ગઝલ પડિકું Pawar Mahendra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ગઝલ પડિકું


(૧) ભાવનામાં વહી જાઉં છું......

હું ઘણી વખત લોકોની ભાવનામાં વહી જાઉં છું

હું મારી જાતને ડુબાડી સાચું સાચું કહી જાઉં છું

પરિણામ અે આવે છે,કોઇ આગળ રહી જાય છે

કોઇ પાછળ,તેની રાહે ત્યાંને ત્યાંજ રહી જાઉં છું

સાકર છું, છતાં ઘાસલેટમાં પણ ભળી જાઉં છું

ક્યારેક દુધમાં મળી,ભડકે ભડકે બળી જાઉં છું

હાડકા વિનાની જીભને,પુર ઝડપે ચલાવી દઉં છું

પછી અફસોસે હું રેતી ઢગલમાંય તરી જાઉં છું

ઘણાં લોકો મારા પર હસે છે,અેમનો શો વાક ?

હું અેમની ખૂશીમાં સુકા રણમાં ખીલી જાઉં છું

મને ભૂલ કરતાં આવડે,કબુલ કરતાં આવડે છે

સૌને માફી માફી દઇ,માહિ માહિ કહી જાઉં છું

પવાર મહેન્દ્ર
૨૮/૦૨/૨૦૨૦



(૨) પાનખરમાં પણ ક્યાંક ફૂલો ખિલ્યા હશે

અેમને જોઇ કેટલા લોકોના મનમાં લાડુ ફૂટ્યા હશે

વરે છે અે કોઇને,મનથી કેટલા લોકો વરી ચૂક્યા હશે

દાખલા આપવા ઘટે , દુનિયાને લડી પ્રેમને પામ્યા જે

ઘરના નહિં માનતા અે બહાને કેટલા છૂટા પડ્યા હશે

તારી મારી ફલાણી ઢીકણીને છેલ્લે મમ્મીની કસમ

માથે હાથ રાખી,ગળે હાથ લગાવી કસમ ખાધી હશે

‍પણ પ્રેમનો નશો સૌથી કાંઇ અલગ છે મારા વ્હાલા

કેટ કેટલા લોકોનો ભોગ લઇ કેટલા ઘર તૂટ્યા હશે

આ રમતમાં કોઇ સટ્ટાબાજી નથી કે ફિક્સિંગ નથી

'માહિ' જ્યાં પાનખરમાં પણ ક્યાંક ફૂલો ખિલ્યા હશે

પવાર મહેન્દ્ર
૫/૨/૨૦૨૦


(૩) ઘડી ઘડી મરતાં આવડી ગયું

સંસાર રૂપી સાગરમાં તરતાં આવડી ગયું,
અંધારી રાતોમાં ચમકી ખરતાં આવડી ગયું.

મુખે સ્મિતનું ઝરણુ, હ્રદયે આંસુના રેલા,
આંખો રડે ને હોઠોંથી હસતાં આવડી ગયું.

અેમ તો છું હું દરિયાનો અનોખો તરવૈયો,
કોઇકના છીછરા નયને ડૂબતાં આવડી ગયું.

પગરવથી જ કહી દઉં છું, પગલા કેવા છે.
ધીમેધીમે ચાલચમક પારખતાં આવડી ગયું,

કયારેક અમથો અમથો અજાણ્યો બનુ છું,
તેથી ખરા અજાણને જાણતાં આવડી ગયું.

સાંભળ્યું હતું માણસ અેક વાર મરણ પામે,
માહિને જોઇ ઘડી ઘડી મરતાં આવડી ગયું.

