Shu tamne kyarey gusso aave che? books and stories free download online pdf in Gujarati

શું તમને ક્યારેય ગુસ્સો આવે છે ?

અત્યારે મને બોલાવતા નહિ હો,મારું મગજ ફરી ગયું છે,એવું સાંભળ્યું જ હશે તમે.

ગુસ્સો વારે વારે આવે છે ??કેમ ???

ગુસ્સો આવવો નોર્મલ છે,બધા ને આવતો હોય છે પણ એ જો વારે ઘડીએ આવી જતો હોય,નાની નાની વાતો પર આવી જાય,અને ઘડી માં જાય નહિ તો બહુ બધા નુકસાન થઈ શકે છે.

આપને બધા આ જાણીએ તો છીએ પણ જ્યારે એકચ્યુલી કઈ ગમે નહિ એવું થઈ જાય,કોઈક અપમાન કરી નાખે,કોઈક ખોટું કામ કરે,કોઈક અપેક્ષા મુજબ વર્તે નહિ ત્યારે કન્ટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે.પણ મિત્રો,જો એ કન્ટ્રોલ ના થાય તો ઘણી બધી વાર જીવન ની દિશા બદલી જતો હોય છે.

ગુસ્સા થી થતું નુકસાન

- તબિયત બગડે,લોહી નું દબાણ,લકવો વગેરે રોગો થઈ સકે.
- ચહેરા પર તણાવ ની અસર થી કરચલીઓ પડી જાય છે.
- સબંધો બગડે છે.
- કામ પર અસર પડે છે.
- ક્યાંય ગમતું નથી,અને રડવું પણ આવી જાય,ડિપ્રેશન પણ આવી સકે.
- પોતાને અથવા બીજાને શારીરિક નુકશાન થાય તો જીવન ભર હેરાન થઈ જવાય,આર્થિક,સામાજિક તકલીફો થાય.
- જીંદગી ભર નો પસ્તાવો થાય.સામાજિક મુશ્કેલીઓ વધે
- અરે જો ગુસ્સા પર કાબૂ ના રહે તો અમુક રીત ની નોકરીઓ પણ નથી મળતી.

"કહેવાય છે કે જે ગુસ્સા ની એક પળ ને કાબુ કરી સકે છે એ પસ્તાવા ના હજારો કલાકો બચાવી સકે છે."

એક ભાઈ લોખંડ ના કારખાના માં કામ કરતા હતા,એમનું કામ જાડા સળિયા બનાવવાનું હતું,એક વખત કોઈ વાત પર એમની જોડે ના ભાઈ પર ખૂબ ગુસ્સો આવ્યો એમને ગુસ્સા માં એમણે એના ગળા માં એક જાડો સદીઓ લઈને ફરતો વળી નાખ્યો, ગોળ ગોળ ફેરવી પહેરાવી દીધો,જે સળિયો બે માણસ માંડ માંડ ઉપાડી સકે એ ભાઈ એ ગુસ્સા માં એને વાળી નાખ્યો,હવે થોડી વાર થઈ એટલે એમનો ગુસ્સો ઉતરી ગયો,પેલા ભાઈ એ કીધું હવે ગળા મા થી સળિયો કાઢો,તો એને જવાબ આપ્યો કે ભાઈ હવે તો એ ફરી ગુસ્સો આવે ત્યારે જ કાઢી શકાય 😅 લે આ તો ભારે કરી...

કેમ કે ગુસ્સા માં માણસ પોતાની ક્ષમતા કરતા વધુ કામ કરી સકે છે,ઝડપ વધી જાય છે,જોશ વધી જાય છે,ઘણી વાર તો ધાર્યા કરતા સારું કામ પણ કરી સકે છે.પણ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે ગુસ્સા ને કાબુ કરો અથવા એને સારી દિશા માં વાળો.તમે કહેશો,સલાહ આપવી બહુ સહેલી છે પણ જાતે કરવું બહુ અઘરું,પણ અમુક સુંદર ઉપાયો છે,જે કરવાથી તમારે કઈ ગુમાવવાનું તો છે જ નહિ પણ કદાચ તમને ગુસ્સો શાંત કરવામાં મદદ મળી જાય.

ગુસ્સો અને એના થી થતી આડઅસરો થી બચવા ના ઉપાયો -

- સૌ પ્રથમ ગુસ્સા નું મૂળ જાણવાનો પ્રયાસ કરો,કઈ વાત થી તમને ગુસ્સો આવે છે,કઈ પરિસ્થિતિ,સમય, વાતાવરણ,વિચારો,લોકો થી તમને તણાવ અનુભવાય છે? એ જાણવાથી જ ૫૦% પ્રશ્ન હલ થઈ જશે.

- ત્યાર બાદ જ્યારે પણ ગુસ્સો આવે,એટલું જરૂર વિચારો કે આ સમય જતો રહ્યા પછી પસ્તાવા નો વારો આવી સકે છે,કારણ કે ગુસ્સા માં આપને કઈ પણ બોલી કે વર્તી નાખીએ પણ સામે વાળા ના મંત પર એ હંમેશા માટે અંકાઈ જવાનું છે.
- બની સકે કે આપને કોઈ ને માનસિક કે શારીરિક ઇજા પણ પહોંચાડી દઈએ અને પછી આપણને બહુ જ અફસોસ થાય પણ પછી કઈ કરી ના શકીએ.
- એટલે એ સમય પર જ કામ કરવું પડે.
- આંખો માં ઠંડુ પાણી છાંટો,એ ના થી રેલેક્સેશન અનુભવશે,ઠંડુ પાણી પીઓ.
- શકય હોય તો એ જગ્યા થોડીવાર માટે પણ છોડી દો.
- તમને ગમતું સંગીત સાંભળો.
- ગમતું વ્યક્તિ સાથે વાત કરો.
- ગમતું સાહિત્ય વાંચો.
- ગમતા ફોટા જુવો.
- ગમતા લોકો સાથે વાતો કરો,સહુ થી સરસ જો ઘર માં નાનું બાળક હોય તો એને રમાડો,ગુસ્સો છું થઈ જશે.
- સારું ગમતું સર્જનાત્મક કામ કરો.
- ૧-૧૦ ગણો અને ઊંડા શ્વાસ લો.
- ઘર કે કબાટ સાફ કરવા માંડો.
- વિચારો કે માટે આ સમય પર કઈ જ પ્રતિભાવ નથી આપવો અમે કન્ટ્રોલ કરવો જ છે,જે થી કરીને આગળ જઈને કોઈ ને પણ લઈ તકલીફ ના પડે.

મિત્રો,અઘરું છે પણ અશક્ય નથી તો જરૂર કોશિશ કરજો અને તમારા પ્રતિભાવો જણાવજો એટલે મને વધુ લખવામાં મદદ મળે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED