શું કરવું ???😡😅
- નાના બાળકો રમતા રમતા ચશ્મા ફેંકી દે.😡🙄🙄
- લોકો મજાક ઉડાવે,હવે તો ચશ્મા સ્ટાઇલ સ્ટેટમેન્ટ ગણાય છે પણ જો શોખ થી પહેરીને તો મજા આવે.
- ચશ્મા વિના કોઈ દૂર થી દેખાય,હસે, રડે,ઈશારો કાઈ કાઈ ખબર પડે નહિ.😡😡 બોઘા જેવું ફીલ થાય.😅😅😅😅

- દર વર્ષે નંબર ચેક કરાવવના,ગ્લાસ બદલવાના,ધ્યાન રાખવાનું , ગમે ત્યારે ગ્લાસ તૂટે તો એક પેર એક્સ્ટ્રા રાખવી પડે.

- અને ચશ્મા હોવા થી દેખાવ અને પરસનાલિટી પર પણ અસર તો પડે જ છે.

એવું ઘણું બધું છે .....

હવે વાત કરીએ એને ઉતારવાના ઉપાયો ની.....મિત્રો દરેક ઉપાય સતત અને શ્રદ્ધાપૂર્વક કરવા થી જ પરિણામ મળશે.

- નંબર ઉતરવાનું ઓપરેશન વર્ષો થી થાય છે,ઘણા લોકો કરાવે છે,અને સફળ પણ છે,પણ ઘણા બધા લોકો ને ઓપરેશન થી ડર લાગે છે,અથવા પરવડતું નથી,અથવા ભવિષ્ય માં શું એ પ્રશ્નો થાય છે.
- લીલાં ધાણા ના પાન ધોઈને એનો રસ ૨-૨ ટીપાં બંને આખો માં દિવસ માં બે વાર નાખવો.
- સાકર,બદામ,વરિયાળી બધું સરખા ભાગે લઈ પીસી નાખવું અને દરરોજ રાત્રે ૧ ગ્લાસ દૂધ સાથે લેવું,થોડા મહિનાઓ માં નંબર ઉતરવા માંડશે.
- ત્રિફળા ચૂર્ણ ૧ ચમચી રોજ પાણી માં પલાળી,સવારે ચોખ્ખા કપડાં થી ગાળી ને એના થી આંખો ધોવી.
- ચોખ્ખું મધ દરરોજ આંખ માં આંજવાથી આંખો સુંદર અને તેજસ્વી બને છે.

- આમળા નો ઉપયોગ કરી, લીલા , સૂકા,મુરબ્બો ,ચ્યવનપ્રાશ,આમળા નો રસ વગેરે અલગ અલગ રીતે આમળા નું સેવન કરવાથી પણ આંખો અને દ્રષ્ટિ સુધરે છે.
- મિત્રો, આ ઉપાય કદાચ સુગ્ ચડે એવો લાગશે પણ સાચે જ બહુ જ અસર કારક છે અને એમાં તમારે કોઈ ખર્ચ નથી કરવાનો,કોઈ આડઅસર પણ નથી અને અચૂક પરિણામ છે.સવારે ઊઠો ત્યારે તમારું વાસી થુંક,મોઢા ની જ લાળ હોય એ દરરોજ મોઢું સાફ કર્યા વિના, આંગળી માં લઈને અંજન ની જેમ બંને આંખો લગાવો,અને પછી ૫-૭ મિનિટ આંખો બંદ કરી દો, આવું કરવાથી થોડા મહિના ઓ મા જ ફરક દેખાવા લાગશે,જે પ્રમાણે તમારા નંબર હશે એ પ્રમાણે થોડો વધુ ઓછો ટાઈમ લાગી સકે છે,પણ અચૂક કરવા જેવો ઉપાય છે. - મે કરેલો છે,અને ૨ મહિના સતત કરવાથી મારે ૦.૪૫ નંબર જમણી આંખ માં ઉતર્યો છે,હજુ પ્રયાસ ચાલુ જ છે. આપણ લાળ મા અંન્ટીબેક્ટરિયલ તત્વ હોય છે,એમાં કોઈ જ બળતરા, આડઅસર,તકલીફ થતી નથી.એકદમ સુરક્ષિત ઉપાય છે.

મિત્રો, આ બધા નિર્દોષ ઉપાયો છે,એના થી કોઈ જ જાતનું નુકસાન થતું નથી,તો તમે ચોક્કસ try કરજો અને મને પરિણામ જણાવજો.અને તમારા પ્રતિભાવો પણ જણાવજો જે થી કરીને મને આગળ લખવાનું બળ મળે.