પવાર મહેન્દ્ર
૬ નવેમ્બર ૨૦૧૯


(૪) તું મરશે અે નક્કી જ છે

ખુલ્લા દિલથી હસી લે ,રડવાનું તો નક્કી જ છે
છે અેટલું જ માણી લે, ઘટવાનું તો નક્કી જ છે

જેના માટે સાચવે છે,તેને તારા જેવી ભાન ન્હોય
ટીપે ટીપે ઘડો ભરશે,ખોબે ખાલી થસે નક્કી જ છે

આ ખવાય,તે ન ખવાય,બધું ખાય તે પણ જીવે છે
ગમે તે ખા કેન્સર થવાનો હશે તો થશે જ નક્કી જ છે

આ ભેગું કરું, પેલું ભેગું કરું,બહુ થયું હવે શાંતિ
શાંતિ થશે,યમરાજ ઘરભેગો કરશે અે નક્કી જ છે

બધા ડર રાખ ચાલશે,મોતનો ડર વ્યાજબી રાખ
અહિં ભગવાન પણ મરે છે,તું મરશે અે નક્કી જ છે

પવાર મહેન્દ્ર
૭ નવેમ્બર ૧૯


(૫) અત્યાચાર નથી હોતા...

કોઇ દિવસ પથ્થરને લાગણીના આંસુ નથી હોતા
ખેતરે હળના ઘા વગર અનાજ દાણા નથી હોતા

મંદિરની અદ્ભૂત મુરતોમાં ઇશ્વરનો વાસ હોય છે
હથોળીના ઘા વગર મુરતીઅે આકાર નથી હોતા

અેડિસન સો ગોળા ફોડે તો લોકો ગાંડો કહેતા
જગનો તિમીર દુર કરનાર લોકો ગાંડા નથી હોતા

તકલીફોનો તો સ્વાદ નસીબદારને મળતો હોય છે
નસીબ ભરોશે કોઇ સપનાઅો સાકાર નથી હોતા

કળિયુગમાં સૌના માનીતા થવું બહું વાર લાગે છે
શુદ્ધ સોનામાં ભેળસેળ વગર ગળે હાર નથી હોતા

ખોટું શીખવવાના આ તો સારા નિયમો બનાવ્યા છે
ક્કાઅે ળ નો નળ શીખ્યા પણ ખોટા માર્ક નથી હોતા

મૃત્યુના અંતિમ વિધિ પહેલાં જાયદાદે ભ્રષ્ટાચાર છે
'માહિ' કોણે કહ્યું જમાનામાં અત્યાચાર નથી હોતા

પવાર મહેન્દ્ર
૧૧/૯/૧૯



(૬) તલવાર...

હવે તો તારા અત્યાચારની હદ થઇ ગઇ
હવે તો ગુપ્ત વાત જગ જાહેર થઇ ગઇ

આ અફવાઅો કોણ ફેલાવે આ વાતોની
હું ચાહું મનમાં ને,લોકોને જાણ થઇ ગઇ

પ્રણય શીખવવા નિકળ્યા હતા દુનિયાને
હવે અેજ વ્યાખ્યા મારા આરપાર થઇ ગઇ

જગતે સરહદો બનાવી છે,પ્રેમરેખા તોડીને
હવે લાગણીના ઉભરાથી હદપાર થઇ ગઇ

ઉઘાડી આંખમાં આવો તો અલગ વાત થઇ!
બંધ આંખોમાં પણ તું તો ગિરફતાર થઇ ગઇ

નસનસમાં વસી છે તું, મારે કઇ રીતે ચાહવું?
કાળજા ધૂનમાં ,તારા નામે ધબકાર કરી ગઇ

નજરની કાતીલ ધારની આજે ખબર પડી મને
માહિ કાળજે વાર કરી,તું તો તલવાર થઇ ગઇ

પવાર મહેન્દ્ર
૨૩/૮/૧૯


(૭) હજી લાશ બાકી છે....

કહો આ સમયને થંભવા હજી વાત બાકી છે

કહો આ ઉમરને થંભવા હજી સાથ બાકી છે

બે ઘડી પ્રણયે બંધાયા ને ઘણી અડચણો છે

કહો આ પ્યાસને થંભવા હજી આશ બાકી છે

માહિ પંખી બની ક્ષિતિજ પેલે પાર ઉડવું છે

કહો અા રાતને થંભવા હજી ખાસ બાકી છે

મારા દિલનાં ધબકારા થંભવા જીદે ચઢ્યાં છે

કહો ધબકારાને ચાલવા હજી શ્વાસ બાકી છે

જિંદગી બે પળની હાથમાંથી સરી પડી છે

કહો આ જીવને થંભવા હજી લાશ બાકી છે


પવાર મહેન્દ્ર
૨૯/૦૧/૨૦૧૯