Contagion - 2011 - ફિલ્મ રિવ્યૂ અમી વ્યાસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Contagion - 2011 - ફિલ્મ રિવ્યૂ

મિત્રો,

ફિલ્મ : કંતાજીઅંન - Contagion - ૨૦૧૧
નિર્દેશક : Steven Soderberg

લોક ડાઉન દરમ્યાન એક મેડિકલ થ્રિલર અમેરિકન ફિલ્મ જોઈ.....જે આવા એક વાયરસ પર આધારિત છે....

થોડા દિવસો પહેલા આ ફિલ્મ વિશે દિવ્ય ભાસ્કર ની પૂર્તિ માં એક લેખ આવેલો, એ વાંચી ને એ ફિલ્મ જોવાની ઈચ્છા થઈ,અને સદભાગ્યે ઓનલાઈન એ ફિલ્મ મલી ગઈ અને જોઈ.....સરસ ફિલ્મ છે મિત્રો,એક વાર ચોક્કસ જોવી જોઈએ....

વાર્તા - હોંગકોંગ ગયેલી એક સ્ત્રી અમેરિકા પાછી ફરતા વખતે વચ્ચે સમય મળતાં એના જૂના પ્રેમી ને શિકાગો માં મળે છે અને સાથે થોડો સમય વિતાવે છે....અને પછી પોતાના ઘરે મીનેપોલીસ જાય છે,બે દિવસ પછી અચાનક ઘર માં એ પડી જાય છે અને એના પતિ એને હોસ્પિટલ લઈ જાય છે,ત્યાં એનું મૃત્યુ થાય છે પણ કારણ જાણી શકાતું નથી,એના પતિ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે ખબર પડે છે કે એમનો નાનો દીકરો પણ મૃત્યુ પામ્યો હોય છે,હવે એના પતિ ને થોડા દિવસ હોસ્પિટલ માં કોરેંતીને કરવામાં આવે છે,પછી ખબર પડે છે કે એમની રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને કોઈ ચેપ નથી એટલે એમને ઘરે જવાની છુટ આપવામાં આવે છે, એ પોતાની સાવકી દીકરી સાથે ઘરે જાય છે.ઘરે પણ એ લોકો બધા થી અલગ જ રહે છે....આસપાસ ના લોકો ને મળવાનું ટાળે છે...
બીજી બાજુ દેશ માં જુદી જુદી જગ્યા એ લોકો ને શરદી,ઉધરસ,કફ,ગાળામાં દુખાવો વગેરે ની તકલીફો દેખાય છે અને અમુક લોકો તુરત જ મોત પામે છે..અમેરિકા ની સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંલગ્ન સંસ્થાઓ પોતાના પ્રતિનિધિઓ ને વધુ માહિતી એકઠી કરવા માટે મોકલે છે... એક સમય પર એમનું માનવું છે કે એ જૈવિક હથિયાર તરીકે વપરાયેલ છે... કેટ વિન્સલેટ - (ટાઇટેનિક ફેમ) એ રોલ માં છે, એ મરી ગયેલી સ્ત્રી ના પતિને મળીને એની પ્રવાસ ની માહિતી મેળવે છે,શિકાગો માં એ રોકાયેલી અને મળેલી એ માણસ નું પણ મોત થઈ ગઈ હોય છે...
સરકાર વધુ માં વધુ લોકો ને ઘરે રહેવા અપીલ કરે છે,અને કરેલી સ્ત્રી ના શરીર ની પોસ્ટમોર્ટમ કરતા જ એક વાયરસ મળે છે જેના પર વધુ તપાસ ચાલુ થાય છે.શહેર માં લોક ડાઉન કરી દેવાય છે.
સરકારી પ્રતિનિધિ આવીને બધા ને મળે છે,એક સ્ટેડિયમ ને લોકો સારવાર માટે ખોલવામાં આવે છે,થોડા સમય બાદ એ ઓફિસર પણ સંક્રમિત થઈ જાય છે,અને એમનું પણ મોત થાય છે,વૈજ્ઞાનિકો તપાસ પછી જાણે છે કે આવો વાયરસ ચામાચીડિયાં અને ભૂંડ માં મલી સકે છે..પણ એના માટે ની રસી તૈયાર કરવામાં મુશ્કેલીઓ આવે છે, એ દરમ્યાન નાશ કરવાના દવાઓ માં નમૂનાઓ માં એક ડોક્ટર કોશિશ કરે છે...એમાં ચામાચીડિયાં ના સેલ સાથે પ્રયોગ કરવાની....
એ દરમ્યાન અલન કરીને એક કોંસ્પિરસી થીયેરિસ્ટ હોય છે એ બહુ જ પ્રખ્યાત બ્લોગર હોય છે, એ પોતાનો એક વીડિયો જાહેર કરે છે ખોટી રીતે પોતાને બીમાર બતાવીને હોમીઓપેથીક દવા થી સજા થવાનો.... એ દવા મેળવવા માટે લોકો ફાર્મસી માં તોડફોડ કરી નાખે છે, સ્ટોર લૂંટે છે,બહુ ખાના ખરાબી થાય છે....એક ઓફિસર પોતાની એક દોસ્ત ને લોક ડાઉન લાગતા પેલા સિટી છોડી નીકળી જવા કહે છે,અને પછી એની તપાસ થાય છે...અલન ની ધરપકડ થાય છે ખોટું બ્લોગિંગ કરવા બદલ ...
એક યુનિવર્સિટી ના મહિલા પ્રોફેસર ને રસી બનાવતા સફળતા લાગે છે એટલે એ પોતાના પર જ અજમાવી ને પોતાના સંક્રમિત પિતા ને મળવા જાય છે,અને એને ચેપ લાગતો નથી એટલે રસી સફળ ગણાય જાય છે.પછી તો રસી ને મજૂરી મળે છે,મોટા પ્રમાણ માં એનો જથ્થો તૈયાર થાય છે અને લોકો ને આપવામાં આવે છે,અને લોકો સજા થવા માંડે છે....

