પ્રેરણાત્મક કથા અને કાવ્ય વાંચો અને વંચાવો Writer Dhaval Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેરણાત્મક કથા અને કાવ્ય વાંચો અને વંચાવો

ભગવાન પણ ત્યાં શું કરે ?
જ્યાં માણસ સમજવા ના માંગે?

સમય પણ ત્યાં શું કરે ?
જ્યાં માણસ મહેનત કરવા ના માંગે ?

ચાહો તો દુનિયામાં શું નથી થતું ?
ભગવાન પણ મળે છે અને મંઝિલ પણ.

તારે દુનિયાના રસ્તાઓમાં આગળ વધવું નથી,
તો હવે તને કોણ સમજાવે ?

તારે મંઝીલથી ડરી ડરી રહેવું,
તો હવે તને કોણ સમજાવે ?

ભગવાન પણ તારા થી દુર છે !
ભગવાનને તારે માનવા જ નથી !
તો હવે તને કોણ સમજાવે ?

કોણ કહે ભગવાન પરિક્ષા કરે ?
એના રસ્તા પર હાલીને તો જો,
પણ તારે તારા મૃત્યુને જ જોતું છે,
તો હવે તને કોણ સમજાવે ?

પ્રેમમાં પડી રહેવાથી સફળતા ન મળી જાય,
પરંતુ દરેકને પ્રેમ કરો તો સફળતા અવશ્ય મળે છે.

સમયને માન રાખી ચાલો તો સફળતા ન મળી જાય,
પરંતુ સમયને અનુકૂળ બનાવોને તો સફળતા મળે છે.

અલગ અલગ ભગવાનને માનતાઓ કરો તો સફળતા ન મળે
પરંતુ એક ભગવાનને પકડીલોને તો સફળતા મળી જાય છે.

જરૂરી નથી હોતું કે વિશ્વાસ કરીએ તો વિશ્વાસ મળે,
ક્યારેક વિશ્વાસ એકલા રહેવા માટે, શીખવવા આવેલો મોટો દર્દ પણ હોય છે.

કોને ખુદ પર અભિમાન છે ?
કોણ ખુદને મહાન સમજે છે ?
સ્મશાનમાં જોઈલો એક વખત ?
તમારા કરતાં મહાન રાખ બની ગયા છે.

તારું અને મારું કરનાર લોકો એકલા જ છે,
જતું કરનાર લોકો દુનિયાને જીતી ગયા છે.

આપડી વસ્તુ હોય કે આપણો સબંધ હોય કે કોઈ વ્યક્તિ હોય
દરેક એક વખત અલગ પડે છે જ,
એના માટે મરવાનું તો ના હોય ને ?

કળિયુગની દુનિયા છે આ !
મા પણ પોતાના બાળકને જન્મઆપ્યા બાદ રોડ પર મૂકી જ દે છે ને ?
છતાં એ બાળક નાને થી મોટો થાય છે
દુનિયાને જીતીને બતાવે છે ને ?
તમારા પાસે તો બધું છે
મા બાપ ભાઈ બહેન બધાનો પ્રેમ છે જ ને ?
છતાં તમે કોઈ એક વ્યક્તિ માટે મોટો કદમ કેમ ઊઠાવો છો ?

સાચું લખું છું વિચાર કરજો.
જેનો જેનો પણ પ્રેમ આપણને મળ્યો છે ને એના પ્રેમની કદર આપણને થઈ જ નથી
પણ જેમને જેમને આપણે પ્રેમ કર્યો છે ને સાહેબ એની જ કદર આપણને થઈ છે.

મારી બધી બુકો માં લખ્યું કે પ્રેમ માં માતા પિતાનું બહાનું બતાવો ને પછી પ્રેમ મૂકી દેવામાં આવે
તો ટૂંક નોંધમાં લખું છું વાચજો..

પ્રેમ મળવો નસીબ છે
પ્રેમ થવો નસીબ છે
આ બન્ને નસીબ જ છે પણ પ્રેમ કરવો એ આપણા હાથ માં છે
જે વ્યક્તિ આપણી પાસે આવે છે ત્યારે એ પ્રેમ માટે સમજાવે છે ના કે સીધો પ્રેમ કરવા મળે છે
સીધો પ્રેમ થાય છે ?
તમારી અને એની હા થી જ પ્રેમ થાય છે,
તો એક પ્રશ્ર્ન ?
તમારી પ્રેમ માટે હા હતી અને તમારે સાથ આપવાનો હતો
તો છેલ્લે માતા પિતાનું કેમ કહ્યું ?
અને માતા પિતા ના દેખાયા અને છેલ્લે એ જ દેખાયા તો વ્યક્તિનું કેમ ના વિચાર્યું ?

નસીબ ?
તમારા લગ્ન થાય છે એ તમારું નસીબ છે,
અને પ્રેમને મૂકી દઈ નસીબ ના નામ ના અપાઈ.

એવી વ્યક્તિ માટે મરવાનું પણ શા માટે !
જે વ્યક્તિ તમને જ મૂકી ને ચાલ્યા જાય ?

એવા વ્યક્તિને પણ કે કદર નહિ !
જે તમારા માટે ગમે તેની સાથે લડી જાય ?

કેમ એ વ્યક્તિના પ્રેમનો એહસાસ નથી !
જે વ્યક્તિ તમારા માટે દરેક ની સાથે સબંધ મૂકી દેય ?

કેમ એ જ વ્યક્તિની વેદના સમજતા નથી !
જે વ્યક્તિ માત્ર તમારા સારા ભવિષ્ય માટે વિચારે છે
તમને તેમની સાથે જોવા માંગે છે તમારા પ્રેમને પ્રાપ્ત કરવા ઈચ્છે છે.

પ્રેમ મળવો એ તો નસીબની વાત છે
પણ આપણે પ્રેમ ના કરીએ એ તો આપણા હાથમાં છે ને ?

આપણે આપણો સ્વભાવ જ સારો નહીં રાખીએ !
તો પ્રેમ હોવા છતાં પા નફરત જ દેખાશે.

મરવાની તલબ હોય ને તો પેલા એ જ વિચારજો
મરીશ તો મારા માટે અન્ય કોઈ માટે નહિ.

જ્યારે ખુદ પર થી વિશ્વાસ ઊડી જાય ને ?
ત્યારે જેમણે દુનિયા બનાવી એના સામે જોઈ સાથ માંગજો
અને એણે તમારો હાથ પકડ્યો ને ?
તો દુનિયામાં કોઈ પણ ની તાકાત નથી કે એનો હાથ તમારા હાથ માંથી મુકાવી શકે.

ધવલ રાવલ.
TRUST ON GOD