છેલ્લે :- એવું બતાડે છે કે ચીન માં એક બુલ્ડોઝર ઝાડ તોડતા એક કેળા નું ઝાડ તોડી નાખે છે,એમાં ચામાચીડિયાં રહેતા હોય છે,એમાં થી એક ડુક્કર ના ફાર્મ માં જાય છે,અને કેળા નો ટુકડો એના મો માંથી ત્યાં પડી જાય છે, જે ડુક્કર ખાઈ જાય છે,પછી એ ડુક્કર ને મારીને એક હોટેલ માં ભોજન બનાવાય છે અને એ રસોઈયા દ્વારા પેલી સ્ત્રી જે હોંગકોંગ થી આવી હોય એને ચેપ લાગ્યો હોય છે....અને પછી એ જેટલા પણ લોકો ને મળે છે એમના દ્વારા એ આગળ વધે છે....

હવે ઘણું બધું બતાવ્યું છે ફિલ્મ માં,બધા જ કલાકારો બહુ જ સરસ રીતે પોતાના પાત્રો નિભાવે છે,અત્યાર ના સમય ની જે પરિસ્થતિ છે એ તમે ચોક્કસ અનુભવી શકશો.....૨૦૦૪-૨૦૦૫ અને ૨૦૦૯ માં જે અલગ અલગ પ્રકાર ના ફ્લૂ વાયરસ ફેલાયેલા એના પર બનેલી સુંદર ફિલ્મ છે...

એવું લાગી શકે કે એટલા વર્ષો પહેલા એટલી સુંદર ફિલ્મ જે અત્યારે પણ પરિસ્થિતિ ને મળતી આવે છે, કઈ રીતે બને ????

એક વાર ચોક્કસ જોવી જોઈએ,એના થી આપણને લોક ડાઉન નું મહત્ત્વ સમજાય જાય...

મિત્રો,તમારા વિચારો જરૂર જણાવજો....